ધ્રુવ ભટ્ટ : નામ તેવા ગુણ


સામાન્ય રીતે આપણે કંઇ પણ સારૂં વાંચવા મળે એટલે તરત એ અન્ય મિત્રો સાથે ફોન/વાત તેમજ બ્લોગ પોસ્ટથી શે’ર કરીયે પણ ધ્રુવ સાહેબ ને વાંચ્યા પછી મોઢા મોઢ કહેતો ફરતો પણ લખવાની હિંમત હાલતી ન હતી એ એમના લખાણનો પ્રભાવ! કેમ કે તેમનો જ તો તકિયાકલામ (ધ્રુવ ભટ્ટ માટે આ શબ્દ વાપરવો થોડો અજુગતો લાગે છે પણ બીજો શબ્દ ખબર નથી) કે “આ લખાણ વિશે મારે કશું કહેવું નથી અને કોઇ પાસે કહેવડાવવું નથી” ! શબ્દનું મૂલ્ય અને વજન શું છે એ એમની સર્જકતામાં થી શીખવા મળતું હોય પછી કેમ કરીને શબ્દોનો વેડફાટ કરીને એક પ્રકારનું પ્રદુષણ કરવુ?

પણ જે હું લખવાનું અત્યાર સુધી ટાળતો હતો એ શિવાની દેસાઈ સાથે વાત-CHAT માં અનાયાસ લખાતું ગયુ, અને  તેણીના આગ્રહથી મને પણ એમ થયું કે જેને ખરેખર સાહિત્ય વાંચવુ હોય એવા કોઇ વાચક આમનાથી અજાણ રહી ગયા હોય તો  આંગળી ચિંધ્યાનું પૂણ્ય મળે એમાં કોઇ શક નથી.

ઘણા લોકો પાસેથી સાંભળ્યુ છે અને હું પણ માનું છું – સર્જક કરતા એમના સર્જન પર વધુ ફોકસ કરવું. બીજુ, આપણે લેખક લેખક કરતા હોઈએ છીએ પણ લેખક અને સર્જકમાં ફર્ક છે, લેખક બનવું સહેલું તો નથી પણ સર્જક બનવા માટે વલોવાવું પડે એ બહું ઓછા લેખકોમાં જોવા પામ્યો છું અને એ જુજમાંના જુજ માં ધ્રુવ ભટ્ટનો સમાવેશ થાય છે.

મેં હજુ સુધી ધ્રુવ ભટ્ટના માત્ર ત્રણ જ પુસ્તકો વાંચ્યા છે: સૌ પ્રથમ તત્વમસી થી અજબ ખેંચાણ થઈ ગયુ, એટલે  સમુદ્રાન્તિકે લઈ આવ્યો અને પછી કર્ણ લોક લઈ આવ્યો અને બસ થઈ ગયો નિ:શબ્દ ! આપણે ચીલાચાલું વાંચવાના આદી હોવાથી કે પછી એમની અલાયદી અને અલૌકિક દુનિયામાં પ્રવેશવામા આપણને તૈયાર કરતા હોય , ગમે તે પણ કદાચ એમના પુસ્તકોમાં પહેલા પ્રકરણમાં જામશે નહી (ખરેખર તો આપણે આ સમજવાને લાયક નથી) પણ જેમ એમની સર્જનતાની દુનિયામાં આવીએ પછી તો  આપણા ને  એવા એવા સાચા મોતી દેખાડે અને એ પણ નિર્લેપ ભાવે કે આપને ત્યારે થાય કે અત્યાર સુધી આપણે ખોટા મોતીને સાચા માનીને ચણતા રહ્યાં!

સુપરિયા (તત્વમસી), અવલ (સમુદ્રાન્તિકે),  દુર્ગા, નિમ્મબેન (કર્ણ લોક) જેવા સ્ત્રી પાત્રોની સર્જનતામાં ક્યાંય આપણને ભણતરનો પ્રભાવ કે  અભાવ તો ન વરતાય સાથે સાથે “મહિલા” જેવા ચીલાચાલુ શબ્દાર્થમાંથી પણ બહાર નીકળીયે.

એવીજ રીતે પ્રાકૃતિક રીતે વર્તતા અલગારી પુરુષ પાત્રોમાં અઘોરી જેવો લાગતો ગંડુ ફકીર (તત્વમસી),  નુરાભાઈ, બંગાળી બાબા (સમુદ્રાન્તિકે) નંદુ કાકા (કર્ણ લોક)

તેઓ ક્યાંય ન આક્રમક વર્તાય ન નેગેટીવ વિચારધારાવાળા લાગે  કે  ન તો ક્યાંય એમના વિચારો આપણા પર થોપતા જણાય. અલબત્ત વાંચન સાથે સાથે આપણામાં કશુંક  ઉમેરાઈને નહી પણ (આપણી ખોટી માન્યતામાંથી) ઓછું થઈને આપણી વિચારધારા  પરિવર્તિત થાય છે એવું અનુભવીએ.

