દેશપ્રેમ કે દેશ (અને) પ્રેમ


આપણી એક અવળચંડાઈ કહો કે દકિયાનુસીપણુ કહો કે લોલમ લોલ કે જે કંઇ “મોસ્ટ બૉગસ” વર્ડસ આવડતા હોય એ બધા કહો…. તો એ છે કે જુવાનીયા એટલે જાણે બસ લવેરીયા…એને તો દેશ પ્રેમ જેવી કોઇ ચીજની ખબર જ નથી અને દેશ પ્રેમનો ઠેકો તો અમે 40+ લોકોએ લઈ રાખેલો છે એવું બધું. અને આ સાબિત કરવા તો વાર/તહેવાર/પ્રસંગ વગેરે એટલા આવે કે આપણે મોકો ગોતવા પણ ન જવું પડે… આવો એક “સુંદર” મોકો એટલે વેલેન્ટાઇન  ડે….

આ દિવસે કોઇ સ્વભાવથી તો કોઇ ‘અભાવ’થી ખીજમાં બેઠેલા હોય છે.. ઉંમરીયા કટતી જાયે વાળી વાત હોય છે અને સામે છોકરા-છોકરીઓ નિર્દોષતાથી જલ્સા (એ લોકો પાછા “જલ્સા” આ રીતે અવતરણ ચિન્હ માં સમજે) કરતા હોય એ જોયુ  જાય નહી એટલે દાખલા આપવા માંડે પણ ખાટલે મોટી ખોટી હોય કે જેમ પુજા કરવાના અતિ ઉત્સાહમાં બાથરૂમમાંથી ધોતિયુ પહેરવાનું ભૂલી જાય એમ જ જ ઘણીવાર હકીકતની ખરાઈ ચકાસ્યા વગર દે દામોદર દાળમાંપાણી કરતા હોય છે.

-x-x-x-x-x-

13 ફેબ્રુઆરીએ રાત્રે એક એસ.એમ.એસ. આવ્યો જેમાં એ ભાઈ હરખ કરતા હતા કે દેશદાઝ (જાણે માત્ર ) એમનામાં જ છે.  એ મેસેજમાં એવું હતુ કે આજના જુવાનિયાઓ આવતી કાલે વેલેન્ટાઇન ડે  ઉજવવામાં એટલા  બિઝી છે  કે તેઓને એ પણ યાદ નથી કે 14-02-1931 નાં રોજ ભગતસિંહ.. રાજગુરૂ અને સુખદેવ આ ત્રણ  દેશપ્રેમીઓને ફાંસીના માંચડે ચડાવવામાં આવ્યા હતા! ! હું આ તમને એક દિવસ અગાઉ યાદ દેવડાવું છું જયહિન્દ વગેરે વગેરે (જો કે આમાં પણ સૌ જાણે છે કે 14તારીખે ચાર્જેબલ મેસેજ હોય છે)

મારું મોબાઇલનું કેલેન્ડર માર્ચ 23, 1931 બતાવતું  હતું પણ મને હંમેશા પોતાના પર પહેલી શંકા થાય એટલે મેં કન્ફર્મ કરવા કુણાલ ધામીને મેસેજ કરીને ચકાસવા કહ્યું તો એનો જવાબ મારા મોબાઇલ કેલેન્ડરને સાચો ઠેરવતો હતો !

મને ગુસ્સો આવ્યો કે સાલ્લા, પહેલા ક્રોસ ચેક તો કર … પણ આ ગુસ્સાનો પારો ચડવાને હજુ કદાચ વાર હતી.. 14 તારીખે આવા ચાર જણાએ મેસેજ  ફોર્વર્ડેડ કર્યા.. અને આજે ઑફિસે આવીને નેટ દ્વારા ખબર પડી કે  આ લોલમ લોલમાં બીગ બી પણ બાકાત નથી! હવે ગુસ્સાએ ઉદાસીનતાનું સ્વરૂપ પકડ્યુ કે આ લોકોને એટલી પણ કેમ ખબર નહી હોય કે કેટલા લોકો એમને વાંચે છે અને ફૉલો પણ કરતા હશે ? જો કે બીગબીનું કોઇએ ધ્યાન દોર્યુ એટલે એમણે માફી તો માંગી લીધી પણ હવે સો મણનો સવાલ એ કે ભૂતકાળમાં આવી અન્ય કોઇ ભૂલ નહી થઈ હોય એની ખાત્રી શું? અને ભવિષ્યમાં એમના શબ્દમાં વિશ્વાસ કેમ મૂકી શકાશે જો કે સાથે સાથે એક લેશન પણ મળ્યુ કે ગમે તેવા મોટા માણસોની વાતોમાં આવી જવાની બદલે ક્રોસ ચેક કરી લેવું.

