K(F)ite Festival


જાન્યુઆરી ૧૬, ૨૦૧૦નાં રોજ આ પોસ્ટ થોડી લખી હતી પણ પછી અધૂરી રહી ગઈ અને  યોગાનુયોગ ૩૬૩ દિવસ (ભૂલચૂક લેવી-દેવી) પછી મૂહુર્ત આવ્યું જ છે તો  પબ્લીશ કરી નાંખુ….

કાઇટ અને ફાઇટમાં શું ફરક છે? બન્નેમાં વિજેતા જરૂરી છે અને બન્નેમાં જે હારી જાય એને બહાના બાજી જેવા કારણો મળી રહે.જેમ કે

* દોરા એ દગો દિધો,

* પવન બરાબર ન હતો,

* ફિરકી પકડવા વાળો બરાબર ન હતો,

* પવને પત્તર ખાંડી નાંખી વગેરે વગેરે વગેરે …

પણ આપણે એવી બધી માથાકુટ મેલીને જાણીતા માનીતા (કે અણમાનીતા) લોકોની ફિરકી લઈએ …..

ના કોઇ ઉમંગ હૈ ના કોઇ તરંગ હૈ મેરી જીંદગી હૈ ક્યા? એક (કિતનીઓ કો લુંટને કે બાદ) કટી પતંગ હૈ = એન.ડી.તિવારી

ચલી ચલી રે પતંગ મેરી ચલી રે, ચલી બાદલો કે પાર = નરેન્દ્ર મોદી

ઢીલ દે ઢીલ દે દે રે “બાબા”, ઉસ પતંગ કો ઢીલ દે, જૈસે હી મસ્તીમેં આયે, ઉસ પતંગ કો  ખીંચ લે = આસારામ

હવે આજે (૧૩-૦૧-૨૦૧૧) દોર સાંધવાનું મન થયું પણ હું ય પેલું (પહેલું નહી બીજુ) કારણ આપુ તો કિયેટીવીટીનો પવન બરાબર નથી, છતાંયે હૈયામાં છે એ બ્લોગ પર ઢાળુ તો અત્યારે આ વિષય પર કંઇ લખી શકાય – મોંઘવારી,  રાજા, પવાર, રાડિયા, નિત્યાનંદ અને ઓફકોર્સ ગુજરાતી બ્લોગ જગત!

~ અમૃત બિંદુ ~

કોઇનો પતંગ કાપવા કરતા ઉડાડવામાં મદદ કરવી એ સાચી ઉજવણી  છે.

– રજની અગ્રાવત

Advertisements

5 ટિપ્પણીઓ

Filed under ફિલ્લમ ફિલ્લમ, રમૂજ, વાર/તહેવાર/પ્રસંગ/પર્વ, વૃતિ - પ્રવૃતિ

5 responses to “K(F)ite Festival

  1. મજા પડી ::: આશા રાખું પવન સમયસર વેગવંત થાય અને હજુ કેટલાકની ફિરકી લેવાય ! અમૃતબિંદુ ગમ્યું, પણ “કાપ્યો છે…કાપ્યો છે…” વગરની ઉત્તરાયણ એટલે ગોળ વગરનો તલનો લાડુ !!
    (થોડાં પતંગ ગીતો..)
    * ઊડે ઊડે રે પતંગ ગુજરાતનો
    * પવનપાતળો કાગળ લઈને
    * હું કોઈ અન્જાન હાથોએ ચગાવેલો પતંગ,
    * પતંગ આકાશમહીં અનેક
    * અને વધુ માટે : પતંગ (ગુગલ સર્ચ)

  2. મોદીની પતંગ બાદલો કે પાર!!ભાઈ આને ભારતનો વડો પ્રધાન બનાવો.તો દેશને બાદલો કે પાર લઇ જશે.બધા પક્ષોએ વાદવિવાદ ભૂલીને એકવાર મોદીને પ્રાઈમ મીનીસ્ટર બનાવવા જોઈએ.બહુ મજા આવી.ધન્યવાદ.

  3. કોઇનો પતંગ કાપવા કરતા ઉડાડવામાં મદદ કરવી એ સાચી ઉજવણી છે. – રજની અગ્રાવત

    સરસ..

  4. himanshupatel555

    તમારો K(F)ite Festival રંગ લાવે છે અને જમાવે પણ છે પણ-
    અત્યારે આ વિષય પર કંઇ લખી શકાય – મોંઘવારી, રાજા, પવાર, રાડિયા, નિત્યાનંદ અને ઓફકોર્સ ગુજરાતી બ્લોગ જગત!’ આ છેલ્લા જગત વિશે હવે/હજું લખવાનું બાકી છે????

  5. પિંગબેક: ચૂંટણીની ચટણી | એક ઘા -ને બે કટકા

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s