ધ્રુવ ભટ્ટનાં સર્જનમાંથી….


ધ્રુવ સાહેબ (જો કે એમણે મને ફોન પર સૂચન કર્યું  કે “સાહેબ” ન કહેવું, ધ્રુવ ભટ્ટ જ સંબોધન કરવું )વિશેની આગલી પોસ્ટમાં  એમના વિશે વાત કર્યા પછી હવે એમના ત્રણ પુસ્તકોમાંથી થોડું ચયન….

સમુદ્રાન્તિકે

યે તેરે કારખાને બનેંગે તો રહેંગે કીતની સાલ? સૌ? દો સો? ઓર અનંત કાલ કે સામને યે સૌ-દોસો સાલકી કિમત ક્યા હોગી?

પરિવર્તન હોતા હૈ. અચ્છા હૈ ય બુરા યે તો અપના અપના નજરીયા હૈ.

એક દિન યે ધરતી નહીં થી. ફિર ભી પ્રકૃતિ થી. ફિર ધરતી આગકા ગોલાથી, ફિર પાની આયા, ફિર પેડ-પૌધે આયે, મિટ ગયે, ફિરસે બને. પ્રકૃતિ સદા-સર્વદા મુક્ત હૈ. કોઇ ઇસે બાંધ નહીં પાતા. ઔર ન ઇસે બીગાડ સકતા હૈ. બસ ઇતના સમજ લે. ફિર લીખ દે તેરી ઇચ્છામેં આવે સો. જો તેરા કામ હૈ વો તો તુજે કરના હી હૈ.

*********

આ દુનિયા માથે આદમીનો કેર કાંય ઓછો છે? ઇનું હાલે તો માનાં ધાવણ સૂકવી નાંખે!

તત્વમસિ

મૈ હું બંદા તેરા, મૈ હું આશિક તેરા

મૈ તો દિવાના હું,મેરે સિજદો કા ક્યા?

મૈ નમાજી બનું યા શરાબી બનું

બંદગી મેરે ઘરસે કહાં જાયેગી?

મને લાગે છેકે આ સમાજની સંસ્કૃતિનાં મૂળમાં આ ભૂમિની સુગંધમાં, આ પ્રજાના લોહીમાં કંઇક એવું છે જે દેશનાં નાનામાં નાના, અભણ ગામડિયામાં , પ્રખર પંડિતોમાં અને પરમ જ્ઞાની ઋષિઓમાં એકરૂપે વ્યાપેલું છે.

*********

ધર્મની નથી એટલી ચિંતા મને સંસ્કૃતિની છે; આપણી જીવન-રીતિ અને પરંપરાઓની છે. આપણી શ્રધ્ધાની, જીવન પ્રત્યે જોવાની આપણી લઢણની જેટલી ચિંતા મને છે તેટલી બીજી કોઇ વાતની નથી આ દેશ અને  આ પ્રજા વિદેશી શાસકોને જીરવી ગયાં. પરધર્મોને પણ તેમણે આવકાર્યા પણ હવે જે સાંભળું  છું, જોઉં છું એનાથી ડર લાગે છે. હવે આપણી જીવનદ્રષ્ટિ બદલવાના પ્રયત્નો થાય છે. આપણી પરંપરા, આપણી સંસ્કૃતિ…. આ જશે તો આ દેશ નહીં ટકે. મારી ખરી ચિંતા એ છે. ધર્મ નથી.

*********

એકાદ પ્રાણી કે પક્ષીની નસલનું અસ્તિત્વ જોખમમાં પડે તો આખી દુનિયા તેને બચાવી લેવા તૈયાર થઈ જાય છે. કહેવાતાબુધ્ધિજીવીઓ હાંફળા-ફાંફળા બનીને બોલવા-લખવા બેસી જાય છે. પૈસા ખર્ચી અને વિરોધ પણ કરે પણ માણસની આખી સંસ્કૃતિ, તેની પરંપરા,તેના જીવનની ધરોહર સમૂળથી નાશ પામે, આખે આખી વ્યવસ્થા જ ભાંગી પડે તેને પરિવર્તન ગણીને વધાવે.

