Face(Book)ની વાત Blog પર વિગતવાર


ગઈ કાલે એટલે કે ૧૭ ડીસેમ્બર૨૦૧૦નાં રોજ મારી  ફેસબુક પર એક સ્ટેટસ મૂક્યુ –

કોઇપણ કળાકાર (કવિ-લેખક-પત્રકાર-સર્જક) અંગે જ્યારે હું એવું સાંભળુ કે ગુજરાતે એની કદર ન કરી! ત્યારે હસવું કે રડવું એ નક્કી નથી કરી શકતો!

અરે યાર બધા લેખકો/સર્જકો મળીને ગુજરાતી પ્રજાને ભાંડે તો યે બિચારી કંઇ બોલતી નથી અને સહન કર્યે જાય છે એનું શું?
અને આમેય વાચકો એમને વરસો સુધી સહન કર્યે જાય પણ તેઓ વાચકોની એકવારે ય (સાચી) કોમેન્ટ સહન કરવા તૈયાર નથી હોતા!
શું આપણે એટલા માટે પૈસા અને ટાઈમ બગાડીએ છીએ કે કૉલમોમાં એમની અંગત અદાવત ચગળ્યા કરીયે? !

એના અનુસંધાને હજુ કદાચ કોમેન્ટસ આવશે પણ અત્યાર સુધી આવી એમાંથી બે કોમેન્ટ –

હર્ષ પંડ્યા => સર્જકને પણ રાઇટર્સ બ્લોક આવતો હોય છે એવુ ક્યાંક વાંચેલું…બટ પ્રોફેશનાલીઝમ સાથે લખવામાં ઘણું દિમાગ કસવું પડે છે.અને રહી વાત પૈસા વસુલ કરવાની,તો વાચક લગભગ ખોટમાં રહે છે કેમકે લેખ કે સર્જન ન ગમે તોય પૈસા તો પડી જ ગયા કહેવાય ન ગમે તો વાંચવાનું બંધ કરી દેવાની પાંગળી દલીલ આવા સવલોના જવાબમાં આવે ત્યારે દુખ એ વાતનું થાય કે શું સાલી ખાણીપીણીની લારીએ,in hotels,trading for various goods એમાં જ પૈસાની વસુલી કરવાની..?વાંચન માટે પણ રેટિંગ અને વળતરની ગેરંટી વાળા સ્કેલ મુકાવા જોઇએ..

ધૈવત ત્રિવેદી => good idea:) but let me tell u, such column war has made many times a ground for some imortal literature too. And so, I am eager in recent case too for some literatic gain

-x-x-x-x-x-x-

અમુક મિત્રોનો આગ્રહ રહ્યો કે આવી વાત કયા આધારે અથવા તો કયા સંદ્ર્ભે કરૂ છું?  કોઇ પર્ટીક્યુલર લેખ કે લેખક કે કળાકારને ટાર્ગેટ કરીને કે શું? તેઓએ કહ્યું નથી પણ એમનું કહેવાનું એમ હશે કે યા તો ખુલ્લમ ખુલ્લા નામ લખો નહીતર આમ ગો ળ ગોળ વાતો કરવાનો શું મતલબ?

હવે આખીય વાત ત્યાં ફેસબુક પર કહેવાથી બે તકલીફ (૧) કોઇ લિસ્ટમાં (કે ફેસબુક પર) ન હોય અને એમણે કંઇક સૂર પુરાવવો  હોય તો ? (૨) ત્યાં કોમેન્ટમાં આટલી સ્પષ્ટતા સાથે વાત મૂકી શકવાની મજા નથી.

આખીય વાત વિગતવાર સવાલ-જવાબનાં રૂપમાં : –

સવાલઆ વાતમાં કોણ વ્યક્તિ છે ?

જવાબ – બીલીવ મી વ્યકતિગત રીતે મને કોઇ સાથે વાંધો છે નહી અને હોય પણ ન શકે. પરંતુ સમુહમાં અથવા તો કહો જનરલાઇઝમાં અમુક લેખકો આવી પણ જાય.

સવાલતો પછી આજે જ આવું લખવાનું કેમ “પ્રતિત” થયું? કે બસ એમ જ?

