બડકમ બહાદુરી


આપણે હિન્દુસ્તાનીઓ અને એમાંયે ગુજરાતીઓ એટલી મહાન પ્રજા છીએ કે આપણને આપણી જ બુરાઈ કરવામાં એક અનેરી જ મજા આવતી હોય છે (જેમકે અત્યારે હું ;))

સાહિત્ય, કળાની વાત હોય કે પછી સાહસની વાત હોય જેમકે રમત ગમત, લશ્કર વગેરેમાં ગુજરાતીઓ દ્વારા  ગુજરાતીઓને ભાંડવાની એક કુટેવ પડી ગઈ છે.

જે લોકો એમ કહે કે ગુજરાતીઓ સાહિત્ય-કળામાં રસ નથી ધરાવતા તેઓને રોકવાનો કોઇ પ્રયાસ નથી. અને એવું બિલ્કુલ નથી કે ખોટેખોટા પંપ મારો એમ કહેવાનું થાય છે પણ પહેલા વિચારો કે તમે આ ક્ષેત્રમાં શું પ્રદાન કર્યુ છે કે એચીવ કર્યુ છે? જોવા જેવું એ હોય કે અગર કોઇ લેખક જ્યારે કળને અન્યાય થાય છે એમ કહે કે ગુજરાતી પ્રજા કદરદાન નથી એવો આક્ષેપ  કરે ત્યારે યા તો એમની ખરેખર દિલથી કદર થયેલી હોય જ છે પ્ણ તેઓ યે દિલ માંગે મોરનું સૂત્ર અપનાવવા કહેતા હોય છે  યા તો તેઓ કચરા/પસ્તીછાપ લખાણમાં મહારત હાંસિલ કરેલ હોય છે અને એવી જ રીતે મારા જેવો કોઇ અલેલટપ્પુ વાંચક પણ વાંધા-વચકા કાઢે ત્યારે એનું (અ)જ્ઞાન કેટલુંક છે એ જોવાની તસ્દી લેવાતી નથી.

આવી જ રીતે એક અન્ય અને બહુ જ પ્રચલિત વાયકા છે કે ગુજરાતીઓ સાહસિક નથી જેમાં રમત ગમતથી લઈને લશ્કરમાં જોડાવા જેવી વાતો આવરી લેવાય છે. આમાં પણ એમ જ છે. કોઇ આર્મી મેન ને આ વિશે ટીકા ટપ્પણી કરતા સાંભળ્યો છે? પણ એવા લોકો ખાલી બંદુકનાં ભડાકા કરતા હોય છે જેની સાત પેઢીમાંથી યે કોઇએ લશ્કર જોઇન તો શું પણ કદાચ જોયુ પણ નહી હોય!

બાકી સાહસની વાત કરીયે તો આ લોકોએ જોવું જોઇએ કે ધંધા-ઉદ્યોગમાં કંઇ ઓછું સાહસ છે? સૈનિકનું અવમૂલ્યન કરવાની બિલ્કુલ ગુસ્તાખી નથી, એમના પરનો આદર તો હંમેશા છે અને રહેશે જ પણ બંદુક લઈને શત્રુને મારવો એ જેટલું અઘરૂં છે એટલું જ કે કયારેક તો એનાથી પણ વધુ બહાદુરી વાળુ કામ કોઇ ઓર્ડર લેવો  કે પછી આફ્ટર સેલ્સ સર્વિસ આપવી કે ઉઘરાણી/ફસાયેલી ઉઘરાણી કરવી….. વગેરે હોય છે. એવી જ રીતે એમકહેવાય છે ને કે એવો દેશ-પ્રદેશ ગોતવો મુશ્કેલ જ્યાં ગુજરાતી ન હોય. તો આ સાહસિકતા વગર શક્ય છે?

પણ કદાચ આ લોકોને વંધો ગુજરાતીમાં રહેલ ઉત્સવપ્રિયતા સામે છે… અરે મારા ભાઈ ખાલી કમાવું કે એક રૂમમાં ૧૦-૧૫ જણા પડ્યા રહેવું કે બપોરની નિંદર ન કરવી એ બધામાં સાહસિકતા અને  થેપલા-અથાણાં-ફાફડા-ભાખરીની જ્યાફત ઉડાડવી કે ગમે તે દેશ-પ્રદેશમાં ગુજરાતી મંડળ સ્થાપવું કે ફિલ્મો જોવી આ બધા કોઇ જધન્ય અપરાધ ?  !

~ અમૃત બિંદુ ~

તેજનો આદર ભલે મોડો થાય પણ નિસ્તેજની પ્રશંસા કરવામાં ઉતાવળ ન થવી જોઇએ

– મૌલિક

Advertisements

4 ટિપ્પણીઓ

Filed under ગુજરાત_ગુજરાતી, વૃતિ - પ્રવૃતિ, સમાજ

4 responses to “બડકમ બહાદુરી

 1. પિંગબેક: Tweets that mention બડકમ બહાદુરી « એક ઘા -ને બે કટકા -- Topsy.com

 2. Chetan Bhatt

  એક આખો એવો વર્ગ પેદા થયો છે આ દેશમાં કે જેઓ ગાંધીજી ની દુહાઇ દેતા દેતા ગાંધીના ગુજરાત ને ભાંડવા માં જરાય કચાશ નથી રાખતા. કદાચ ચોખલિયાઓ ને ન ગમે છતાં કહેવું પડશે કે આમાં ઇર્ષાભાવ થી વિશેષ કંઇજ નથી. સાલ્લું, ૫૦ પૈસાના sms માં મોદી આખો નેનો પ્લાન્ટ ગુજરાત માં લઈ જાય તે કેમ પાલવે? આ શું ઓછી બહાદુરી છે ? ગુજરાતી ભાખરી ના વખાણ ના કરો તો કાંઇ નહિં પણ સાલુ ઇટાલિયન પિત્ઝા ની તારીફ કરવાનું બંધ કરો મારા વ્હાલા ગાંધી ના ગુજરાતીઓ…..

 3. “અમૃત બિંદુ” બહુ જ ગમ્યું.
  “તેજનો આદર ભલે મોડો થાય પણ નિસ્તેજની પ્રશંસા કરવામાં ઉતાવળ ન થવી જોઇએ”
  “સાંપ્રત ઘટનાઓ” શાથે અદ્‌ભૂત રીતે જોડાઇ જતું નથી લાગતું !
  શ્રી ચેતનભાઇના પ્રતિભાવમાંથી એક વાક્ય હું આમ લખીશ;
  ’ઇટાલિયન પિત્ઝા ની તારીફ ભલે કરો પણ શાથે રોજ તમારૂં પેટ ભરતી ગુજરાતી ભાખરીના વખાણ તો કરો !’
  સુંદર લેખ. આભાર.

 4. પિંગબેક: સોનુ સિન્હા | એક ઘા -ને બે કટકા

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s