********

સંસ્કૃતિક રીતે ટકી રહીને, પરંપરાને જાળવી રાખીને વિકાસ સાંધવાની કળા જગતની દરેક પ્રજા પાસે નથી. ભારત અને જાપાન પાસે તે છે.

આ દેશમાં દરેકેદરેક જણને એક અનોખી જીવનદ્રષ્ટિ લોહીમાં જ મળે છે. રામાયણ-મહાભારત જેવી કથાઓ વાંચ્યા વગર પણ તેની રજેરજ ખબર આ માટીમાંજન્મીને ઊછરતા માનવીને હોય છે. કોઇપણ ભાષાનો, કોઇપણ  ઉંમરંનો, કોઇઅપણ જાતિ કે કોઇપણ પ્રદેશનો વાસી હોય. ભારતવાસીઓ આ કથાઓ ભલે પોતપોતાની રીતે, પણ જણતો જ હોય છે. કારણ એ માત્ર કથાઓ નથી, જીબન અને તેની પરંપરા છે.

*********

પ્રકૃતિ સાથેનો આ તાદાત્ય ભાવ દરેક ભારતીયને પેઢી દર પેઢી વારસામાં મળતો રહ્યો છે. કદાચ આ આનંદને જ આધ્યાત્મિકતા કહેવાતી હશે?

*********

ક્યાંક કોઇ મનુષ્યમાં આ આનંદ પોતાનાપરમ સ્વરૂપે પ્રગટે છે ત્યારે માનવી દૈવત્ય લઈને ઊભો થાય છે. કહે છે, ‘અહં બ્રહ્માસ્મિ’ તે પૂજાથી, ધર્મથી, વિધિવિધાનથી, પર થઈ જાય છે.

‘અહં બ્રહ્માસ્મિ’ સમજાવા સાથે જ સમજાય છેકે ખરેખર તો “અહં” જેવું કંઇ જ  અસ્તિત્વમાં જ નથી જે છે તે બધું જ “તત્વમસિ” છે.

કર્ણ લોક

આ જગતમાં કેટલાંક મનુષ્યો એવા પણ હોય છે જેને દુનિયાથી છુપાવવા જેવું પણ કશુંક હોય છે તેની સમજ હોતી નથી, એવા વિરલ જનોને ક્યાં, શું કહેવું જોઇએ તે શીખવવાનું સામર્થ્ય કોઇમાં હોતું નથી.

********

દયા અને માયા બેઉથી હું દુર જવા માગતો હતો.

********

નજરે જોયા પછીયે માણસ ક્યારેય  પોતે દીઠેલા રૂપને પૂરેપૂરું ઉઘાડી નહીં શકે. કોઇને કોઇ ખામી રહે જ. .. હજારવાર મથીશ તો યે પીડાની સીમાનું વર્ણન થઈ શકવાનું નહીં… રથનું પૈડું અણીને સમયે જમીનમાં ખૂંપ્યા વિના રહેવાનું નથી. એકલા કરણને જ નહીં, માણસમાત્રને માથે આ શાપ છે.

********

….. બાળકની પસંદગી માટે કોઇ આવે તે પહેલાં ત્યાં વસનારા બાળકો જે અનુભવતાં તે સંશયની પીડા બીજા સામે વર્ણવી શકે તેવી ભાષા આપૃથ્વી પર મૌન સિવાય બીજી હશે કે કેમ તે હું જાણતો નથી.

********

મોટા થવાનું દુ:ખ કેટલી નાની ઉમ્મરે શરૂથઈ જાય છે તે મેં પીળા મકાનમાં રહીને મોટાં થઈ રહેલાં નિવાસીઓની આંખમાં હર હંમેશ જોયું છે.

