Fight for Freedom of Expression


મિડિયાની ભાષામાં જ શરૂઆત કરુંતો  આજ કાલ સરકારના (ફતવા જેવા) ફરમાન સામે પત્રકાર બેડામાં કાગારોળ અને ચર્ચા ચાલે છે કે આવું ન ચાલે . . .સદંતર ન ચાલે. . . અમને રોકનાર તમે (એટલે કે ) સરકાર કોણ ? !

વાત તો છે મુદ્દાની કે જો ઇન્દિરા ગાંધીની (એકસલન્ટ)ઇમરજન્સીની ઘટનાનું પુનરાવર્તન થતું હોય એવી રીતે મિડિયાની સ્વતંત્રા પર જ તરાપ મરાશે તો પછી  શાસક અને વિપક્ષના કરતૂતોનો ભાંડો કોણ ફોડશે? આમ નાગરીક કે જેઓ  સરકારી ઑફિસમાં, પાર્ટીમાં કે આરામથી ઘરમાં બેઠા બેઠા કે અમુક વિદ્વાનો કહે છે એમ પાનના ગલ્લે  કરી શકાય એવી (ઓરકુટ) ચર્ચા માટે ટૉપિક કોણ આપશે? નિષ્પક્ષ, નિડર મિડિયાના પ્રતિનિધીને અગર પુછીને કે પરવાનગી પછી જ (ફિલ્ટર/સેન્સર કરેલા) સમાચારો મળે તો “થ્રીલ’ માટે પત્રકાર બનેલ બંધુઓનું શું ?!

ઓરકુટ પર છાપા કોમ્યુના ડિસ્ક્રીપશનમાં આપેલ અમુક વાક્યોનું કૉપી-પેસ્ટકરણ કરૂં તો  કહે છે કે વિશ્વ પર શબ્દો રાજ કરે છે અને ઇતિહાસને સર્જનારા,ઇતિહાસ બદલી નાંખનારા શબ્દોને વિશ્વના દરેક ખૂણે મુકવાનું કામ કર્યુ છે ચોથી જાગીર ગણાતા વર્તમાન પત્રો તેમ જ સામયિકોએ.કલમની તાકાતે વિશ્વની કેટલીયે ઘટનાઓને એક નવો આકાર આપીને દુનિયા બદલી નાંખી છે, પછી એ સત્યાગ્રહ હોય કે અમેરીકન સીવીલ વૉર હોય કે પછી બીજું વિશ્વ યુધ્ધ કે પછી સામાજિક અને રાજકીય ઉત્થાન અને જાગૃતિનું કામ જેવા શાહબાનો કેસ કે બોફોર્સ કાંડ અને જેસિકા લાલ હત્યા કાંડ કે ત્રાસવાદ સામે જાગૃતિ કે જંગમ વિદ્યાપીઠ જે ના કરે એ કામ વર્તમાન પત્રો અને સામયિકો કરે છે…. હવે આ જ કોમ્યુના (Freedom of Expression)  ટૉપિક પર મિત્ર નિખિલ શુક્લે ઘણું લખ્યું છે એ બધું છાપું તો પછી મારું શું? 😉 એટલે આમાં કેટલું લેવું કેટલું ન લેવું એ મારા અધિકારનો (miss) use કરીને (કે જેને તમે મારી ફ્રીડમ ઑફ એક્સ્પ્રેશન કહી શકો) એવું થોડુ છાપી મારું તો એ દોસ્તે લખ્યું છે કે આઝાદી પછી, પહેલાં જ્યારે અખબારો કે વક્તાઓને ફટકારવામાં આવતાં હતાં ત્યારે કેવા મરણીયા થઈને લખતાં હતાં!, પછી, તો સ્કૂટર કે ગાડી ઉપર PRESS નું sticker લગાડીને એમ ફરતાં થઈ ગયાં છે કે જાણે PRIME MINISTER નું sticker લગાડ્યું હોય 😉

અખબારો વગેરેએ ઘણું ઉલ્લેખનીય કામ કર્યું છે, આઝાદી પહેલાં પણ અને પછી પણ…અને છતાં જેમ કચ્છ, કાઠીયાવાડ.. બોલે તો સૌરાષ્ટ્રમાં હવે જેમ, દુઘ-દહીં નું commercialization થઈ ગયું છે એમ જ અખબારોનું છે.
“તારું નામ છાપામાં ચગાવી દઈશ..” એવી ધમકીઓ હવે નથી લગાડતી એટલે સુધી.

