આ ધનતેરસના “ગરોળી દર્શન” કર્યા?


બ્લોગ પોસ્ટનું  ટાઈટલ વાંચી, જેને જેને ખ્યાલ છે એ લોકોને નવાઈ ન લાગે પણ મારા જેવાને તો લાગે!

હું આવડો ઢાંઢો થયો પણ મેં આજ દિવસ સુધી સાંભળી/વાંચી ન હતી એવી વાત ગઈકાલે રાત્રે મારી પત્નીએ મને કરી : હંમેશા ઘરમાં આંતો ફેરા કરતી ધનતેરસના સંધ્યાબાદ  ન દેખાય અને જો દેખાય તો ? દે ધનાધન! યેસ્સ શ્રીમતીજીના કહેવા અનુસાર જો ગરોળી દર્શન થઈ જાય તો એ વરસમાં ધનનો ઢગલો થઈ જવાના ચાન્સ ઉજળા!

હું તો આવી વાતોને મજાકમાં ઉડાવી દઉ પણ મારો સ્ટાફ અને પડોશી કે જેઓ બન્ને નોન-ગુજરાતી છે તેઓએ પણ જયશ્રીની વાતમાં હા ભણીને ટેકો જાહેર કર્યો! મને કૌતુક થયું અને નક્કી કર્યુ કે આજ તો એ લોકોની (અંધ) શ્રધ્ધા/માન્યતા ખોટી છે એ સાબિત કરી બતાવું. પણ સાલ્લુ એ કૌતુક તો ત્યારે વધી ગયું જ્યારે એક પણ ગરોળીના “દર્શન” ન થયા! ઘરનાં દરેક રૂમ – રસોડું અને હૉલમાં હંમેશા દેખા દેતી ગરોળી સાચ્ચે જ મીસ (કે મીસીસ કે મીસ્ટર) ઇન્ડિયાની જેમ  અદ્રશ્યમાન હતી!

જેમ પ્રેમિકાને ખોજીયે એમ હું વારે-વારે આખ્ખા ઘરમાં ચક્કર મારૂં પણ ગરોળી બેન , ગુમનામ જ રહ્યા!

અંતે અમારા “બાર વાગી ગયા” એટલે પોઢી જવા પ્રસ્થાન કરવા જતાં હતા અને એક્ઝેટ ૧૧:૫૫ વાગ્યે બારીમાંથી ટ્યૂબલાઇટની પટ્ટી પાછળ સ્થન ગ્રહણ જતી હતી અને જયશ્રીએ પકડી પાડીને મને બતાવી – હવે તો બસ એક જ ઉમ્મિદ પર જીવવાનું કે આ વરહ આપણે માલામાલ થઈ  જઈએ!

-*-*-*-

હવે ગરોળી વિશે થોડી ગંભીર અને સાચી વાતો કરીયે

# ગરોળી ઝેરી હોય એમ નવ્વાણું ટકા લોકો માને છે. ખરેખર તો વિશ્વ આખામાં થતી ૩,૦૦૦ જાતમાંથી માત્ર બે જાત (અમેરિકાની ‘જાલા મો ન્સ્ટર’ અને મેક્સિકોની ‘બીટેડ લીઝર્ડ’ ) જ ઝેરી છે.

# એક ગરોળી વંદો ખાધા પછી તરફ ડીને મરી ગઈ. ખાતરમાં વપરાતી જંતુનાશક દવા વંદાએ ખાધી હશે….. સજીવ સૃષ્ટિમાં ખોરાકની સાંકળ રચાયેલી છે, તેમાં    માનવીનાં ચેડાં ભારે બૂરું પરિણામ લાવે છે.

# ગરોળીની પૃથ્વી પર થતી સૌથી નાની જાત Sphaerotuctylusgeckoની ૩.૬  સે.મી. લંબાઈ અને સૌથી મોટી જાત ઇન્ડોનેશિયાના કોમોડો ડ્રેગનની નવ ફૂટ લંબાઈ અને ૨૦૦ કિલો વજન!

# શરીરની બંને બાજુએ બહાર આવતી છ-છ પાંસળીઓ વડે જોડાયેલી ચામડીના સહારે હવા ભરીને લાંબી છલાંગો લગાવી શકતી દક્ષિણ ભારત અને આસામની ઊડતી ગરોળી!

ઉપરોક્ત વાતો  અને એના જેવી કેટલીયે અવનવી વાતો-જાણકારી માટે  હિમાંશુ પ્રેમ લિખિત, “વન્ય વિરાસત” વાંચવું રહ્યું .

~ અમૃત બિંદુ ~

દિલ બહેલાને કો ગાલિબ યે ખયાલ અચ્છા હૈ !

