બેંતાળીસમો બર્થ ડે


આમ તો પોતાના જન્મદિવસ અંગે ક્યારેય બ્લોગ પોસ્ટ બનાવી નથી પણ કહેવાય છે ને કે વખાણ તો ભગવાન (રજનીશ)ને ય ગમે તો પછી હું તો રજની છું. એટલે થયું કે WORLD POST DAY ના  દિવસે ચાલો  હું ય POST ઠપકારી દવ.

હા, તો વખાણ તો ઠીક પણ યાર ‘વેબ-દુનિયા’ અમારા જેવા ઑકટૉબરીયા ટાબરીયામાં શું જોઇ ગયા તો દે ધનાધન જેવી ઠોકમ ઠોકમ વાતોને નેટના છાપરે ચડાવી તો મેં જરા એ છાપરાનાં બાકોરામાંથી કાણી આંખે જોવાનો પ્રયાસ કર્યો.. પૂરેપૂરૂં તો કૉપિ નથી મારતો (એમ પાછો હું સારો –જોયુ?) . એમાંથી એકેય વાત મારી પર્સનાલીટી (ઓહો!)ને લાગું નથી પડતી પણ છતાંયે અમુક મશ્કરીતો એવી છે કે જે અહીં મૂકુ છું …. એ વાંચીને કહેજો તમને ય કોઇને આમાંથી એકે ય વાત મારામાં દેખાડી હોય તો કે’જો… મારા ગળાના હમ હો !

 

તમારો જન્મ કોઈપણ વર્ષના ઓક્ટોબર મહિનામાં થયો છે તો એસ્ટ્રોલોજી કહે છે કે તમે ખૂબ જ શાંત પ્રકૃતિના છો. દેખાવમાં એટલા સ્માર્ટ છો -> લે આલે લે મને તો ન’તી ખબર પણ “કોઇને” પણ આવી ખબર ચ્યમ ન થૈ હે?! 😉

 

જેમ-જેમ તમારી વય વધતી જાય છે, તમારા સૌદર્ય અને તંદુરસ્તીમાં સુધારો થતો જશે. વિશ્વાસ કરો કે આ સુધાર એટલો આવે છે કે તમને ચાહનારાઓની લાઈન વધતી જાય છે. -> “લાઈન” શરૂ ક્યારે થાય એની રાહમાં.

 

તમારુ વ્યક્તિત્વ રાજસી હોય છે. દરેક વસ્તુને સાચવવી એ તમારી ખૂબી છે. -> રાજ See યાર!

તમારી અંદર કંઈક વિશેષ આકર્ષણ શક્તિ છે જેને કારણે તમે ખુદને અનોખા અંદાજમાં રજૂ કરી સૌનુ દિલ જીતી લો છો. -> જે કોઇના (જીતાયેલા) દિલ અમારા પાસે હોય એમણે સત્વરે અમને જાણ કરવી.

 

તમારી વાતને સમયમુજબ માપી તોલીને કહેવુ તમારી ઓળખ છે. શબ્દોને બરબાદ નથી કરતા પણ શબ્દોને યોગ્ય સમય પર યોગ્ય રીતે મૂકવામાં તમારો જવાબ નથી. -> કમસે કમ બ્લોગ વાંચનાર તો આ વાંચીને વેબદુનિયા પર યાહુ કરીને તુટી પડવાના પાક્કુ જ છે.

 

પ્રેમની બાબતે તમારો કોઈ જવાબ નથી. પોતાના સાથીને ગહેરાઈથી અને મનમૂકીને પ્રેમ કરવો એ કોઈ તમારી પાસેથી શીખે. મોટાભાગે તમારો પ્રેમ સફળ નથી થતો -> પ્રેમનો જવાબ ન હોય તો સફળ ક્યાંથી થાય ? તબેલામાંથી?