કદાચ, હરીફાઈ ના કારણે હશે…પણ એનાથી રાષ્ટ્રિય-સામાજિક-નૈતિક જવાબદારીઓ ઘટતી નથી, વધે છે.
“હું પત્રકાર છું, ખબર છે ? ”–આ શું છે, કબુલાત કે વટ કે..ધમકી ??

જેમ નેતાઓ લાયકાત વગરના ભરાઈ ગયા છે એમ..પત્રકારો પણ… ભણતર “ફરજિયાત” બનાવવાની જરૂરીઆત બંનેમાં છે.

અખબારો અને પત્રકારો ખરેખર તો ક્રાંતિકારીઓ જેવા હોય છે, પત્રકાર થવું એટલે ઉંઘ વેચીને ઉજાગરા લેવાં. પણ આ તો વ્યાખ્યા જેવું છે. વાસ્તવિકતા અલગ છે.

થોડો સમય પહેલા, મુંબઈમાં તાજ હોટેલ માં ધમાલ થઈ ગઈ. ત્યારે..અંદર આતંકવાદીઓ હતાં અને બહાર પત્રકારો હતાં, ઘડીભર તો મને સમજાયું જ નહી કે પહેલાં કોને ફટકારવા જોઇએ?;) કેમ ?? શું કેમ?  બહાર કમાન્ડો પોતાના પ્લાન બનવતાં હોય..અને એમના પ્લાન આપણે પાછાં છાપે અને ટીવી પર ચડાવી દઈએ..અને પછી બળાપો કરીએ કે આતંકવાદીઓએ સજ્જ્ડ પ્રતિકાર કર્યો , પણ બબુચકો તમે જો બહારની વાત અંદર ન પહોંચાડી હોત તો ના થાત !

કમાન્ડો ઓપરેશન વખતે અનિવાર્ય ગણાય એવું surpriseનું તત્વ જ પત્રકારોએ ખલાસ કરી નાંખ્યું.
જે આતંકવાદીઓ આધુનિક હથિયારો વાપરતાં હોય એમને satellite phone વગેરે વિશે કંઇ Ph.D કરવાની જરૂર નથી પડતી., આમે’ય એ હોટલ તો પાછી five star હતી !!

ના, એક જ બનાવ નથી, કારગીલ વખતે પણ અમુક બબુચકો દોડી ગયા હતાં…..I want to cover ..બોલતાં બોલતાં..પછી એક ચોકીએ મંજુરી આપી, રાતનો સમય હતો….બ્લેકાઆઉટ હતો….સૈનિકોએ કહ્યું કે “તમારો કેમેરા ન ચલાવતાં કેમકે એનો ફોક્સ….” પણ, સાલી અવળચંડાઈની પણ હદ હોય છે….એક ડાહ્યાએ રાતના વખતમાં બોમ્બના ધડાકાના ફોટા લીધાં..અને હજું કંઈ સમજાય એ પહેલાં જ…ધડામ.. well…એના
કારણે ૨-૩ સૈનિકો શહિદ થઈ ગયાં બીજાં ઘાયલ થયાં..

બીજી બાજુ સરકારો છે…..અત્યારે ડહાપણ બતાવતી સરકારો આવતીકાલે પોતાની ટીકાઓ સહન કરી શકશે ??