જવાબ – યેસ્સ, વાત સાચી છે , ફૂલ તુટા ઓર તુટી ડાલીની જેમ યોગાનું યોગ ખરો.. આપણે ઘણીવાર આવું બધું સાંભળતા/વાંચતા હોઇએ છીએ કે ફલાણા કળાકારની ગુજરાતી પ્રજાએ કદર ન કરી, અન્યાય થયો.. વગેરે વગેરે પણ હમણા તાજું વાંચ્યુ મધુ રાય માટે.

ફરી ચોખવટ કે આપણે આવું કંઈ કહીએ એટલે આપણને એ કળાકાર પ્રત્યે માન નથી કે આપણી તોછડાઈ છે એવું માનવું ન જોઇએ. (કમ સે કમ એ લોકો તો નહીં જ માનતા હોય એવું હું માનુ છું!)

સવાલતો એક વાત થઈ પણ આ અંગત અદાવતનાં લેખ વિશે ?

જવાબ – એમાંપણ એવું જ છે ને ? આપણે કેટલાયે લેખ વાંચ્યા હશે? ચાહે ચંદ્રકાન્ત બક્ષી હોય કે વિનોદ ભટ્ટ, સૌરભ શાહ, હસમુખ ગાંધી, કિન્નર આચાર્ય  કે પછી થોડા સમય પહેલ ગુણવંત શાહ, ઉર્વિશ કોઠારી કે પછી હમણા હમણા છેલ્લે  સંજય છેલ, જય વસાવડા અને શિશિર રામાવત વગેરે લેખ વાંચતા એ સવાલ મનમાં થાય કે આવું શું કામ?  અને આ આખી ચેઈન એવી રીતે હોય છે કે એક-બીજાને તારવવા મુશ્કેલ  બની જાય કે કોણ ક્યાં વિવેક ચૂક્યા?

આમાં પણ ચોખવટ કે આપણે કોઇ જુનો ડેટા સંઘરી રાખતા નથી એટલે કઈ તારીખ? કોણે ક્યા કેમ કહ્યુંની આખી વિગત મૂકી શકીયે.

સવાલતો શું કળાકારને ગમે તેમ ધોલ મારી જાય એ એને સહન કરવાનું?

જવાબ – આમાં એવું કશું છે જ નહી, (મારા જેવાકોઇપણ) પર્ટીક્યુલર વાચકને બબુચક, તીરી પંજી …. વગેરે વિશેષણો ચોક્ક્સ આપી શકાય પણ આખી ગુજરાતી પ્રજાને ડામ દેવા કે પછી તેઓ અંદરો-અંદર તું તું – મૈ મૈ કરે એ જામતું નથી બસ આટલું જ.

સવાલછેલ્લી વાત કે જો ગુજરાતી લેખકો પ્રત્યે  આટલો બધો પૂર્વગ્રહ હોય તો વાંચો છો શું કામ? બીજી ભાષા નથી આવડતી એટલે મજબુરીમાં?

જવાબ – વાંચીયે છીએ અને વાંચતા રહેશું, કેમકે કસ દેખાય છે અને મળે છે, બાકી જેને વાંચતા નથી એનું ક્યાં કદી નામ પગ લઈએ છીએ? જે દિવસે ગમે ત્યારે વખાણ કરીયે તો જે દિવસે ન ગમે ત્યારે પણ કહી શકીયે ને? બીજા સવાલ અંગે એકાક્ષરી જવાબ હા ! 😉

 

~ અમૃત બિંદુ ~

નાના તો મોટા થઈ જાય છે પણ મોટા કેમ મોટા નહીં થતાં હોય ?!

(મારૂં ફેસબુક પરનું ૧૪-૧૨-૨૦૧૦નું સ્ટેટસ)

