કસક 6th માં ભણે છે અને આજથી કસકની ફાઇનલ એક્ઝામ શરૂ થઈ. પહેલું પેપર “જનરલ નોલેજ” નું છે એટલે કાલે રાત્રે એને હું ભણાવા બેઠો સાથે સાથે મનમાં એ પણ નોંધ હતી કે હું મોટો (!) છું, એના કરતા મારામાં નોલેજ વધુ છે, તેમજ આ બધાના ભાર સાથે કસકને “ભાર વગર”નું ભણતર ભણાવાની કમસે કમ મારા તરફથી તો ટ્રાય કરવી!
પછી ?
પછી શું થયું એ સંવાદ રૂપે જ વાંચો ….
R – જો બેટા GK છે ને એ તમે આમ બુકમાં ભણો એ તો ઠીક પણ સાથે સાથે મજાક-મસ્તીમાં, પઝલ રૂપે પણ ભણાય.
K – હા, પપ્પા, અમે એવી રીતે તો ઘણુ કરતા હોય છે, તમને કહું?
R – હા બોલ ને બેટા, મને પણ ખબર પડે અને કંઇ કહેવા જેવું હોય તો કહી શકું, અને તું બધાને કહી શકે કે મારા પપ્પા પણ મને આવી સીમ્પલ રીતે શીખવાડે છે ! (બચ્ચે કે પાસ ભી હોશિયારી )
K – અમે છે ને , કોઇ છોકરાને બોલાવીને પુછીયે કે
તું ઉસકી બહેન કે સાથ ક્યા કરતા થા?
તો એ છોકરો સમજે નહી એટલે કહે કિસકી ?
અમે બધા એક સાથે બોલી ઉઠીયે KISS કી ? ! 😉 😉
મને મજા તો આવી પણ થયું કે આ તો સાલું (મારી જેમ) ગાડી ખોટા પાટે ચડાવે છે એટલે મેં ઠાવકા થઈને સમજાવ્યુ.
R – જો, એમ નહી … હું એમ કહું છું કે તમારી ટેક્સ્ટ બુકમાં આવતું હોય એના પરથી…
K – (વચ્ચેથી જ ) એક મિનિટ, પપ્પા જુવો આ બધા નામ છે ને જેમ કે
Neil Armstrong, John Keats, William Wordsworth, William Shakespeare છે ને?
હું ખુશ થયો કે ચાલો સાવ , વડ એવા ટેટા તો નથી
K – હા, તો પપ્પા, અમે છે ને બધા એક બીજા આ વિષે વાત કરીયે …
હું એમ કહું કે મૈ તો Neil Armstrong કો બૉડીગાર્ડ રખુંગા !
R – (નવાઈ સાથે), એમ કેમ?
K – સીમ્પલ પપ્પા, એ “સ્ટ્રોંગ” છે ને? અને જુવો કરન એમ કહે કે John Keats કો તો અપની આસપાસ નહી આને દેના કા ….
R – કેમ ?
K – એના નામમાં કિટાણુ છે ને?
R – ઑહ
પેલી અંજલી છે ને ? એ એમ કહે કે William Wordsworth કહે એ બધુ માની લેવાય. કેમ? કહુ?
R – હા
K – કેમ કે એના નામમાં આવે છે ને એના Words બધા worth હોય !
અને પેલો હરજોત છે ને એ તો સરદાર છે તો યે આપણી ગુજરાતી બરાબર સમજે , કેમ કે એણે William Shakespeare ની વાત કરી…
હું મુંઝાવા લાગ્યો કે આ સરદાર અશોક દવે સ્ટાઇલમાં કંઇક અર્થ-અનર્થ કરશે..પણ મારે તો શ્રોતા બનવા સિવાય કંઇ ઉપાય નહોતો…
K – પપ્પા, એ એમ કહે કે William Shakespeare મેરા મામા લગતા હૈ!
R – (વધુ મુંઝાતા)એ વળી કેવી રીતે?
K – એ કહે તુમ ગુજરાતી લોગ મૈકે કો પિયર બોલતે હો ના !
હવે મેં ચોપડી કરી દીધી બંધ કેમકે આના પાસે તો ઘણુ બધુ (અ)સામાન્ય જ્ઞાન છે, એટલે મેં કીધુ ચાલો હવે આપણે બધાને વૉક કરવાનો ટાઇમ થઈ ગયો. (કસક ટેગ માંની આગલી પોસ્ટ માટે અહી કલીક કરો )
~ અમૃત બિંદુ ~
છોટા બચ્ચા જાન કે હમકો ના સમજાના રે (ફિલ્મ ગીત )
Great… Maja padi vanchvani.. Comment karvani haji pohonch nathi… 😉
કસકના જવાબો તો આપણને સવાલો ભૂલાવી દે એવા છે.
Thanx for sharing such dialogue here..its indeed imp content for me for child counselling..all jokes apart we can really learn from our kids..
its very funny…kids r very smart these days…gk ma indians vishe kai aave chhe ke nahi?
વાહ, આવું જો સામાન્ય જ્ઞાન હોય તો (અ) સામાન્ય જ્ઞાન કેવું અપાતું હશે આજના બાળકોને? કે પછી કોઈ આપવા વાળું નથી, ગ્રહણ સંજોગો જ કરાવે છે?