છોટબચ્ચા જાન કે ….


આપણે અવાર નવાર કહેતા-સાંભળતા-વાંચતા  હોઈએ છીએ કે અત્યારનાં છોકરાવ..ગજબના હો.. પણ આવો જ્યારે અનુભવ થાય ત્યારે ખબર પડે  કે અ “ગજબ” શબ્દ શું ચીજ  છે? આવી ઘણી બધી વાતોમાંથી 2 દિવસ પહેલા જ બનેલી બે વાત મને જયશ્રીએ કહી અને એના અનુસંધાનમાં થોડા મહિનાઓ અગાઉ થયેલ વાત એમ કુલ ત્રણ વાત કરી નાંખુ તો –

પહેલા ફ્લેશ બેક (એટલે કે થોડા મહિના પહેલા  કસક અને એની માં વચ્ચે થયેલ સંવાદ )

કસકમમ્મી, નોન વેજ કેવું હોય? આપણે ફિશ ખવાય ?

જયશ્રીના. બેટા આપણે વેજીટેરીયન છીએ, આપણે ન ખવાય.

કસકપણ કેમ ન ખવાય? (એમ કહીને 1-2 દોસ્તોના નામ આપે છે કે આ લોકો તો ખાય છે)

જયશ્રીજો આપણને  આપણા પરિવારમાંથી કોઇ એક ને કોઇ  ઉઠાવી લે તો આપણને ગમે ? માન કે અમારામાંથી (મમ્મી -પપ્પામાંથી) કોઇ એક ને કોઇ લઈ જાય તો તને ગમે ? એ જ  રીતે ક્યારેય તું ગુમ થઈ જા તો મમ્મી-પપ્પા તારા વગર જીવી શકે ?

કસકના.

જયશ્રીબસ, એવી જ રીતે માછલી પણ એના પરિવારને એટલો જ પ્યાર કરતી હોય ને ? દૂનિયામાં આપણા પાસે આટલું બધું ખાવા માટે ભગવાને બનાવ્યું છે તો આપણે કોઇના પરિવારને વિખુટું કરાય?

કસકહા, મમ્મી હું સમજી ગયો.

આ વાતથી જયશ્રીને ‘એઝ એ મોમ’ સંતોષ (અને કદાચ ગર્વ પણ) થયો  કે મેં મારા દિકરાને યોગ્ય સંસ્કાર આપ્યા…

Kasak & Jayshree

હવે વાત કરીયે બે વાત જે બે દિવસ પહેલા અને  એક જ દિવસમાં બની હતી.

1

કસકમમ્મી, બીલ્લી  ચુહાને શું કામ ખાય જાય ?

જયશ્રી – (કદાચ “પહેલા”ની વાતથી ખુશ થઈને  વાર્તા બનાવી કે ) બેટા, પહેલા એ બન્ને  ફ્રેન્ડઝ હતા, પણ બિલ્લી ખોટું  બધુ ગલત  ગલત કામ કરતી, ચુહાને સહી-ગલતની બધી ખબર પણ એ બિલ્લીને કદી સમજાવે નહી, ઉલ્ટાનું એને સપોર્ટ કરે… પછી એ લોકો મરી ગયા અને જ્યારે ચૂહા-બિલ્લી બન્યા ત્યારે બિલ્લી ને (બ્રહ્મ) જ્ઞાન થયું કે હું તો ગલત કામ કરતી, ચુહાને સહી-ગલતની ખબર હોવા છતાં પણ બિલ્લીને “વારી”ન હતી એટલે એની દાઝમાં ચુહાને ખાય જાય છે !

(આટલું સમજાવ્યાના સંતોષ બાદ કસક પાસેથી પહેલા જેવો “સમજી ગયો” સાંભળવા માટ્રે જયશ્રી એ એના સામે જોયુ તો )

કસકપણ મમ્મી,  મર્યા બાદ એને થોડી ખબર પડે કે અમે લોકો દોસ્ત હતા ?!?!

Kasak & Jayshree

2

કસકમમ્મી, આપણે મમ્મી પપ્પા બન્નેનું રિસ્પેક્ટ રખાય ને ?

જયશ્રીહા, બેટા.

કસકપણ સૌથી વધું કોનું રખાય?  પપ્પાનું ને? એ તો કમાય છે…

જયશ્રીએવું નથી બેટા સામે હું પણ તમને બન્ને માટે રસોઈ કરૂ છું . બાકીના કામ કરૂ છું પપ્પા અને તારો ખ્યાલ રાખું છું.

કસકતો પછી પપ્પા કરતા તો તારૂં વધારે રિસ્પેક્ટ રખાય ને ? પપ્પા તો ખાલી ઑફિસમાં બેસીને રમેશને ઓર્ડર જ ફેંકતા હોય છે અને આખો દિવસ કોમ્પ્યુટરમાં બેઠા હોય છે !

( જયશ્રીએ મહા મહેનતે ફરી વાર બન્નેનું બેલેન્સ રહે એ રીતે સમજાવ્યું, પછી પુછ્યુ કે પણ આ બધું તું પુછે છે કેમ? )

કસકજો તેં કહ્યું કે ભણવા બેસ તો બેઠો.. પપ્પાએ મને કહેલ છે કે રોજ કર્સીવ રાઇટીંગની બુકમાં એક પેજ લખ્યા બાદ ટીવી  જોવું .. એટલે જો તારૂં કહ્યું માનીને ભણવા બેઠો અને કર્સીવનું પેજ પુરૂ કર્યું , તો હવે પપ્પાનું રિસ્પેક્ટ રાખવા મારે ટીવી જોવું જોઇએ ને ? ! ! !

(જયશ્રી …. સ્પીચલેસ! )

~ અમૃત બિંદુ ~

હર કોઇ બચ્ચા સ્માર્ટ હી હોતા હૈ ચાહે વો પારલે -જી ખાયે  યા ન ખાયે

Advertisements

4 ટિપ્પણીઓ

Filed under એજ્યુકેશન એન્ડ પેરેન્ટીન્ગ, રમૂજ, Kasak

4 responses to “છોટબચ્ચા જાન કે ….

  1. કવિન મારી પાસે કંઈક માંગતો હતો. મેં કહ્યું, બેટા, મારી પાસે પૈસા નથી. તે દોડતો-દોડતો ગયો, મારું પર્સ લઈ આવ્યો અને એક રુપિયો કાઢી મને કહ્યું, લો આ પૈસા! મેં કહ્યું, આટલા ના ચાલે. બહુ… બહુ.. પૈસા જોઈએ. તો પોતાના પોકેટમાંથી ખાલી-ખાલી હાથ કાઢી કહે, લો બહુ.. બહુ.. પૈસા!

    હવે શું કરવું??

  2. @કાર્તિકભાઇ,
    તમારે સારુ છે રૂપિયામાં પતી જાય છે મારે તો રુહી ડોલર માંગે છે 🙂

  3. અમૃતબિંદુવાળું સારું લાવ્યા છો.

  4. @rajnibhai
    laughed a lot! this was the best post i have read on ur blog! may be its too innocent thats why! keep it up! BTW, jayshreeben n kasak are lookin awesome in all pics!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s