બેફામ બાઇક દોડાવતા બાળકો…ટ્ર્ક હંકારતા અલેલ ટપ્પુઓ અને પાગલ પ્રજાનો આક્રોશ


એવું કહેવાય છે કે ભારતમાં જેટલા લોકો ત્રાસવાદ… યુધ્ધ… રોગ અને અન્ય કારણોથી નથી મરતા એટલા મૌત અકસ્માતમાં થાય છે. આના માટે બેફામ  ચલાવતા વાહન ચાલક – ચાહે એ યંગસ્ટર્સ હોય કે છાકટા થઈને છકડા-ટ્રક દોડાવતા ડ્રાયવર્સ જ (બે)જવાબદાર છે?

મારા ખ્યાલ પ્રમાણે આપણે પણ એટલા જ દોષી છીએ. બેફામ ટ્રક-છકડા દોડાવતા ડ્રાયવર્સતો માનીયે કે અભણ કક્ષાના હોય છે પણ  પુખ્ત વયના થયા પહેલા જ  પોતાના બાળકોને જનમદિન પર બાઇકની ચાવી ભેટ આપતા માં-બાપ ખરેખર તો  અજાણતા ખુદના સંતાનના ડેથ સર્ટીફેકેટની તજવીજ કરી રહ્યા હોય છે. અને પછી અખબાર-નવીશો પણ દોષનો ટોપલો ‘ધૂમ” જેવી ફિલ્મો પર ઢોળવાનો સંતોષ માનીને અન્ય સમાચારો પર કામ કરવામાં લાગી જતા હોય છે.

કયા માતા-પિતા પોતાના સંતાનને બાઈકની ચાવી સાથે હેલ્મેટ પહેરવાની ફરજ પાડે છે? આપણે ત્યાં હેલ્મેટનો  “સદ-ઉપયોગ”  માત્ર પૉલીસ ના એન.સી. કેસથી બચવા માટે જ કરીયે છીએ અને પાછી આપણી (કુ)તર્ક શક્તિને પણ દાદ દેવી ઘટે એવું કહીયે કે હેલ્મેટ પહેરવાથી માણસ મરશે જ નહી એની કોઇ ગેરંટી?

આ તો થઈ સંતાનો પર “ટૉપી” (હેલ્મેટ) પહેરાવવાની વાત, પણ બાઇક અપાવતા માતા-પિતા પોતે ક્યારેય હેલ્મેટ પહેરતા નથી, કારનો સીટ-બેલ્ટ બાંધતા નથી તો પછી એ પોતાના સંતાનને ક્યા મોઢે શિખામણ આપે?અરે અમુક મહા-મહા-મહાત્માઓ તો મહાત્મા ગાંધીનાં સત્યાગ્રહના સંદેશને અસત્યાગ્રહની કક્ષાએ લઈ જવા જેટલા હોશિયાર હોય છે. મેં ઘણા સમય પહેલા કોઇ બ્લોગ પર કે એમ ક્યાંક વાંચ્યુ હતુ કે અમદાવાદમાં રહેતા એ “સજ્જન” હેલ્મેટ ન પહેરે પણ દંડ ભરે અને એ પણ ચિલ્લર થી ! ! જો પૉલીસ-મેન પરચુરણ લેવાની આનાકાની કરે તો એના ઉપરી અધિકારીને સ્થળ પર બોલાવીને પણ એજ પરચુરણ લેવાની ફરજ પાડે!

આ બધું તો જવા દો પણ મને સૌથી વધુ દાઝ ચડતી હોય તો ટુ-વ્હીલર હંકારતા હંકારતા મોબાઇલ પર વાત કરતા વાહન ચાલકો અને ચાલીકાઓ પર . . . યેસ્સ આમાં તો કોલેજ/ઑફિસગર્લસ, વર્કીંગ વુમન અને હાઉસ વાઇફ પણ બેજવાબદારીમાં એટલો  જ  ફાળો નોંધાવે છે.. કેટલીયે મહિલાઓને રસ્તામાં જોઇશું કે આગળ શાક-ભાજી/લોટનો ડબ્બો કે બાળકની સ્કૂલ બેગ હશે , પાછળ નાનુકડુ બાળક એની માંને ચોંટીને બેઠુ હોય પણ આ બહેન તો ટર્ન વખતે પણ મોબાઇલ પર બિન્દાસ વાત કરતા હોય!