ત્રણ પુસ્તકોમાંથી કયાંય  એવું  ન લાગે કે તેઓ વેદના કે વેવલાપણાથી કંઇ વટાવવા નીકળ્યા છે ના તો એમના લખાણમાં કરૂણતા દેખાય બલ્કે આપણી જાડી ચામડીને કરૂણાની સમ-વેદનાના તાર (અપ્રયાસ જ ) ઝંકૃત કરી દે!

એમના લખાણમાં વધુ એક લાક્ષણિકતા ઊડીને આંખે વળગે એ એ કે ક્યાંય તમને વર્ણસંકર (યેસ્સ ગુજલીશ) ભાષા જોવા ન મળે ત્યારે આપણને દરેક ભાષાનું પોતીકુ મહત્વ છે  એ સમજાય.

આ  પોસ્ટ લાંબી ન થઈ જાય એટલે ધુર્વ સાહેબના પુસ્તકોનાં અવતરણો   હવે પછીની પોસ્ટમાં

~ અમૃત બિંદુ ~

કોઇપણ પુસ્તક વિશે સૌ પ્રથમ પુછાય એ સવાલ (અંતમાં)  –

“સ્ટૉરી” શું છે? …. શેના પર છે?

આ સવાલનો જવાબ વાંચ્યા પહેલા તો ન જ આપી શકે પણ વાંચ્યા બાદ તો ખાસ  કોઇ ન આપે… અને હું પણ જવાબ આપવાની ગુસ્તાખી નહીં કરૂં.

Advertisements

17 ટિપ્પણીઓ

Filed under ગુજરાત_ગુજરાતી, સંવેદના, સમાજ, સાહિત્ય

17 responses to “ધ્રુવ ભટ્ટ : નામ તેવા ગુણ

 1. Lalit Khambhayta

  મારે પણ કૈક એવું જ થયું. એની સમુદ્રાન્તિકે વાંચી, મજા આવી એટલે તત્વમસી વાંચી. એ પૂરી થઇ ત્યાં તેની લેટેસ્ટ અકૂપાર આવી ગઈ ને એ તો બે વખત વાંચી નાખી. બહુ મજા પડે એવું લખે છે. જો કે ઉપરની ત્રણેય કથાઓમાં સામ્યતા ઘણી છે. હવે એની અગાઉની કથાની જેમ લવલી પણ સેન્ટર નામની વાર્તા નવનીત સમર્પણના દિવાળી અંકથી શરુ થઇ ગઈ છે!

 2. nirlep

  any person who claims to be literature-lover must read his novel..I have read only samudrantike, and fall in love with his language, description, natural beauty etc…..and nothing is routine, totally out-of-the box theme, in amazingly simple words, no unnecessary worlds, sentences, difficult names/places or complex relations..!!…philisophy of life & entire universe & being of living creatures crafted without creating any complication.. words flow like a silent river & reader cherish it.

 3. આભાર. સમુદ્રાન્તિકે જોઈ તો હતી પણ વાંચી નહોતી. આ પોસ્ટ વાંચ્યા પછી લાગે છે કે વાંચવી જોઈએ.

 4. સાંપ્રતમાં મને ખૂબ ગમતા લેખક. કર્ણલોક નથી વાંચી. સમુદ્રાંતિકે તો લગભગ 15 વર્ષ પહેલા વાંચી હશે. તત્વમસિ અને અતરાપી પણ વાંચ્યા છે.

  અકુપાર નવનીત સમર્પણમાં હપ્તાવાર પ્રગટ થતી હતી એમ સાંભળેલું. પુસ્તક સ્વરૂપે કદાચ હવે પ્રકટ થશે.

  કટારો/લેખો અને પુસ્તકોમાં ‘સ્યૂડો પોઝિટિવ થિન્કિંગ’ના ઢસરડા ઢસડતા ડઝનબંધ લેખકો/કટારચીઓને ધ્રુવ ભટ્ટના આ પુસ્તકોનો સેટ પરાણે બથાવી દેવાનું મન થતું રહે છે.

 5. Narendra

  Mari mulakat na list ne update kari apva mate abhar, bhar lage to pachu

 6. ધ્રુવ ભટ્ટે બહુ ઓછું લખ્યું છે. પણ જે લખ્યું છે તે શ્રેષ્ઠ લખ્યું છે. રજનીભાઈ તમારી વાત સાચી છે. ધ્રુવ ભટ્ટની નવલકથા વિશે કોઈ પૂછે કે સ્ટોરી શું છે તો કોઈ જવાબ આપી ન શકાય. કારણ કે એમની નવલકથા માત્ર વાંચવાને બદલે અનુભવાતી વધારે હોય છે.

 7. @પંચમ શુક્લ

  અકૂપાર પુસ્તકરૂપે પ્રગટ થઈ ગઈ છે. જેના વિશે જિજ્ઞેશભાઈની સાઈટ પર આ રહી માહિતી…

  http://aksharnaad.com/2010/07/07/akupar-by-dhruv-bhatt/

 8. himanshupatel555

  હિનાબેન,તમે અને પંચમ શુક્લએ વાંચવા પ્રેરિત કર્યો છે જાન્યુઆરીમા ઇન્ડિયા જઈશ ત્યારે બધી નવલ્કથાઓ કદાચ લઈ આવીશ.આભાર.