Advertisements

8 ટિપ્પણીઓ

Filed under ગુજરાત_ગુજરાતી, સમાજ, સાહિત્ય

8 responses to “Face(Book)ની વાત Blog પર વિગતવાર

 1. વ્યક્તિગત અહંકાર, અભિમાન, ધંધાદારી સ્વાર્થ કે પછી ગાંધી-વૈદ્યનું સહિયારૂં ! (અહીં ગાંધી-વૈદ્ય માત્ર કહેવતની રીતે જ સમજવા અને તેની જગ્યાએ પોતાને ઠીક લાગે તેવા નામ રાખવા) માત્ર હું સાચો તું ખોટો.. એવી મનોવૃત્તિ પણ હોય. જો કે સૌથી ઉપર તો સર્જકની, સ્વાભાવિક એવી, આળી લાગણીને ક્યાંક પડેલો દંશ હોય. આપની વાત સાચી કે કોઇની અંગત અદાવતનો ચગળાટ ચુંથવા માટે વાંચકોને ફરજ ન પડાય. પણ સામે ધૈવતભાઇએ લખ્યું તે ધ્યાને લેતા એમ પણ લાગે કે ચગળાટ જો વલવલાટ બને તો મજાનું માખણ પણ નીકળે ખરૂં. ૫૦, ૬૦, ૧૦૦ વર્ષ પહેલાના પ્રસિધ્ધ સાહિત્યકારોમાં પણ પરસ્પર આવા ચગળાટ, વલવલાટ, કકળાટ ચાલતા જેના અર્કરૂપે ઘણું વાંચવા જેવું વાંચકોને મળ્યું તો છે જ. અને ગુજરાતે કદર ન કર્યાનો રાગ પણ બહુ જુનો છે, કદાચ આ એક જ એવી પ્રજા હશે જે પોતાને ભંડવવાના ! પણ પૈસા ખર્ચે છે, રડતા છોકરાને બે ઘુઘરા વધુ મળે તેવી સામાન્ય સમજણ તો બધાને હોય જ.
  આપનો છેલ્લો એકાક્ષરી જવાબ અને અમૃત બિંદુ વિચારપ્રેરક અને સ_ચોટ છે. આભાર.

 2. Narendra

  Vadhu to shu lahu!? mera jivan hi kafi hai, is ka jawab dene ke liye.
  Koi kadar na kare to e eno problem che, maro nahi.

 3. પિંગબેક: Face(Book)ની વાત Blog પર વિગતવાર | indiarrs.net Classifieds | Featured blogs from INDIA.