સરકાર કંઇ અલગથી (PTI) સિવાય અથવા એના વડે જ એવું ન કરી શકે કે (છપાવી-જાહેર) , સામાન્ય માણાસ પણ સરકારી-ભારતીય નીતિઓને સમજી શકે?!, દેશની દરેક વાત સામાન્ય માણસને કદાચ કહેવી “હિતાવહ” નથી કેમકે, અમુક બાબતોમાં “ગુપ્તતા” જળાવાય એ જરૂરી હોય છે, પણ….એ સિવાયનું ઘણુ છે જે જાહેરમાં મુકી શકાય છાપીને અથવા બીજી કોઇ રીતે…..ધારો તો આને પણ “શિક્ષણ” કહી શકો છો.

અને કેમકે, લોકશાહી છે, એટલે કોઇપણ બાબતમાં “લોકો” ને બાજુમાં નહીં રાખી શકાય.
રસ્તાના સમારકામ માટે આંદોલનો કરતાં કે પાણી માટે નગરપાલીકામાં જઈને માટલાં ફોડતાં લોકો ને ક્યારેય આ બધું દેખાતું નથી??


કેટલાં સુજ્ઞ-જાગૃત નાગરિકો એ પ્રેસ તરફથી કે પ્રેસ ની સામે વિરોધ કર્યો ??

સૌથી વધારે નિયંત્રણ આપણી માનસિકતા પર જરૂરી છે, વિરોધ અને સુધારા વચ્ચેનો ભેદ ઓળખવાની જરૂર છે.

અને મેં પણ થોડુ ઝુકાવ્યુ અને લખ્યુ હતું કે..

જયનારાયણ વ્યાસ કે જેઓ મંત્રીમંડળના પ્રવકતા (અને જેઓ આરોગ્ય મંત્રી, સામાજિક કલ્યાણ, પ્રવાસન,દેવસ્થાન, એન.જી.ઓ. કો-ઓર્ડીનેશન, એન.આર.જી.વિભાગ પણ સંભાળે છે તેણે) હાલ પુરતો એ પ્રતિબંધ મોકુફ રાખ્યો છે (રદ નથી કર્યો!) આખરે આવા પ્રતિબંધની જરૂર કેમ આવી? તો (સરકારીયા જવાબ મુજબ) આત્મહત્યા, કુદરતી આફતો કે અપમૃત્યુ વખતે પત્રકારો હોસ્પીટલમાં ન માત્ર પ્રવેશતા પરંતુ “છાનબીન” ના નામે ગમે ત્યાં ઘુસી જતા અને પી.એમ. થયા પહેલા અમુક ચુકાદો આવ્યા પહેલા તો પોતે જ ડૉ. કે જજ હોય તેમ ફેંસલો સુણાવી દેતા. આવા દાખલા યાદ કરવા/કરાવવા બહુ અઘરા નથી, દરેકને યાદ હોય જ છે તેમ છતાં એક વધુ દાખલો આપી જ દઉ તો ચોરવાડના દરિયામાં રાજકોટની શિક્ષિકાઓ ડૂબી ગઈ હતી ત્યારે બચી ગયેલ શિક્ષિકાને ઝીટીવી વાળા સવાલ કરતા હતાં કે આપકી સહેલી જબ ડૂબ રહી થી તબ આપકો કૈસા લગ રહા થા?! હવે જો આ પત્રકારની કોઇ સગી પર બળાત્કાર થાય અને કોઇ એને “કૈસા લગ રહા થા” સવાલ પુછે તો એ કેટલે અંશે વ્યાજબી છે?

જ્યારે પત્રકારત્વની જવાબદારી કે હક્કની વાત થાય ત્યારે લોકો એ કહેતા હોય છે કે પરદેશમાં (આપણે મન ‘પરદેશ’ એટલે અમેરીકા ભૈ ) જુવો કેટલી બધી આઝાદી છે? પણ 9/11 વખતેની એ લોકોની જવાબદારી અને (નિખિલે ઑલરેડી કહ્યુ છે એ) 26/11ની આપણા મિડિયાની બેજવાબદારી યાદ છે ને? એ લોકો એ ભૂલી જાય છે કે સ્વાતંત્ર્ય હંમેશા જવાબદારી સાથે હોય તો જ મતલબ છે નહીં તો વાંદરાના હાથમાં તલવાર દઈને એને ફ્રીડમ ઑફ એક્સ્પ્રેસન ન દેવાય.

