અયોધ્યા: ગઈકાલ અને આવતી કાલ


કાલે ઝી-ન્યૂઝ કે એવી કોઇ ૨૪ કલાક ચરકતી ચેનલ જોઇ રહ્યો હતો, એમાં બજરંગ દળના વિનય કટિયાર, અન્ય કોઇ મુસ્લિમ નેતા જેનું નામ યાદ નથી અને ત્રીજા જજ હતા મીં સોઢી… આ “તૈયણ” જણા સાથે  પ્રસુન્ન (કદાચ) બાજપાઈ અયોધ્યા વિવાદ અંગે વાત ચીત કરી રહ્યા હતાં, અને સામન્ય રીતે થાય છે એમ જ પ્રસુન્ન મહાશય હિન્દુ નેતાની રીતસર પાછળ પડી ગયા હતા –

આપકી પહેચાન ક્યા હૈ ? અને આપ તો આંદોલનકારી હૈ ? અને હવે કેમ વાતચીતથી મસલો સુલઝવવાની વાત કરો છો ? થી વિ.ક. ને ઉકસાવવાની કોશિશ કરી રહ્યા હતા.

હંમેશની જેમ મારા દિમાગમાં સવાલો ઊભરતા રહ્યા કે સાલ્લુ મિડિયા વાળાને આરએસએસ, વિહિપ, બજરંગ દળ અને ભાજપ વગેરે વગેરે ને જ કેમ “આડે હાથ” લ્યે છે? ઘણા અલગ અલગ જવાબનું સંકલન કરીને કહું તો એવું લાગે છે કે કદાચ એક હિન્દુ બીજા હિન્દુ ને એટલા માટે પજવતો રંજાડતો રહે છે કેમ કે ત્રીજો હિન્દુ એટલે કે આપણે પ્રજાને આ ભવાઈ જોવા હાજર હોય છે અને એની મજા માણે છે!

વધુ કંઇ હું લખું એના કરતા અને હવે (કદાચ) આ ભાષા કોઇ નહીં લખી શકે એટલે આપણા સૌના પ્રિય એવા બક્ષી સાહેબના જ અમુક આર્ટીકલ્સમાંથી અંશો વાંચો-

-x-x-x-x-x-

૧૯૯૩માં પડી ગયેલ હિંદુ મુસ્લિમ દરારની પાછળ બે-ચાર મહિનાઓની ઘટનાઓ નથી, એનો આરંભ ૧૯૦૬માં થયો હતો. કેટલાક માને છેકે એ પ્રક્રિયા ૧૦૨૬માં મેહમૂદ ગઝની સાથે, કે ૧૧૯૨માં શહાબુદ્દિન ઘોરી સાથે,કે ૧૫૨૬માં બાબર સાથે શરૂ થઈ ગઈ હતી. આજનો પ્રશ્ન વધારે સરળ છે. હિંદુ અને મુસ્લિમ ભારતવર્ષમાં વહેતા રક્તના લાલ કણ અને શ્વેત કણ છે? કે યુગોસ્લાવીઆના સર્બ  અને મુસિલમની જેમ તેલ અને પાણી બની ગયા છે? ઉત્તર કદાચ “આવતીકાલ”નો ઇતિહાસ આપશે..

(પુસ્તક -યાદ ઇતિહાસ. લેખ – ગુજરાત સમાચાર : એપ્રિલ ૨૫, ૧૯૯૩)

આગામી દશકો સુધી સુધી ભારતવર્ષનો ઇતિહાસ એક પ્રશ્ન પૂછતો રહેશે: બાબરી મસ્જિદ ધ્વંસની ઘટના ક્ષણના આવેગનો અકસ્માત હતો કે પૂર્વયોજિત હતી? …. ઇતિહાસપરિપ્રેક્ષ્યમાં આ પ્રશ્ન મુકાય છે,અને માત્ર જનક્રાન્તિ નામનો એક શબ્દ શેષ રહી જાય છે.

