તારીખ=૧, વાત=૨


સૌ પરથમ તો (અંગ્રેજી) વન પ્રવેશની  સૌને શુભકામનાઓ. 😉

સાથે સાથે એ વાત પણ નોંધી લઈએ કે જેમ દરેક (હા “દરેક”) બાબતમાં મેરા ભારત મહાન છે એમાં આ પણ છે કે ભારતવર્ષમાં જેટલા વર્ષ અને વર્ષગાંઠ છે એટલી કદાચ (અરે ! કદાચ શું પાક્કુ માનો તો ય વાંધો નથી) ક્યાંય નહી હોય!

જેટલા પ્રદેશ-ભાષા-જાતિ-ધર્મ એટલા વર્ષ તો ખરા જ એ સિવાય શૈક્ષણીક -ટેક્સ/ફાયનાન્સીયલ વગેરે લટકામાં. કોઇ મહીનો ખાલી ન જવો જોઇએ. છતાંય જો કોઇ મહીનો છટકવા માંગતો હોય તો અંગત રીતે પકડી રાખીયે જેમ કે જન્મદિવસ-સગાઈ-લગ્ન વગેરેની વર્ષ ગાંઠ!

જો કે આને હું  નકારાત્મક રીતે નથી જોતો, ઉત્સવો ઉજવતા રહેવાનો-આનંદ-ખુશી (અનેક્યારેક છાકટા થવાનો) આપણો એટીટ્યુડ છે.

બાય ધ વે આ વર્ષગાંઠ શબ્દમાં ગાંઠ પણ કંઇ એમને એમ નહી હોય એના પાછળ પણ કોઇને કોઇ તર્ક, કારણ કે  આશય હોવો ખપે….

-x-x-x-x-

આપણે એવા નાગરીક છીએ કે જે ધરાર નાગરીક ધર્મ પાળવા વિશે ઉદાસીન જ નહી પરંતુ બેદરકાર રહીએ છીએ અને પાછું એમાં આપણી બહાદુરી માનીયે. હા, પણ જો સરકારની વાત આવે તો બધો દારો-મદાર એના પર રાખીયે. સામે પક્ષે સરકાર પણ એવી શાણી (?!) છે કે ચલતા હૈ ની પોલીસીમાંથી ઊંચા આવવાનું નામ લ્યે! <-આખરે એ પણ બની તો છે આપણા થકી અને આપણા માંથી જ ને? !

નશાબંધી -લાયસન્સ-હેલ્મેટ-દબાણ-ટેક્સ (ચોરી) વગેરે બાબતોના સરકારી નિયમો (કાગળ પર) છે જ પરંતુ એમને અમલ કરવાની વાત આવે ત્યારે આપણે કાયદા કરતા એની છટકબારીનો જ અભ્યાસ કરીયે છીએ, અને જો કોઇ કાયદા મુજબ વર્તવાની ગુસ્તાખી કરે તો આપણે એને વેવલો કહીને હાંસીપત્ર બનાવીએ અને સરકારીયા માણસો (?!) પણ એને કાયદાની એવી માયાઝાળ/આંટીઘુટીમાં ‘સલવાવી’ દયે કે એ વ્યક્તિ કાનૂનનું પાલન ન કરવાનું પાણી મૂકી દે.

આપણે આપણી અનુકુળતા મુજબ કાયદો બનાવીયે-તોડીયે અને મરોડીયે એમાંની એક વાત.

જે વર્ગ દારૂ , ના ના મદ્ય પાન કરે છે એ ઇચ્છે કે દારૂબંધી ન હોવી જોઇએ અને જે નથી પીતા , વેચે છે અને નશાબંધી ખાતામાં કામ (?) કરે છે તેઓ વિનમ્રતાથી માને છે કે આ કાયદો હોવો જ જોઇએ, બલ્કે હજુ વધુ કડક હોવો જોઇએ ! !

ખાસ કરીને સ્મોકીંગ બાબતે લોકો નિર્દોષતાથી માને છે કે આ કાયદો હજુ વધુ કડક બનાવવાથી એટલે કે એના પર ટેક્સ ૫૦૦ ગણો કે એનાથી યે વધુ કરવાથી  સ્મોકર્સ સુધરી જશે અને આ મહાન દેશ વધુ મહાન થઈ જશે!

