A.C.=Use_Max.Use_Misuse


કહેવાય છે કે બ્લોગ પર લોકો કો’કની આખે આખી રચના પોતાની હોય એ રીતે છાપી મૂળ સર્જકના નામ પર છાપો મારી એનું નામ ચાવી જાય છે  તો પછી બ્લોગ પોસ્ટ લખવા પાછળ  પ્રેરણા સ્ત્રોતનો ઉલ્લેખ કરે એવું તો હવે કોઇને ભૂલથી યે સપનું ન આવે અને આવે તો “શાણા” લોકો એને પાગલ કરાર કરે . પણ હું તો સારો (?!) માણસ (?!?!) છું ને? એટલે કહી દવ કે આ પોસ્ટ બનાવવાનો વિચાર આવવા માટે નેટ-ફ્રેન્ડ પારસ શાહનાં ફેસબુક સ્ટેટસ નો કૂલ કૂલ ફાળો છે.

ઑહ ! યાર હું કઈ વાતે ચડી ગયો? જોયુ? અત્યારે આ પોસ્ટ પંખામાં બેસીને બનાવવાના બદલે એ.સી. રૂમ/ઑફિસ હોત તો આવી ભૂલથી મિસ્ટેક ન થાત ને? પણ ચાલો  હવે ટાઢે કોઠે એ લખું કે એ.સી. નો વિકલ્પ તો નથી પણ એનો અતિ ઉપયોગ તો ટાળવાનો પ્રયાસ  શકીયે ને?

પહેલા (બધા લોકો જાણીયે છીએ જ) એના પર નજર નાંખી લઈએ લોકો એ.સી.નો અતિઉપયોગ કે જે અંતે દૂરઉપયોગમાં ફેરવાય જાય છે –

* તમે કેટલાયે લોકોને ઑળખતા હશો જેઓ આવી કાળઝાળ ગરમીમાં પણ પાતળો ધાબળો (કહેતા બ્લેન્કેટ) ઓઢતા હોય છે? તો રૂમમાં ગરમી ન થાય એના બદલે  ઠંડોગાર શું કામ કરી નાંખવો?

* જે લોકોના ઇલેકટ્રીકબીલ કંપની ચૂકવી (કે રાહત દર ) આપતી હોય તેઓ દલાતરવાડી બનતા હોય છે.

* દરેક ગામ/ઘર/રૂમમાં અસહ્ય ગરમી ન હોય છતાંપણ માત્ર વટ ખાતર પણ એ.સી. ખરીદવું અને પછી (કુ)ટેવના ભોગ બનવું.

* જેઓ પાસે  છત/અગાશી ઉપલબ્ધ હોય તેઓ આખું કુટુંબ  રાત્રે સુવે નહીં તો પણ અમુક કલાકો વિતાવશે તો ટીવીના ત્રાસમાંથી છુટવા સાથોસાથ બૉનસમાં પરિવારજનોના સહવાસથી ઘણા સવાલો સોલ્વ થશે અને ઘણા સવાલ તો ઊભા જ નહી થાય.

* હજુ દરેકના ડ્રોઈંગરૂમ સુધી એ.સી. પહોંચતું થાય છે પણ બેડરૂમમાં ટીવી પહોંચી ગયું  છે એ પણ એ.સી. નો અતિરેક થયો છે.

* એ.સી.ના અતિ-ઉપયોગ વધારવામાં ટીવીની જેમ જ લેપટૉપનો પણ ફાળો છે. લેપટૉપ પર કામ કરવું જરૂરી પણ હોય છે તો એ પણ અગાશીમાં જવાથી એ.સી.ની સ્વીચ ઑફ રહી શકે છે.

આવા તો કેટલાયે દાખલા હશે/છે પણ  એ વાતની ચોખવટ પણ કરી દવ કે હું એ.સી. કે કોઇપણ જાતની સુવિધાનો વિરોધી નથી અને અમે પણ 4-5 સાલથી ઘરે એ.સી. વાપરીયે જ છીએ પણ જેમ લોભ સારો નથી … કરકસર ઠીક છે પણ અતિરેક તો આ બધામાં બદતર કહી શકાય.

આ તો મારા જેવા સામાન્ય માણસની અતિ સામાન્ય વાત/ટીપ છે પણ  11 ઑગસ્ટ અને 12 ઑગસ્ટ એમ બે  પોસ્ટ કરી ચુક્યો છું  એ ગાંધીધામની “સંકલ્પ” સંસ્થાએ મરાઠી લેખક શ્રી દિલીપ કુલકર્ણીના મરાઠી પુસ્તક “દૈનંદિન પર્યાવરણ”નો ઇન્દુમતિ કાટદરે એ ગુજરાતી અનુવાદ કર્યો છે એ પુસ્તિકા રાહત દરે (50%)  ઉપલબ્ધ કરાવી છે એમાંથી થોડી વાતો હવે પછીની પોસ્ટમાં જોઇશું.

~ અમૃત બિંદુ ~

જય જય ગરવી ગુજરાત . . . .  હાય હાય ગરમી ગુજરાત !

Advertisements

4 ટિપ્પણીઓ

Filed under વૃતિ - પ્રવૃતિ, સમાજ

4 responses to “A.C.=Use_Max.Use_Misuse

 1. મારે તો રજનીભાઇ, ઘર અને દુકાન ક્યાંય એ.સી. નથી ! છતાં ભરઉનાળે ટાઢક અનુભવુ છું ?? કઇ રીતે ? એ માટે આપે પણ મારા બ્લોગના મહેમાન બનવું પડશે ! (આને પ્રચાર નહીં પણ મિત્રાચાર સમજવો !!)
  આપે સુચવેલા ઉપાયો ખાસ અપનાવવા જેવા છે. પૈસા અને પરસેવો બન્ને બચશે ! આભાર.

 2. Anish Patel

  ગમે તે કહો રજનીભાઈ, હાલની તારીખે તો ૨૪ કલાક એસી વગર ચાલે એમ નથી અને વ્યવસ્થા હોય તો વસાવામાં-વાપરવામાં કોઈ ખોટું નથી, ગરમીમાં કામ કરવા કરતા એસીમાં કાર્ય ક્ષમતા વધે છે એમાં કોઈ શંકા નથી, હા ખોટા દેખાડા માટે ના લેવું જોઈએ. આટલી ગરમીમાં તો આ બેઝીક જરૂરિયાત કહેવાય….

 3. chetan bhatt

  It is not only our social concerns, but climatic conditions has made us to take shelter of certain amenities which we were considering them as “luxury” a few years ago, but they have become necessity now a days. Increasing mercury has compelled us to go for A.C., to save time we are compelled to go for two-wheelers and four-wheelers, go for cellular phones to meet with commitments in cutting edge working conditions (though i do not favor those who keep 2-3 mobiles in their hands at a time).

 4. hrpatel

  A.C. ની તરફેણ કે વિરુદ્ધ કોઇ જ રજુઆત નથી કરવી પરંતુ આપણા સમાજ માં ઘણા લોકો એવા છે કે જેઓ A.C. તો શુ સામાન્ય પંખો ખરીદવા પહેલા પણ ૭ વાર વિચાર કરે છે. કારણ એકજ, જો ઘરમાં પંખો આવે તો વિજળીનું બિલ વધી જાય તો આવક-જાવક ના છેડા મેળવવા અઘરા થઇ જાય.

  થોરામાં ઘનુ સમજજો…….

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s