“જેવી” તેવી પણ જુગલબંદી


અગાઉ “સંકલ્પ” વિશે 11 ઑગસ્ટ અને 12 ઑગસ્ટ એમ બે  પોસ્ટ કરી ચુક્યો છું  એ સંસ્થાની AGM માં વ્યસ્ત હોવાથી છાપાઓની પૂર્તિ પર પુરતી નજર નાંખી શક્યો ન હતો પણ કાલે રાત્રે એક (અતિ ઉત્સાહી) મિત્રનો એસ.એમ.એસ. આવ્યો કે જેવીસ્પેક્ટ્રોમીટરમાં V.Day વિશે જે ટૉપિક ઉઠાવ્યો એ જ તમે પણ બ્લોગમાં ઉછાળ્યો!  પણ એમના જેટલી તમે માહિતી આપી શક્યા નથી! ! ત્યારે મેં  પહેલા તો સ્પેક્ટ્રોમીટર વાંચ્યુ અને પછી એમને SMSમાં માત્ર એટલો જ જવાબ  આપ્યો કે કાલે બ્લોગમાં જવાબ લખીશ. તો એ મિત્ર માટે …

1 – જેવી એક લેખક છે અને એના પાસે જેટલું જ્ઞાન/માહિતી અને સ્કીલ હોય એ મારામાં ન હોય એ સ્વાભાવિક જ છે એટલે એવી શેખચલ્લી જેવી અપેક્ષા તો હું પણ મારા પાસે નથી રાખી શકું તો તમે રાખી એ બદલ મારે થેંક્સ કહેવું કે તમારા અલ્પજ્ઞાન માટે….

2 – રહી વાત કૉપિની તો ભાઈશ્રી બ્લોગ વાંચો છો તો જરા તારીખીયા પર તો નજર મારવાની મહેનત લ્યો .. મેં એ પોસ્ટ – 15 ફેબ્રુઆરીએ લખી હતી !

-x-x-x-x-

જો કે મને ઉપરોક્ત વાતની ટકોરથી કંઇ ફરક પડ્યો નથી (પાડા પર પાણી ઢોળવા જેવુ ને?) પણ હા, સ્પેક્ટ્રોમીટર વાંચવાથી થયું કે ગજબ કહેવાય આટાઆટલા પુસ્તકોના ખડકલા કર્યા પછી પણ એમણે અરૂણ્ય રૂદન કરવું પડે તો મારા જેવા લોકો કે જેઓ છાપા-મેગેઝીન પણ ખરીદતા (કે ખરીદી શકતા નથી)  એ લોકોતો કારૂણ્ય રૂદનની બદલે પેલા જોક જેવી અબુધતતા દાખવીને હી હી  કરી નાંખતા હોય છે..  એ જુનો અને જાણીતો જોક કહુ?

બુધાલાલને સમજાવવા એક ભલા દાકતરે (!) ગધેડા પાસે એક તપેલામાં દારૂ/શરાબ/સુરા મૂકી અને એકમાં પાણી…. પણ ગધેડાએ પાણી પીધુ… દાકતરે ..ઉપ્સ સૉરી ભલા દાકતરે બુધાલાલને પુછ્યુકે બોલ શું જોયુ? તો કહે ગધેડા દારૂ ન પીવે ! !

Advertisements

2 ટિપ્પણીઓ

Filed under ગુજરાત_ગુજરાતી, રમૂજ, વૃતિ - પ્રવૃતિ, સાહિત્ય

2 responses to ““જેવી” તેવી પણ જુગલબંદી

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s