વિશ્વ ઇતિહાસમાં આવી દિશાપરિવર્તક ત્રણ ઘટનાઓ મારી દ્રષ્ટિએ છે:

(૧) જુલાઈ ૧૪,૧૭૮૯ : પેરિસના બાસ્તિલની કિલ્લાજેલ પર જનતાનો હુમલો અને બાસ્તિલનો ધ્વંસ અને ફ્રેંચ ક્રાંતિનો પ્રારંભ,

(૨)ઑકટોબર ૨૪/૨૫, ૧૯૧૭: લેનિનગ્રાદ કે સેંટ પિટસબર્ગ કે પેત્રોગાદના ઝારના મહેલ પર બોલ્શેવિકોનું આક્રમણ અને ઝારશાહીનુંપતન અને રશિયન ક્રાંતિનો પ્રારંભ

(૩)ડિસેમ્બર ૬, ૧૯૯૨: અયોધ્યાની બાબરી મસ્જિદ પર હિંદુ કારસેવકોનું આક્રમણ અને બાબરી ખંડન અને હિંદુસ્તાનના ઇતિહાસનો પૂરો યુ-ટર્ન.

…… એક દિવસ કદાચ જ્યાં બાબરી ઢાંચાની ઘુમ્મટો હતા ત્યાં રામમંદિરના ઝળહળતા કળશો ઊગતા સૂર્યના પ્રકાશમાં ચમકતા હશે…

(પુસ્તક -યાદ ઇતિહાસ. લેખ – ગુજરાત સમાચાર : માર્ચ ૧૪, ૧૯૯૩)

હિન્દુસ્તાનને અને ખાસ કરીને ગુજરાતને ધાર્મિક એખલાસ રાખવાની સલાહો આપવામાં પશ્ચિમના દેશો સતત સક્રિય રહે છે. સારૂં છે. વેરઝેર ન હોવાં જોઇએ, હળીમળીને ચાલવું જોઇએ, ભાઈચારો રહેવો જોઇએ. એ વિષે કોઇ મતાંતર હોવાનું કારણ પણ શા માટે હોવું જોઇએ? ……. પશ્ચિમી દેશો ગુજરાતને સલાહો આપતા રહે છે, કારણકે દ્રોહી સેક્યુલારીસ્ટો અપપ્રચાર કરવામાં એક્કા છે. અંગ્રેજીમાં ટી.વી.પ્રવક્તાઓ અને પત્રાકારો માટે સ્વછંદતા અને દેશદ્રોહની ભેદરેખા ભૂંસાઈ ચૂકીછે.

(પુસ્તક- ૬૪ લેખો, લેખ – સંદેશ : ફેબ્રુઆરી  ૨૩, ૨૦૦૩)

~ અમૃતબિંદુ ~

બદમાશને ફાંસીને માંચડેથી ઉતારી લો, અને એ તમને ફાંસીના માંચડે ચડાવી દેશે. – અંગ્રેજી કહેવત

(પુસ્તક- ૬૪ લેખો, લેખ – અભિયાન:એપ્રિલ ૧૨, ૨૦૦૩નું ક્લોઝ અપ)

10 ટિપ્પણીઓ

Filed under સમાજ, સાહિત્ય, Baxi Babu - Chandrakant Baxi

10 responses to “અયોધ્યા: ગઈકાલ અને આવતી કાલ

 1. એક ઘા અને બે કટકા જ થઇ ગયા હો ભાઇ…
  અમૃતબિંદુની વાત એકદમ સાચી હો…
  જોકે પરિણામની હવે બહુ ઝાઝી વાર નથી…!!!

 2. શ્રી રજનીભાઇ, હવે એક્ઝેટ ૨૩.૫ કલાક બાકી રહ્યા. વધુ લખવું પણ નથી, કદાચ મનઃસ્થિતિ પણ નથી. ખટકો એક વાતનો જ છે કે રામના આ દેશમાં સ્વયં રામને પણ પોતાનું સ્થાન મેળવવા માટે સંઘર્ષરત થવું પડે છે. અને આ ચાગલી ચુગલી વાર્તાઓ કરતા ટી.વી.ચેનલ વાળાઓને તો એક દહાડો Ac સ્ટુડિઓમાંથી બહાર કાઢી અને ખેતરે માંડવી વિણવા મોકલવા જોઇએ, પછી જુઓ તેને કેવા ’રામ’ યાદ આવે છે !!

