પ્રેમ એટલે કે


પ્રેમ એટલે શું? – કાલે એક મિત્રએ પુછ્યું.

મારો જવાબ =>

પ્રેમ એટલે શું એ ન કહી શકું પરંતુ  (કમ સે કમ ) “આ  આ ” પ્રેમ નથી એ કહી શકું!

* જેમ કે પતિ પત્નિ ને કે પત્નિ પતિ તરફ દાખવે છે એ પ્રેમ નથી.

* માં-બાપ સંતાનો ને કે સંતાનો મા-બાપ વચ્ચે હોય છે એ પ્રેમ નથી.

* પ્રેમી પંખીડા પણ એક બીજાને પ્રેમ કરતા નથી.

* સેક્સ એ પ્રેમ નથી.

* મિત્રો અને ભાંડુઓ વચ્ચે પણ પ્રેમ નથી હોતો.

આ લિસ્ટ ખેંચીયે એટલું લાંબુ  થઈ શકે એના કરતા એવું કહી શકાય કે જ્યારે આપણે એમ કહીયે કે આ પ્રેમ છે ત્યારે તો પ્રેમ નથી હોતો એ પાક્કુ જ છે. ઘણા વરસો પહેલાં વાંચ્યુ હતું કે પ્રેમ અને મૃત્યુ વિષે જ (સૌ થી વધું) લખી શકાય છે એ સમયે ઉપરછલ્લો જ અર્થ નજર આવ્યો હતો પણ વિચારતા આજે એનો ગૂઠાર્થ સમજાય છે કે શા માટે આ બે જ વાત/વસ્તું વિષે વધું લખાય છે અને તો પણ ફાઇનલ સૂત્ર મળી શક્યું નથી? કેમ કે આપણે માત્ર મૃત્યું વિષે કલ્પના જ કરી શકીયે જ્યારે કોઇ વ્યક્તિ મૌત ને ઉપલબ્ધ થાય છે ત્યારે એ કહેવા માટે હાજર નથી હોતો કે આ મૃત્ય છે ! એવી જ રીતે જ્યારે કોઇ (ખરેખર) પ્રેમને ઉપલબ્ધ થાય છે ત્યારે એ કહી જ ન શકે કે આ પ્રેમ છે .. અને જે કહે છે કે આ પ્રેમ છે એ પ્રેમ નહી પણ (ક્યારેક નિર્દોષ) વહેમ/ભ્રમ હોય છે કેમ કે શબ્દ અને ક્રિયાથી પર  છે.

તો શું ઉપરોક્ત સંબંધમાંનાં Care, વાત્સલ્ય , મોહ , કુદરતી આવેગ કે આકર્ષણ . . . આ બધું ખોટું? સ્વાર્થી? હું તો સ્પષ્ટ ઉત્તર ના ના અને ના જ કહીશ કેમકે આ બધું પ્રેમ ભલે નથી પરંતુ પ્રેમ તરફ જવાનું એક પગથયું કે પગલું છે અને આપણે જનરલી માર્ગ ને મંઝિલ સમજીને ત્યાં અટકી જઈએ છીએ જ્યારે અમુક તો આને  (કાંટાળો) રસ્તો સમજી suffer ના ડરથી  સફર પણ કરતા નથી.

આટલી બધી મથામણ પછીયે સમજાવાનું તો છે જ નહી કે પ્રેમ શું છે? તો બહેતર છે કે આપણે ગાયા, લખ્યા અને સાંભળ્યા કરીએ કે …. પ્રેમ એટલે કે  સાવ ખુલ્લી આંખોથી થતો …..

Advertisements

8 ટિપ્પણીઓ

Filed under સંવેદના

8 responses to “પ્રેમ એટલે કે

 1. તમને આ વિષય પર, એટલે કે, પ્રેમ એટલે શું ? એને માનસશાસ્ત્રની દ્રષ્ટિએ સમજવું હોય તો Road Less Travelled (M.Scott Peck): A New Psychology of Love, Traditional Values and Spiritual Growth પુસ્તકની ભલામણ કરું છું. થોડી ઊંડી મથામણ છે પણ મઝા આવશે.

 2. girish parmar

  Ithing this is all about wrong
  prem to nani nani vatoma pan hoy 6
  prem kyare pan thai jay 6 koini pan sathe
  tena mate koi vay k koi nat- jat dekhatu nathi
  ok

 3. PUSHPA

  prem thyo to kahevay ke hu janu chu. ane e fkt time being n hoy e to permanent.yugo yugo sudhi rhe che.tmaru jivan shu mbape pote prem krya vagar tmone janm apyo che.vatsly vager ma potana balkone uchre che. jyare tmne prem thay to shu akho bandh kro cho ke tme tya khechav cho. prem nathi joto ke kon che, fkt gamyu,ke khechan,tyag,srvasva lutavu,tme shu jano prem? je jivta nathi e jivnma prem shu jane.tme jyare potane chahta nthi to bijane prem shu kro

 4. “મોહબ્બતના સવાલોના જવાબો નથી હોતાં..ને જે હોય છે એ એટલાં સધ્ધર નથી હોતાં…

 5. Vaah Kehvu pade ho! Aje Paheli var sache j em lagiyu ke koia prem mate sachi odakh api, jem Mrutyu su che e apn akad ceh tem prem pan shu che te pan akad ceh, baki badu to khulli anke thato veham ceh…
  aavi sachi odakh aapva badal bhai shree aapno khub khub aabhar…. bas aamaj vadhu sari vato janavta rehaso.

 6. adronashton

  Prem jaruri nathi khuli ankhe thay, bus atlu samjjo ke “Raja ne game tej RAni, Tej prem, Tej vahem, gelchha.
  Prem koy divas samajava thi samaji sakayo nathy,
  Darek ni Ankh potana prem ne koy divas kholy ankhe sapana ma joy na sakke.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s