બાન_તાલિબાન


અગાઉ મેં મોબાઇલ અંગે (વિરોધી કહી શકાય)  અમુક પોસ્ટસ લખેલી હતી (What an Idea , મોબાઈલ અને તેની માયા (ઝાળ) અને મીસ્ડ કૉલ – મજબુરી કે મગજમારી? ) ત્યારે લખ્યું હતું એ ફરી એકવાર દોહરાવું  છું કે કદાચ કોઇ મને મોબાઈલ ટેકનોલોજીનો વિરોધી ગણશે, અને તાજેતરમાં બંધ વિશેની પોસ્ટ પછી આ “પ્રતિબંધ” વિશે પોસ્ટ પરથી તો…..

એની વે, સીધો જ ઘોડો દબાવું કે વાત એમ છે કે આજે સંદેશમાં મિત્ર લલિત ખંભાયતાની કવર સ્ટૉરી છે શાળામાં મોબાઈલ પ્રતિબંધ : ગૂમડું થાય તો આંગળી કપાય? એમનો ઉદ્દેશ કદાચ વાણી સ્વાતંત્ર્યની જેમ વ્યક્તિ સ્વાંતંત્ર્યનો હશે અને મારો પણ અહી એવો જ ઉદ્દેશ છે અભિવ્યક્તિ સ્વાતંત્ર્યનો, એટલે કે એ મુદ્દે મારા વિચારો (અને એ પણ કોઇ જાતના પૂર્વગ્રહ વગર) રજુ કરવાનો.

મને ખબર નથી એ મિત્રએ લેખ લખતા પહેલા પરિપત્ર કે જેને તેઓ “ફતવો” માને છે (અને એ બહાર પાડનારને ફરમાની કાઢવાની શોખીન સરકાર માને છે! ) એ ફતવો/પરિપત્ર  એમને વાંચ્યો છે કે નહી પણ મેં તો આ પોસ્ટ લખતા પહેલાં વાંચ્યો છે. ઠરાવ ક્રમાંક:પરચ.૧૨૨૦૧૦/૧૮૫૪/વ.ર… તારીખ ૨૮/૭/૨૦૧૦ મુજબ – (સારા‍શ)

ધોરણ બાર સુધી અને (ધોરણ ૧૨ પછી પણ ) તમામ શાળાઓ-કોલેજમાં વિદ્યાર્થી,શિક્ષકો સહિત તમામ કર્મચારીઓ તથા શાળાઓમાં આવતા વાલીઓ સહીતનાં મુલાકાતીઓ શૈક્ષણીક બાબત સાથે સંકળાયેલ  કોઇપણ જગ્યાએ મોબાઈલ વાપરી શકશે નહીં.

માન્યુ કે કોઇપણ જાતનો પ્રતિબંધ યોગ્ય તો  નથી જ ઉપરથી ઘણીવાર એ પ્રતિબંધની અવળી અસર પડે છે અને પ્રતિબંધ એ એક પ્રકારની બાલીશ અને આવા મિત્રોના મત મુજબ કહીયે તો તાલીબાની માનસિકતા કહેવાય પરંતુ દરેક પ્રતિબંધ કે નિયમ કે કાનૂનને આપણને ન ગમતી સરકાર હોય કે અમુક બુધ્ધિજનો આ સરકારને વાંક દ્રષ્ટિએ જૂવે એટલે એ અયોગ્ય જ હોય એમ માની લેવું એ પણ બૌધ્ધિકતાની નીશાની નથી.

* લેખમાં પણ જોઈ શકશો કે કોઇએ આ પ્રતિબંધનો વિરોધ કર્યો નથી. અને જો કદાચ વાલીઓને પૂછ્યુ હોત તો ૯૭% થી પણ વધુ વાલીઓએ આ પ્રતિબંધની તરફેણમાં મત આપ્યો હોત

* બની શકે કે કાલ સવારે આ પ્રતિબંધ પર પણ પ્રતિબંધ યાને એના અમલીકરણ પર રોક આવે પણ એનાથી કોઇ એક પક્ષ ખોટો કે સાચો નથી પડી જતો… હા, મોબાઈલ કંપનીને ફરક જરૂર પડે કેમ કે અન્ય કસ્ટમર કરતા બાપના પૈસા એશ કરતા આવા મુરઘા કોને ન ગમે?!