********

મને ખબર નથી કે માનવીના મનમાં રહીને જે અજાયબ ચીજ માણસ પાસે આ બધું કરાવે છે તેને કઈ સમજણ કે વૃતિ કહેવાય? ક્યારેક લાગે છે કે પ્રેમ, કરુણા, દયા કે લાગણી જેવાં નામ આપવાથી પણ દૂષિત થાય એવી આ સમજણ છે.

********

….એક નવું સત્ય ખૂલે છે. માત્ર માતા-પિતાના વંશાનુગત અંશો જ ચહેરાની સામ્યતા ઉતારી આપે છે તેવી મારી માન્યતા તૂટતી દેખાઈ. વંશ ઉપરાંત બીજું પણ કંઇક એવું છે જે એક માનવીને બીજા માનવી સાથે જોડી શકે છે, બાંધી શકે છે. …. હાવ-ભાવમાં, સ્વભાવમાં અરે ચહેરામાં  પણ ફેરફાર લાવી દેવાની શક્તિ જેનમાં હોય તે સંબંધ, તે લાડ, તે લાગણી, તે બંધન કેવી અજાયબ ગૂંથણીથી જોડાયેલાં હશે !

….નાના બાળકને કુદરતે એટલી જ માહીતી આપીને મોક્લ્યો હશે કે મુશ્કેલી છે તેવું કંઇ પણ લાગે તો મોટેથી ચીસો પાડીને રડવા માંડવાથી વિશેષ કંઇ કરવાનું હોતું નથી. રડીશું એટલે મા ગમે ત્યાંથી દોડતી આવશે. હેતાળ પાલવ ફેલાવીને બધું સંભાળી જ લેશે. આવડા અમથા બાળકે મા આટલામાં ક્યાંય છે કે નથી તેનો વિચાર કરવાની પણ જરૂર નથી. માએ બાળકની આસપાસ રહેવાનું હોય. આ જ તો હજારો વરસોથી ચાલ્યો આવેલો સિરસ્તો છે. પોતે વિવિધ અવાજ કરીને શું કહેવા માગે છે તે મા જાણી જ જવાની છે. કુદરતનું વચન છે.

કર્ણ માત્ર સાહિત્યનું એક પાત્ર નથી. તે તો એક પ્રતીક છે. જીવનના સત્યનું પ્રતીક. એ પ્રતીક માનવજીવનના મહાપ્રશ્નનું. માતાની સંમતિ વગર, માતાની ઇચ્છા વગર તેના પર થોપી દેવાયેલા અસત્યનું. સર્જક પાસે ક-મને સરજાવાયેલી કૃતિનું. તેથી જ આ દુ:ખમય જગતમાં સર્વાધિક પીડા કર્ણને ભાગે આવી પડે છે. પોતાની નરી જાત સિવાય બીજી ઓળખ તેણે રચવાની હોય છે. ભલે તે સૂર્યનું સંતન કેમ ન હોય ! આ નિષ્ઠુર જગતમાં તેણે એકલાં રહેવાનું છે, એકલાંજીતવાનું, એકલાં હારવાનું છે.

આવું કેમ છે? કયા રિવાજોઅને કઈ નિતીએ માનવજન્મને અને જીવનને આટલાં સસ્તાં અને જીરવવાં દુશ્કર કરી નાંખ્યા! જે જગતમાં સ્ત્રી ઇચ્છિત રીતે ઇચ્છિત પિતા પાસેથી સંતાનો પામી શકતી છતાં પોતની નિષ્ઠા અને ઉત્તરદાયિત્વ નિભાવીને સતી હોવાના સન્માનને પામતી તે જગતને એવું તે શું થયું કે સ્ત્રીની ઇચ્છાઓ બીજાની મુઠ્ઠીમાં આવી ગઈ!