તો આનો મતલબ શું એવો છે કે બધા મિડિયામાં રહેલ દરેક વ્યક્તિ બે-જવાબદાર છે? બિલ્કુલ નહી. એવું તો કોઇ (મારા જેવો ગાંડો) પણ ન કહી શકે. પરંતુ જ્યારે જે વિષયની વાત થતી હોય ત્યારે માત્ર સારું સારું જ કે ખરાબ ખરાબ જ બોલવાનો શું મતલબ?

જેમ કોઇ પણ વસ્તુની છુટની પણ લિમિટ હોયતો એને પ્રતિબંધ કહેવો કે પ્રતિબંધમાં છુટછાટ કહેવી?

એવી જ રીતે આ વિષય માત્ર આ પ્રતિબંધ યોગ્ય છે કે નહી એમ પુછાવા માટે જ નથી પરંતુ વાચક/નાગરીક તરીકે આપણને મિડિયા એને મળતી “સ્વતંત્રતા” નો કેટલી હદે ઉપયોગ કરે છે અને કેટલી હદે દુર-ઉપયોગ..

હજુ ફરીવાર કહુ તો એ તો સીધી જ વાત છે કે ઇંદિરા ગાંધીની ઇમરજન્સી કે બ્રિટીશરો કડક કાયદો કોઇને બાંધી શક્યું નથી તો આવા ફતવા તો ફાટી જ જવાના છે..

માત્ર આ જ ફરમાન-ફતવાથી બહાર નીકળીને મિડિયા એની ફરજ કેટલી પાળે છે અને એ લોકોને બગાડવા કે સુધારવામાં આપણો પણ નાનો-સુનો નથી એ ભૂલવું જોઇએ નહી.

આ  મુદ્દાની “રામયણ” તો “મહાભારત”થી લાંબી થઈ શકે એમ છે પણ આટલું બધું લખ્યા પછીયે હજુ ટૂંકમાં (!) લખવાની લાલચ રોકી શકતો નથી કે મિડિયાએ સ્વાતંત્ર્યના હક્કની માંગણી સાથે સમાજ તેમજ પોતાના પ્રોફેશનની ફરજ  પ્રત્યે સભાનતાની જરૂર છે  સાથે સાથે સરકારે પણ કુકડા જેવા  ભ્રમમાં ન રહેવું જોઇએ કે તેઓ સેન્સર શીપ લાદશે તો સમાચાર નહીં મળે!

~ અમૃત બિંદુ ~

ગુજરાતીમાં ફદફદી ગયેલાં જૂનાં સમાચારપત્રો  બીજાં નવાં પત્રો વિકાસ ન કરે એ માટે કોઇ પણ પ્રકારની તરકીબ અજમાવતાં સંકોચ પામતા નથી. . .  ગુજરાતી છાપાઓ કદાચ સામંતશાહી શેઠવાદી હેંગઑવરમાંથી બહાર નીકળ્યાં નથી અથવા નીકળી શકતાં નથી.   = ચંદ્રકાન્ત બક્ષી

Advertisements

11 ટિપ્પણીઓ

Filed under વૃતિ - પ્રવૃતિ, સંવેદના

11 responses to “Fight for Freedom of Expression

 1. (મિડિયાએ સ્વાતંત્ર્યના હક્કની માંગણી સાથે સમાજ તેમજ પોતના પ્રોફેશનની ફરજ પ્રત્યે સભાનતાની જરૂર છે)

  ————-
  ઉપરોક્ત વાક્યમાં બધુ આવી ગયું..!

