Sex Workers = “કામ” કામદારો


મનનની  બ્લોગ પોસ્ટ  અને ફેસબુક પર સઆદત હસન અલી મન્ટો અને ચંદ્રકાન્ત બક્ષી એ વેશ્યા અંગે જે વાતો કે વાર્તાઓ લખી છે એ વાંચીને આ બ્લોગ પોસ્ટ લખવા પ્રેરાયો.

મારા હિસાબે આમ આદમી વેશ્યા વિશે ગલત (?) છાપ ધરાવે છે એમ જ  મન્ટો કે બક્ષી સાહેબ કે અન્ય લોકો એના તરફી (કે સોફ્ટ કોર્નર રાખી)  લખે છે  એ પણ એકપક્ષીય જ છે.. વેશ્યા એટલે માત્ર ખરાબ જ નહી … એમ જ વેશ્યા એટલે માત્ર સમાજ કે  પરિસ્થિતિની મારી જ હોય એવું નહી માનવાનું..ફિલ્મ અને સાહિત્યમાં વેશ્યાને દયા કે કરૂણાના  પાત્ર તરીકે જ  ઉપસાવવામાં આવ્યુ છે. એવો જ  સુર હોય છે કે એ “નોર્મલ” છે અને એની સાથે “નોર્મલ” વ્યવહાર જ કરવો જોઇએ. પરંતુ ફિલ્મ-સાહિત્ય એ એક જાતની બનાવટી દુનિયા કહેતા વર્ચ્યુલ વર્લ્ડ છે. સમાજમાં આપણે બિલ્કુલ એના થી ભિન્ન અભિગમ જોઇએ છીયે સાથે સાથે કરીયે છીએ. બક્ષી સાહેબનું એક  સરસ ક્વોટ યાદ આવે છે કે એક વેશ્યાને એક પુરુષ કરતા એક સ્ત્રી વધુ નવાઈથી જુવે છે. (જો કે સારા ઘરની સ્ત્રીઓ તો જોતી પણ નથી, પાપ લાગેને? ) પણ આમાં માત્ર દંભ હોય જ એવું માનવાને મન નથી કેમ કે વેશ્યા બનવા માટે સંજોગો જવાબદાર હોય છે પણ વેશ્યા રહેવા માટે “ઇઝી-મની” જવાબદાર હોય છે. આ વાતના હિસાબે સમાજની નજરમાંથી ઊતરી જાય છે (પાછો એ જ સમાજ “ચડી” જાય છે એ પણ એકદમ “નગ્ન” વાસ્ત્વિકતા છે.)

વેશ્યા વિશે આપણા મન પર સારી કે ખરાબ જે કંઇ છાપ  છે તે માત્ર ફિલ્મો-નાટકો-ટીવી સીરીયલ્સ અને સાહિત્યને આભારી જ છે. આ એક એવી જગ્યા છે કે જ્યાં જવાની અને જોવાની જુવાનિયાઓથી લઈ જૈફ વયના અને બુઢ્ઢાઓ એમ દરેકની તન-મનથી તીવ્ર ઇચ્છા હોય છે પણ આપણે ત્યાં સીગરેટ પણ છુપી છુપીને ફૂંકાતી હોય  અને ખુદની (તેમ જ બીજાની) ગર્લફ્રેન્ડ કે પત્નીને ચોરી ચોરીથી ચુંબન થતું હોય ત્યાં “ચકલા” “વેશ્યાવાડે” જવાનું કોઇ ઉચ્ચારે તો શું?  પણ (મન માં) વિચારે તો યે હાહાકાર મચી શકે છે (જો કે છતાંપણ “બાંધ શકા હૈ કબ કોઇ” જેવું ખરું ) એની વે, એ તો આયનો  હતો જેમાં આપણે જોઈ સમાજની સાચી અને તીખી તસ્વીર!

પણ આ બધી વાતથી ફરી એ જ સાબિત થઈ રહ્યું છે કે વેશ્યા માર્ગે ધકેલતા આ પુરુષો, સાલ્લા કામી કુત્તાઓ કે ગંદા કિડાઓ જવાબદાર છે એ જ ભલી ભોળી (!) સ્ત્રીઓને દોજખના માર્ગે ચાલવા મજબુર કરે છે, વગેરે વગેરે પણ એક મિનિટ …. કોઇ તમને ધક્કો મારી શકે પણ હંમેશા ચલાવી ન શકે! (તો તો બધા  પુરુષ   જબરજસ્તીથી પોતાની પત્નીને 5કિ.મિ. વૉક કરાવતા હોત અને બધી સ્લીમ અને સેક્સી જ હોત !) સાચા સામાજિક કાર્યકરોને પુછો તો કેટલાયે એવા દાખલા મળશે જેમાં વેશ્યાવૃતિ એક વ્યસનની માફક હોય છે, છોડાવા લાખ પ્રયાસ કરો છુટતી નથી!

