રેંકડી વાળાની ઠેકડી અને મોટી હોટેલ્સ વાળા કરે રોકડી !


કાલે આપણે આપણા બાળકે  (સાથે આપણે  પણ) બરફનો ગોળો અને કૂલ્ફિ આરોગ્યા હતા, આજે ટી.વી. પર બતાવે છે  ત્યારે ‘ભાન’ થાય છે કે સાલ્લુ આપણે તો “ઠંડા-રંગીલા ઝહેર” પચાવીને ગુલાબી- પીળા કે નીલ શંકર બની ગયા! ટી.વી. જોઇને ઉબકા આવવા માંડે કે હવે શું થશે? ખાવા ટાઈમે ખબર ન રાખી અને અત્યારે પણ બે-ખબર બનીને “માસ-હિપ્ટોનીઝમ”નો ભોગ બની રહ્યા છીએ કેમ કે એ ઝહેરને તો 24 કલાક કરતાયે વધુ સમય વિતી ગયો  છે, હવે ઉબકા ન આવવા જોઇએ!

મિડિયાની વાતો ખોટી છે એમ કહેવાનો મતલબ નથી પણ આપણે ત્યાં (પવિત્ર) મંદિરમાં ય સ્વચ્છતાનું નામ નિશાન ન હોય તો  હોટેલ-લારી-ગલ્લા પાસે આવી (વધુ પડતી) અપેક્ષા કેમ રાખી શકીયે?!

નબળામાં નબળી આર્થિક પરિસ્થિતિ વાળો પરીવાર પણ મુસીબત પાલટી (મ્યુનીસીપલ પાર્ટી)નું આવતું ડાયરેક્ટ પાણી પીતા નથી, વૉટર પ્યુરીફાઈ/આર.ઓ.સીસ્ટમ હોય અને નહીં તો મીનરલ વૉટર (?)  પીરસતી લોકલ કંપનીના “કેરબા” આવતા હોય છે (અને ટૂથપેસ્ટ એટલે “કૉલગેટ/ક્લોઝ અપ”  કે વોશીંગ પાવડર એટલે  “નિરમા/સર્ફ” ની જેમ) ગર્વથી કહે “અમે તો બીસ્લેરી જ પીએ છીએ!” સ્વાસ્થય અંગેની સજાગતા સારી વાત છે. પણ આ જ પરિવાર એટલા જ ચાંવથી લારી-ગલ્લા-રેંકડી કે જ્યાં માખી બણબણતી હોય ત્યાં આરામથી ધબેડતા હોય છે.

આવી ગંદકી પર માત્ર રેંકડી-ખૂમચા વાળાનો જ ઠેકો  હોય એવું થોડું હોય  છે? રેકડી-ખૂમચા પર જે રીતે માંખી મસ્તરામ થઈને મજા લેતી હોય છે એ રીતે  (કહેવાતી) મોટી મોટી હોટેલ્સના ખાલી રેસ્ટોરન્ટ જ સ્વચ્છ હોય છે બાકી એના કિચનમાં એક વાર લટાર મારીયે પછી ઘર (અને ઘરવાળી) ની  કદર થશે.

મને તો એના સિવાય (એના કરતા વધુ) બીજી વાત ખૂંચે છે કે આવડી મોટી હોટેલમાં કે જ્યાં પર હેડ મીનીમમ બિલ 200ની આસપાસ આવે તો પણ તમે બેસો એટલે વેઈટર/બેરા સૌથી પહેલા પુછે, ” સા’બ, સાદા પાની ચાહીયે ય મીનરલ?” અને ઘણા સાહેબો પાછા વટથી કહે પણ ખરા કે “મીનરલ વૉટર પ્લીઝ ! ”  (ફોરેનર્સને મીનરલ વૉટર જ ‘પચે’ એ અલગ વાત છે અને મને ખબર પણ છે.) અરે યાર તમે પર હેડ 200-300 રૂપિયા ચૂકવતા હો ત્યાર બાદ પણ એ લોકો મિનરલ વૉટર સર્વ ન કરી શકે?!

~ અમૃત બિંદુ ~

પાણી પી ને ઘર પુછવું ! (કહેવત)

Advertisements

8 ટિપ્પણીઓ

Filed under વૃતિ - પ્રવૃતિ, સમાજ

8 responses to “રેંકડી વાળાની ઠેકડી અને મોટી હોટેલ્સ વાળા કરે રોકડી !

