ચોરી ઉપર સિરજોરી


સૌ પ્રથમ તો કબૂલાત કરી લવ કે  આ પોસ્ટનું શિર્ષક જ ચોરી કરેલ છે!  કેમકે પહેલા મે હિન્દીવાળો મુંહાવરો પ્રયોજયો હતો પણ પછી  ભગવદ્ગોમંડળમાં “ચોરી” શબ્દ વિશે જોયું  તો એમાં ઉપરોક્ત રૂઢિપ્રયોગ વાંચ્યો અને ચોરી લીધો.

પ્રાથમિક શાળામાં ત્યારે એવું સાંભળતા કે ગાંધીજી કહેતા ચોરી કરવી એ પાપ નથી, પકડાવું એ પાપ છે. જો કે અભ્યાસમાં હું પહેલેથી જ એટલો તેજ કે એમણે કહેલું છે કે નહી એ વિશે મને પાક્કી ખબર નથી!  {નહીતર કહેત કે રાષ્ટ્રપિતા પાસેથી (બીજું બધુ છોડીને) આવું જ શિખવાનું ?!}

કહેવાય છે કે ભ્રષ્ટાચાર એ હવા અને ભગવાનની જેમબધે જ પ્રસરેલ છે પણ મને લાગે છે  “ચોરી”ને જો યોગ્ય પ્લેટફોર્મ આપીયે તો એ ભ્રષ્ટાચારને પણ પાછળ ભગાડી દે એવો એનો વ્યાપ છે! હવે યાર ભ્રષ્ટાચાર અને ચોરી એક જ છે ને એ બધી માથાકુટ અટાણે મૂકો..  મૂળ મુદ્દાની વાતને જ પકડી રાખીયે.

આપણે ચોરી પ્રત્યે એટલા સજાગ રહીયે જેટલા (અ) બ્રહમચારીઓ સ્ત્રીથી ! પ્રતિપળ એને યાદ રાખીયે અને રખાવીયે. જન્મથી મરણ સુધી આપણી સફરમાં ચોરી કેવો અને કેટલો ભાવ/ભાગ ભજવે છે એ જોઇએ તો –

બાળકને ચોરી ન કરવાની સલાહ આપીને  એના દિમાગમાં ચોરી પ્રત્યે કુતુહલ પેદા કરીયે. પરિક્ષામાં ચોરી કરતા પકડાયેલ  વિદ્યાર્થીની ડિટ ઈલમાં પુછપરછ કરીયે તો ખબર પડશે કે એને બિચારાને તો “ચોરી” એટલે શું એ ભાન જ ન હતું પણ વડિલો (માં-બાપ , શિક્ષકો) એ સંસ્કારના શીશા રેડી રેડીને ઉછેર કર્યો.

પેન-પેન્સીલ-રબ્બર જેવી નાની-મોટી ઘટનાઓને તો લક્ષમાં યે શું લેવી ? પણ ત્યારબાદ મામલો થોડો મુલાયમ આવે – હા, દિલની ચોરીનો!

એના પછી આપણા હિન્દુઓમાં તો જાહેરમાં સગાં-વ્હાલા(અને વ્હાલીઓ) મળીને ચોરીએ (ફેરા)ચડાવે. (એ ચોરી બાદ તો આમેય ચોળીને એટલું ચીકણું થઈ ગયું હોય કે ભાઈ (કે બહેન) ચોળી-ચોરા-બટેટા-રીંગણાનાં ભાવમાં અટવાય જાય)

નોકરી કરતા હોય તો રજાની, ટાઈમની અને કામચોરીની મહારત હાંસિલ કેમ કરવી એ પણ એક કલા છે. જો ધંધો કરતા હો તો ટેક્સની ચોરીને તો આપણે ધર્મ જેટલો પવિત્ર દરજ્જો આપ્યો છે અને પ્રશાસન પણ આ બધુ વ્યવસ્થિત કામ થાય  એ માટે વકિલ-સી.એ. ની ફૌજ દ્વારા (જ) પાર પડે એવો મદદગારીય અને માનવિય અભિગમ રાખે છે.

આ બધા સિવાય પણ જો તમે ફિલ્મ-લેખન-લલિત-મનોરંજન કે આવા કોઇ ક્ષેત્ર સાથે સંકળાયેલ હો તો પણ ક્યારેક ને ક્યારેક ચોરી કરવી પડતી હોય છે – મજબુરી હૈ યાર! આમાં યા તો સીનાજોરી/સિરજોરી કરવી યા તો મીંઢા બનીને સાંભળ્યુ ન સાંભળ્યુ કરવું અને જો વધુ પ્રેસર જેવું લાગે તો માફી માંગી લઈને માંડવાલી કરી લેવાની, પત્યું .. થોડા સમય બાદ એક્ટીવ થઈ જવાનું.

માનો કે આવું કંઇપણ ન હોય પણ જો શોખ (શેનો?) ખાતર બ્લોગ ફ્લોગ લખવાનું મન થાય કે ફેસબુક, ઓરકુટ, ટ્વીટર વગેરે જેવી સોશ્યલ નેટવર્કીંગ સાઇટસ પર હો તો યે આ ચોરી-કળા સારી કામ લાગે છે. વિનયભાઈ જેવા લોકોથી ય ડર નહી રાખવાનો .  એ એક ને એક વ્યક્તિ વિશે કેટલીક વાર લખશે? બીજા સજ્જનો જ તમારા બદલે એમને ઠમઠોરશે અને એ બિચારા કેટકેટલી જગ્યાએ અને લોકો સાથે લડશે ? એમને ય બીજા કામ ના હોય ?

