Recession માં Recess


આમ તો આ પોસ્ટ લખવાનો કિડો દિવાળીની વાત નો સળવળતો હતો પરંતુ આળસના કારણે રહી જતું હતું પરંતુ દિવ-દિવાળી આવતા ફરી એ સળવળવા મંડ્યો.

* દેવ-દિવાળી પર કસકને ફટાકડા લેવાની મરજી થઈ, અમે લોકોએ એને ઘરેથી જ માત્ર 200-300ની જ બજેટલાઇન સમજાવીને લઈ ગયા હતાં પરંતુ તો પણ એણે આંકડો 700 પર પહોંચાડી દીધો! અને ફટાકડા લેવા વાળાને ત્યાં રીતસરની પડાપડી થતી હતી.

* ત્યારબાદ બિજા દિવસે મારી પત્નિને સોનાના દાગીનાના (જુનું દઈ નવું લેવાનાં) કોડ જાગ્યા, જેમાં ટોટલ આંકડો પહોચ્યો 1,32,000 અને મારે ડિફરન્સનાં 28,000 દેવાના થતાં હતાં પણ કેટલીયે રકઝકનાં અંતે 25,000નો ચાંદલો તો કરવો જ પડયો. ત્યાં પણ લોકોની ભીડ એટલી હતીકે નવા આવનાર ગ્રાહકને કમ સે કમ 40-45મિનિટના ઇન્તઝારની ટનલમાંથી પસાર થવું પડતું, શો-રૂમ વાળા સામેથી કહેતા કે ભલે બજારમાં કંઇ કામ હોય તો પતાવી આવો!

હવે થોડા ફ્લેશબેકમાં

* દિવાળીના 8-10 દિવસ પહેલા એક મિત્રએ એકટીવા અને એક મિત્રએ મારૂતિ-અલ્ટો બુક કરાવ્યા, પણ એ લોકોને આ લખું છું ત્યાં સુધી ડિલીવરી મળી નથી! (આ બન્ને કેસ લોન વાળા નહી પણ કેશ વાળા છે) દિવાળી પર મારૂતિ શો-રૂમમાં અલ્ટો તો ઠીક versa સિવાય પણ એક પણ મોડેલ હાજર ન હતું ! બધા ચપોચપ ખતમ!

* દિવાળી પહેલા કસકના કપડા લેવા ગયા હતા ત્યારે પણ ત્રણ-ત્રણ શો રૂમમાંથી તો પાછા આવવું પડયું હતું , સાંજના 6-7 ના ટાઇમે પણ એ લોકો કહેતા હતા કે કાલે આવો..આજે મેળ નહી પડે!

*દર દિવાળીની રાત્રે અમારી સોસાયટીમાં બધા મળીને ફટાકડા ફોડતા હોઈએ છીએ, એમાં અમે 6-7 ઘરના જ ગણાવું તો 2લાખનો ધુમાડો કરીયે છીએ…. જો કે આ વખતે અમે થોડા બચી ગયા હતા અને છુટક ફટકડામાં અત્યાર સુધી 1,200 માં જ પતી ગયું છે કેમ કે કસકભાઈ એના મામાને ત્યાં ગયા હતાં , આવીને કહેતો હતો કે પપ્પા અમે છે ને હે 55,000ના ફટાકડા ફોડ્યા! ! !

* આટલા બધા નમુના આપવા પાછળનો એ મુદ્દો છે કે આમાં મંદિ ક્યાં છે? તો યે જે ને જુવો એ ગાણું ગાય કે યાર ધંધો નથી, પબ્લીક દિખાઈ નહી દેતી! મંદી બહોત હૈ! મને તો લાગે છે કે તહેવારો વખતે રીસેશનને પણ રીસેસ/વેકેશન હોતું હશે!

(મિઠાઈનો મુદ્દો જાણી જોઇએને નથી લખ્યો.)

Advertisements

6 ટિપ્પણીઓ

Filed under ગુજરાત_ગુજરાતી, વાર/તહેવાર/પ્રસંગ/પર્વ, વૃતિ - પ્રવૃતિ

6 responses to “Recession માં Recess

 1. Harsh

  tame nasibdar and paisa valo chho Rajni bhai, tamne lage chhe but India ma aaje pan more than 70% loko tame karya etla kharcha atyare pan kari shakta nathi.. Vat mandi ni nathi pan tamara jeva loko khali 30% ma j aave chhe je paisa vapri shake chhe chhata pan tamara jeva loko thi thi bazzar bharai jai chhe etle tamne mandi lagti nathi.. aaje pan 30-40 % loko ne purtu khava madtu nathi ane baki na mand puru kare chhe. aapni vadhare vasti ane tamara limited circle ne lidhe tamne lage chhe ke loko sukhi chhe ane mandi nathi.

 2. rajniagravat

  હર્ષ ભાઈ,

  થેંક્સ… કોમેન્ટ અને ગેર સમજ માટે ! …

  અરે પ્રભુ, તમે પોસ્ટ ફરી વાંચો, વ્યંગ સમજો.. આખી પોસ્ટમાં હું પૈસાદાર છું એવું તમને કઈ વાત પરથી લાગ્યું?

  55,000 અને 2લાખના ફટાકડા પરથી લાગ્યુ હોય તો ભાઈ મેરા સસરા બડા પૈસા વાલા.. પણ એનાથી મને શું ફરક પડે? ! અને 2લાખના ફટાકડા પણ સોસાયટી વાળા ફોડે છે અમે નથી ફોડી શકતા!

  અમને પૈસા વાળાથી કોઇ છોછ નથી અને અને નથી એનો સંકોચ નથી… પૈસા વાળાની તરફદારીની વાત નથી પરંતુ ગરીબ કે કમ પૈસા વાળા એટલે ઇમાનદાર અને નિષ્ઠા વાન જ હોય એવું મેં ક્યાંય ભાળ્યુ નથી.

 3. it’s true … here in hyderabad too one can’t say that atleast India is going through recession !!!

 4. મંદીએ હવે બાય…બાય કહી દીધુ છે,
  …અને હા એક્ટીવાની ભારે અછત છે,(કદાચ નવું મોડલ આવ્યું છે એટલે…) અમારા વિસ્તાર માં તો લગભગ ૪ થી ૬ મહિનાનું વેઈટીંગ છે.

 5. people behave recklessly even thy knw the situation. Hopeless really

 6. પૈસો બજારમાં ફરતો રહે એ સહુને માટે સારી વાત છે…. પૈસાવાળા લોકો ફટાકડા કે કપડા ખરીદે છે… ત્યારે જ તો એ ફટાકડા બનાવાવાળા મજુર લોકોને નોકરી મળે છે.. દરજી લોકો પણ કમાઈ લે છે… તહેવારોએ ધીમા પડી ગયેલા બજારમાં ઝડપ લાવાનું કામ કરે છે.. ઘેર પડ્યા પડ્યા પૈસાની કીમત પણ ઘટી જ જાય છે….. 🙂 ….. આ તો અમે સુરત વાળા એટલે જલસાથી રેહવાનું… તમને તો ખબર જ હશે.. સુરતી લોકો કેટલા છૂટથી પૈસા વાપરે છે…. અને એટલે જ લોકો અહી નોકરી કરવા કરતા ધંધો કરવાનું પસંદ કરે છે….

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s