 4. Dhaivat Trivedi

  મધુ રાયની થવી જોઈએ એવી કદર નથી થઈ એવું કોણે ક્યાં કહ્યું એ વિશે મને માહિતી નથી. હજુ હમણા રાજકોટમાં ફ્રેન્ડ્સ ઓફ અકિલાના ઉપક્રમે મધુ રાય અને જય વસાવડાના એન્કાઉન્ટરનો કાર્યક્રમ યોજાવાનો હતો એવો ખ્યાલ છે એટલે મને લાગે છે કે ત્યાં કદાચ આવી વાત થઈ હોય.
  મારે બીજુ એ સમજવું છે કે શું કરીએ તો કદર થઈ ગણાય? લેખકના પુસ્તકોની લાખો નકલો વેચાય અને હજારો આવ્રુત્તિ થાય તો કદર થઈ ગણાય? એમને ઈનામ-અકરામ મળે તો કદર થઈ ગણાય? વાચકો લેખકોને બથ ભરી લે તો કદર થઈ ગણાય? (વાચિકાઓના કેસમાં તો એવી કદર કરાવવાની આપણી પણ ઈચ્છા ખરી જરાઃ)
  મધુ રાય મને બહુ ગમતા લેખક છે. એમનું ઘણું ખરૂં સર્જન મેં વાંચ્યું છે અને મને ય ઘણી વાર એવો સવાલ થાય કે એમના વિશે કે એમના સર્જન વિશે પ્રમાણમાં ઓછા લોકોને કેમ ખ્યાલ હોય છે? ગુજરાતી લેખકોની વાત નીકળે ત્યારે બક્ષી, ગુણવંત શાહ, જય વસાવડા કે કાંતિ ભટ્ટ (સોરી, જેવીઃ)ના નામો ફટાફટ નીકળે એમ મધુ રાયનું નામ કેમ નથી નીકળતું?
  મને જાતે જ સૂઝેલો જવાબ એ છે કે, જાણીતા થવું/લોકપ્રિય થવું એ બહુ અલગ બાબત છે. મધુ રાયને અંગત રીતે મળ્યા પછી મને લાગે છે કે તેઓ બક્ષી કે જય જેવા વાચાળ અને મળતાવડા નથી. ગુણવંત શાહ જેવા ‘હોશિયાર’ પણ નથી. કાંતિદાદાની માફક “સહી સમય પે સહી જગહ પર” પણ એમના મુકદ્દરમાં નથી કારણ કે તેઓ અમેરિકા રહે છે. તેઓ ઘણા ઓછાબોલા, અંતર્મુખ અને અતડા છે. બક્ષીને કે જયને વાંચો અને રૂબરૂ મળો તો લેખક અને સામે ઉભેલા માણસ એ બન્ને વચ્ચે બહુ અંતર ન લાગે. મધુ રાયમાં એ તફાવત પ્રત્યેક ક્ષણે લાગ્યા કરે.
  મધુ રાય પ્રમાણમાં ઓછા જાણીતા-લોકપ્રિય હોવાનું આ કદાચ એક કારણ હોય.
  અન્યથા, મધુ રાય એ ગુજરાતી સાહિત્યની એક સુખદ “ઘટના” છે. તેઓ જેવા અને જેટલા ફલક પર જીવ્યા છે એ જોતાં તેઓ જો આત્મકથા લખે તો હલબલાવી નાખે એવી (એમને ખુદને પણ ન હોય તેટલી) મને શ્રધ્ધા છે.
  એક મસ્ત વાર્તા કહું?
  એક માતબર ખેતીવાડી અને ઠકરાત ધરાવતા બાપુની ડેલીએ એક ચારણ થોડી મદદની આશાએ પરોણો બન્યો. બાપુ વાત વાતમાં ચારણને પોતાનો ઐશ્વર્ય બતાવતા જાય. પછી કહે, “ગઢવી, તમને સરપાવ તો આપું પણ કંઈક મારા પર કવિત કરો, જેમાં મારો પ્રિય હુક્કો, ખીલી પર ટિંગાતી આ રાશ, આ પાણિયારા પરનો માટલાનો ગોળો અને તમારા હાથમાં રહેલું આ જંતર.. એ ચારે ય ચીજ આવી જવી જોઈએ.”
  – અને બાપુના ગુમાનથી ખિજવાયેલા ચારણે દોહો કીધો,
  હોકો રહેશે તારા હાથમાં ને ખીલીએ રહેશે રાશ,
  જે દિ’ આ ગેબનો ગોળો વાગ્યો તે દિ’ તું જંતર વગાડતો જાઈશ

  કદર-બદર તો ઠીક મારા ભાઈ..
  આપ મૂઆ પીછે ડૂબ ગઈ દુનિયા

  • rajniagravat

   ડિયર DT,

   (DT ગુજરાતીમાં લખવું ગમતું નથી અને ડિયર ઇંગ્લીશમાં!)

   સૌ પ્રથમ તો તમારી એ વાતનો જવાબ કે મધુરાય વિશે કોણે કહ્યું?

   લિન્કમાં વાંચી શકશો કે પ્રાર્થિત શાહે લખ્યું છે – મધુ રાયની ગુજરાતે કદર કરી નથી!
   બીજુ તો તમે જ કહી દીધુ છે કે કદર કેવી રીતે થાય એટલે એ વિશે તમારો સવાલ છે એ જ મારો (સવાલ રૂપી) જવાબ છે કે આખરે કદર કોને ગણવી યાર?
   ત્રીજુ આપણી કદાચ એ આપણી (કુ)ટેવ છે કે એકની લીટી નાની કર્યા વગર બીજાની મોટી કરી શકતા નથી! સરખામણી બિલ્કુલ યોગ્ય નથી પણ જેમ હરીલાલ ને સારા કહેવા ગાંધીને ખરાબ ચિતરવા કે એવી જ રીતે હરીલાલને ખરાબ કહેવા જબરજસ્તીથી ગાંધીજીને મહાત્મા ઠોકી બેસાડવા….. એવી જ રીતે મધુ રાયનું જાણે અલાયદુ વ્યકતિત્વ જ ન હોય એમ (જાણે આંગળી કરીને) એમના મોઢેથી બક્ષી વિશે ઠઠ્ઠા મશ્કરી ન કરાવીયે ત્યાં સુધી મધુ રાયની વાત પૂરી જ ન થાય ! આમ તો એમ કહી શકાય કે શરૂ જ ન થાય! અરે યાર એ લોકો દોસ્તો હતા, ગાળો દેતા પણ એનો મતલબ એ થોડો કે આપણે બક્ષીને ગાળો (દેવી હોય પણ) ન દઈ શકીયે એટલા વાયા મધુ રાય હા હા હી હી કરીયે.
   આમાં ક્યાંય હું બક્ષી કે મધુ રાયની તરફેણ કે બચાવ કરવાની વાત નથી કરતો પણ એમના વિશે લખનાર-બોલનાર વ્યક્તિઓ વિશે વાત થાય છે.
   હજુ એક દાખલો આપુ ઉર્વિશ કોઠારીની આ બ્લોગ પોસ્ટમાં (કે જેમાં તમારી પણ હાજરી હતી) એમાં લખ્યું છે –
   “ ‘મધુ રાયના સર્જનની થવી જોઇએ એવી કદર થઇ નથી’ એવું લખવામાં બીક લાગે છે. કારણ કે એમાંથી એવું ફલિત થવાની આશંકા રહે છે કે બીજા સર્જકોની કદર થઇ છે. “

