“અખેપાતર” – બિન્દુ ભટ્ટ


બિન્દુ ભટ્ટની  મીરાં યાજ્ઞીકની ડાયરી તો હજુ નથી વાંચી શક્યો, પણ એ પુસ્તક વિશે  છુટક છુટક વાંચ્યુ છે.  તાજેતરમાં એમની અન્ય કૃતિ  અખેપાતર વાંચી. એમાંથી અમુક અવતરણો –

* ઘણાને તો અર્ધી જિંદગી જતી રહે ત્યાં સુધી શું ગમે છે એની ગતાગમ જ પડતી નથી.

* એવો કેવો તારો ધરમ કે વાતે વાતે એને વાંધો પડે. એ કંઇ રાંધેલું ધાન છે કે બગડી જાય! આપડો તો ચોખ્ખો હિસાબ. કોઇનું દિલ દુભાય તો અધરમ.

* સારી કે ખરાબ, સ્મૃતિ માત્ર હિંસક હોય છે. એમાં નહોરથી બચવું અઘરું છે. કોઇ રાનીપશુ ચાર પગે થઈને તમારો ચહેરો ઉઝરડે છે. લોહીનાં ટશિયાં ફૂટે છે. જીભને એ ખારો સ્વાદ ગમે છે. એ બળતરા, ચચરાટ ધીરે-ધીરે નશો બની જાય છે. વર્તમાનથી દૂર, મન હવાથી હળવું થઈ ઊડે છે, એક પછી એક આવરણ ખસે છે. જાત સામે ઊભા રહેવાની ધીરજ હોય તો એક પારદર્શી પોત મળે છે.

* શરૂઆતનાં ત્રીસ વર્ષ તો બારાખડી શીખવામાં જ ગયાં. જીવન અને મનુષય વિશેના મહાગ્રંથ તો બહું મોડા જોયા અને એમાંના કેટલા ઉકેલ્યા એ તો પરીક્ષા આપવાની થાય ત્યારે ખબર પડે! તમારી જમીન કેવી છે, તમે ખેડ્યું છે કેવું અને ટૉવણ કેવું એ તો ખળે જ ખબર પડે!

* લડાઇ માત્રનું મૂળ ભય છે. માણસે પહેલીવાર ભયનો સાક્ષાત્કાર કર્યો હશે એમાંથી જ એને શસ્ત્રની શોધ કરવાની પ્રેરણા મળી હશે. નિર્ભયતા તો માત્ર પ્રેમ અને વિશ્વાસની ભૂમિમાં જ સંભવે.

* ઇન્સાફ અને ઇન્સાનની વ્યાખ્યા ચકડોળે ચઢી હતી. જે ભારતમાંથી ભાગીને આવતા હતાં એ પોતાના દૂઝ્યા ઘા દેખાડતા હતા અને જે અહીં બધું છોડીને જતા હતા એ પણ પોતાના કપાયેલાં અંગ દેખાડતાં હતાં. દરેકને ફરિઆદ હતી એકબીજા સામે. દરેક જણ પોતાની રીતે હિસાબ સરભર કરવાની પેરવીમાં હતો પણ કોઇ એ વિચારવા રોકાતું ન હતું કે આ ચોપડા ચોખ્ખા કરવામાં માનવતાનો સતત ભાગાકાર થઈ રહ્યો છે. શેષમાં શૂન્ય લઈને આપણે કોના આધારે ટકીશું?

* જીવન તો કલ્પના કરતાં પણ અનેકગનું આશ્ચર્ય સરજતું રહે છે.

* કોઇની પણ સાથે એટલી બધી નિકટતા ન રાખવી કે બીજા બધાની બાદબાકી થઈ જાય.

* એકલી સ્ત્રી હોય કે પુરુષ . ઘરવખરીની ચીજોમાંય એકલો રમમાણ થઈ શકતો નથી. વસ્તુઓ પણ કોઇ એકમાં જ સીમિત થઈને નૂર વિનાની થઈ જાય છે!

* કોઇની વ્યથાના સાક્ષી હોવું અને પોતે એ વ્યથામાંથી પસાર થવુંએ જુદી બાબત છે, પણ છતાં ક્યારેક એવી વ્યથાઓ જુદી નથી રહેતી. કેટલીક વાર તો સાક્ષીની પીડા વધી જાય એવું પણ બને છે. દૂર ઊભો સાક્ષી બિચારો ઇચ્છવા છતાં મદદ ન કરી  શકે ત્યારે જે અસહાયતા અનુભવે છે એ વિશેષ પીડાદાયક હોય છે. માત્ર સાક્ષી  બની રહેવું સહેલું નથી. જે ક્ષણે વ્યક્તિ સાક્ષી બને છે એ ક્ષણે જે તે ઘટના કે સ્થિતિનો અંશ બની જાય છે. એ મુક્ત થઈ શકતો નથી, મુક્ત રહી શકતો નથી.

