પ્રેમ અને સ્ત્રી


આમ તો મને નવરાત્રીમાં રમવા કરતા સારૂં સારૂં જોવા અને સાંભળવામાં વધુ રસ છે. ગઈકાલે નવરાત્રીમાં આપણે લોકો સેંકડો વાર સાંભળી ચુક્યા છીએ એ (કૈલાસ ખેરનું મોસ્ટ ફેમસ) “તેરી દિવાની”  સાંભળતા બલ્કે આંખ બંધ કરીને માણતા માણતા આવેલા વિચાર….

વિચાર આવ્યો કે શા માટે આના શબ્દો આપણને આટલી બધી સંવેદના જગાવે છે?

મને લાગ્યું, એ છે => પ્રેમ, સ્ત્રી.

અને પછી એ વિશે જે વિચારો આવ્યા એ જેમના તેમ (એની સત્યાર્થતા કે યોગ્યતાની દરકાર કર્યા વગર) એમ જ પોસ્ટ લખી નાંખવાનું મન થયું….

મને એવું લાગી રહ્યું છે કે પ્રેમનો પ્રદેશ પુરૂષ માટે હંમેશા અજાણ્યો જ રહેશે, પ્રેમ માત્ર સ્ત્રી જ કરી શકે. ચાહે એ માં, બહેન, ભાભી, પત્નિ, પ્રેમિકા કે અન્ય કોઇ પાત્ર રૂપે કરે પણ પ્રેમ માત્ર સ્ત્રી જ કરી શકે.

પુરૂષનું આ કામ જ નથી. પ્રેમ તો દુર પરંતુ અરે સામે વાળુ પાત્ર આપણને (પુરૂષને) પ્રેમ કરે એનો પડઘો પણ પાડી શકવાની ક્ષમતા નથી ધરાવતા!

પ્રેમ અને સ્ત્રી એ એક જ સિક્કાના બે પડ છે એમ કહીયે કે પ્રેમ વગરની સ્ત્રી અને સ્ત્રી સિવાય નો પ્રેમ સંભવી જ ન શકે, એ બધુ “અંતે તો હેમનું હેમ” જેવું.

આવું શા માટે?

તો એમ લાગી રહ્યું છે કે પ્રેમ એ સ્વિકાર, સમર્પણ, કરૂણા અને સેવા અને સુંદરતાનું અજબ-ગજબનું મિક્ષ્ચર છે, જે પુરૂષ નામના ખરલમાં વાટી જ ન શકાય. પુરૂષ પાસે દરેક વાતનો તર્ક હોય છે. અને એના કારણે પ્રેમનું પિષ્ટમપિંજણમાંથી ઊંચા નથી આવતા જ્યારે સ્ત્રી પાસે હોય છે સ્વિકાર, એ કદાચ સ્વિકારમાં સમય માંગે પણ સ્વિકારવા માટે કોઇ પૂર્વશરત રાખતી નથી.

એટલે તો કદાચ ઇશ્વરે પણ સર્જનનું સંવેદનશીલ સાથે સાથે કઠીન કામ સ્ત્રીના ભાગે જ ફાળવીને કુદરતના સર્વશ્રેષ્ઠ મેનેજમેન્ટનો દાખલો આપ્યો છે.

Advertisements

6 ટિપ્પણીઓ

Filed under વૃતિ - પ્રવૃતિ, સંવેદના

6 responses to “પ્રેમ અને સ્ત્રી

 1. Envy

  Tamari vaat ma tathya che, chokkash.
  Prem apvo e stree nu samarthya che chata, jo purush stree ni samvednao pachavi ne prashtut karvani pramanik koshish kare to ashakya nathij.
  Parantu, tame jem chelle kahyu tem- sarjan nu kathin kaam jo purush ne bhage pan avyu hot !!?? mane nathi lagtu ke apde badha aje ahi vichar goshthi karta hot!! shu kaho cho??

 2. Sunder inspirational thinking about Prem vrutti…પ્રેમ વિષે સુંદર અભિવ્યક્તિ…આપણને કશો વાંધો નથી પ્રેમ એ સર્વોચ્ચ મુલ્ય છે..માટે જ એમ કહેવાયું હશે કે ,Love is God and God is Love…

 3. રજનીભાઇ,
  ચિંતન સારુ છે પણ બહુ ઇમોશનલ પણ ના થવું નહીં તો તકલીફ થઇ જાય 🙂

 4. નવરાત્રિમાં `તેરી દિવાની` કેમ વાગતું હતું? 😉

 5. Nice one, સારૂ ચિંતન. પણ કેટલીક બિંદાસ અને બેવફા સ્ત્રી ને કરેલાં પ્રેમ માં,ભોગવવાનું પણ પુરૂષને આવે છે. જેટલી સહેલાઈથી સ્ત્રી પ્રેમ ને ભૂલી શકીને સ્ત્રી પોતના નવા જીવન માં સેટ થઈ જાય તેટલી સહેલાઈથી પુરૂષ પોતાનો પહેલો પ્રેમ નથી ભૂલી શકતો. ખેર, આ વિશે વધુ ગહનતા થી અને સિક્કાની બે બાજુ જેવા સ્ત્રી-પુરૂષના ‘પ્રેમ’ વિશે હાલમાં લેખ લખી રહ્યો છું, બ્લોગ પર પોસ્ટ કરીશ ત્યારે જરૂર તમને યાદ કરીશ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s