   હવે તમે કહો રાજકોટમાં એમનું સન્માન હોય કે પછી દિવ્યભાસ્કર-ચિત્રલેખા જેવા ગુજરાતી છાપા-સામયિકમાં આવતી એમની કૉલમ હોય,ક્યાં ગુજરાતી પ્રજા ચૂકી?
   અમારા જેવા કેટલાયે (યેસ્સ કેટલાયે) ડફ્ફર છે જેઓ મધુ રાયને માણી શકવા સક્ષમ નથી પણ કોઇએ ક્યાંય કંઇ કહ્યુ? કેમ કે અમે સમજીએ છીએ કે આ ઊંચા લેવલની વાત છે! પણ એનાથી એમના પ્રત્યે માનમાં રતીભાર અંશ પણ ઓછો નથી થયો, નથી થવાનો.

   ઉર્વિશ કોઠારીની અન્ય પોસ્ટ ગમે અને મોદી વિરોધી વાતો ન પસંદ હોય કે જય વસાવડાના શિક્ષણ-ફિલ્મ-યુવાની (અને ઘણા બધા અન્ય વિષય) વિશેના લેખ ગમે અને એકાદ-દોકલ ગાંધીજી કે MFH વિશેના લેખ ન ગમે કે કિન્નર આચાર્યના ઘણા બધા લેખ ગમે પણ હસમુખ ગાંધી સ્ટાઈલમાં બક્ષી અંગેનો લેખ ન ગમે કે તમારા વિસ્મય-વિવર્તનનાં મોટા ભાગના લેખ રસપૂર્વક વાંચતા હોઇએ પણ એકાદ ફેસબુક-સ્ટેચ્યુ કે એવા કોઇ વિષય વિશે અમને વિચાર ભેદ હોય કે બક્ષીને ભાવપૂર્વક ભજતા હોઇએ પણ એમની એકાદ ભૂલ તરફ કે નોનવેજના પ્રેમાગ્રહ સામે વાંધો ઉઠાવીએ તો શું અમે તીરી પંજો…. બબુચક કે વિરોધી કે પાણીમાંથી પોરા કાઢનારા થઈ જઈએ?
   મારી તો એક જ અરજ છે કે રાજકારણીયો અગર પ્રજાની ઉપેક્ષા કરે એ ચલાવી લઈએ પણ કળાકારો એ વાચકોને લાત મારતી વખતે જરા જોવાનું કે ઘોદો વધુ પડતો ન વાગી જાય!

   આમીન .

 5. Dhaivat Trivedi

  alya pan me kyan evu kahyu ke vachko bakwas chhe.. vachko ne bhan j pdti nathi… janab, humne to kuchh nahi kaha

  • ના, ના, તમે એવું નથી કીધુ.. અને તમે એવું કીધુ છે એવું તો મેં પણ કયાંય નથી કીધુ… પણ છતાંય તમારૂં નામ શું કામ એમ સવાલ હોય તો –

   એ તો માત્ર એટલા માટે કે ‘કોઇ’ને એમ ન થાય કે તમને “મૂકી” દીધા!
   બાકી તમારી વાત સાથે તો પહેલા જ કહી દીધુ કે સહમતી જ છે પ્રભુ!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s