કસકના કારનામા


આમ તો કસકનાં કારનામાનો કારવા હંમેશા અવિરતપણે આગળ વધતો જ હોય છે પણ ઘણા દિવસ બાદ અને ઉપરા-ઉપર બે દિવસના પણ એકબીજાને જોડતી કહી શકાય એવી વાત આજે સવિસ્તાર-સતસવીર લખી જ નાંખુ…

 

Saloni_18_Dec2010

ઉપર જે આ પહેલી તસવીર છે એ ૧૮ ડિસેમ્બર ૨૦૧૦ની છે, અહીં ગાંધીધામમાં “ડાન્સ પે ચાન્સ માર લે “ પ્રોગ્રામ હતો, કસકને એની સ્કૂલ તરફથી પાસ મળ્યો હતો એટલે એ ભાઈ બપોરથી જ થનગની રહ્યા હોય એ સ્વાભાવિક છે, સાંજે ૭વાગ્યે “રાજવી રિસોર્ટ”માં પહોચાડી દીધો અને રાત્રે ૧૨-૩૦ પછી અમારો હિરો ઘોધે જઈ આવ્યો પણ ખાલી ડેલે હાથ દઈને પાછો નહોતો આવ્યો પણ સલોનીના “વીથ લવ ઑટૉગ્રાફ” સાથે આવ્યો હતો. આમ તો આ સલોની એવી કંઇ મોટી સ્ટાર નથી (જો કે હિન્દી શબ્દને સાચી ઠેરવે છે એ અલગ વાત છે) પણ કસકની ઉંમર પ્રમાણેતો અમે એવી અપેક્ષા રાખીયે કે આમ ને આમ “આગળ” વધાય!

અને અમારી એ અપેક્ષાને સાચી ઠેરવા માટે બીજા દિવસના સંજોગો પણ ગોઠવાય ગયા. જુવો એ માટે આ નીચેની તસ્વીર –

 

Shreya_19Dec2010

 

બાપ નંબરી, બેટા દસ નંબરી !

હા, તો ત્રણ વર્ષથી કચ્છ કાર્નીવલ યાને રણોત્સવની ઝાંખી કરવા અમે ભુજ જઈએ છીએ. આ વખતે પણ ગયા અને બપોરે “પ્રિન્સ” માં જમતી વખતે અમારા નેક્સ્ટ ટેબલમાં “શ્રેયા ઘોસાલ” પણ લંચ લેતી હતી. હું પત્નીની હાજરીમાં S.S.B.B.(સીધો-સાદો-ભલો-ભોળો) હોવ છું આઈ મીન રહેવું પડે ને? 😉

એટલે અમે તો એ બાજુ “નજર” નાંખ્યા ૧૬૦ વસૂલ કરવામાં મંડી પડ્યા હતા પરંતુ જમીને જવા જતા હતા ત્યાંજ કોઇક શ્રેયાને ઓળખી ગયું એટલે ત્યાં હતાં એ બધા શ્રેયા સાથે ફોટો-ઑટોગ્રાફ માટે પરેશાન કરવા માંડ્યા.

(એક વાત કે મને એના એટીટ્યુડ પર માન થયું કે ગમે તેટલા લોકો એને જમવા પણ દેતા ન હતા અને ફોટો + ઑટોગ્રાફ માટે હેરાન કરતા હતા પણ એ છોકરી ‘સ્ટાર’ ની જેમ મોઢુ મચકોડ્યા વગર લોકોની લાગણીને માન આપતી રહી!)

અમારા ભાઈસા’બને ખબર પડે પછી એ ઝાલ્યો રયે? એ પણ ફરી એક “લવ” ઉઘરાવવા પહોંચી ગયો!

 

 

~ અમૃત બિંદુ ~

કસકના અન્ય (અને અનન્ય) કારનામાની તવારીખ માટે અહીં ક્લીક કરો

Advertisements

2 ટિપ્પણીઓ

Filed under એજ્યુકેશન એન્ડ પેરેન્ટીન્ગ, રમૂજ, વૃતિ - પ્રવૃતિ, સંગીત, Kasak

2 responses to “કસકના કારનામા

  1. આ ખોટું હોં ભાઇ !
    કહ્યું હોત તો કસક વચ્ચે થોડી જગ્યા કરી આપત !
    બાળકની પણ આટલી બળતરા (jealousy) સારી ન કહેવાય ! S 3310નું રિઝલ્ટ પણ સારૂં જ આવે છે, જો બળતરા કરીને ધરાર ફોટો ન બગાડીએ તો !! 🙂 : – )
    કસકજી આગે બઢો ! હમ તુમ્હારે શાથ હૈ !!

  2. Chetan Bhatt

    આ સ્ટોરી વાંચી ને આશ્વસ્ત થઈ જવાયું કે રજનીભાઇ નો “વારસો” સાચવવામાં કસક્ભાઇ ઊણા નહીં ઉતરે. લગે રહો….અને હા, રજનીભાઇ જેવા પા ના માર્ગદર્શન હેઠળ તો કસક્ભાઇ ની પ્રગતિ માટે કંઇ કહેવાનુંજ ના હોય ને????

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s