સ્ત્રી તમારી થઈને રહે, તમારા ઘર સાચવે, તમને જે જોઇએ તે આપી દે પછી મા જેનું બાળક ઇચ્છે તેનું મળે એટલી સગવડ તો હોવી જોઇએ કે નહીં? આપણે ત્યાં હતી. શરત માત્ર એ હતી કે જન્મે તેને પાળવા, પોષવા અને ઓળખ આપવા જ પિતાનું હોવું જરૂરી હતું.એ જ વાત જો સમજીને જાળવી હોત તો આજે આટલાં અનાથલયો ખોલવાનો વારો ન આવત. બધાં સરખું જ જીવ્યાં હોત.

********

….આપણી માન્યતામાં હોય તેનાથી જુદું પણ ઘણું આ દુનિયામાં હોય તો ખરું જ. કોઇનો ન્યાય આપણે ન કરવો જોઇએ એવી સમજણ માણસમાં ધીરે ધીરે જ આવે છે. નજર સામે જે થાય છે તેને જોતાં સાંભળતાં રહેવું. ક્યારેક કંઇક એવું બને કે તે ઘડીથી આપણે કોણ અને કેવા છીએ તે સમજતાં આવડતું થાય.

********

નાના બાળકો દ્વારા ગવાતી  ‘કરૂણાના કરનારા’ પ્રાર્થના સંદ્રભે – તો લાવો, કેટલાં પાપ કર્યા છે એની યાદી બનાવી આપો. જઈને મહીસાગરમાં પધરાવી આવું એટલે બધાં છૂટીએ. પછી આવી ખોટી પ્રાર્થના ગાવાનું બંધ તો થાય. એક હારે બસ્સો છોકરાં દયામણાં અવાજે ‘મેં પાપ કર્યા છે…’ કહીને ગાતાં હોય તે મારાથી તો જોવાતું નથી.

********

જેને પોતાની છાપની પરવા ન હોય તેવાં મનુષ્યો પૃથ્વી પર ક્યારેક અને એકાદ જ જન્મે છે. અનેક નહીં.

********

માત્ર સંન્યાસીને જ પૂર્વ જીવનને ભૂલી જવું પડે છે તેવું નથી. હરીફાઈમાં ટકી રહીને નવું કામ ઊભું કરવા મથતા દરેકે પૂર્વાશ્રમની સ્મૃતિઓને ખૂણામાં ધકેલી દેવાની હોય છે.

~ અમૃત બિંદુ ~

ધ્યાન/મેડિટેશનની વ્યાખ્યા હોય તો ધ્રુવ ભટ્ટના સાહિત્ય વ્યાખ્યા હોય.

 

Advertisements

5 ટિપ્પણીઓ

Filed under શ્રધ્ધા-અંધશ્રધ્ધા, સંવેદના, સમાજ, સાહિત્ય

5 responses to “ધ્રુવ ભટ્ટનાં સર્જનમાંથી….

  1. કેયૂર કોટક

    રજનીભાઈ,

    અત્યારે ગુજરાતી સાહિત્યની સાહિત્ય માટે સેવા કરતાં આંગળીના વેઢે ગણી શકાય તેવા સાહિત્યકારોમાં ધ્રુવ ભટ્ટ મોખરે છે….પ્રસિદ્ધિ અને પદ મેળવ્યાં વિના પણ સાહિત્યની સેવા કરી શકાય છે તે ધ્રુવ ભટ્ટની સાહિત્યની ઉપાસનામાંથી જાણવા-શીખવા મળે છે…..ગુજરાતી સાહિત્યનો રસાસ્વાદ માણવો હોય તો ધ્રુવ ભટ્ટના પુસ્તકોનો અભ્યાસ અનિવાર્ય છે….તે વિશે ગુજરાતી સાહિત્યરસિકોને જણાવવા બદલ તમને અભિનંદન…

  2. Rajmibhai Ghano saro prayas Kari rahiya cho, “Biji badhi to vyavahar ni bhashao che pan gujrati to maan ni bhash che”

  3. પિંગબેક: ‘અકૂપાર’ : ધ્રુવ ભટ્ટ | એક ઘા -ને બે કટકા

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s