ગીત કે સંગીત ? … શબ્દ કે સુર ?


ઉંમરનો ઘોડો ચાળીસ-પચાસ વરસથી આગળ વધે, આંખે બેતાલા આવે, આમ તો બધુ ધુંધળુ ધુંધળુ દેખાવા માંડે પણ મૌતની મંઝિલ (હજુ દુર હોવા છતાંપણ) કરીબ ભાસે ત્યારે ઘોડા (કે ગધેડા) ને પાછુ વળી વળીને  જોવાની (કુ) ટેવ પડતી જાય ! અને એટલે  “અમારા જમાનામાં” કે “પહેલાના જમાનામાં” વાળા વાક્ય પ્રયોગ શરૂ થઈ જાય!

એમાં સૌથી પહેલા જપટમાં આવે ફિલ્મ… “અત્યારનું તો સંગીત જુવો, કેવું ઘોંઘાટીયુ છે? શબ્દના તો કંઇ ઠેકાણા નથી! અમારા જમાનામાં તો ફિલ્મના ગીતોના શબ્દો કેવા હતા? શું મજા આવતી હતી? તન-મન ડોલવા માંડતુ ….. “ આમ કહીને સ્વ. મુકેશ.. સ્વ. રફી.. સ્વ . કિશોર કુમાર અને  લતાજીના ગીતોના દાખલા આપી દેશે.

આમ તો મને સંગીતના “સ” નું યે  “જ્ઞાન” નથી પણ મને હંમેશા એ સવાલ પજવે છે કે શબ્દ ચડે કે સુર ?

મને એવું લાગે છે કે સુર, શબ્દની ઓળખાણ કરાવે છે…. કેટલાયે એવા ગીતો છે જેમાં શબ્દ ન સમજાય તો યે સંગીત ડોલાવે છે અને કેટલાયે એવા ગીતો હશે જેને યોગ્ય સંગીતનો સહારો ન મળવાને કારણે ગુમનામીમાં ધકેલાય ગયા હોય . ગીત કરતા સંગીત ચડે કે સંગીત/સુર કરતા ગીત/શબ્દો નીચા એવું કહેવાનો આશય નથી કેમ કે એક લીટીને મોટી કરી બીજીને નાની બતાવવાનો બાલિશ પ્રયાસ કરીયે  તો એ  ના-સમજી જ કહેવાય ને? પણ અંગત રીતે મને એવું લાગે છે કે સંગીત..સુર.. રીધમ અગર દિલ ને  પહેલા સ્પર્શી જાય એટલે શબ્દો સાથે સ્નેહ ઑટૉમેટીકલી જ સ્થપાવા માંડે છે.

શબ્દ કરતા સંગીત વધુ સંવેદના જગાવે, દિલને  સ્પર્શી જાય એનું કારણ કદાચ “ભાષા” તો નથી? શબ્દને રજુ કરવા ભાષા જોઇએ જ્યારે સંગીત ની સુરાવલી કોઇ ભાષાની મોહતાજ નથી … આમેય દિલની ઊંડાણની લાગણીઓ રજુ કરતી વખતે “ભાષા” વામણી પુરવાર થાય છે એટલે તો જે ભાવના શબ્દથી વ્યકત નથી થતી એ ચુંબનથી.. આંસુથી…માથામાં હાથ ફેરવવાથી ..  સેક્સથી કે થપ્પડથી વધુ સ-ચોટ રીતે વ્યકત કરી શકાય છે ને?

બાળકો સાથે વાત કરવા,  ઇશ્વરને પ્રાર્થના કરવા કે કુદરતના સૌંદ્રયને માણવા ભાષાની જરૂરત છે ?

વાત કરીયે ગીત -સંગીતની,  કિશોર કુમારનું ઇના મીના ડિકા કે ઉડલી કે રફી સાહેબનું યાહુ વગેરેમાં ક્યાં ખાસ ભાષા છે? અને એ જ કિશોર કુમારે વચ્ચે 80ના દાયકામાં જેમાં કાદર ખાન ડાયલોગથી માંડીને  બધુ પોતે જ સંચાલન કરતો  ત્યારે ભપ્પી લહેરીનું સંગીત અને જીતેન્દ્રની એકટીંગ (?) વાળા ગીતો ગમશે ? સામે પક્ષે આજે  રાહત ફતેહ અલી… સોનુ નિગમ.. કુણાલ ગાંજા વાલા, શંકર મહાદેવન . . શ્રેયા ઘોષાલ અને આવા કેટલાયે કલાકાર જે શાસ્ત્રીય કક્ષાના  ગીતો ગાય છે એને નજર અંદાજ કરી શકીયે ?

કુણાલ ગાંજા વાલા એ ગાયેલ અ બહુ ચર્ચીત મર્ડરનું “ભીગે હોઠ” માં જે અરેબિક શબ્દો છે એ કોને સમજાય છે ? છતાંય તન-મન ડોલાવે છે કે નહી ?

