કહાની સિધ્ધાંતવાદી કોંગીજનની


હંમેશા ભા.જ.પ.-ન.મો.-હિન્દુત્વ તરફી વાતો/પોસ્ટ કરતો હું અચાનક આમ પાટલી બદલું કેમ થઈ ગયો? કેમ કે  જડ અને એક પક્ષિય માન્યતા વાળો નથી. કોઇપણ રાજકિય કે બિન રાજકિય પક્ષને ૧૦૦ % સારો કે એવી જ રીતે ૧૦૦ % ખરાબ માની ન શકાય. હા,પ્રમાણ જરૂર જોવું જોઇએ.

મારી પત્નીએ અમારા ઘેર કામ કરવા આવતા બહેનની  કથા/વ્યથા આજે મને જણાવી કે ભીલ પરિવારનાં એ બહેન ગાંધીનગરનાં વતની છે, એના પિતા કોંગ્રેસના નેતા હતા.  તેઓએ ગ્રામીણજનો માટે ઇંદીરા આવાસ યોજનાનો સકારાત્મક ઉપયોગ કર્યો હતો, અને ઠાકરડાઓની લુખ્ખાગીરી સામે અવાજ પણ ઉઠાવ્યો હતો.  એમના આવા સામાજિક કાર્યોને લીધે વરસો સુધી સરપંચ પણ રહ્યા. દારૂથી તો એમને સખત નફરત હતી પણ એમના જ ભાઈઓ અને દિકરાઓ આ બધુ કરતા. દારૂને લીધે  એકવાર એમના પરિવારમાં ઝગડો થયો, તેઓ સમાધાન-સમજાવવા ગયા તો એમના જ પરિવાર દ્વારા જોરદાર ધક્કો લાગ્યો અને પછડાટના લીધે એમની કમર તુટી ગઈ, ઘણી દવાઓ બાદ પણ સાજા ન થયા અને અવસાન થયું.

ત્યારબાદ ગ્રામજનો એના દિકરાને (એટલે કે આ બેનના ભાઈને) સરપંચ બનાવવા ઇચ્છે છે પણ આ બેનનાં માં વરસોથી “ના” કહે છે!

કેમ?

માત્ર એટલા માટે કે તેમનું દ્રઢપણે માનવું છે કે એમના પતિ જે માર્ગે ચાલ્યા એ માર્ગ પર દિકરો ચાલવાનો નથી! આ બેનનું કહેવું એ પણ છે કે એમના પિતાના અવસાન બાદ (દસેક વરસથી) એ ગામમાં કોઇ સરપંચ જ નથી! ->આ વાત વિશે મને બહું ખબર નથી – જે જાણ ખાતર

નેહરૂ-ગાંધી પરિવાર જ્યારે કોંગ્રેસને બાપીકી મિલ્કત માનીને બેઠા હોય ત્યારે અભણ અને ગરીબ પરિવારનો આ ત્યાગ અને સમજ વિશે માન થવું સ્વાભાવિક છે.

-*-*-*-*-*-

જાણે તકલીફ દુ:ખ દર્દ હંમેશા ફેવીકોલ લઈને જ આવતા હોય એમ, ૪૦-૫૦ વિઘાનું ખેતર ધરાવતા આ બે’ન અને એમના પતિએ એમના ઘરેણા વેચીને ખેતી કરી પણ ઉપરા ઉપર ત્રણ વરસ પાક નિષ્ફળ ગયો, હવે તેઓ ખેતી કરતા ડરે છે એટલે કોઇને ખેડવા આપી દીધી એમાંથી ૧/૩ ભાગ મળે અને તેઓ ગાંધીધામમાં ઝુંપડીમાં રહી, કન્સટ્રકશન થતું હોય ત્યાં ચોકી કરે અને લોકોના ઘરનાં કામ કરે.

એમના પતિ અવાર-નવાર દુ:ખ સાથે  બળાપો કાઢે છે: “મેં તારા ઘરેણા વેચીને બહું ખોટું કર્યુ” સામે એમના પત્નિ પણ કહે છે: “એમાં શું થયુ? તમે દારૂ વગેરેમાં વેડફ્યા નથી એ  જ મારા માટે મોટું આસ્વાસન છે. “

~ અમૃત બિંદુ ~

એ વાત મહત્વની નથી કે તમે પૈસાદાર છો કે ગરીબ, કારણકે દરેક માણસનો અંત તો એક સરખો જ છે – મૃત્યુ.

મહત્વની વાત એ છે કે મર્યા બાદ કોણ શું અને કેટલું સાથે લઈ જઈ શક્યા.

– “ગુજરાતી સદવિચાર ક્વોટ” માંથી

 

4 ટિપ્પણીઓ

Filed under સંવેદના, સમાજ

4 responses to “કહાની સિધ્ધાંતવાદી કોંગીજનની

  1. જાણીને સારુ લાગ્યું કે મારા ઉપરાંત પણ દુનિયામાં સારા માણસો હજી બચ્યા છે. 🙂

    મને ખબર નહીં કેમ પણ આ વાંચીને દૂરદર્શન પર બહુ પહેલા આવેલી એક સિરીયલ हेलो जिंदगी (નલિની સિંગ દ્રારા નિર્મીત)ની યાદ આવી ગઇ. બહુ સરસ અને વાસ્તવિકતાની એકદમ નજીક એ કાર્યક્રમ હતો. (એનું ટાઇટલ ટ્રેક http://ishare.rediff.com/music/classical/hai-lau-zindagi/58965)

  2. Nimesh

    Rajni bhai.. atyar sudhi ma me vacheli tamari sauthi sara ma sari post.. kudos..

  3. ખૂબ સારું લાગે છે કે આવા લોકો હજી છે. સાથે સાથે એ વેદના પણ થાય કે જે લોકો સાચા સેવક છે તેઓ મુશ્કેલીઓ વેઠે છે ને બીજી બાજુએ બેશરમ રાજકારણીઓ દલા તરવાડી ની જેમ પોતાના જ વેતનમાં વધારો કરતા જાય છે. કોના બાપની દિવાળી?

  4. એ વાત મહત્વની નથી કે તમે પૈસાદાર છો કે ગરીબ, કારણકે દરેક માણસનો અંત તો એક સરખો જ છે – મૃત્યુ. એકદમ સાચી વાત. સરસ પોસ્ટ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s