~ અમૃત બિંદુ ~

23 એપ્રિલની મારી આ બ્લોગ પોસ્ટમાં પણ આવો એક છબરડો છે.

14 ટિપ્પણીઓ

Filed under વાર/તહેવાર/પ્રસંગ/પર્વ, વૃતિ - પ્રવૃતિ

14 responses to “દેશપ્રેમ કે દેશ (અને) પ્રેમ

  1. jaypal thanki

    “ગમે તેવા મોટા માણસોની વાતોમાં આવી જવાની બદલે ક્રોસ ચેક કરી લેવું.”
    barabar !

  2. જો હું ખોટો ના હોઉ તો બીગ બી એ કદાચ વી ડે નો વિરોધ નહોતો કર્યો.

  3. Keyur Kotak

    પરમ પ્રિય,

    ગુજરાતનું એક અગ્રણી દૈનિક પણ આ લોલમલોલમાં ફસાઈ ગયું છે…આજે તેમણે તો આ શહીદીને રજૂ કરતું એક ચિત્ર પણ પ્રકાશિત કરી દીધું…વેલેન્ટાઇન ડેના દિવસે આપણે તેમને ભૂલી ગયા એવી શીખામણ પણ આપી દીધી…બહુ જીવ ન બાળો અને હવે દેશભક્તિની વાતો કરનારાને પાગલ અને મૂર્ખ સમજવામાં આવે છે તે કડવી વાસ્તવિકતા સ્વીકારો લો…

  4. Narendra Mistry

    Rajnibhai,
    Tame varnavela desh premi bandhu jeva to asankhya che!!
    Mail box kholo ne desh prem, bhasha prem vala mail dekhaya vagar na rahe ane lagbhag badha ma (mari adat che ke badhu sachu kyarey manto j nathi) avi tunki drashti sathe no bafat dekhashe.
    Ek avo j mail etle Vande mataram ne UN taraf thi award matya no hato..me UN ni badhi site par cross check karya pachi mara mitra ne lakhyu ke ava gappa gostak ocha moklata ho to!?
    As ususa, no ans..hahahaha
    Mate, bodh path – apda purtu choksai kari levi ane bhuli javu..magaj bagadvu nahi…baki, tame kidhu em BigB jeva pan aa pravah ma tanae jata hoy che…(manas che ne)

  5. rajniagravat

    @ જયપાલ – હા યાર !

    @ કૃણાલ – વાત વે. ડેનાં વિરોધ કે તરફેણની ક્યાં છે? (એ વિશે તો મેં પણ ક્યાં તરફેણ/વિરોધ દર્શાવ્યો છે? ) વાત લોલમ લોલની છે.

    @ કુણાલ ધામી – શું વાત છે? સૌરભ શાહ ટુ? હમમમ..

    @ કેયુર કોટક – અગ્રણી દૈનીકનું નામ કે લિન્ક આપવી’તી ને યાર..

    @ eNVy – હા, એક મેસેજ મારા પાસે પણ હજુ પડ્યો છે જેમાં ઑસ્કાર એવૉર્ડમાં નોમીનેશનની વાત છે અને http://www.oscar10.com સાઇટ પર જવાનું સૂચવ્યુ છે પણ હજુ સુધી ક્રોસ ચેક નથી કરી શક્યો. અને ત્યાં સુધી હું આવા લોકોને જવાબ નથી આપતો અને નથી આવા મેસેજીસ ફોર્વર્ડ કરતો.

