પુસ્તક ખરીદીનો મહિમા અને મારી મજબુરી


ઓરકુટ પર એક વાર મારા પર  જય વસાવડાએ કોમેન્ટ કરેલી કે

હું દિવાળી અંક ખરીદતો નથી ( થેંક ગોડ કે એમ લખ્યું ન હતું કે ખરીદી શકતો નથી) અને મિત્રને ત્યાં જ પાના ફેરવીને અભિપ્રાય …..

વાત તો સાચી છે પણ એ સાથે સાથે અમુક વધુ સાચી વાતો (એટલે કે “મારું સત્ય” )પણ કહું તો –

.

.

.

મારું વાંચન ઘણું મોડું (’87 બાદ એટલે કે 20 વરસનો ઢગો થયો ત્યારબાદ) શરૂ થયું…. માંડીને વાત કરવા રહીશ તો આત્મકથા થઈ જશે પણ વાંચન કે સાહિત્ય માટે મારી યથા શક્તિ મુજબ શું કર્યુ અને શું ન કર્યુ એ બન્ને કહું.

* સમય 1987-88નો, જ્યારે જામનગર આઈ.ટી.આઈ.માં ભણતો હતો, શિશિર રામાવત, જતન આચાર્ય અને જગદિશ ભટ્ટ જેવા અમુક મિત્રો મળ્યા, જેણે મને વાંચતો કર્યો. એ પહેલા વાંચન એટલે શું એ જ ભાન ન હતી (આજે પણ ક્યાં છે?!). ઘરેથી જે પૈસા (અંકે રૂપિયા પાંચસો) મળતા એ ભણવા માટે પણ  માંડ માંડ પૂરા પડતા! એટલે ઇલેક્ટ્રીક કે ટીવી રીપેરીંગના છુટક કામો કરતો જે માત્ર મેગેઝિન ખરીદવા અને ફિલ્મો જોવા માટે જ.

* આઇ ટી આઈ કર્યા બાદ એન્ટેક ટીવી- રાજકોટમાં  300 રૂપિયાના પગારથી અમુક મહિના નોકરી કરી અને એ સમયમાં પૈસા અને ટાઇમ બન્ને ન હતા એટલે વાંચનથી ટોટલી કપાઈ ગયો…

*  ત્યારબાદ રાજકોટમાં જ ઈપીએબીક્સના ડિલરને ત્યાં નોકરી કરતો અને મોરબીથી અપડાઉન કરતો, ત્યારે પણ પૈસા તો ન હતા પરંતુ  જ્યુબીલી બાગ પાસે જ ઑફિસ હોવાથી ત્યાં લેંગ લાયબ્રેરી (કરેકટ મી ઇફ આય મ રોંગ) નો લાભ લેતો..

* ત્યારબાદ મને ગાંધીધામ બ્રાંચ સંભાળવા આપી, (ત્યારે પગાર હતો 600) પરંતુ અહિં ટાઇમ મળી રહેતો એટલે લાયબ્રેરીમાં એકાઉન્ટ ખોલાવ્યું. પરંતુ (માત્ર) મેગેઝિન કે દિવાળી  ખરીદવા “પ્રાયવેટ” કામ કરતો .

*  મુંબઈથી સમભાવ કે સમકાલીન છાપું (જે બીજે દિવસે)આવતું એ ખરીદતો.

* ભલે એક સમયે 600 કમાતો આજે  સ્ટાફને 6000 પગાર આપું છું,  છતાંપણ પુસ્તક ખરીદતો નથી! અને મારો સવાલ એ છે કે શું ખરીદીને  જ પુસ્તક વંચાય? લાયબ્રેરી પર ડિપેન્ડ રહેવું ગુન્હો છે?

* સાથે સાથે એ પણ ખરું કે  મેં કદી કોઇને ત્યાંથી પુસ્તકની ઊઠાંતરી નથી કરી

* બક્ષીજીની ડીવીડીના વિમોચનના પ્રોગ્રામનો લાભ લેવા રાજકોટ ગયાના દાખલા છે અને  એ ડીવીડી/ઑડિયો કેસેટની ખરીદી હોય એ કરી જ છે અને કહેવાનું ન હોય (છતાં કહી દવ 😉 )  દોસ્તોને પણ મોકલાવી છે.

* કદાચ ઘણા કહેશે કે પુસ્તક તો ખરીદવા જ જોઇએ, પરંતુ  વાત એ છે કે મારે મારી પ્રાયોરિટી જોવાનીકે નહી? એ સિવાય પણ કંઇક સવાલો તો આવશે… બટ દેખા જાયેગા.