* દલીલ એવી થઈ છે કે બાળક શાળાએ  હેમખેમ પહોંચ્યું કે નહિ એ વિશે મોબાઈલ ન હોય તો વાલીઓ કઈ રીતે જાણી શકે? શાળાએથી છૂટેલા બાળકને સ્કૂલની વાન લેવા ન આવી શકે કે રસ્તામાં ક્યાંક પાણીમાં વાન ફસાઈ જાય તો મોબાઈલ વગર બાળક વાલીને કઈ રીતે જાણ કરી શકે? ફિલ્મી-કોર્ટઅંદાજમાં કહું  તો મારા કાબિલ દોસ્ત પરિપત્રમાં પ્રતિબંધ મોબાઈલ સંકૂલમાં છે, અને એ પણ વાપરવા પર નહી કે સંકૂલની બહાર કે  મોબાઈલ લઈ આવવા પર . એટલે સંકૂલમાં પ્રવેશતા પહેલા અને નિકળ્યા પછી મોબાઈલનો ઉપયોગ કરી જ શકે છે. તેમજ મત્ર વિદ્યાર્થી પર જ આવો “ત્રાસ” નથી ગુજારવામાં આવતો એટલે ડૉન્ટ વરી,  બધા પર આ વાત નિયમ લાગુ પડે છે , હા પછી એ નિયમને કોણ નેવે મૂકી શકવાની શક્તિ ધરાવે છે એ અલગ વાત છે.

આ તો સરકારી વત હોય એટલે બોડી-બમણીનું ખેતર જાણી હર કોઇ આંગળી કરી શકે બાકી એવા અમુક પ્રતિબંધ ગણાવું જે કોઇને ગમતા નહી હોય તો પણ પાળવા અને જખ મારીને  પાળવા પડે છે કેમકે એ પ્રાયવેટ છે!

૧ –  હવે કોઇપણ નાની કે મોટી ઑફિસમાં જાવ, એ મંદિર હોય એમ પગરખા ઊતારીને જવું પડે છે, ભલે પછી આપણા સફેદ મોજા એની મેલી ફર્શ કે કારપેટથી બગડી જતાં!

૨ – મોબાઈલ તો કામ આવવા કરતા રૂકાવટ વધુ કરે છે જ્યારે નેટતો કોઇપણ ક્ષેત્રમાં કામ આવે તો પણ મોટાભાગની કંપનીએ પોતાના કામ સિવાયની સાઇટસ ને “બાન” કરેલ હોય છે.

૩ – અમારે ગાંધીધામમાં છે એમ અમુક સિનેમા ઘરોમાં પણ હવે મોબાઈલ-જામર લગાવે છે જેથી કરીને આપણે અને અન્ય લોકો શાંતિથી ફિલ્મની મજા માણી શકે.

૪ – MNC companies, standard Corporation House અને Foreign Banks (Indiaમાં  ) તેમજ ગાંધીધામ-કંડલામાં પણ ઘણી એવી કંપનીઓ છે જેઓના સંકૂલમાં મોબાઈલ પર પ્રતિબંધ છે! વિધાનસભામાં તો લલિતભાઈ આંટો મારી આવ્યા છે એટલે ત્યાં જામર છે એ તો એમને ખ્યાલ જ હોય એવું માની લવ છું.

બાકી લેખમાં “એમ તો આ પણ નિયમો છે! ” હેઠળ વાત કરી છે એ અંગે પણ લાગતા વળગતાએ વિચારવું જોઇએ જ એમાં ના નહી.

~ અમૃત બિંદુ ~

આ વખતે અમૃત બિંદુ પર ‘બાન’ છે. 😉

Advertisements

12 ટિપ્પણીઓ

Filed under એજ્યુકેશન એન્ડ પેરેન્ટીન્ગ, વૃતિ - પ્રવૃતિ, સમાજ

12 responses to “બાન_તાલિબાન

 1. Kunal

  રજનીભાઇ આ તો ફેશન છે, આવી રીતે સરકાર નો વિરોધ કરવાની.

  સીટ બેલ્ટ, હેલ્મેટ વગેરે ની જેમ આ લોકો ને લખવા એક નવો મુદ્દો મલ્યો.

