કૃતિ..સ્વીકૃતિ.. વિકૃતિ


કોઇપણ પણ કલાકારને માટે સૌથી વધુ નડતર રૂપ વસ્ત્રો હશે.. એટલે તો સૌથી મોટા કલાકાર ભગવાન આપણને નિર્વસ્ત્ર મોકલે છે અને એ જ રીતે જવાનું હોય છે…. પર્દા નહી જબ કોઇ ખુદાસે, બંદોસે પર્દા કરના કયા? ઉલ્ટાનું ઘણી વખત એવું બને છે કે વસ્ત્રો જ ઉન્માદ જગાવવામાં કારણરૂપ બને છે.

પરંતુ નગ્નતા, નિર્વસ્ત્રતા, અશ્લીલતા, બિભત્સતતા, દિગંબર હોવું આ બધાના યોગ્ય જગ્યાએ, યોગ્ય સમયે યોગ્ય પાત્રતામાં ઉપયોગ થાય છે. દરેક માણસમાં સાધુ, શયતાન, પ્રમાણિક, ચોર, પ્રેમી વગેરે જેવી દરેક લાક્ષણિકતા હોય જ છે પણ જેમ રંગ વિશે કહેવાય છે કે આપણે જે રંગ જોઇએ છીએ એ  એ ખરેખર એ રંગ નથી! ! પ્રકાશના કિરણોમાં દરેક રંગ હોય છે પણ જે રંગ પરાવર્તિત થઈને પાછો જાય .. એટલે કે જે રંગને સ્વીકૃતિ મળતી નથી, શોષાતો નથી,  એ રંગ આપણને દેખાય છે અને એવું પણ કહેવાય છે ને કે કોઇ માણસ ૨૪ કલાક માટે ગાંડો કે એવી જ રીતે ડાહ્યો નથી હોતો. કે ના તો એના પર એવો ફોર્સ કરી શકાય.

કોઇપણ કલાકાર માત્ર નેકેડ ચિત્રો જ નથી ચિતરતો પણ આપણે અમુક કલાકારોનાં બાકીના ચિત્રો પર પરદો ઢાંકી દેશું અને વાત કરશું માત્ર અને માત્ર એકાદ-બે  નેકેડ પેઈન્ટીંગસની…

બેન્સનું હંસ સ્વરૂપે આવેલા પોતાના પ્રેમી જૂપીટરને સત્કારતી લીડાનું ચિત્ર હોય કે ફ્લોરેન્સનાં બોતીશેલીનું  ધ બર્થ ઑફ વિનસ ચિત્ર જોતાં ક્યાંય અશ્લીલતાનાં ભાવ નથી આવતા. રેમ્બ્રાં કે જેની કબર પર “માટીમાંથી જન્મેલ માટીમાં વિલીન થયો” લખ્યું છે એનું બાથસ્થેબા વીથ લેટરમાં સ્ત્રીનું હુષ્ટપુષ્ટ શરીર અને સુંદર સ્તન જોવામાં આવે છે પણ કોઇ અશ્લીલતા , કોઈ ખોટો ભાવ કેમ નથી જન્મતો? ! સ્પેનનાં ગોયા કે જે પોતાનાથી ૧૬ વર્ષ નાની મોડેલ સાથે પ્રેમ સંબંધ બાંધી બેઠો હતો એનું વસ્ત્ર પહેરેલું એક ચિત્ર છે અને એવું ને એવું જ  ધ નેકેડ માજા પણ છે. કહેવાય છે કે દેગાએ નરીના દેહનો અભ્યાસ કરીને એને નગ્ન અવસ્થામાં કેનવાસ પર એવી રીતે ઉતારી છે કે (ત્યાંના) ચોખલિયાઓ આની નિર્લજ્જતાથી ચોંકી ઊઠતા, જેમ કે સ્ત્રી બે સ્તનની વચ્ચે એના માથાનાં વાળ ઓળે છે. આપણે હર્ષદ મહેતાએ શેર બજારના આખલા પર સવારી કરી કેટલાયના કપડા ઉતારી લીધા જ્યારે પેરીસના ગોગાં એ  શેર-દલાલીને તિલાંજલી આપી ધ સ્પીરીટ ઑફ આવ ધ ડેડ વોચિંગ, બ્રેસ્ટ એન્ડ રેડ ફ્લાવર્સ વગેરેનો  ચિત્રકાર બન્યો. તો ફ્રાન્સનો એક  અન્ય કલાકાર નામે લોત્રેકનું વેશ્યાગૃહનું એક ચિત્ર છે જેમાં (આપણને) નવાઈ પમાડે એવી એ વાત છે કે કોઇ વેશ્યા નગ્ન નથી! લાસ્ટમાં વાત કરીએ પેઈન્ટર પાબ્લો પિકાસોની કે જેના વિશે કહેવાય છે કે બહુ ઓછા કલકાર છે જેઓ પિકાસોની અસરથી મુક્ત રહ્યા હોય ! એના અને આવા બધા પેઇન્ટીંગ્સને સમજી શકવા તો હું અસમર્થ છું એ હું કબુલાત ન કરું તો પણ સમજાય એમ છે પણ હા, મને કેમ આમાં કંઇ વાંધાજનક ન લાગ્યુ? કેમ કે હિન્દુ દેવ દેવતા નથી એટલે ?  કે પછી આમાંનો કોઇ કલાકાર હિન્દુસ્તાનનો મુસ્લીમ નથી એટલે ?!

આટલું વાંચ્યા પછી એમ ન માનશો કે આ મુદ્દો પૂરો..પણ આ તો પોસ્ટની પ્રસ્તાવના હતી…. પિક્ચર અભી બાકી હૈ.. ઇન્તઝાર કિજિયે હુજુર…

~ અમૃત બિંદુ ~

મારા માટે અજંતાનો એક નાનો સરખો ટુકડો યુરોપની રેનેસાં કળા કરતાં વધારે મહત્વનો છે.

– અમૃતા શેરગિલ

Advertisements

2 ટિપ્પણીઓ

Filed under Art

2 responses to “કૃતિ..સ્વીકૃતિ.. વિકૃતિ

  1. પિંગબેક: વિવાદનો મધપૂડો ….. સફળતાનું શહદ « એક ઘા -ને બે કટકા

  2. ઈન્તેજાર હો રહ હૈ સાબ. બહોત બેસબરી સે ઈન્તેજાર હો રહા હૈ. પ્રસ્તાવના વાંચી ને એવું લાગે છે કે આવનારો ઘા બે નહિ પણ બાવીસ કટકા કરવાનો છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s