 3. Dj Sunil

  Boss.. Ausum Updates..

  Must Say You will beat The Kutch Mitra…lol

  Regards
  Dj Sunil
  Co-Owner & Moderator of Gandhidham Community-Orkut

 4. અશોકભાઇએ કહ્યુ તે મૂજબ ‘સ્વયં રામને પણ પોતાનું સ્થાન મેળવવા માટે સંઘર્ષરત થવું પડે છે.’ અયોધ્યામાં ખરેખર મંદિર જ બનવુ જોઇએ.પણ મંદિર બને કે મસ્જિદ બને,મને કઈ ફરક પડવાનો નથી.કેમ કે ત્યાં રામ મળવાના નથી કે પયગંબર પણ મળવાના નથી.અને મિડિયા વાળાઓ પોતાના રોટલા શેકવામાં એક્સપર્ટ છે.સોનિયાની શાદી હોય કે મંદિર-મસ્જિદ,મુદ્દાની ફિરાકમાં જ હોય છે.હવે જોઇએ આવતીકાલે શું થાય છે! 🙂 …પ્લિઝ ‘ૐ શાંતિ ૐ’

 5. ૧)ધાર્મિક એખલાસ જાળવવાની જવાબદારી શું ફક્ત હિંદુઓ ની જ છે?મુસલમાનો ની નથી?
  ૨)ત્રીજો હિંદુ ભવાઈ જોવા હાજર હોય છે તેની તો બધી રામાયણ છે.
  ૩)ભાજપાવાલા પ્રમાણિક છે ખરા?કે એમને પણ આ મુદ્દો સળગતો રાખી ને વોટ લેવા છે સત્તા લેવી છે?ન્યાયાધીશો કેમ આવા ચુકાદા આપવામાં વર્ષો કાઢે છે?સરકાર આદેશ નાં આપી શકે કે ચુકાદા સમયસર આપી દો?
  ૪)કાયરતા આપણી રગેરગ માં ફેલાઈ ગઈ છે.માટે સર્વધર્મ સમભાવ,ભાઈચારા અને અહિંસા નાં ઉચ્ચ આદર્શો ની વાતો બધ કરાવી જોઈએ અને વાસ્તવિક ધરતી પર ઉતરી ને વાતો કરવી જોઈએ.સર્વધર્મ સમભાવ ક્યારેય નાં હોઈ શકે.એક જ હિંદુ કહેવડાવતા જુદા જુદા સંપ્રદાયો નાં ભક્તો વચ્ચે પણ સમભાવ નથી તે હકીકત કબુલ કરવી જોઈએ.
  રજની ભાઈ વિચારપ્રેરક મુદા ઉઠાવ્યા છે આપે.

 6. readsetu

  ભારતીય પત્રકારત્વમાં ફરી આવા બક્ષીબાબુઓ પાકવાની જરૂર છે.. પણ ત્યાં સુધી આ નિંભર પીઠ્ઠુઓને તમે આમ જ ફટકારતા રહેજો…એકેય દીવાનું મૂલ્ય ઓછું નથી..

  લતા હિરાણી

 7. ઈટીવી ગુજરાતી પર જયારે જેવી સાહેબ નો ‘સંવાદ’ નામનો કાર્યક્રમ આવતો હતો ત્યારે એક વાર બક્ષીબાબુને બોલાવેલા.અયોધ્યા મુદ્દે એમની કોમેન્ટ સાંભળવી હોય તો આ લિન્ક પર ક્લિક કરો. 1.29 મીનીટે એમની કોમેન્ટ સાંભળવા જેવી છે.આટલા વર્ષો પહેલા એમની આ કોમેન્ટ સાચી પડી.સોનિયા ગાંધીના કોંગ્રેસ પક્ષ દરમિયાન જ ચુકાદો આવી ગયો…વધુ એકવાર બક્ષી ફાઈટર અને ફોર્કાસ્ટર સાબિત થયા છે…

 8. પિંગબેક: Tweets that mention અયોધ્યા: ગઈકાલ અને આવતી કાલ « એક ઘા -ને બે કટકા -- Topsy.com

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s