હવે જરા વધુ ડિટેઈલ જોઇએ તો સમય સાથે થોડા ઘણા નામ અને સાથે સાથે “કામ” પણ બદલાય છે . . . ગણિકા ,તવાયફ, વેશ્યા, ગેઈશા, કોલગર્લ આ બધામાં શાસ્ત્રીય રીતે શું શું ફરક (અને ફરજ) છે એ સમજીશું તો ઘણી લાંબી વાત થઈ જશે પણ  જરા અત્યારના સંજોગોની જ વાત વિચારો કે બધી જ કોલગર્લ ને કોલગર્લ બનવા માટે “કોઇ” મજબુર કરે છે ? એ શા માટે બને છે? કોઇ ગામ એવું નહી હોય જ્યાં કોઇ ના કોઇ પ્રકારે સેક્સ વર્કરની બ્રાંચ ન હોય. (અમુક તો આખા ગામ “પ્રસિધ્ધ” હોય છે તો અમુક ગામમાં અમુક “એરિયા”નો ડંકો વાગતો હોય છે.) સરકાર, સમાજ સેવકો કે કાયદો ગમે તેટલું મથશે પણ જ્યાં સુધી સ્ત્રી “ઇઝી મની”ના ચક્કરમાંથી બહાર આવવા માંગતી ન હોય સુધી ગમે તેટલું જખ મારો કંઇ નહી થઈ શકે.

ઇનશોર્ટ, સર્જક ચાહે એ ચિત્રકાર હોય, સાહિત્યના હોય કે ફિલ્મના હોય એની સર્જકતાથી બહું દોરવાઈ નહી જવાનું..  પોતાની આંખે “જોવા” “જાણવા” નો પ્રયાસ કરવો. યાદ રહે આમ કહેવા પાછળ કોઇ સર્જકની દાનત પર શંકા કે આંગળી નથી ચીંધતો (ફરીથી થી કહું છું –  ખાસ યાદ રહે). એવું પણ બની શકે કે તેઓ કદાચ વધુ સેન્સીટીવ હોય અને એમનું દિલ દ્રવી ઉઠ્યું હોય!

~ અમૃત બિંદુ~

* પ્રોસ્ટીટ્યશનમાં (પોતાની મરજીથી) આવતાપહેલા પ્રોફેશનલી કેમ વર્તવું એ “કામસુત્ર”માં રેખાએ સરસ શીખવ્યુ છે.

* વેશ્યાવૃત્તિ કાયદાની મદદથી ડામી શકાતી ન હોય તો કાયદેસર કેમ નથી કરતા ? = સુપ્રિમ કોર્ટ

Advertisements

10 ટિપ્પણીઓ

Filed under ફિલ્લમ ફિલ્લમ, સંવેદના, સાહિત્ય

10 responses to “Sex Workers = “કામ” કામદારો

 1. Manan

  “વેશ્યા બનવા માટે સંજોગો જવાબદાર હોય છે પણ વેશ્યા રહેવા માટે “ઇઝા મની” જવાબદાર હોય છે.”

  રજનીભાઈ, અત્યારે તો જે હાઈ પ્રોફાઈલ એસ્કોર્ટસ(વેશ્યા) બને છે એમની પાસે સામાજિક પરિબળો હશે કે નહિ એ તો ખબર નથી પણ એ લોકો ને વધુ ને વધુ પૈસા ની લાલચ, લોભ અને મોહ હોય છે….કદાચ ડ્રગ્સ અને આવા બીજા કેટલાક દુષણો એમને વેશ્યા બનવા પ્રેરતા હશે એમ હું માનું છું.

 2. પિંગબેક: Tweets that mention Sex Workers = “કામ” કામદારો « એક ઘા -ને બે કટકા -- Topsy.com

 3. Money Money Money – લોકો કામ આ માટે કરે છે અને કામ માટે આ ગુમાવે છે.

 4. Harsh

  વેશ્યાવૃત્તિ કાયદાની મદદથી ડામી શકાતી ન હોય તો કાયદેસર કેમ નથી કરતા ? = સુપ્રિમ કોર્ટ

  +1

 5. મેં ક્યાંક વાંચેલું કે ભારત માં આ કામ કરવું લીગલ જ છે. પરંતુ બ્રોથેલ ચલાવવા ગેરકાનૂની છે. ભૂલચૂક લેવીદેવી. મનન ભાઈ કાયદા ના માણસ છે. એ કદાચ આના પર વધારે પ્રકાશ ફેંકી શકે.

  તમારા અમૃત બિંદુ એટલે સોને પે સુહાગા. 🙂

 6. Hr.Patel

  રજનીભાઇ, આપની વાત સાચી છે કે સંજોગો ને આધીન વેશ્યા બની શકે પણ એ કાયમ માટે રહેવા માં તો ઇઝા મની જવાબદાર હોય છે.

  પરંતુ આ વાક્ય પણ અર્ધ સત્ય છે. ક્યારેક પરિસ્થતિ પણ વેશ્યા બની રહેવા માટે જવાબદાર હોય છે.

  http://gurjariy.ning.com

 7. manoj

  very good,
  your one thought is very good that callgirl shoot one fire and solve two aims: 1.earn money easy and get joy free.all are not sufring with any punish

 8. વાહ સાહેબ વાહ, સરસ અને સચોટ નીરુપણ છે. બધુ જ લીગલ છે, પણ જ્યારે આપણી જ પત્ની, બહેન, માતા અને ઘરની સ્ત્રીઓની વાત આવે ત્યારે બધાની લીગાલીટી ને તાળા લાગી જાય છે એવુ કેમ???

 9. i am also in favour of legalization of prostitution, સેક્સ વર્કર્સ પોલીસને હપ્તા ખવડાવે તેના કરતા ટેક્સ પે કરે , અને સમાજમાં પોતાની જવાબદારી અને ફરજો ભોગવે , એથી એમના બાળકો પણ સારું શિક્ષણ પામશે , એ લોકોમાં રોગના ફેલાય એ માટે એ લોકોને સભાન કરવાની જવાબદારી પણ સરકારને લેવી પડશે….

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s