લેખનની લાક્ષણીકતા


દરેક લેખક/કવિની કોઇને કોઇ ખાસિયત હોય છે જેનાથી લખનારનું નામ ન હોય તો પણ આપણે મોટાભાગના કિસ્સામાં ઓળખી શકીયે છીએ કે આ શબ્દ  કોની કલમમાંથી ટપક્યા હશે અને એ વિચાર પરથી ઓરકુટની  ગુજરાતી=મેગેઝિન, છાપા અને કોલમ કોમ્યુ પર એક ટૉપિક બનાવ્યો  ‘Author’s Identity, એમાંથી અમુક અંશ ….

રજની અગ્રાવત – I

ચંદ્રકાન્ત બક્ષી

નોવેલ હોય તો નાયિકા ડાર્ક અને મજબુત બાંધાની હોય, નાયકની અટક શાહ હોય , નોન વેજ ખાતો હોય એના પર ખાસ ભાર મૂક્યો હોય અને શરાબ, પાઈપ પીતો હોય, નાયક અને નાયિકા બન્ને તર્કબધ્ધ-ઇન્ટેલેક્ચ્યુલ વાતો કરતા હોય વગેરે.

લેખ હોય તો ટૂંકો પણ (મોટાભાગે) માહિતી-દોષ વગરનો, અને માહિતી સભર હોય. ભાષામાં ક્યાંય “ચોરી” ન લાગે.

અશ્વિની ભટ્ટ

સ્થળના વર્ણનમાં અશ્વિની ભટ્ટને કોઇ ન પહોચે અને દંભથી તો ક્યાંય એટલે કે કોશો  દૂર અને …વધુ મારૂ કામ નહી પણ એ માટે ધૈવત દા જવાબ નહી એટલે અટકું છું

હરકિસન મહેતા

નોવેલના ટાઇટલ પરથી જ અંદાજ આવી જાય.

(હાલ ના)કાન્તિ ભટ્ટ

ઝાળ લગાવી દે એવી આંકડાની માયજાળ… અને લેખના ટાઇટલ તેમજ સંપૂર્ણ લેખને કોઇ સંબંધ ન હોય.

ગુણવંત શાહ (આમા પણ “હાલ ના” )

સેક્યુલરીઝમનો ઑવર ડોઝ

કુણાલ ધામી

If there is a mention of Narendra Modi in a negative tone in any way possible it has to be His highness shree shree Urvish Kothari.

રજની અગ્રાવત – II

કુણાલે મારા લિસ્ટમાંથી એક નામનો તો ખાડો પાડ્યો…. મૈ તુજે યાદ રખુંગા !

.

.

ધૈવત ત્રિવેદી

હરકિસન મહેતાની જેમ લેખના ટાઇટલ પરથી ખબર પડી જાય …. હ.મ.ની જેમ પ્રાસ-અનુપ્રાસ નહી પરંતુ “વિસ્મય” ટાઇપનું ટાઈટલ હોય અને અશ્વિની ભટ્ટ જેવી ભાષા શૈલી.

ગુ. છો.શાહ

કોના બાપની દિવાળી વગેરે શબ્દ પ્રયોગથી અંદાજ આવી જાય

પ્રિયકાંત પરીખ

નાયક-નાયિકાના અટપટા (જેને કદાચ એટ્રેકટીવ ગણાતા હશે) નામ પરથી ઓળખાય જાય

અશોક દવે

ગોરધન અને શું કિયો છો ?!

જય વસાવડા

ફિલ્મ , શિક્ષણ પરના લેખ હોય…. કિન્તુ પરંતુ લેકિન જેવા શબ્દોની સાથે સાથે ગુજરાતી-અંગ્રેજીની ભેળ-સેળ (બક્ષી બાબુ કરતા એ કૉકટેલ લાગતું) તેમજ યુવા વર્ગને પસંદ આવે એ પ્રકારના વિષયોનું  સીલેક્શન

હર્ષ પંડ્યા – I

પરાજિત પટેલ

ધણી-બૈરી 2 જણા રહેતા હોય,એક વગદાર વ્યક્તિ હોય જેને પેલી બહુ ગમતી હોય…વાસનાના વમળ હોય…

ડો.શરદ ઠાકર

પ્રેમી,દર્દી…ઇન ફેક્ટ કોઈ પણ રીતે દર્દ હોય…

નસીર ઈસમાઈલી

વર્ણન શરુ થાય અને અટકે વય પર…ઉડતી પવન ની એક લહેરખી તમારા ગૌર ચાલીસી ચેહરા….