Advertisements

7 ટિપ્પણીઓ

Filed under વાર/તહેવાર/પ્રસંગ/પર્વ, શ્રધ્ધા-અંધશ્રધ્ધા, સમાજ

7 responses to “આ ધનતેરસના “ગરોળી દર્શન” કર્યા?

 1. Narendra

  Post vaheli lakhvi joie ne!!….dhanteras to gae have. Kale khabar padat to ahi garodi hoy che ke nahi te to khabar padat mane, dhan na dhagla ni vat pachi…

 2. દુનિયામાં જે પ્રાણીને હું સૌથી વધૂ નફરત કરુ છું એ ગરોળી છે. મને ગરોળી જોઇને જ ચીતરી ચડવા મંડે છે. જો ગરોળી રૂમમાં દેખાઇ જાય તો હું એ રૂમમાં પગ વાળીને શાંતિથી ના બેસી શકું એને કાઢ્યા પછી જ સાતા મળે.

  કાલે નહીં પણ આજે કાળી ચૌદશના દિવસે મને ગરોળી દેખાઇ હતી. લાગે છે ગરોળી યુએસના ટાઇમ પ્રમાણે કામ કરતી હશે. 🙂

  બાકી તમને શુભેચ્છાઓ કે લક્ષ્મીમાતા આ વર્ષે બરાબર રીઝે.

 3. Dhaivat Trivedi

  મને ગરોળીની ચિતરી જરૂર ચડતી પણ ફોબિયા તો કદી ન હતો. પણ એક વખત એવું થયું કે વડોદરાના મારા ઘરમાં હું રાત્રે પથારીમાં સૂતો સૂતો વાંચતો હતો અને અચાનક છત પરથી ગરોળી સીધી મારી છાતી પર પડી. બસ, ત્યારથી મને ગરોળીનો ભયાનક ફોબિયા ઘૂસી ગયો છે. ગરોળીને જોઉં એ સાથે જ મને જાણે ભૂત વળગ્યું હોય એમ ચીસાચીસ કરવા માંડું. મારા ઘરમાં ગરોળી ન પ્રવેશે એ માટે જાતભાતના તિકડમ કરાવ્યા છે અને એમ છતાં ય જો ગરોળી ઘૂસી ગઈ તો પત્યું.. યા તો એને બહાર કાઢો નહિ તો હું ઘર બહાર જતો રહું. હું મહેસાણા હતો અને સર્કિટ હાઉસમાં રહેતો હતો. એક રાત્રે ત્યાં બાથરૂમમાં ગરોળી ઘૂસી ગઈ અને કોઈ એટેન્ડન્ટ પણ દેખાતો ન હતો તો હું કાળઝાળ ઠંડીમાં આખી રાત મારી ગાડીમાં જઈને સૂતો હતો!
  હવે મને ય મારા આ ફોબિયાનો ત્રાસ થાય છે પણ મને તેનું કોઈ નિરાકરણ પણ નથી દેખાતું. તમને કોઈને સુઝતું હોય તો જરૂર કહેશો.
  મીનવ્હાઈલ, મહારથીને ગરોળી દર્શન ફળે એવી શુભેચ્છા.

 4. Narendra

  DT..sap nu zer chade to tena maran tarike sap na zer valu antidot j kam lage. Garodi no phobia rubber ni Garodi thi kadho 😀

 5. readsetu

  ગરોળી દર્શન ન થાય એનું કારણ એ જ હશે કે દિવાળી પર ગુજરાતી લોકોએ તો ઘરના ખૂણે ખૂણાની સફાઈ કરી હોય છે. ગરોળી આવીને ખાય શું ?

  બાકી ગરોળી દર્શન ધનલાભ આપે એની મનેય નહોતી ખબર !! આવતા વર્ષથી સફાઈ બંધ !!

  lekhnee jem comments pan sidhi mail box mathee mookee shakay evu karo ne !!

  Lata Hirani

 6. આવતા વર્ષે એડવાન્સમાં બે-ચાર ગરોળીઓ પકડી અને ઘરમાં પુરી દઇશું !!! (જો કે આ વર્ષે આપને કંઇ ’વધારાનો’ ફાયદો દેખાય તો જ આ મહેનત કરીશું ! જાણ કરશોજી !)
  જો કે અમારે એમ કહે છે કે ગરોળી માથા પર પડે તો ફાયદો થાય ! (કોને ? ગરોળીને ?) ખબર નહીં, પણ મારા માથે તો બહુ બધી ગરોળીઓ પડી છે અને ફાયદામાં હું હવે ગરોળીપ્રૂફ થઇ ગયો છું !! મજા આવી. ચાલો આ બહાને ગરોળીઓ વિશે થોડી અજાણી, નક્કર વાતો અને એક વાંચવા જેવા પુસ્તકની પણ જાણકારી મળી. આભાર.

 7. I have been late to read and try it myself about seeing a lizard on dhanteras. 🙂
  facts about the creature are interesting.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s