 9. પિંગબેક: ધ્રુવ ભટ્ટનાં સર્જનમાંથી…. « એક ઘા -ને બે કટકા

 10. Dhaivat Trivedi

  લગભગ પંદરેક વર્ષ પહેલાં સમુદ્રન્તિકે વાંચી ત્યારથી હું ધ્રુવ ભટ્ટની કલમનો ચાહક છું. સમુદ્રાન્તિકેમાં જે લોકાલ્સની વાત છે એ તો મારા જ ગામ અને તેની આસપાસનો જ વિસ્તાર છે એટલે એ માહોલ મેં પણ ઘણી નજીકથી જોયો છે. સમુદ્રાન્તિકે મારી ઓલટાઈમ ફેવરિટ ટેનમાં મૂકું તો તેનું એક કારણ આ પણ ખરું.
  એ પછી તત્વમસિ, કર્ણલોક, અતરાપિ અને હમણાં બે મહિના પહેલાં અકૂપાર વાંચી. મારે કહેવું જોઈએ કે દરેક કથા સમુદ્રાન્તિકેનું નવા લેન્ડસ્કેપ પરનું એક્સ્ટેન્શન છે. નયા દિન નઈ રાતમાં સંજીવકુમાર કે અભિનય સમ્રાટમાં ઉપેન્દ્ર ત્રિવેદી જેમ અલગ અલગ સ્વાંગમાં આવતા હતા તેમ ધ્રુવભાઈના પાત્રોમાં પણ એકવિધતા હોય છે. દરેક પાત્ર એકસરખી અને અગોચર ભાષા જ બોલતું હોય, ગામડાના અબુધ માનવીઓ નૈસર્ગિક સંવેદનાઓથી છલોછલ હોય અને શહેરીલોકો જાણે પ્રક્રુત્તિના દુશ્મન હોય એવું નિરુપણ મને કાયમ ખૂંચ્યું છે. મૂળ વાત લોભ-લાલચ, અસંતોષ, અદેખાઈ જેવી માનવિય વ્રુત્તિની છે અને આ વ્રુત્તિને શહેર કે ગામડાના, ભારત કે અમેરિકાના સિમાડા નથી.
  નિસર્ગ પ્રત્યેની બેપરવાઈ જેવા વિષયો ગુજરાતી કથાસાહિત્યમાં આજ સુધી ત્યાજ્ય ગણાયા છે ત્યારે ધ્રુવભાઈની નવલકથાઓનું અદકેરું મૂલ્ય છે. તેમની ભાષાની સરળતા અને ફણા વગરની અણી મને કાયમ આકર્ષક લાગી છે. તેઓ જેવા છે એવા જ એમના પાત્રો હોય છે અને તેઓ જેવું માને છે એવું જ લખે છે એ પણ એમને વિશિષ્ટ બનાવે છે.

 11. તેમનાં બધાં જ પુસ્તકો માટે એક જ શબ્દ. અદભૂત..

 12. sanket

  મેં પણ સમુદ્રાન્તિકે વાંચી નથી. થેન્ક્યુ ધ્રુવભાઈ અને રજનીભાઈ. અને યાર આવું બધું કાયમ શેર કરતા રહો.

 13. ધ્રુવ ભટ… તેમના બધા પુસ્તકો.. કાવ્યો મોટા ભાગનું બધું સર્જન વાંચેલ છે… કોઇ શબ્દો જ નથી.. તેમનું દરેકે દરેક સર્જન ભીતર સુધી અચૂક સ્પર્શી જાય …..દરેક સર્જન માટે આમ કહી શકાય એવા સર્જકો તો આંગળીને વેઢે ગણી શકાય એટલા જ હોય ને ?

  તેમનું મને ગમતું એક સુંદર ગીત… જે મારા ઘરમાં ફોટોફ્રેમ રૂપે પણ છે..

  ઓચિંતુ કોઇ કદી રસ્તે મળે ને
  કદી ધીમેથી પૂછે કે કેમ છે ?
  આપણે તો કહીએ કે દરિયા શી મોજમાં
  ને ઉપરથી કુદરતની રહેમ છે…

  મુઠી ઉંચેરા આ માનવીને સલામ…

 14. પિંગબેક: ‘અકૂપાર’ : ધ્રુવ ભટ્ટ | એક ઘા -ને બે કટકા

 15. Dolly

  આંગળી ચીંધ્યાનું પુણ્ય ને ગમતા નો ગુલાલ કર્યાનો આનંદ !!! બન્ને મેળવી લીધો હો તમે તો !!! ધ્રુવ ભટ્ટ એક આલા દરજ્જાના સર્જક છે જે પોતે ઊભી કરેલી દુનિયામાં આપણને એવા તો પરોવી દે કે આપણને પછી રીયલ લાઈફ નીરસ લાગવા લાગે ! It is very aptly said that if you feel like losing a best friend when you finish a book… it indeed will live with you forever ! અને આવી આપણી સાથે હંમેશા રહી જનારી કહાણીઓ અને પાત્રો ધ્રુવ ભટ્ટની નવલકથાઓમાં હોય છે …

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s