* ગુરુ ગરમાં ગયા ને ચેલા ચમકી ગયાં!

* ધણી, છોકરાં ઘર, ધંધો બધુંય હોય પણ જે સ્ત્રીને માથે સતત એક તલવાર લટકતી  હોય એ સ્ત્રી સમય સાથે કઈ રીતે કદમતાલ મેળવી શકે? કાં તો સતત બળતરામાં ભોંયમાં ઊતરતી જાય અને કાં વરેઘડીયે વિખેરાય જતા પોટલા જેવી થતી જાય. કોઇની સામે બોલી નહીં શકતી સ્ત્રી આમ જાત સામે બદલો લેવા સિવાય શું કરે?

* મન મારીને કોઇકના સાથી-દાડિયા તરીકે આખી જિંદગી જીવવા કરતાં તો આ ઊભડિયું જીવન સારું.

* ભારતીય સમાજમાં સ્ત્રી વિધવા થાય પછી ક્યારેય શોક ઊતરતો નથી. કદાચ વધતો જ જાય છે.

* લોકને તો શું, ગમે તેને આરોપીનાં પાંજરામાં ઊભું કરી દે. ઊલટતપાસમાં જો ખુલાસા કરવા જાવ તો જાણે આખાય સમાજને બચાવવાનો ઠેકો લીધો હોય એમ એ તમારા ઉપર ચડી બેસે. પરંતુ જો તમે મૌન સાધીને આરોપીના પાંજરામાં ઊભા રહેવાનો ઇનકાર કરો દો તો  છેવટે થાકીને એ તમને છોડી દે છે. જો કે આખી લડાઈમાં ધીરજની જરૂર પડે.

* પરણો કે ન પરણો, છેવટે સ્ત્રીએ એકલા જ જાતે પાર ઊતરવાનું છે તો પછી પરણીને હોડીમાં અમથો ભાર શા માટે વધારવો!

* છેવટે તો દરેક વ્યક્તિ એકલી જ છે. આ કેવળ જન્મ અને મૃત્યુના સંદ્રભમાં જ સાચું નથી. જેની ચેતના જાગી જાય છે એ એકલતા અનુભવે છે.

* સ્ત્રી-અધિકારીને કોઇ પણ પુરુષ કર્મચારી પહેલાં સ્ત્રી તરીકે જુવે અને પછી અધિકારી તરીકે.

 

~ અમૃત બિંદુ ~

આશ્ના અપની હકીકત સે હો એ દેહકાન જરા, કાશ્ત ભી તૂ, બારાં ભી તૂં, હાસિલ ભી તૂં…

હે ખેડૂત, જરા તારી જાતને ઓળખ, ખેતી પણ તૂં છે,વર્ષા પણ તૂ છે અને ફસલ પણ તૂં છે..

 

“અખેપાતર” – બિન્દુ ભટ્ટ

Advertisements

5 ટિપ્પણીઓ

Filed under સંવેદના, સમાજ, સાહિત્ય

5 responses to ““અખેપાતર” – બિન્દુ ભટ્ટ

 1. રજનીભાઇ ખૂબ સરસ અવતરણો.

  ‘એવો કેવો તારો ધરમ કે વાતે વાતે એને વાંધો પડે. એ કંઇ રાંધેલું ધાન છે કે બગડી જાય! આપડો તો ચોખ્ખો હિસાબ. કોઇનું દિલ દુભાય તો અધરમ.’

 2. sindhu

  true…smruti matr hinsak hoy 6..i liked most of the avtaran..

 3. Really Very nice notes …Like to read, Please put such notes more and more….Thanks

 4. હિતેષ ત્રિવેદી

  વાચક પોતે વાર્તામાં સાક્ષી બની રહે છે.પાત્રોની વ્યથા પોતે મહેસુસ કરી શકે છે.પછી એ મીંરા હોય કે ગુણશુંદરી.

 5. Jp

  બહુ સરસ… કાયમ વાંચવા ગમે એવા અવતરણો…
  આમાંથી ઉપડીશ હું … પોષ્ટવા

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s