  આ વખતે અમૃત બિંદુ પર ‘બાન’ છે. 😉

  — LMAO, best part..

 2. Amrut bindu ban che…hihihi hahaha…

  gud points btw…

 3. kartik

  agreed , 100%..
  પબ્લિક ને કન્ટ્રોલ મા રાખવી જરૂરી છે .. નહિતર તો અવેડા ના ડાટા કાઢે એવી પરજા છે..હે હે …

 4. મોબાઈલ આવ્યા એના પહેલા પણ લોકો સ્કૂલે જતા હતા..

 5. Chetan Bhatt

  એક બુદ્ધિજીવી વર્ગ એવો ગુજરાત માં પનપે છે જે એમ માને છે કે બધું જ બરાબર નથી ચાલી રહ્યું ગુજરાત માં (જો કે પોતાના ઘરમાં શું ચાલી રહ્યું છે, તે જોવું કે નહી તે તો તેમને બંધારણે બક્ષેલો અધિકાર છે, એટલે આપણે એમાં નહીં પડીએ) અને આવો વર્ગ વર્ષારૂતુ ના કીટકો જેવો છે… વરસાદ પડે (અહીં કોઈને ઠેસ લાગે, એમ વાંચવું) એટલે ચાલું પડી જાય આંખો મિંચી ને…..

  અમારે પત્રકારો ને તો અબાધિત અધિકાર છે, કોઈ પણ વિષય ઉપર લખવાનો (એના માટે તમારી જેમ પરિપત્રો શું ફેંદવા ના વળી) કારણ કે અમે તો આખા ને આખા એન્સાયક્લોપિડીયા ને ઘોળી ને પી ગયા હોઈએ ને? અમને સમજણ પડે તેટલી પ્રજાને થોડી પડે કાંઈ? એટલે બાપુ, આ તો કલમ બહાદુરો છે….હોય એ તો…..ચોપાનિયા વેંચવા એ કાઈ નાનો સુનો ધંધો છે ? એમાં તમે હમજી જાવ તો હારુ…..

 6. વળી પાછો એક મનોમંથન કરાવતો લેખ ! મોબાઇલની તરફેણ કરવી કે વિરોધ ? એ સમજણ પડતી નથી તેથી ફક્ત કેટલાક સવાલો પુછું છું. અભ્યાસના સમયે મોબાઇલ રણકે કે રણકાવીએ તે જરૂરી છે ? આમે મોબાઇલ તો હમણા આવ્યા, તે પહેલાં વિદ્યાર્થીઓ કઇ રીતે “સત્તત” ઘરના સંપર્કમાં રહેતા ? અને શાળાઓમાં કેમેરાવાળા મોબ. વડે ફેલાવાતા દુષણોની ચર્ચા કેમ ન થઇ ? “બાળકો” શાળાએ મોબાઇલ લઇ જાય છે અને (ક્યાંક ક્યાંક !) તેનો શો ઉપયોગ થાય છે તે શાળા આસપાસની ગલીગુંચીઓમાં એકાદ ચક્કર લગાવવા છતાં શું જાણવા નહીં મળે ? ’બાળક’ને આપેલો મોબાઇલ ’ચેક’ કરવાની દરકાર કેટલા વાલીઓ કરે છે ? (સ્વતંત્રતા અને સ્વછંદતાનો ભેદ પારખવો !)
  અને છેલ્લે ન પળાતા નિયમો; એમ તો ચોરી કરવા કે હત્યા કરવા વિરુદ્ધના કાયદાઓ છે જ, છતાં પણ ચોરી, હત્યા જેવા ગુનાઓ બને છે આથી આવા કાયદાઓને રદ કરી નાખવા જોઇએ !! શું કહો છો ??
  હું તો આ સરકારી ’ફતવા’ની તરફેણ કરીશ. કારણ કે હું બાળકોને શાળાએ ’ફક્ત’ અભ્યાસ માટે મોકલું છું અને મારી કાળી મજુરીના પૈસે કોઇ મોબાઇલ કંપની લીલાલહેર કરે તે પણ મને પસંદ નથી !!