 

~  અમૃત બિંદુ ~

ચાળીસ પછી ચાલીશ નહી તો ચાલીશ નહી

– SmS

Advertisements

15 ટિપ્પણીઓ

Filed under રમૂજ, વાર/તહેવાર/પ્રસંગ/પર્વ

15 responses to “બેંતાળીસમો બર્થ ડે

 1. જોરદાર ધારદાર “બાર” બાર લગાતાર…રીતે તમે જામતા જમાવતા રહ્યા છો…તમે લડવૈયા રહ્યા છો,લડાકુ પણ રહ્યા છો…આમને આમ તમે ઉમર જાહેર કરતા રહેશો તો એક “ચોક્કસ વર્ગ” તમારાથી ભાગવા માંડશે સાહેબ…સમજા કરો બાપુ… 😉

 2. પહેલા તો આપને જન્મદિવસ મુબારક રાજનીભાઇ…
  અને હા, આપની કહેવાની સ્ટાઇલ જ એવી છે કે ભલ-ભલાના દિલ આપ જીતી લો છો.એ વાત તો સાવ સાચી…એ વાતની આપને જાણ(સત્વરે.!) કરુ છું.

 3. Many Many Happy Returns of the Day!!!
  May Your All Dreams Come True…

  Your “Sense of humor” is awesome!!!

 4. શ્રી રાજ્નીભાઈ,
  જન્મ દિવસના ખુબ ખુબ ધન્યવાદ.
  સાચી વાત સારી રીતે અને અસરદાર રીતે કહો છો.
  બોલો ક્યાંના અને કોના રા’જની છો. ક્યાં રાજના છો.

 5. ||Happy Birth Day||
  શ્રી રજનીભાઇ, થોડું વધુ :
  * જન્મનંગ (BirthStone) = ઓપલ (ક્ષીરસ્ફટિક)
  * જન્મપુષ્પ (Birthflower) = ગલગોટો (Calendula, marigold)

  ** ’મનમૂકીને પ્રેમ કરવો એ કોઈ તમારી પાસેથી શીખે. મોટાભાગે તમારો પ્રેમ સફળ નથી થતો’ !! (નિરાશ ન થવું ! આ તો ફાયદાકારક ગણાય !!!) ; – )
  આભાર.

 6. Happy Birthday to you!!
  Many Many Happy Returns Of The Day & Wish you all The Best!
  જ્ન્મદિવસ ની ખુબ ખુબ શુભકામનાઓ – આવનારા દિવસો માં તમને સુખ ,સમૃધ્ધિ અને દરેક કામમાં સફળતા મળે તેવી શુભકામના

  ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्।

  Click here : WEB SITE :
  ઋષિ ચિંતનના સાંનિધ્યમાં
  ગાયત્રી જ્ઞાન પ્રસાદ- જેતપુર

 7. jaywantpandya

  આજકાલ બે રજનીની બોલબાલા છે એક તો રજની (કાંત) અને બીજા તમે રજની (અગ્રાવત)!

 8. ચેતન ભટ્ટ

  પોતાની જાત પર હસતાં કોઇ આપ પાસે જ શીખે.
  રહી વાત આપના (સદ) ગુણો ની, આપે ભલે રદિયો આપ્યો હોય, પણ (ઝાઝું નહીં તો) થોડું તો સાચું છે.

 9. જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના. You have good sence of humer. Very Nice. Many Happy returns of the day.

 10. લાઈફ ની શરૂઆત ૪૦ પછી થાય એવી કોઈ અંગ્રેજી કહેવત નાં આધારે રજનીભાઈ હવે બે વર્ષ નાં થયા.બે વર્ષ નાં બાબલા ને સહુ કોઈ પ્રેમ કરવાનું.
  મોટાભાગે તમારો પ્રેમ સફળ નથી થતો’ !! (નિરાશ ન થવું ! આ તો ફાયદાકારક ગણાય),,સમજાયું?નવી નવી જગોએ પ્રેમ કરતા રહેવાની સગવડ કહેવાય.
  બે વર્ષ ના થયા બદલ ખુબ ખુબ શુભેચ્છાઓ.

 11. ગોવીંદ મારુ

  આપણા બન્નેના જન્મદીવસની હાર્દીક શુભેચ્છાઓ…

 12. Kaushik

  You are writing excellent.
  I like you(your writing)

 13. પિંગબેક: ‘20-20’ & ચોક્કે પે ચોક્કે પે ચોક્કા | એક ઘા -ને બે કટકા

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s