આપણી કહેવાતા શિક્ષિત માણસો(!)ની આટ-આટલી અવળચંડાઈ હોય તો ડ્રાયવર જેવા અભણ માણસને તો કોર્ટની ભાષામાં બેનીફીટ ઑફ ડાઉટ નો (ગેર)લાભ આપી જતા કરવાના બદલે લોકો (હાથમાં આવે તો ) એને યા તો ટીચી નાંખે યા તો એની ટ્રક સળગાવી મૂકે! જરા વિચારો કે આ રીતે પ્રાયવેટ કે પબ્લીક વાહનોને સળગાવવાનો કે નુકસાન કરવાનો આપણને અધિકાર છે?  આ રીતે દેશ ને વધુ નુકસાન થતું અટકે એવી સબકો સન્મતિ દે ભગવાન !

~ અમ્રુત બિંદુ ~

માણસમાં બુધ્ધિ હોય છે પણ એ જ્યારે ટોળામાં હોય છે ત્યારે નથી હોતી ! (સાંભળેલું)

Advertisements

9 ટિપ્પણીઓ

Filed under એજ્યુકેશન એન્ડ પેરેન્ટીન્ગ, સંવેદના

9 responses to “બેફામ બાઇક દોડાવતા બાળકો…ટ્ર્ક હંકારતા અલેલ ટપ્પુઓ અને પાગલ પ્રજાનો આક્રોશ

 1. એટલા માટે જ હું ટુ-વ્હીલર લાવતો નથી..

 2. ક્યાંક સાંભળ્યું’તું,
  “It is better to be late, Mr Motorist ;
  than to be ‘late Mr. Motorist’ “.

 3. રજનીભાઈ, મેં હાઈવે પર કાર ચલાવી છે અને મારો અનુભવ જરા જુદો છે ટ્રક ડ્રાયવરો વિષે. મોટાભાગના ટ્રક-ડ્રાયવરો બરાબર જ ચલાવતા હોય છે, નિયમો પાળીને કારણકે એમને અનુભવ હોય છે કે જરા ગફલત થઇ તો ગયા સમજો પણ આ મોટી-કારવાળાઓ હાઇવે પર બાઈક ચલાવતા હોય તેમ કાર ચલાવે છે. કારણ એ પણ હોઈ શકે કે મોટી-કારમાં પીક-અપ વધારે હોય છે. અને રહ્યું ટ્રક-ડ્રાયવરોના અકસ્માતની વાત તો એ તો એ ટ્રકમાં લોડ વધારે હોય એટલે આવા કાર ચાલકો જયારે ગમે-તેમ ચલાવતા હોય ત્યારે એમને આમ-તેમ થવામાં, સાઈડ આપવામાં જ ટ્રક ઊંધા વળી જતા હશે…
  હા, હેલ્મેટ અને ભણેલાઓની ટ્રાફિકસેન્સવાળી વાત બરાબર, પુણેમાં બરાબર (ખરાબ) અનુભવ થયેલા છે….
  પરચુરણવાળી જામી હો કે…

 4. arvind adalja

  ટ્રાફિકના નિયમોનું પાલન નહિ કરવાને કારણે માર્ગ ઉપર થતા ફેટલ અકસ્માતોમાં ભારત દેશ દુનિયાભરમાં પ્રથમ સ્થાન ધરાવે છે તેવા અહેવાલો અવાર નવાર મીડીયા દ્વારા પ્રકાશીત થતા રહે છે ! મેરા ભારત મહાન ! આમેય આપણાં સામાજિક મૂલ્યો ત્યાં સુધી નીમ્ન કક્ષાએ પહોંચી ચૂક્યા છે કે કાયદા/નિયમોની અવગણના/ભંગ કરનાર ગૌરવ અનુભવે છે પછી તે રોડ ઉપરના હોય કેઅન્ય સામાજિક કે આર્થિક દૂષ્ણ/ગુન્હાને લગતા ! ટુ-વ્હીલર કે ફોર વ્હીલર મા-બાપ બાળકને સગીર ઉમરમાં લાયસંસ વગર ચલાવા આપવામાં ગૌરવ અનુભવે છે. કેટલાક વડિલો ઉંમરના ખોટા દાખલા આપી સગીરને લાયસંસ મેળવી આપે છે તો કેટલાક કોઈ પણ ટેસ્ટ આપયા સીવાય લાયસ્ંસ ઘેર બેઠા પણ મેળવી શકે છે જે સરકારી અદિકારીઓ અને આવા વડિલો/એજંટોની મીલીભગત પૂરવાર કરે છે. આ રીતે મેળવેલા લાયસંસની વાતો ગૌરાવ પૂર્ણ રીતે સમાજમાં કહેવાતી રહે છે ! મેરા ભારત મહાન !
  સ-સ્નેહ
  અરવિંદ