 7. Narendra

  Sarkar! etle, nakkami, hamesha. Virodh paksh hoy etle virodh karvo joie em sarkar nu farman nikde etle same dalil karvi j. Apde haju, swayam sist shikhva ni pratham jarur che. Loko to bhagwan ne malava jay che pan jo mobile ranke to ….God, just wait pl

 8. મોબાઈલ ની ક્યા માંડો છો?પહેલા ફોન જ ક્યા હતા?તો શું લોકો નહોતા ભણતા?અરે વધારે ભણતા હતા.૧૯૬૬ માં મારા મોટાભાઈ વડોદરા ભણવા આવેલા.ત્યારે અમે બધા વિજાપુર માં રહેતા હતા.વડોદરા થી લગભગ ૧૯૫ કિલોમીટર દુર.વર્ષ માં એકવાર ઉનાળાના વેકેશન માં ઘેર આવતા.ફક્ત ટપાલ થી કામ ચાલતું હતું.પછી હું ૧૯૭૨ માં બરોડા ભણવા આવ્યો.અમે કડી સાદો ફોન પણ ઘેર કર્યો હોય તેવું યાદ નથી.હોય તો કરીએ ને?મોબાઈલ માં પોર્નોગ્રાફી જોવાય છે.ટેક્સ્ટ મેસેજિંગ માં ભણવાની જગ્યાએ લવ ની વાતો થાય છે જે હાલ સ્કુલ માં જરૂરી નથી જ.હવે આઈ ફોન આવી ગયા છે.એટલે નેટ દ્વારા નાં જોવાનું જોવાય છે.આતો વણજોઈતી જરૂરીયાત ઉભી કરવામાં આવી છે.મારા પોતાના છોકરા બરોડા ની ઝેનીથ અને બરોડા હાઈસ્કુલ માં મોબાઈલ વગર જ ભણ્યા છે.પણ માબાપ જ મૂરખ હોય તો સંતાનો નો શું વાંક?સરકાર ને ફતવો બહાત પડવો પડે તે જ બતાવે છે કે માબાપ મહામૂરખ છે.બાઈક ની વાત છોડો અમેરિકામાં અહી સાયકલ ઉપર પણ હેલ્મેટ પહેર્યા વગર જવાતું નથી.અને આપણે ત્યાં એનો વિરોધ થતો હતો.

 9. readsetu

  These are the points to be discuss… awareness is very much necessary. congrets..

  Lata Hirani

 10. રાજની ટાંક

  રજનીભાઈ,આવા ફતવાઓ પહેલા પણ મળતા આવ્યા છે.દાં.ત : શાળામાં કોઈ પણ વિદ્યાર્થી ઈંધણથી ચાલતા વહાનો લાવી શકે નહીં.હકીકતમાં આવા ફતવા પછી પણ મારા બે મિત્રો સ્પ્લેન્ડર લઈને આવતા.તેમાંથી એક મિત્ર સુરતથી ૨૦ કી.મી દુર દાંડી ગામથી (ગાંધીજી વાળુ દાંડી નહીં) આવતો.ત્યાંરે એસ.ટી બસની કોઈ સુવિધા ન’હોતી.
  આવા ફતવાથી ભારતના લોકોને કઈ ફરક નહીં પડે. 😉

 11. મોબાઈલ સમય ની જરૂરિયાત છે પણ સ્કુલમાં ભણતા વિદ્યાર્થી માટે નહિ, સ્કુલ માં તો મોબાઈલ હોવાજ ના જોઈએ,

 12. શાળામાં ભણતા બાળકોને સુવિધાઓના મારાથી એના કાયમી ગુલામ બનાવી દેવા એ તો વિચિત્ર લાગે, અત્યાર સુધી મોબાઈલ તો શું, ફોનના ડબલાં પણ નહોતા અને છોકરાઓ ગામથી બીજે ગામ કે શહેર રહીને ભણતાં, મહીને એક પોસ્ટકાર્ડ કે ઈનલેન્ડ લખતાં કે આટલા રૂપિયાની જરૂર છે… એટલે મોબાઈલ વગર છોકરાંવને ન ચાલે એ વાત નરી મૂર્ખામી છે, અને સરકાર ક્યારેક થોડાક વિચારવંતા કામ કરે તોય આપણને તો ભાંડવાની ટેવ જ પડી છે ને!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s