 2. બધા જો સમજદારીપૂર્વક, સભાનતાથી વર્તન કરતા હોય તો આવા કાયદાઓની જરૂર જ ના પડે પણ અફસોસ કે એવું થતું નથી…
  સરકાર આવો કાયદો નાખી રહી છે ખોટું છે પણ કદાચ મીડિયાએ જ તેમને મજબુર કર્યા છે.
  મોટી તાકાત સાથે મોટી જવાબદારી આવતી હોય છે…… 🙂 ….

 3. Ronak Gajjar

  Dear Rajni,

  as i m Divyabhaskar Executive and writer i m not agree with you…yes,some reporters being want to show theirs power at every place but all are not same…you should not directly blame all

 4. ગજ્જર સાહેબ કોઈ પણ પત્રકાર આ પોસ્ટથી સંમ્મત ના થાય.. તે સ્વાભાવિક છે પરંતું એક વાત ચોક્કસ છે કે મોટાભાગના પત્રકારો નકારાત્મક અને બેવડી નિતિનો અભિગમ રાખતા હોય છે ફરી કહૂ છું મોટા ભાગના જ પત્રકારો ને જ આ વાત લાગુ પડે છે.

  .. હા એવું પણ છે કે કેટલાક પત્રકારો સારી રીતે પોતાની ફરજ બજાવતા હોય છે પણ તે ખૂબ ઓછા અને અપવાદ રૂપ છે.

 5. અશોક મોઢવાડીયા

  રજનીભાઇ,
  પત્રકારત્વ એક પવિત્ર અને જવાબદારી ભર્યો વ્યવસાય છે. ઘણાં તેને તે રીતે નિભાવતા પણ હશે. પરંતુ આ “ઘણાં” સીવાયનાં “ઘણાં” છે જેને માટે આપનો આક્રોશ એકદમ વ્યાજબી જ છે. મેં છાપાની ફેરી કરતા કે રસોઇયા તરીકે કામ કરતા લોકોને પણ પત્રકાર બનાવી દેવાયાનું જોયું છે !! આ પાછું તેમની સખત્ત મહેનત કે પત્રકારત્વનાં અભ્યાસને કારણે નહીં, પરંતુ પીળું પત્રકારત્વ કરી શકવાની હિંમત અને આવડતને કારણે. જો કે આવું ક્યાંક જ થતું હોય છે. પરંતુ સાચા અને નિષ્ઠાવાન પત્રકારોના નામ ને પણ બટ્ટો લાગે છે. આવા લોકોને ક્યાં સેટલમેન્ટ થઇ શકે તેમ છે તે શોધવામાં જ વધુ રસ હોય છે. સાચું જ છે કે “શિસ્ત વીનાની સ્વતંત્રતા સ્વછંદતામાં પરિણમે છે”
  સરસ લેખ.

 6. It is human tendency that (except for exceptional case) the person never admit his/her weakness or misdeeds. Same is the case here…. there are pro and anti opinions on this subject but the gist of the discussion would be that “there is something wrong” so, this is high time for the press/media fraternity to admit that as in every other professions, “everything” is no clean and fair and should show maturity and unbiasly participate in the debate on this issue.

 7. હક “હક”થી માંગી શકાય એવી વસ્તુ છે અને ફરજ “ફરજીયાત” નથી એ જ દુઃખ છે….

  બાકી “હું બ્લોગર છું, ખબર છે?” એવી ધમકી આપી શકાય એવો દિવસ ઉગે તો કહેજો….
  અત્યારે તો આની અસર “હું કવિ છું ……” અને “ખબર છે” સાંભળવા ન ઉભતા શ્રોતાઓ જેવી છે.

 8. પિંગબેક: મારા પ્રતિભાવો – Fight for Freedom of Expression (via એક ઘા -ને બે કટકા) | વાંચનયાત્રા

 9. પિંગબેક: મારા પ્રતિભાવો – Fight for Freedom of Expression (via એક ઘા -ને બે કટકા) | વાંચનયાત્રા

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s