 1. આમ તો બીજાના બ્લોગ પર આપણી રચના મૂકી દેવાનો સંકોચ હતો જ, છતાં તમે છેડેલા વિષયને અનુરૂપ આ રચના બંધબેસતી (પાઘડીરૂપ) હોઈ મૂકું તો ક્ષમ્ય ગણી સ્વીકારશો –

  (કંઇ) કહેવાય નહીં !!

  આ શ્હેર સજી શણગાર ઉભાં, ભરમાવી દે, કહેવાય નહીં;
  એ ઝૅર જીવનમાં કૅર કદી વરતાવી દે, કહેવાય નહીં.

  આ ઝ્હેર ઑકતાં શ્હેર કદી ભડકાવી દે, કહેવાય નહીં;
  આ ઝૅર આપણાં અંગોને અભડાવી દે, કહેવાય નહીં !

  આ રસ્તે રસ્તે રૅંકડીઓ, આ ગલીએ ગલીએ લારી પર
  બણબણતાં નરનારી ને મૉત્ અપનાવી લે,કહેવાય નહીં !

  આ ફાસ્ટ-ફૂડનાં ફળિયાંમાં, આ ઝંકફૂડની ઝંઝામાં
  આ ઘરનો રસ્તો હોસ્પિટલ બતલાવી દે, કહેવાય નહીં !

  આ’ગરમ’,’નરમ’,ઠંડાંપીણાંની શોભિત બૉટલ રાહ જુએ-
  જીવતાં જ મુખે જઇ ‘ગંદાં જળ’ પધરાવી દે,કહેવાય નહીં!

  આ હોલીવૂડ, બોલીવૂડ,જૉલીવૂડ ખીસ્સાને ગમી ગયાં-
  ખીસ્સું જ નથી, એનું જીવન કકળાવી દે, કહેવાય નહીં!

  આ પરદા પરનાં સ્ટાર, રમતવીરોનું ધન છલકાતું રહે-
  વાસ્તવ જીવનારાંને સ્વપ્ને ટટળાવી દે, કહેવાય નહીં !

  હું બ્લોગ સજાવી મારો, સૌના બ્લોગ મૌનથી માણું છું;
  ફરમાઇશ મઝબુરન કલમું પકડાવી દે,કહેવાય નહીં !!
  .
  – જુગલકીશોર.

 2. તમે તો અમારા મનની વાત માંડી. લગ્નપ્રસંગે તેમ જ તહેવારોની ઉજવણી જોઈને જેમ સવાલ થાય કે, ક્યાં છે મોંઘવારી? તેમ જ્યારે ખાણીપીણીની જગ્યાએ મેળો જોઈએ ત્યારે થાય કે,, ક્યાં છે ગંદકી કે માંદગી?
  પણ કાંઈ ખાધા વગર હાલે? ને રોજ રોજ ઘરનું ફાવે ખરું?

 3. rajniagravat

  * મુરબ્બીશ્રી જુગલભાઈ,

  તમે રચના મૂકી એમાં કોઇ વાંધો નથી, અરે લોકો ગમે તેવી કોમેન્ટ ચરકી જાય એના કરતા તમે તો કંઇક સકારાત્મક વાત કહી છે અને હા, સોલી કાપડિયાએ ગાયેલ પેલી ગઝલ યાદ આવી ગઈ કે
  આ શહેર તમારા મનસુબા ઉથલાવી દે કહેવાય નહીં,
  આ ચહેરા પર બીજો ચહેરો ચીપકાવી દે કહેવાય નહીં.

  * યશવંતભાઈ
  સાચુ યાર . 😉

 4. jjugalkishor

  મને યાદ છે ત્યાં સુધી મારી આ ગઝલ “કહેવાય નહીં”વાળા રદ્દીફ–કાફિયા એ દિવસોમાં કોઈએ –કદાચ તમે કહેલી ગઝલના જ – નેટ પર મૂક્યા હતા એને આધારે જ લખી હતી. કદાચ એ વખતે આ અંગે ૠણ સ્વીકાર પણ કરેલો.

  હું ઘણી વાર કોઈની ગઝલના બેએક શબ્દો લઈને જાણે કે પાદપૂર્તિ રૂપે નવી રચના કરું છું. પણ પછી એમાં મારા તરફથી ફક્ત રંગરોગાન જ નહીં, માળખુંય બદલવા મથું.