  6. jaypal thanki

    ક્રોસ ચેક કર્યા વિના , ઉતાવળમાં કરાયેલી પોસ્ટ્સમાં boo boo નાં ચાન્સીસ વધી જાય છે. ક્યારેક સિમ્પલ કોપિ-પેસ્ટ-ફોરવર્ડ કરતી વખતે પણ information આધારભુત છે કે કેમ તે જોવાનું રહી જાય છે. ક્યારેક તે મુદ્દો તે સમયે દિમાગમાં આવ્યો જ ન હોય એવું પણ બની શકે.
    સૌરભ શાહે (once more !)એક પોસ્ટમાં તેનાં ઘરની અગાસી પરથી “સાંજે” મેઘધનુષ દેખ્યું હતું પણ “પશ્ચિમ” દિશામાં ! અને ધ્યાન દોર્યા બાદ નિખાલસતાથી સુધારો પણ કર્યો હતો.

    વરસાદની ભેટ-૨


    તો રજનીભાઈ , આ લેસન બરાબર મળ્યું છે.

  7. 🙂

    It happens!
    I feel any festival can be celebrated which spreads love and joy!

  8. તારીખ બાબતના ‘લોચા’ સર્વવ્યાપક છે. ખુદ સ્વ* બક્ષી સાહેબ આ લોચો મારી ચૂક્યા છે એમ તમે જ કહો છો – બિલોરી કાચ.

    * સ્વર્ગસ્થ સાહિત્યકારોના નામની આગળ ‘સ્વ’ લગાડવું જરૂરી છે જેથી બીનજરૂરી ગેરસમજ અને પછી તેની ચર્ચા ટાળી શકાય!

  9. @vinay bhai :

    કોઈ લેખ માં માહિતીદોષ થવો અલગ વસ્તુ છે અને મોટે ઉપાડે ગામ ને શિખામણ આપવા જતા ખરડાવું અલગ વસ્તુ છે..
    અને લેખ માં પ્રિન્ટીંગ મિસ્ટેક પણ હોય શકે. અહિયાં વાંધો સૌરભ ભાઈ કે શ્રી અમિતાભ બચ્ચન (એમની સામે વાંધો લેવાનું હજુ લેવલ નથી.. ) સામે નથી, વાંધો આ પ્રકાર ના શિવ સેના છાપ આંધળા વિરોધ સામે છે.

  10. પિંગબેક: “જેવી” તેવી પણ જુગલબંદી « એક ઘા -ને બે કટકા

  11. RAJ PRAJAPATI

    એક વાત તો માની લેવાની રહેશે કે લોકો ખાલી બ્‍લોગ લખ્‍યા કરે છે ૫ણ સત્‍ય સામે જવાની વાત હોય ત્‍યારે બઘા કેમ ૫રત ફરી જાય છે.

    સારો ઘંઘો હોય અને ઘર બરાબર ચાલતું હોય તો નેટ ઉ૫ર અલક મલકની વાતો કરવામાં બઘાને રસ છે.

    ભારતમાં કેટલા લોકો અન્‍યાયનો ભોગ બની યાતના ભોગવી રહયા છે ત્‍યારે ફકત ટીકા ટીપ્‍૫ણોથી કયાં સુઘી ચલાવીશું

    અમિતાભ કે મોદી સામાન્‍ય માણસના ઘરમાં રાશન ભરી શકતા નથી માટે મારા માટે તો એજ વિષ્‍ાય સારો છે કે કોઇ એવા કામ કરવા કે જેનાથી બીજાના જીવનમાં થોડી સુખ શાંતી દઇ શકાય.

    રજનીભાઇના બ્‍લોગમાં તો ઘ
    ણા બુઘ્‍ઘીશાળી લોકો ટીપ્‍૫ણો લખે છે

    હું તો બઘા દોસ્‍તોને એક જ વાત કહીશ કે કંઇક એવું તો કરવું છે કે સંસારમાં તેની અસીમ છા૫ રહી જાય

    હું ગુજરાતીની અંદર યુનીકોડના ફોન્‍ટમાં ૫હેલીવાર લખું છું તો ભુલ હોય ત્‍યાં માફ કરજો.

    તમારા બઘાનો એક કૃતજ્ઞ- રાજ

  12. આ 2010 ની પોસ્ટ છે …
    તો-પણ લોકો સુધર્યા નથી? …
    ‘વરસાદી-દેડકાઓ’ … બસ આજે-જ દેશ-પ્રેમ સુજે છે અને શહીદો યાદ આવે છે? …

Leave a reply to Narendra Mistry જવાબ રદ કરો