Take it Easy


બ્લોગ પર એક ફની થીંગ્સ નામનું પેજ બનાવ્યું છે એમાં જે  સોફા છે એની  “હોટ ડિમાન્ડ” ઘણા મિત્રોએ કરી, એટલે હવે ટૂંક સમયમાં એની ડિલરશીપ લેવાનું વિચારૂં છું. એની જાહેરાત તો જ્યારે ડિલર-શીપ કોન્ટ્રેક્ટ થાય  ત્યારે કરીશ જ,  પણ એક ફોર્વર્ડેડ મેઈલ માંથી અમુક કાર્ટૂનસ આવ્યા (મિત્ર વિનય ખત્રી એ આપેલી માહીતી મુજબ  આ કાર્ટુન્સના રચયિતા છે શિવરામ દત્તાત્રય ફડણીસ. તેઓ પુણેના છે. આ અને આવા બીજા કાર્ટુન માણવા માટે તેમની વેબસાઈટ ક્લિકવગી જ છે..) તે તો શે’ર કરી લવ..

જેમ કે આ ભાઈને પણ આવી કંઇક ડિલરશીપ જોઇતી હશે એટલે ફાઇનલ ઑથોરીટી એવા ભગવાન પાસે જ (એટલે કે મંદિરમાં) પહોચી ગયા, પણ તેઓ કદાચ મારી જેમ આસાની થી શ્રધ્ધા નહી રાખી શકતા હોય એટલે આમ કર્યુ…

દૂનિયામેં તેરા, હૈ બડા નામ..આજ મુજે ભી તુજસે પડ ગયા કામ...

-x-x-x-x-x-x-x-x-

એમ તો બીજા એક બે’ન પણ કદાચ ભગવાન  કે  સંગીતની આરાધના કરતા હશે પણ જેનામાં ભગવાન  છુપાયેલો છે (એવું નહી પુછવાનું કે એ છુપાય શું કામ?) એવા બાળકને થયું કે મારી મમ્મી આમ (પોતે અને બીજાને) દુ:ખી શું કામ થાય છે એટલે એણે એની રીતે “ઉપાય” અજમાવ્યા..

મત રો માં.. (ઔરો કી ભી મત રૂલા)

-x-x-x-x-x-x-x-x-
અને આ ત્રીજુ કાર્ટૂન જુવો એમાં આપણો  ભ્રમ તુટશે કે પોલીસ “ઠીક” થી ડ્યુટી નથી કરતા કે પોલીસ અને પોલાઇટનેસ બન્ને શબ્દને આડવેર હોય એવું માનતા હોય તો  એ કેટલું ખોટું છે? (જો કે આ પોલીસ મેન કોને “સલામ-નમસ્તે” કરે છે એ તો  ‘સચ કા સામના’ નું મશીન લાવીયે તો ખબર પડે! )

duty is duty

-x-x-x-x-x-x-x-x-

અને આ ચાર નંબરના કાર્ટૂનમાં પણ આવી “ડ્યુટી”  દર્શન થાય છે, કહેવત છે ને કે “બિલાડી દૂધ ન ભરાવાય” કબૂલ પણ દૂધવાળો તો એને ભરી આપે તો ચાલે ને? અને મે’માસાબ બિચારા આરામથી ભલે ને આરામ કરતા હોય એમને થોડા ડિસ્ટર્બ કરાય?

બિલાડીને દૂધ ભરાવાય? ! ?

-x-x-x-x-x-x-x-x-

બાકીના બે કાર્ટૂન વિધાઉટ કોમેન્ટ જ મૂકી દવ છું

ઇસકો કહી દેખા હૈ !

ટાઇમ પાસ કે ટાઇમ સેવીંગ ? ! ?

Advertisements

8 ટિપ્પણીઓ

Filed under રમૂજ, વૃતિ - પ્રવૃતિ

8 responses to “Take it Easy

  1. આ જૂની પેઢીના કાર્ટૂન લાગે છે 😉

  2. સરસ મજાના કાર્ટુન્સ. મજા પડી.

    આ કાર્ટુન્સના રચયિતા છે શિવરામ દત્તાત્રય ફડણીસ. તેઓ પુણેના છે.

    આ અને આવા બીજા કાર્ટુન માણવા માટે તેમની વેબસાઈટ ક્લિકવગી જ છે..!

  3. himanshupatel555

    કાર્ટુન જોવાના ગમ્યા અને મૂળ વેબ પણ એટ્લીજ ગમી.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s