  કોમેન્ટ્નું નેટ પર એક શાસ્ત્ર આપણે સૌએ રચવું જોઈએ…નેટ–ચેટ–બ્લોગ–કોમેન્ટ્સ– આ બધું ધીમેધીમે કોઈ એક ચોક્કસ ઢાચામાં ગોઠવાતું જાય તેમ કરીએ તો ઘણાં મનદુઃખો, ઘણી ગેરસમજો દૂર થાય. વળી, આવી એક નીતિ નક્કી થતી જાય તેમતેમ એને પાળવાની સમજૂતિ પણ સધાતી જાય…

  તમારા આભાર સાથે….

 5. મુદ્દાની વાત એક તો એ છે કે દરેક જગ્યાએ સ્વચ્છતાનું પ્રમાણ કેટલું રાખવું જોઈએ? તેમાં બીજી વાત એ છે કે, સ્વચ્છતાની વિજ્ઞાનની વાતો ખરેખર કેટલી સાચી કેટલી ખોટી છે? ડેટોલ કે એવા કોઈ ઉત્પાદનની જાહેરખબરમાં બતાવાય છે કે સાબુથી હાથ ધોયા પછીય જંતુઓ રહી જાય છે. પણ સામે પક્ષે રોગપ્રતિકારક શક્તિ (ઇમ્યુનિટી) કેટલી બળવત્તર છે તેય જોવું જોઈએ. જેમ કે ઘણા કબૂલશે કે તેઓ ધૂળમાં રમીને મોટા થયા છે. તેમને તો એલર્જી જેવું કંઈ નહોતું થતું…ઘણા તો માટી ખાતા હોય છે. ત્રીજું કે ટીવી હોય કે અન્ય માધ્યમો, એવી બૂમરાણ મચાવતા હોય છે કે ફલાણી ચીજમાં આટલી ભેળસેળ છે ને ઢીંકણી ચીજમાં આટલી ભેળસેળ છે. પણ શુદ્ધ ચીજ છે ક્યાં એ તો બતાવો સાહેબ?
  અને જો આપણે સહુ ભેળસેળવાળું જ ખાતા પીતા હોઈએ તો આપણે બધા ભયંકર માંદા પડી જવા જોઈતા હતા. પણ એવું થતું નથી. ચોથી વાત, હોટલ કે અન્ય ધંધાના સંદર્ભમાં એ છે કે નફાનું પ્રમાણ કેટલું હોવું જોઈએ? ૩ કે ૪ રૂપિયાની ચાના સીધા ૨૦ રૂપિયા લેવામાં આવે તો હોટલમાં હોંશેહોંશે દઈ દેવામાં આવે છે. અને વળી, ટિપ ન મૂકો તો શરમ અનુભવાય. અરે ભાઈ! ટિપ શાની? છાશ પાપડ વગેરે ઘણી હોટલમાં તો સો રૂપિયાના થઈ જાય! સામાન્ય રેસ્ટોરન્ટમાં જે ભાણું ૪૦ રૂપિયામાં પડે તે બીજી કોઈ ત્રણ કે પાંચ સિતારા હોટલમાં ૨૦૦-૪૦૦ રૂપિયામાં કેવી રીતે પડે? અને તમે કહ્યું તેમ મિનરલ વોટરનું પૂછવાનું શેનું હોય તે તો આપવાનું જ હોય.જોકે શિક્ષણની જેમ જ પીવાનું પાણી સ્વચ્છ મળે તે પણ આપણો મૂળભૂત અધિકાર હોવો જોઈએ (ન હોય તો કરવો જોઈએ). કોકાકોલા કે પેપ્સીકોલા જેવા ઠંડાપીણાવાળાઓ અને આ મિનરલ વોટરની કંપનીઓનાં ક્યાંક કાવતરાં તો નથી ને? સોરી, ટિપ્પણી કહેતા કોમેન્ટ લાંબી થઈ ગઈ, પણ વાત જ એવી છે.

 6. સાચી વાત છે, કહેવાતા ચોખલિયા લોકો ‘બિસલેરી’ના પાણી વાળી અને પ્લાસ્ટિકના મોજાં પહેરેલા હાથ વડે બનેલી ‘હાઈજેનીક’ પાણીપૂરી ખાતા હોય છે. તેઓ કે ક્યારેય એ તપાસ કરી છે કે પૂરી ક્યાં અને કેવા વાતાવરણમાં બને છે?

 7. પણ શુદ્ધ ચીજ છે ક્યાં એ તો બતાવો ?
  true… not in a single thing !

  food, water, metal or mention anything …

  even in s.steel vessels we don’t get stainless steel ?!!

  we pay brass’s rate and if we get 50% brass
  it’z our good luck !

 8. રજનીભાઈ,

  સરસ લખો છો… લખતા રહેજો…

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s