આજે વસંતપંચમી છે


કાલથી કસક થનગનતો  હતો , કેમ કે આજે (20-01-2010) સ્કૂલમાં  યુનીફોર્મ ની બદલે કલરફૂલ ડ્રેસ (યેલો )પહેરીને ને જવાનું હતું… અમને બન્નેને (અને કસકને પણ) ખબર જ ન હતી કે આજે “વસંત પંચમી” છે! સવારે જયશ્રી એ પુછ્યુ કે આજે શું છે? તો કહે પેલા કોઇ ગોડ છે ને ? જે લોટ્સ પર બેઠેલા હોય છે એમનું કંઇક છે. એટલે જયશ્રીને યાદ આવ્યુ કે હા આજે તો વસંતપંચમી છે.. પછી જ્યાં સુધી સ્કૂલ-બસ ન આવી ત્યાં સુધીમાં જયશ્રી એ જેટલું સમજાવાય એટલું વસંતપંચમી વિશે સમજાવ્યું. અને હું ઊઠ્યો ત્યારે મને બધી વાત કરી અને ચાય-નાસ્તા દરમ્યાન અમે સંભારતા રહ્યા કે સાલ્લુ, પહેલાં જે ચોપડીઓમાં વાંચતા અને નિશાળમાં ભણતાં  ત્યારે જે કદર ન થતી એ હવે સમજાય છે કે આપણે પણ આસ્ફાલ્ટની સડકોનાં જંગલમાં કેવા ગુંચવાય ગયા છીએ!

 

હેપ્પી બર્થ ડે - વસંત પંચમી

ઑફિસે આવીને પ્રાથમિક શાળામાંઆવતું એ સુરેશ દલાલનું કાવ્ય સર્ચ કર્યું જે ઉર્મિસાગર બ્લોગ પરથી કૉપિ કરી અહિં પેસ્ટ કરૂં છું.

[તમને ખબર છે..?]

રેડિયો ઉપર ફાગણનાં ગીતો વાગ્યાં

ને શહેરનાં મકાનોને ખબર પડી

આજે વસંત પંચમી છે.

આસ્ફાલ્ટની કાળી સડકો

ભીતરથી સહેજ સળવળી

પણ

કૂંપળ ફૂટી નહીં.

ત્રાંસી ખુલેલી બારીને

બંધ કરી

કાચની આરપાર

કશું દેખાતું નહોંતું.

ફ્લાવર વાઝમાં

ગોઠવાયેલા ફૂલો કને જઇને પૂછ્યુ:

તમને ખબર છે, આજે વસંતપંચમી છે?

– સુરેશ દલાલ

માં સરસ્વતી

માં શારદા

ફોટો સોર્સ – દિવ્યભાસ્કર

Advertisements

6 ટિપ્પણીઓ

Filed under એજ્યુકેશન એન્ડ પેરેન્ટીન્ગ, વાર/તહેવાર/પ્રસંગ/પર્વ, સંવેદના, સાહિત્ય, Kasak

6 responses to “આજે વસંતપંચમી છે

 1. સરસ…. ખરેખર આ નોકરીની જંજાલમાં ભાગ્યે જ આવા દિવસો યાદ આવે છે. અને સુંદર કાવ્ય મુક્યું છે.

 2. વસંત પંચમીની શુભેચ્છાઓ…

  મેં પણ આ જ કાવ્ય રીપીટ કર્યું છે…!

 3. વસંત પંચમી સ્પેશિયલ જોક:

  Q: What is the opposite of વસંત પંચમી?
  A: Vasant Do Not Punch me.

 4. VK

  ધીમે ધીમે વસંતપંચમી શું છે એજ ભુલાઈ જશે. માત્ર ચોપડીઓ (સોરી નેટ) પર જ એના ગીતો અને લેખો મળશે.

  જુના કવિઓની કવિતાની નકલ કરનારા અને પ્રકૃતિની સુંદરતાના દંભી ગાણા ગાતા આપણા યુવા કવિઓ હવે જાગે અને ગ્લોબલ વોર્મિંગની કવિતા લખે તો સારું.

 5. સૌ કવિઓ જાગે, ગ્લોબલ વોર્મિંગ ભાસે,
  જો સર્વ કોઈ જોરથી પાદે, રવિ પૂંછ પકડી ભાગે.

  સોરી, પ્રથમ કવિતા છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s