આના પછી બુઢાપાનો પડાવ(કે મંઝિલ?) આવે પણ પોસ્ટ ઉઅ લાંબી થઈ ગઈ છે, કંઇ સુઝતું ય નથી એટલે એ વિશે  (જો કોઇ વાંચે તો?) વાંચનાર મિત્રો પર છોડવું હિતાવહ લાગે છે.

~ અમૃતબિંદુ ~

એરણની ચોરી ને સોયનું દાન

– કહેવત

7 ટિપ્પણીઓ

Filed under એજ્યુકેશન એન્ડ પેરેન્ટીન્ગ, ગુજરાત_ગુજરાતી, રમૂજ, વૃતિ - પ્રવૃતિ, સમાજ

7 responses to “ચોરી ઉપર સિરજોરી

 1. મને પડેલી એક ઝાપટ પછી કદી પરીક્ષાથી માંડીને ટેક્સની ચોરી કરવાની હિંમત થઈ નથી (હા, એવી જ એક ઝાપટ મારા ભાઈને આપેલી, જે હવે CA હોવા છતાં ટેક્સની ચોરીની સલાહ આપતો નથી :P).

 2. સૌ પ્રથમ તો રજનીભાઇ કોલ કરવા માટે આભારૢ બાકી કોણ આજકાલ આટલી પરવા કરે છે. દિલ થી આભાર.
  હવે કરુ ચોરી ની વાત તો ચોરી વિશે આટઆટલી ચર્ચા કરી શકાય એમ ક્યારેય વિચાર્યુજ નહોતુૢ અને ચોરી ના પ્રકારો વિશે પણ માહીતિ મળીૢ વેલ ગાંધીજી વાળા મુદ્દા માં થોડુ વિચારવા જેવુ લાગ્યુ આમ તો મે પણ ક્યાય આવુ વાચ્યુ નથી પણ અનેક લોકોના મુખે થી સાંભળ્યુ જરુર છે કે આ વાત ગાંધીજી એ કહેલી . પણ ઘણીવાર થાય છે તેમ કોઇ પણ વાત આપણે ઉપજાવી કાઢી હોય પરંતુ એનુ વજન ના પડતુ હોય તો કોઇક જણીતા માણસ ના નામ પર ચઢાવી દેવી. આ તો માનવ સ્વભાવ છે કેમ ખરુ ને રજની ભાઇ !

  સરસ લેખ છે….

 3. ચોરીને મહત્વનો મુદ્દો બનાવીને તમે ઘણા સારા દ્રષ્ટિકોણથી લખ્યું છે – નોકરી, ફિલ્મ તેમજ બ્લોગજગત. ધંધો અને બાળપણ.

  બુઢાપાને પડાવ જ કહી શકાય દોસ્ત. કોઈ અહી એવું તો લખે કે હુ ધડપણની કાગડોળે રાહ જોવું છુ. કદાચ મારા મતે ઘડપણ મા એક જ ચોરીની અભિલાશા હોઈ શકે – યુવાનીની. 🙂

 4. Narendra

  Gandhiji bolya hata ke nahi, eto khabar nathi karan ke tamari jem j hu pan bhanvama pachad!.parantu, jo atla badha loko kahe che to Ghandhiji pan have manva lagya che ke ‘kadach…hu avu bolyo hoish!’ aa babate ‘Osho’ e bahu saras vaat kari che pan comment lambi thavani bike….javado
  Tamara blog ne vanchya pachi chori karva nu man na thay to navae nahi!?!?

 5. સરસ લેખ.. જુદા જુદા તબક્કામાં ચોરી વિશેનું સુંદર આલેખન

 6. નિવૃત થઈ જાય એટલે પાનના ગલ્લે જઈને ગપ્પા મારે.બીજા પાસેથી શિવાજી અથવા ૩૦ નંબરની બીડી સરળગાવા માચિસ (અથવા લાઈટર) માંગે અને ખિસ્સામાં નાખીને ઘર ભેગા થઈ જાય.અંતિમ વિધિ ચોરેલા લાકડા પર. 😀

  કેટલીક કહેવતો હું પોસ્ટ કરુ છું
  ૧.ચોરના પોટલે ધૂળની ધૂળ
  ૨.ચોર પર ચપણી, ને ગધેડા પર અસવારી
  ૩.ચોર ચોરી છોડે, કાંઈ હેરાફેરા છોડે?
  ૪.જાણીતો ચોર ઘર ઘાલે
  ૫.ચોરની ચાર ને જોનારની બે

  સરસ લેખ..

 7. રજનીભાઇ, સ_રસ ચોરી (Sorry ! લેખ !!) છે !!!
  બાળપણની ચોરી, યુવાનીની ચોરી, લગ્નની ચોરી, લગ્ન પછીની (શાકમાર્કેટ વાળી ભ‘ઇ) ચોરી, નોકરીની ચોરી, ટેક્ષની ચોરી અને બ્લોગમાં ચોરી. ભાઇ આટલી બધી ચોરીઓ પર આપે સંશોધન કર્યું ? સ_રસ કર્યું. (કંઇ ધંધો બદલવાનો વિચાર તો નથી ને ??) હા, ભેગાભેગ બુઢાપા માટે પણ કંઇક વિચારી નાખ્યું હોત તો સારૂં રહેત, કે પછી એ માટે ’અમૃતબિંદુ’ છે !!!
  મજો પડી ગયો !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s