આવા ભોળા બાલુડાંને એ ખબર નથી કે ધુમ્રપાન-ગુટખા અને આવા તો કેટલાયે વ્યસનો કરનારની બહુમતી પુખ્ત(!)વયનાની છે અને એમાંથી એકપણ વ્યકતિ એવી મળવી મુશ્કેલ છે જે આના ઘાતકી પરિણામોથી વાકેફ ન હોય. મતલબ કે અગર મારે કૂવામાં પડવું જ છે તો મને કોણ બચાવે?! અને ઘણાતો એમાંથી પસાર પણ થઈ રહ્યા હોય છે.

એક વાત વધુ એકવાર સ્પષ્ટ કરી દવ કે હું પોતે પણ આવા વ્યસનીઓમાંનો એક છું છતાંપણ બિલ્કુલ એની તરફેણમાં નથી.આ બધામાં ન પડીયે તો સારૂં જ છે, એ કોઇ બહાદુરીનું કામ નથી પણ સાથે સાથે એ પણ ખરૂં કે આવા ખાડામાં પડેલ ‘દુષ્ટ’ નથી. અને જેઓ નથી ખાતા-પીતાએ કંઇ દેવના દીધેલ નથી. ગુટખા નહી ખાતા હોય તો લાંચ ખાતા હશે, સીગરેટ નહી પીતા હોય તો  પોતાના પરિવાર અને સ્ટાફનું લોહી પીતા હશે. અને તેઓએ ખુદને એક સવાલ પુછવાનો કે તેઓ કેટલા કાયદા પાળે છે? આવી  બધી દુષ્પ્રવૃતિઓ કાયદાથી ડામી શકાતી નથી ખુદને સમજાય તો જ કામ સરે.

^ આ વાંચતા જો એવું લાગે કે આ મુદ્દો તો ચોરીનો છે, તો (અર્ધ) સત્ય છે. 😉 બે દિવસ પહેલા સલીલભાઈ  એ (કદાચ,  એમજ ) એમની ફેસબૂક વૉલ પર ત્યાં કેનેડાના આરોગ્ય મંત્રી  સિગરેટ પેક પર ૭૫% જગ્યામાં ધુમ્રપાનથી થતા કેન્સરના ફોટા સહિતની ચેતવણી ફરજિયાત છાપવી એવું ટીવી પર કહી રહ્યા છે એમ લખ્યું હતું .

~ અમૃત બિંદુ ~

* બાય ટેન, ગેટ ઇલેવન !

ગુજરાત સમાચારની (૩૧-૧૨-૨૦૧૦)ની હેડલાઈન

 

* આપણે એવ ઋષી-પુત્રો છીએ જેઓ રાત પડતાં શીશી-પુત્રો થઈ જઈએ છીએ !

બાબા રામદેવ

 

Advertisements

6 ટિપ્પણીઓ

Filed under વાર/તહેવાર/પ્રસંગ/પર્વ, વૃતિ - પ્રવૃતિ, સમાજ

6 responses to “તારીખ=૧, વાત=૨

 1. હું પીતો નથી ! વેંચતો નથી ! અને ’નશાબંધી’ખાતામાં કામ પણ કરતો નથી ! છતાં “વિનમ્રતા”થી માનું છું કે આ (નશાબંધીનો) કાયદો હોવો જોઇએ. વિચારો કેમ ??
  કારણ, એક મહાનુભાવે લખ્યું હતું કે ; ” હું દારૂબંધી નિતિનો હિમાયતી છું, કેમ કે ભલે ગમે એટલું ઇઝીઅવેલેબલ હોય અને સરકારને ટેક્સનું નુકસાન થતું હોય પણ અમુક લોકો આસાનીથી આની લપેટમાં આવી જતા બચી જતા હોય તો ખોટનો ધંધો નથી.”
  (આ મહાનુભાવ કોણ ??) ; – )
  આપને પણ આ ’વન’પ્રવેશની હાર્દિક શુભકામનાઓ.

