વામકુક્ષીની મસ્તી


આજે  લંચ બાદ  ઘેરથી ઓફિસ આવતા આવેલા (Hot Hot) ગરમા ગરમ (કુ) વિચારો….

આગળ વાંચતા પહેલા જાહેર ચેતવણી કે કોઇ શાદીશુદા માણસનું દિલ (જો હોય તો) ધડકારો ચૂકી જાય યા મર્યાદા ભંગ જેવું લગાડે અને સલાહ-સૂચનનો (ઑવર) ડૉઝ આપતા પહેલા સમજી લેવું કે આ માત્ર મજાક મસ્તી.કોમ ની લાગણીએ લખેલ છે!

કૉફી સાથે (કુ)વિચારો ના ઘોડા

કૉફી સાથે (કુ)વિચારો ના ઘોડા

રાતની  નિંદરને કાયદેસરની નિંદર એટલે કે જો પત્નિ સાથે સરખાવીએ તો વામકુક્ષી એ લગ્નેતર સંબંધ કહી શકાય અને એજ રીતે તુલના આગળ વધારીયે તો –

* રાત્રિ નિંદ્રા હંમેશા લાંબી હોય , રેગ્યુલર હોય.

* વામકુક્ષી ભલે નિયમિત ન હોય અને 15 મિનિટથી લઈને 2 કલાક સુધીની જ હોય પરંતુ મજા તો વામકુક્ષીમાં જ ને?

* વામકુક્ષી  ભલે અનિયમિત હોય , શોર્ટ ટેમ્પર અને ટાઇમ-પર હોય પણ સાલી મીઠી લાગે! 😉

* કોઇને કોઇ કારણથી દરેકેદરેકને વામકુક્ષી નસીબમાં લખેલી નથી હોતી.

* રાત્રી નિંદ્રા જરૂરી પણ ખરી, અને ન આવતી હોય તો સો  જાતની સલાહ અને ઉપાય અને ફોર્સ કરવામાં આવે છે.

* રાત્રીનિંદ્રા માટે ફિક્સ સમય  જગ્યા એવું બધું હોય શકે.

* જ્યારે માણસો વામકુક્ષીમાં તો સીટીબસ કે ઓફિસમાં કે ગાર્ડન જેવા જાહેર સ્થળોએ પણ કોઇને ન નડે એ રીતે “પતાવી” લેતા હોય છે.

* રાત્રીનિંદ્રા ને કાયદેસરની માન્યતા છે.

* વામકુક્ષી માટે મતમતાંતર હોય શકે. કોઇ કહે હેલ્થ માટે સારૂં છે તો કોઇ કહે શરદીના કોઠા વાળાને  નુકસાન કારક છે.

બસ આટલું તો ઘણું , વધુ કોઇને આઇડિયા હોય તો જણાવજો હોં કે …

Advertisements

8 ટિપ્પણીઓ

Filed under ગુજરાત_ગુજરાતી, રમૂજ, વૃતિ - પ્રવૃતિ

8 responses to “વામકુક્ષીની મસ્તી

 1. વામકુક્ષી પાછી દરેક પત્નિને ના ગમે. ભરબપોરે નિંદરમાંથી ઉઠાડેને કહે ચાલો ચા તૈયાર છે!

 2. “બસ આટલું તો ઘણું , વધુ કોઇને આઇડિયા હોય તો જણાવજો હોં કે …”

  ના રે ના… કંઈ બાકી જ નથી રહેવા દીધું તમે!!!

 3. Excellent!!
  રાજકોટમાં તો લોકો દુકાનો બંધ રાખીને પણ વામકુક્ષી માણે છે ! આખું બજાર ખાલી ખમ હોય છે! ખરા નસીબદાર છે !

 4. 😀 …

  સરસ …

  કોલેજમાં હોઈએ ત્યારે સમય હોવા છતાં વામકુક્ષી કરતાં હોતાં નથી અને કોઈ વાર ખુબ સમય હોય ત્યારે બાકી બધા પ્રકારનાં આરામમાં સમય જતો રહેતો હોય છે (એટલે કે એ હાથવગી હોવાં છતાં એનો લાભ લઈ શકાતો નથી) .. અને નોકરી લાગે અને લગ્ન થાય પછી વામકુક્ષીની ઈચ્છા થવાં છતાં પણ મેળવવી અઘરી થઈ પડે .. અને પ્રયત્નો માંગી લે… !!!

 5. Envy

  @ Alpeshbhai..
  Kukshi vaam hoy ke aam, tene ghar ke dukaan – bandh rakhi ne j manvi pade ne!!!
  Rajnibhai..vichar e vichar che, ku ke su to pachi khabar pade parinam ave tyare….anyway, saara vichar ave che tamne parantu lage che ke tame sui jav to vadhu saaru

 6. સરસ સરસ…. નસીબવાળા લોકોને જ વામકુક્ષીનો લાભ મળે.. બધા લોકોના નસીબ માં નથી હોતી…. જોબ કરતા હોય એ લોકોને અઠવાડિયે એક-વાર જ નસીબ પ્રાપ્ત થાય છે…. 😦 …..

 7. dhufari

  ભાઇશ્રી,
  હું અનીશભાઇની વાત સહમત છું,મસ્કતમાં હતો ત્યારે ફકત ગુરૂવારની બપોરે જમ્યા બાદ એક જ વાર વામકુક્ષીનો લાભ મળતો.બપોરે ૨ વાગે જમ્યાબાદ અર્ધા કલાક પછી લંબાવવાનું વહેલા વાગે ૬ એ દર અઠવાડિયે મળતો આનંદ અનેરો હતો.
  અસ્તુ,

 8. arvindadalja

  વામ કુક્ષીની વાત જ અનેરી છે ! નામ લો ને મનમાં ગલ ગલીયા થવા લાગે તે વામ કુક્ષી ! પણ છે તો નસીબદાર ને જ ઉપલબ્ધ ! નોકરીઆત બિચારા વિરહમાં ઝુરીઆ કરે અને ક્યારે ક રજામાં જે રવીવારે માણવા વિચારે ત્યાં કંઈ ને કંઈ વિઘ્ન આવી પડે ! પણ સૌરાષ્ટ્ર્ના વેપારી બંધુનુ તો આ નક્કર બંધાણ થઈ ગયું હોય છે ઘેર કે અરે દુકાનમાં પણ વામકુક્ષીના ખોળાનો લ્હાવો અચૂક લઈ લે ! ભલે લાખ રૂપિયાનો ઘરાક ચાલ્યો જાય ! આખરે પ્રેમ ત્યાગ કે બલિદાન માંગે છે ભાઈ ! મજા આવી દોસ્ત ! મળતા રહીશુ ! આવજો !
  સ્-સ્નેહ
  અરવિંદ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s