ત્રણ સભ્યોની ત્રણ વરસની ફિલ્મીયાત્રા…3Idiots સુધીની


સામાન્યત: આપણે તીન તીગાડા, કામ બીગડા અને એક બે ને ત્રેખડ, માથે પડે ભેખડ વગેરે જેવી નકારાત્મક કહેવતો વાપરીયે છીએ અને ઝગડામાં પણ ઉગ્ર સ્વરૂપ દર્શાવવા એક, બે ને ત્રણ કહી દઈએ છીએ તો સામે પક્ષે ધર્મમાં બ્રહ્મા-વિષ્ણુ-મહેશ હોય કે લશ્કરમાં ત્રણ પાંખ હોય તો ત્રણ લોક જેવી ઉક્તિ પણ છે અને કોઇ સ્પર્ધાને સ્ટાર્ટ આપવા 1 2 3 આપીયે છીએ, વાહન કે કોન્ટેક્ટ નંબરમાં ટ્રીપલની (મારો પસંદીદા ફીગર છે 888 છે ) માંગ હોય છે  અને આ યાદી હજુ ઘણી લાંબી બની શકે છે.

આ વાત અનાયાસે થયેલી હેટ્રીકની છે.

ઘણા વરસો પહેલા ટીવી ચેનલ નવી નવી હતી અને ટીવી લેવાની ત્રેવડ ન હતી ત્યારે દોસ્ત ચેતન ભટ્ટને ત્યાં બ્લેક એન્ડ વ્હાઇટ ટીવીમાં 31ડિસેમ્બરના પ્રોગ્રામ જોવાપહોંચી જતાં, પછી ટીવી આવ્યુ, આપણી વસ્તીની જેમ ચેનલોની સંખ્યા  વધી પણ પ્રોગ્રામ્સનું ધોરણ કથળવા સાથે સાથે મોહ પણ ઘટતો ગયો….  ફ્રેન્ડ સર્કલમાં એવા દોસ્તો ઉમેરાતા ગયા જેઓને 31ના નાચ-ગાન, ખાન-“પાન” માં વધુ રસ હોય, હું પણ સુરા-પાન તો કરૂં છું  પણ મને  અંગત રીતે આ રીતે  31ડિસેમ્બરની ચાતક ડોળે રાહ જોવી ગમતી નથી, હશે પોતપોતાના શોખ હોય, એમાં આપણને શું વાંધો હોય? પણ મને ફોર્સ કરીને ઢસડી જાય એ ગમતું નહીં (જો કે જવું પડતું ત્યારે પણ 31ના ન પીવાનો રેકોર્ડ કાયમ રહ્યો છે)

પરંતુ છેલ્લા ત્રણ વરસથી એક મસ્ત આઇડિયા અપનાવ્યો છે કે એ દિવસે છેલ્લા શૉમાં  ફિલ્મમાં ઘુસી જવું.  અને આ વખતે 3 Idiots  જોતાં 3નો આંકડો દિમાગમાં બૉલ્ડ થઈ ઝબક્યો  કે યાર આ તો હેટ્રીક થઈ ગઈ… હા, અમે પરિવારમાં ત્રણ સભ્યો ત્રણ વરસથી આમીર ખાનની મૂવી જોઇએ છીએ, પહેલા વરસે “તારે ઝમીં પર” જોયું, ગયા વરસે “ગજની” અનેઆ વખતે 3 Idiots માણ્યું… આમાં પણ “ત્રણ” ની કમાલ છે કે પહેલા વર્ષે  3 શબ્દ હતાં, પછીના વર્ષે 3 અક્ષર અને આ વખતે તો મૂવીના નામમાં પણ “તૈણ” આવ્યું!

હવે મુખ્ય મુદ્દાની વાત પર આવું તો ત્રણ વરસથી આમીરની ફિલ્મ જોઇએ છીએ અને મજા પણ આવી છે પરંતુ આ વખતે 3 Idiotsમાં ન જામ્યુ! ! !