હિરેન અંતાણી

મને તો રમેશ પારેખની સોનલને એકવાર મળવું છે. આટલી અદભૂત રોમાન્ટીક કવિતાઓ જેમને ધ્યાનમાં રાખીને લખાઇ છે એ કોણ હશે

હર્ષ પંડ્યા – II

અને મારે આસીમ સાહેબની લીલા ને…

Krishna

મારે અશોક દવે (વાળા) ગોરધનકાકા અને હકીકાકીને મળવું છે .

રજની અગ્રાવત – III

વિનેશ અંતાણી

નવલકથામાં જનરલી પ્રણય ત્રિકોણ કે ચતુષ્કોણ હોય પણ એક પણ પાત્રની ગરિમાને લાંછન લાગે તેવું ન હોય.

ફાધર વાલેસ

ટૂંકા ટૂંકા , સરળ અને સચોટ વાક્ય રચના.

નગીનદાસ સંઘવી

સાચા અર્થમાં તટસ્થતાપૂર્વકનું અવલોકન-સમીક્ષા

ભૂપત વડોદરીયા

આ માટે ધૈવત ત્રિવેદીને “હવાલો”

દિપલ ત્રિવેદી

ઉર્વિશ કોઠારીની જેમ મોદીભાઈને અડફેટે લઈ લેવામાં માહિર

(દેશ ગુજરાત વાળા) જપન પાઠક

નરેન્દ્ર્ મોદીના 102% તરફદાર હોવાનો આભાસ થાય.

Megha Joshi

હરકિસન મેહતા – સેવ ભેળ જેવા ટાઈટલ

નસીર ઇસ્માઇલી – તમારા સિગારેટ ના ધુમાડા ની વચ્ચે રોડ ની સામે ઉભેલો એ ચેહરો

ગુણવંત શાહ – વૃક્ષમાં રહેલુ આકાશત્વ ,આકાશ મા રહેલુ વૃક્ષત્વ……પહેલી વારમાં ગળે ઉતરી જાય તેવી વ્યાખ્યા

ધ્રુવ ભટ્ટ – નાયીકા હમેશા વાસ્તવિકતા થી બે કદમ આગળ ,છત્તા વાંચવુ ગમે

મણિલાલ હ પટેલ – ગ્રામ્ય સંસ્કૃતી

અશ્વિની ભટ્ટ – પર્ફેક્ટ પૅકેજ વર્ણન માટેનું

જય વસાવડા – ૩ ભાષા ના શબ્દો નો જ વાક્યમાં ઉપયોગ

ધૈવત ત્રિવેદી – કાઠિયાવાડી લહેકા સાથેના અશ્વનિદાદા દેખાય

પ્રિયકાંત પરીખ – અટીરાની લૉન મા બેઠેલા ઇપ્સા ને અભિનવ ….(પણ પછી કાંઇ નહી)

ઉર્વીશ કોઠારી – રોષ+કટાક્ષ=હાસ્ય લેખ

સુરેશ દલાલ – પોતાનું + ઉછીનું=સારું સારું

Advertisements

6 ટિપ્પણીઓ

Filed under સાહિત્ય

6 responses to “લેખનની લાક્ષણીકતા

 1. chandravadan

  chandravadan
  March 26, 2009 at 3:22 am ……
  I had visited your Blog then…and now I am REVISITING….
  Read this Post….but my Gujarati Vanchan is not great so I am not able to comment fully…but I can understand your intent for this Post….Author/Poet has his/her own identity ….Nice !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  You & your Readers are invited to my Blog…now there are Posts on HEALTH…Please do come !

 2. ભગવતીકુમાર શર્મા-એમના લખાણમાં કોઈ જગ્યાએ ન વાંચ્યા હોય તેવા ઘણાં નવા શબ્દો હોય. અને ભાષા અલંકારિત અને શિષ્ટ.
  માત્ર લેખકો નહીં પણ કવિઓ પણ આવી લાક્ષણિકતા ધરાવતા હોય છે.
  વિપિન પરીખ-એકદમ સરળ ભાષામાં કવિતા હોય. જેને કવિતા ન સમજાતી હોય તેને પણ સમજાઈ જાય.
  લાભશંકર ઠાકર-અટપટા શબ્દોવાળી દીર્ઘ કવિતાઓ. આખી કવિતા પસાસ વખત વાંચી જાઓ તો પણ ખ્યાલ ન આવે કે કવિ શું કહેવા માંગે છે. શબ્દોમાં જ અટવાઈ જવાય.
  સુરેશ દલાલ-ગદ્ય હોય કે પદ્ય પ્રાસવાળા શબ્દો વધારે હોય.

 3. બધાની આઇડેન્ટીટી સારી રીતે આપી છે.સરસ કહેવાય.

 4. Ashok Dave (hal na) :

  Ashok Dave nu naam lyo ne “baa khijay ke na khijay”? (javab: Baa Khilay, javab puro)…..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s