ફિલ્મ સિવાયનો બીજો એકદમ  સામા છેડાનો દાખલો લઈએ (અને જેની સામે કદાચ ઘણા વાંધો પણ ઉઠાવે) તો ઝવેરચંદ મેઘાણીનું “મોર બની થનગાટ કરે ” આના શબ્દો કોઇને યાદ રહે એમ નથી પણ આય મ શ્યોર કે ગુજરાતી તો શું કોઇપણ ભારતીય ભાષા પણ ન જાણતો હોય એ માણસ આ સાંભળીને ડોલશે..

મતલબ કે અમુક તો રચના જ સંગીતમય હોય છે .. અહીં સંગીતમયનો અર્થ હું ભાષા વગરની  કહું છું કે એ ઝવેરચંદ મેઘાણીએ ભલે ગુજરાતી-ચારણી ભાષાનો ઉપયોગ કર્યો હોય પણ ભાષાના મોહતાજ નથી.. દિલના ઊંડાણથી શબ્દો નીકળ્યા હશે …

~ અમૃત બિંદુ ~

ભાષા ન હોત તો હું આ પોસ્ટ લખત કેવી રીતે અને તમે વાંચત કેવી રીતે ? ! ?

Advertisements

7 ટિપ્પણીઓ

Filed under Art, ફિલ્લમ ફિલ્લમ, સંગીત, સાહિત્ય

7 responses to “ગીત કે સંગીત ? … શબ્દ કે સુર ?

 1. પિંગબેક: Tweets that mention ગીત કે સંગીત ? … શબ્દ કે સુર ? « એક ઘા -ને બે કટકા -- Topsy.com

 2. “Music is universal language.”

  ” કેટલાયે એવા ગીતો છે જેમાં શબ્દ ન સમજાય તો યે સંગીત ડોલાવે છે અને કેટલાયે એવા ગીતો હશે જેને યોગ્ય સંગીતનો સહારો ન મળવાને કારણે ગુમનામીમાં ધકેલાય ગયા હોય . ”

  મને પણ કેટલાક કન્નડ, મરાઠી, તામિલ ગીતો ગમે છે જેના શબ્દો મને નથી સમજાતા પણ સંગીતને લીધે જ ગમે છે અને પછી ગીત ગમવાને લીધે શબ્દો જોઉં છું કોઈ વાર.

 3. Sapna Shah

  Music expresses that which cannot be said and on which it is impossible to be silent.

 4. બહુજ જુનો ને હમેશા ચર્ચાતો રેહતો મુદ્દો છે આ , પણ આનો આધાર કેવા રીતના સંગીત ને આપણે માણીએ તેની પર છે , ઉદાહરણ તરીકે જો ગઝ્લ સાંભળો તો તેમાં શબ્દ નો વધુ મહત્વ છે જેમાં સંગીત તેને સથવારો આપે છે , જો ફિલ્મી (આજનું ) સંગીત જોઈ તો એમાં રીધમ નું ખાસ મહત્વ છે કે જેમ તમે ગમતા શબ્દો બેસાડી ને ગીત બનવી શકો છો, ને જો ફક્ત શાસ્ત્રીય સંગીત જોઈએ તો સુર નું મહત્વ સૌથી વધારે છે.

 5. ’સંગીત’ માં ’ગીત’ સામેલ છે !! સરસ વાત કરી, લગભગ બધાજ લોકોને (કદાચ પ્રાણીઓને પણ) સુર તરફ પ્રથમ આકર્ષણ થાય છે, મને પણ શબ્દો ભાગ્યેજ સમજાય છે છતાં ગઝલ કે સુફી રચનાઓ સાંભળવી બહુ જ ગમે છે.
  અંતે, ’અમૃત બિંદુ’એ એક પ્રકારનો પૅરડૉક્સ સર્જી દીધો !!

 6. Sapna Shah

  In my view point…, also in gazal,i feel we can understand that bcz of their mostly using flat notes, low pitch music & singing style.

  Anyways,Rajnibhai..,still i remember tht we discussed alot on dis topic .I also posted it in my orkut community “MUSIC=D BEATY OF LIFE”. It was really nice to talk with u on dis Valuable Topic… 🙂
  Thnx.

 7. dilip mehta

  lagbhag chalish vars ni sangit ni yatra( yatra shabd nu mahatva mare man yatra jetlu j che -bolwa khatar nahi)pachhi etlu j kahevu chhe k atyare 50 geeto mathi pan mand 5 geeto 5 mahina takta nathi , saheb.ganjawala, ane vajawala etle k ismail darbar jewa ane shanker mahadevan jewa haju panch ..yes gani ne matra 5 chirkal chale teva geet api shakya nathi.hu aa badhano pan chaahak chhu pan mane kahevado k e loko ganthiya ni mafak ane bhajiya ni mafak geeto utare che! aatla ma samji jao, baki 5 geeto to sara malvana j. bapu, mane have vadhare gusse na karavasho baki mare ek lekh dhasdavo padshe.hu roj 5 kalak vividh bharti sambhlu chhu etle gussoto chadyo j chhe.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s