ના એવી વાત બિલ્કુલ નથી કે ફિલ્મ ભંગાર છે અને જોવા જેવી નથી પરંતુ જે રીતે મિડિયામાં ઉછાળીને ઉછાળીને કહેવામાં આવે છે એવું કંઇ “એક્સ્ટ્રા ઓર્ડીનરી” નથી. ઇવન આ ના કરતા તો “ગજની”ની સ્ટોરી પણ  પક્કડ જમાવી હતી.. મેં “ફાઇવ પોઇન્ટ ..” નથી વાંચી બટ આયમ શ્યોર કે ફિલ્મ કરતા તો એ સાત દરરજે સારી હશે. વધુ વિગતે વાત કરૂં તો ..

* અગર પોઇન્ટ આપવાની વાત આવે તો હું “પા” ને 5/5 આપું અને 3 Idiotsને 3.5/5 આપું.

* આમીરનું એવું કોઇ “અદભુત” કામ નથી છતાંપણ એના નામને વટાવવા પબ્લીસીટી થઈ રહી છે, મારા હિસાબે તો સુપર્બ એક્ટીંગ કહેવાય બૉમન ઇરાની ની!

* આમીર પોતે જ વાંગડે (નામ પણ બરાબર યાદ નથી!) છે એ  તો કયારનો અંદાજ આવી જાય છે એટલે એ સસપેન્સ ખોટી રીતે લંબાવવાનો અર્થ નથી.

* વાયરસ ઇન્વર્ટરનું ઇવેન્શન અને વેક્યુમ ક્લીનર પાસેથી કેવી રીતે કામ લઈ શકે એ માટે      ડિલેવરી કેસ ખોટી રીતે લંબાવવામાં આવ્યો છે.

* રેન્ચોની ઓળખ છુપી રાખવામાં પણ ગતકડાં જ કાઢ્યા છે.

આટલું બસ નહીંતર આમીરના ચાહકો મારા પર ક્યાંક “બલાત્કાર” કરશે!

(ફિલ્મ જોયા પહેલા અને આ બ્લોગ પોસ્ટ લખતાં પહેલા 3 Idiots બાબતનો એક પણ ફિલ્મ રિવ્યુ  વાંચ્યો / જોયો / સાંભળ્યો નથી કેમ કે હું ચહતો ન હતો કે કોઇના પોઝીટીવ યા નેગેટીવ વિચારો મારા વિચારોને પ્રભાવિત કરે એટલે આ 100% મને જે લાગ્યુ તે, મારા વિચારો છે, જો કે  હવે આજનો દિવસ એ જ કામ કરવું છે એટલે કે 3 Idiots વિશે જ વાંચવું છે. )

Advertisements

13 ટિપ્પણીઓ

Filed under ફિલ્લમ ફિલ્લમ, વાર/તહેવાર/પ્રસંગ/પર્વ, વૃતિ - પ્રવૃતિ

13 responses to “ત્રણ સભ્યોની ત્રણ વરસની ફિલ્મીયાત્રા…3Idiots સુધીની

 1. Movie is good laugh. period. Nothing more.

  FPS is way way ahead then this movie.

 2. rajniagravat

  જેમ ઉપર લખ્યું હતું એમ હવે રિવ્યુ વાંચવા અંગે ચાલુ કર્યુ તો સૌ પ્રથમ હાથ ચડ્યા જય વસાવડા http://www.gujaratsamachar.com/beta/content/view/51203/248/
  આ લેખ વાંચીને મને થોડું આશ્વાસન મળ્યું કે ઑલ ઇઝ વેલ! યાર ગિલ્ટી ફિલ મત કર… તને લાગ્યું તે ગલત નથી લાગ્યું.

 3. પિંગબેક: Tweets that mention ત્રણ સભ્યોની ત્રણ વરસની ફિલ્મીયાત્રા…3Idiots સુધીની « એક ઘા -ને બે કટકા -- Topsy.com

 4. I am agree with you. Movie is good laugh but not good. Most of the parts taken from old jokes running around internet.

 5. Shivani

  Rajnibhai,

  Mane toh Boman Irani ni acting bahu ja weak lagi…according to me best is Sharman Joshi and Chatur….Kareena is good too…Amir ni one of the weakest acting….what a waste of talent and resources….