 2. himanshupatel555

  દરેક વસ્તુ સમ આપણી સારી અને ખરાબ ટેવોને બે બાજુ છે.દ્વૈત જિવવું એ આવશ્યકતા છે
  તો એને કે એના પર દબાણ મૂકવાથી શું? હું કાયદા ભણ્યો છું અને નકારાત્મક ભાર
  સકારાત્મક પરિણામ લાવશે એ કલ્પના છે હકિકત નથી.
  આ ’વન’પ્રવેશની હાર્દિક શુભકામનાઓ અને નૂતન વર્ષ પણ મુબારક.

 3. દરેક કાયદો તોડવા માટે જ બનતો હોય એવું લાગે છે.વસ્તુ પ્રતિબંધની નહિ,જાગૃતિની છે.દારુ પીવો કે ન પીવો એ જનતા પર છોડી દેવાથી આપોઆપ નિયંત્રણ આવી જાય.આજે ગુજરાતમાં દારુબંધી છે એટલે આટલો બધો દારુ પીવાય છે,ન હોય તો એટલો ન પીવાય.કેમકે એની પાછળ આપડી મનોવૃત્તિ જવાબદાર છે.જે પ્રતિબંધિત હોય,એ કરવામાં માણસને એક છુપો મજો મળતો હોય છે.પછી એ દારુ હોય,ડાન્સબાર હોય કે રેડલાઈટ એરિયા હોય.આ વૃત્તિઓનું દમન નહિ,શમન કરવું જરૂરી છે.ત્યાગીને ભોગવવાની વાત અત્યારની નથી,હજારો વર્ષો પહેલાની છે.

  સિગરેટ,ગુટખા,માવા ઉત્પાદકો હોશિયાર છે.સિગરેટના ખોખા પરના ચિત્રો એવા ધૂંધળા છે કે માણસને સરખા દેખાય જ નહિ.એના કરતા ખોખા મોટા અને કલરવાળા ચિત્રોવાળા કરી દેવાથી ક્યારેક તો માણસને સમજાશે.અને જો સરકારને એવી જ ચિંતા હોય,તો કરાવી દે પ્રોડક્શન બંધ.એતો થતું નથી.ટેક્સથી એની રેવન્યુ જ વધશે ને એટલા માટે જ કદાચ ટેક્સ વધાર્યો છે…

  મુદ્દો સેલ્ફ કંટ્રોલનો છે,જે તમે ઇચ્છી શકો,એને તમે ત્યાગી પણ શકો જ….

 4. Narendra

  Saudi Arabia- Bharat ane Gujarat karta vadhu kadkai thi ‘nasho’ na karva deva mate kukhyat che. Varse ekadvakhat, koi k ne, brown sugar ke bija nashila padharth mate, shar kamal karva na kissa banta j hoy che. Chata, tya ava guna thaya j kare che. Same, bandhi na hoy teva desh ma, koi mota guna aa karane thata hoy tevu janma nathi-anubhav ma pan nathi.
  Ahi korea ma, ladies pan dhut thae ne rat-berat ekli ghare jati hoy che, koi labh ke gerlabh(!) letu hoy evu javallej bane che.
  Prohibition ni tarafdari ke virodh- banne nathi karto.
  Harsh sachu kahe che…self control jaruri che.

 5. મેં પહેલી’ને છેલ્લી વખત સીગરેટ ટેસ્ટ કરેલી.પેલી ‘ગોલ્ડ ફ્લેક’ આવે છે ને ! ૪ વર્ષ પહેલા કોલેજના સમયની વાત છે.મિત્રની લાગણીને વશ થઈને ચુસ્કી મારી હતી. થયું શું ? પાંચ મિનિટમાં સાડા ચાર રૂપિયાનો ધૂમાડો. 🙂 ખેર, દરેક વસ્તુની એની ઉંમરે મજા છે !

 6. પિંગબેક: પેઈન હો યા પાર્ટી – દિલ સે હો ! | એક ઘા -ને બે કટકા

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s