 5. અશોક મોઢવાડીયા

  રજનીભાઇ, લેખ ગમ્યો, અમૃતબિંદુ વધુ ગમ્યું.
  આ વિષયે થોડા છાપાળવા શબ્દો: ’ધુમ સ્ટાઇલમાં બાઇક ચલાવતા રોમીયાઓ’ – “માતેલા સાંઢ જેવા ટ્રક ડ્રાઇવરો” – બેફામ કાર ભગાવતા નબીરાઓ” – “ભડકી ને ભાગતી ભોળી પ્રજા” (આ છેલ્લું છાપાનું નથી, મારૂં છે)
  અહીં અકસ્માતોનાં વાસ્તવિક આંકડાઓ છે, અભ્યાસ માટે.
  * ROAD ACCIDENT STATISTICS OF INDIA : 1970-2004:
  http://morth.nic.in/writereaddata/sublinkimages/table-86816824487.htm
  આભાર.

 6. Narendra

  RA, tamari vaat sachi che ane akrosh pan!
  Tame je tag hethad a post muki che ej ghanu kahi jay che. ‘Parenting’ e badak na janm sathe nathi avtu, parantu tena janm pahela mahenat kari ne medav vu pade che. Ghana valio, ma-bap to bani jay che (bahu mahenat nu kam na hovathi,lol) pan javabdar vali banva ma soth nikdi jato hoy che.
  Jeni taiyaari ketla ni?

 7. પિંગબેક: મારા પ્રતિભાવો – બેફામ બાઇક દોડાવતા બાળકો…ટ્ર્ક હંકારતા અલેલ ટપ્પુઓ અને પાગલ પ્રજાનો આક્રોશ

 8. jaywantpandya

  આ બધું તો જવા દો પણ મને સૌથી વધુ દાઝ ચડતી હોય તો ટુ-વ્હીલર હંકારતા હંકારતા મોબાઇલ પર વાત કરતા વાહન ચાલકો અને ચાલીકાઓ પર . . . યેસ્સ આમાં તો કોલેજ/ઑફિસગર્લસ, વર્કીંગ વુમન અને હાઉસ વાઇફ પણ બેજવાબદારીમાં એટલો જ ફાળો નોંધાવે છે.. કેટલીયે મહિલાઓને રસ્તામાં જોઇશું કે આગળ શાક-ભાજી/લોટનો ડબ્બો કે બાળકની સ્કૂલ બેગ હશે , પાછળ નાનુકડુ બાળક એની માંને ચોંટીને બેઠુ હોય પણ આ બહેન તો ટર્ન વખતે પણ મોબાઇલ પર બિન્દાસ વાત કરતા હોય!

  જયવંત : બહુ સાચી વાત છે અને મને પણ આ જોઈને દાઝ જ ચડે છે. (સોરી, મોડી પોસ્ટ વાંચવા બદલ અને થેંક્યૂ, મારી બ્લોગપોસ્ટ (http://bit.ly/hz8GI0) માં લિંક મૂકવા બદલ.)

 9. યુવાનોને તેમના વડીલો (વાહન) ચાકુ તો લાવી આપે છે પણ સાથે એ સમજાવતા નથી કે (રાજકુમારની સ્ટાઈલમાં) જાની યે ચાકુ હૈ ઔર ઇસસે ખુન નીકલતા હૈ!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s