 6. Narendra

  Rajnibhai,,,,I think director has given wrong title to mislead all…actually, we movie goers were made idiots!! what a lousy film from an able director. Now I have ample time so I watch many foreign films (not necessarily hollywood!!) and find most of them par ahead in treatment,content.

 7. Happy New Year 2010….and best luck for 200th post in new year…..Regarding “3 idiots”, i don’t want to criticize anybody other than ourselves….its media hype and success of publicity gimmicks rather than stuff of the movie which tempted us to go to cinema hall. It is the successor of media managers of production house…

  But, i wud like to post this comment remembering those 3idiots…… u, me and Ravi…..i am sure u understand it…..

  Arey bhai, photo to have badlavo, hath jodva no jamano kyarno jato rahyo…em Krishna kahe chhe…..

 8. Sohel

  Rajni,

  I don’t care what you say about the movie and I value your post nothing more than a personal opinion really, coz it really doesn’t matter anyway.

  It’s just not good laugh in this movie, you could watch ‘herapheri’ type of movies for that. The message this movie gives is very important for yougsters whose parents are forcing them to join bloody rat race( and yes in fact everyone wants to be a cat in rat race lol) I hope some ignorant parents take care to ask their kids’ valuable wish regarding their career and let them be happy.
  (I know that majority of Indian doctors and engineers are just pushed through by parents)

  happy new year Rajni and all.

 9. @Sohel :

  Yes sir, I am well aware with that messege and if you have read five point someone, Chetan managed to rise that message very well.

  In this movie this message is very well suppressed by the larger then life character of Amir khan. Here Amir Khan is projected as a super hero type character but , the one who is already genius does not even care about system. If you want to make a movie against educational system problem should be raised of an average student,innovative but misfit in the system(again like Ryan of Five point someone.)

  Again I am not saying movie is crap but the message is somewhere hidden in the all the all is well and other melodrama.

  If you ask any fan of five point someone, he will(ateast I) will say book ka balatkar ho gaya..

  And sir blog is always about writing personal thoughts so obviously what Rajnibhai has wrote are his personal thoughts only.

  You may love the movie, and you are entitled to have that opinion and same way us, who are not satisfied also have right to say what we feel.

  I am not well versed with words so I will request you to read Jay Vasavada’s article on this issue (Link to it is already posted here.). Again just to understand where we felt wrong

  cheers,
  Kunal

 10. Keyur Kotak

  રજનીભાઈ,

  તમારી વાત સાથે સહમત છું. મીડિયા થ્રી ઇડિયટ્સને માથે ચડાવી રહી છે. જોકે તેમાં જાહેરાત વિભાગનું દબાણ વધારે હોય તેવું લાગે છે અને આજકાલ મીડિયામાં એડિટોરિયલ કરતાં જાહેરાત વિભાગનું મહત્વ વધારે છે…..

 11. અમારા ગ્રુપમાં તો બધાને જ આ મુવી બહુ પસંદ પડી છે અને અમે બધાએ ઓરીજીનલ નોવેલ પણ વાંચેલી જ છે…
  હા, મુવીની સફળ બનાવા માટે ઘણા બદલાવ કરેલા છે એની ના નહિ અને એ બદલાવ રીયાલીટી કરતા ફિલ્મી વધારે લાગે છે અને નોવેલની સરખામણીમાં મુવી નબળી પડે છે પણ છતાં અમને તો મુવી જોવાલાયક લાગી અને અમે મિત્રો ભેગા જોઈ અને અમને મજા પણ બહુ આવી….
  અને રહી પ્રચારની વાત તો, આજ કાલ તો પા જેવી સરસ ફિલ્મને પણ પ્રચાર દ્વારા જ સફળ બતાવી પડે છે….

 12. પિંગબેક: પેઈન હો યા પાર્ટી – દિલ સે હો ! | એક ઘા -ને બે કટકા

 13. પિંગબેક: લ્યો PKનું (વધુ એક) postmortem ! | એક ઘા -ને બે કટકા

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s