કાઠિયાવાડના કલમ કસબીઓ


થોડા દિવસ પહેલા યાહુ ચીટ-ચેટ પર એમ જ હળવા મૂડમાં એક નેટ-ફ્રેન્ડે પુછ્યુ કે તમારા કાઠિયાવાડમાં લેખન-વાંચનનું સરેરાશ પ્રમાણ ઓછુ નહીં?! એ સમય બાદ મને એમ લાગ્યુ કે સાલ્લુ આ તો મહેણું કહેવાય! મેં કેમ સામે કંઇ દલીલ ન કરી? બેશક એ નેટ-ફ્રેન્ડે ટૉન્ટમાં કહ્યું ન હતું પણ  એ વાકયે મને વિચારતો કરી દિધો કે એ વાત તો તદ્દન પાયાવિહોણી છે કે ગુજરાતીઓ ચોપડીઓ કરતા ચોપડામાં વધુ રસ ધરાવે છે મહેણાને સાર્થક કરવામાં કાઠિયાવાડીઓનું કોન્ટ્રીબ્યુશન ઘણું છે!

મને જેટલી ખબર છે અને એમાંથી યાદ આવ્યા એ  નામ અહિં મૂકુ છું .. (આ ક્રમ જેમ યાદ આવ્યા એમ જ લખ્યા છે જે જાણ માટે ) જેમાં આદિ કવિ નરસિંહ મહેતાથી શરૂ કરીને સીધા નજીકમાં કુદકો મારીયે તો  ઝવેરચંદ મેઘાણીથી જય વસાવડા સુધી કેટ કેટલા લેખક-કવિઓ-સાહિત્યકાર-પત્રકાર આવે છે? જેમાં કલાપી, અમૃત ઘાયલ, વિજયગુપ્ત મૌર્ય, હરકિસન મહેતા, કાન્તિ ભટ્ટ… આ તો પાશેરામાં પૂણી જેવી વાત છે બાકી તો હજુ આ લિસ્ટ ઘણું જ લાંબુ થઈ શકે છે માટે જે કોઇને “કાઠિયાવાડી કલમ કસબીઓ”ના નામની જાણ હોય એ કોમેન્ટમાં લખવા વિનંતિ જેથી એને અપડેટ કરીને ફરીથી નવી પોસ્ટમાં મૂકી શકાય.

એ સિવાય પણ વાત કરીયે તો આજની તારીખે પણ કોઇપણ મેગેઝિન યા છાપાની પૂર્તિ ઉઠાવો 70-80% કાઠિયાવાડીની કલમ જ ચાલેલી હશે, જેમાં ઉપર કહ્યા એ નામ ઉપરાંત પણ ધૈવત ત્રિવેદી, લલિત ખંભાયતાવિરલ વસાવડા,  જ્વલંત છાયા, કાના બાંટવાકિન્નર આચાર્ય, શિશિર રામાવત, નરેશ શાહ, શાહબુદ્દિન રાઠોડઅશોક દવેજગદિશ ત્રિવેદી,  સાંઇરામ દવેજામી વગેરે કાઠિયાવાડીઓની  કલમ દ્વારા લેખ, કવિતા, હાસ્ય લેખ, તેમ જ કાર્ટૂન  જોવા મળે છે.

આ તો કલમીઓની વાત થઈ પણ ગુજરાતી ભાષા સાથે સ્નેહ અને લગાવની વાતમાં રાજા મહરાજાના જમાનાથી અત્યારની વાત યાદ કરીયે તો બે દાખલા પૂરતા છે જેમાં એક ગોંડલના રાજવી શ્રી ભગવતસિંહજી દ્વારા ભગવદ્ગોમંડલ જ્ઞાનકોશની ભેટ  અને કલમીઓની કદર પણ કાઠિયાવાડીઓ કરી જાણે છે જેનો દાખલો “શ્રી ચંદ્રકાન્ત બક્ષી સાહિત્ય વર્તુળ” નામની સંસ્થા! “બક્ષી બધાનાં છે” એ કહેવું અને એને લગતી પ્રવૃતિ જારી રાખવી એ બન્ને અલગ અલગ વાત નથી લાગતી?

અંતમાં એક ચોખવટ (જે લગભગ બધી પોસ્ટમાં કરવાનો જાણે  શિરસ્તો થઈ ગયો છે!) – રાજ ઠાકરે અને રજની અગ્રાવત , આ બન્ને નામ ભલે એક જ રાશીના હોય પણ મારો ક્યાંય એવો પ્રયાસ નથી કે કાઠિયાવાડી અને (ઉ.દ.)ગુજરાતી કે કચ્છી આ બધા અલગ છે! આ તો માત્ર મારી જાત પાસે મારે સાબિત કરવું હતું કે ગુજરાતી ભાષા-સાહિત્ય-પત્રકારત્વ માં સૌરાષ્ટ્રનો પૂરે પૂરો સહયોગ છે જ.

2 ટિપ્પણીઓ

Filed under ગુજરાત_ગુજરાતી, વૃતિ - પ્રવૃતિ, સાહિત્ય

2 responses to “કાઠિયાવાડના કલમ કસબીઓ

  1. હુમ્મ્મ , સારું થયું તમે ચોખવટ કરી !
    નહિ તો અત્યારે તમારું આવી જ બનતું!
    લેખન માં કાઠીયાવાડી ઓ નું પ્રદાન પણ છેવટે તો ગુજરાતી ઓ નું જ પ્રદાન છે ને !
    તો “જય જય ગરવી ગુજરાત “

  2. Jagrat

    Aama Rajani Agravat ane Jagrat Shah nu nam lakhayu hot to maja aavet 😛 😀

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s