Advertisements

17 ટિપ્પણીઓ

Filed under ગુજરાત_ગુજરાતી, વૃતિ - પ્રવૃતિ, સાહિત્ય

17 responses to “પુસ્તક ખરીદીનો મહિમા અને મારી મજબુરી

 1. Do whatever you feel like doing. Its your wish,money,time,eye

 2. Nehal Mehta

  રજનીભાઈ,

  આમાં કશું ખોટું નથી.. લાયબ્રેરીમા જવાનો એક મોટો ફાયદો એ છે કે નિયત સમયમાં પુસ્તક પાછું આપી દેવાનું હોવાથી સમયસર વાંચીને પરત કરવાની અને બીજું સારું પુસ્તક લાવવાની નિષ્ઠા જાગે છે.

 3. એના માટે જ તો લાઈબ્રેરી છે… તમ-તમારે મન ફાવે તેમ કરો… (અમે નાં પાડી હોત તો નાં કરવા ના હોત એમ)

 4. મને લાગે છે કે જય વસાવડા માત્ર પોતાનો લેખ હોય તો જ દિવાળી અંક ખરીદતા હશે. અને એમાં ખોટું શું છે 😉

  હું નહોતો કમાતો ત્યારે પૈસા બચાવીને (મને ખબર છે કે મમ્મી અને પપ્પા અમને ભણાવવા કેવી મહેનત કરતા હતા..) વાંચતો હતો. અને અત્યારે મમ્મી માટે પુસ્તકો ખરીદી શકુ છું – એનો ગર્વ છે..

 5. મેં આજ સુધી કોઇ પુસ્તકો ખરીદીને નથી વાંચ્યા. પણ બિઝનેસ મેગેઝિનો અને અન્ય મેગેઝિનો ભરપૂર ખરીદીને વાંચ્યા છે.

  નાનો હતો ત્યારથી જ લાયબ્રેરીનો ભરપૂર ઉપયોગ કરુ છું હું. આજની તારીખમાં પણ સિંગાપોરની નેશનલ લાયબ્રેરીનો ભરપૂર ઉપયોગ કરુ છું. મને લાયબ્રેરીનો ઉપયોગ કરવામાં કશું ખોટું લાગતું નથી. પૈસા ખર્ચીને જ જ્ઞાન લેવાય એ જરૂરી નથી.

 6. પુસ્તક વાંચવાની સલાહ ઘણી મળી છે, ખરીદીને વાંચવાની સ્પષ્ટતા કોઈએ નથી કરી.

 7. ભૈ…તમે તો લાઈબ્રેરીમાં પણ જાવ છો,
  અમારા ગામમાં તો એક જુની લાઈબ્રેરી છે, તેમાં નવા માત્ર ન્યુઝ પેપર હોય છે,
  મને વાંચવાનો શોખ છે, પણ મે ક્યારે પણ પૈસા ખર્ચી પુસ્તક ખરીદ્યા નથી..કદાચ હું તમારા ૮૭-૮૮ વાળા તબક્કા માંથી પસાર થવ છું તેમ કહું તો અતિરેક નહિ હોય, મને તો પેપરની પસ્તી જ પ્રીય લાગે છે, બજાર માંથી ભજીયા લાવું તો ભજીયા વાળાને કો’ક વાર કહી પણ દવ ભૈ,બુધવારની પુર્તિમાં ભજીયા લપેટીને આપજે…!

 8. રજનીભાઇ
  ખીસાખર્ચીના મામલામાં મારો પણ તમારા જેવોજ તાલ હતો અને મેં લાઇબ્રેરી ના પુસ્તકો તો વાંચ્યાજ પણ થોડા થોડ કરી મુંબઇના પસ્તીવાળા પાસે થી જ ખરીદે્લા લગભગ ૧૦૦૦ પુસ્તકો પણ છે જેમાં છેલ્લો ઉમેરો સરસ્વતીચંદ્ર ભાગ-૩ અને અશ્વિની ભટ્ટ ની આશકા માંડ્લ નો સમાવેશ થાય છે ટુંક માં વાંચવું મહત્વ્નું છે પછી ભલે તમે લાઇબ્રેરીમાં વાઅચો ખરીને વાંચો કે રદ્દીમાંથી ગોતી ને વાંચો

 9. જોડણીની ઘણી બધી ભુલો બદલ ક્ષમા

 10. તમને લાઈબ્રેરીમાંથી પુસ્તકો લાવીને વાંચવાનું ફાવતું હોય તો તમે તે રીતે વાંચો. એમાં કંઈ વાંધો નથી. હું પુસ્તકો ખરીદીને વાંચું છું. હા પહેલા નજીકની લાઈબ્રેરીમાંથી પુસ્તકો લાવીને વાંચતી હતી. પણ પછી એવો સમય આવ્યો કે એ લાઈબ્રેરીના મોટેભાગના પુસ્તકો હું એક થી વધારે વખત વાંચી ચૂકી હતી. અને નવા પુસ્તકો લાવવાની ડિમાંડ કરી તો તે કદી આવ્યા જ નહીં.

 11. Envy

  Rajnihbai..It is perfectly correct to read library books or borrowing from others (with a binded condition to return) also, if you can efford it, then it is not at all wrong to buy books too, why? because as Heena Parekh says- sometimes it is impossible to get required book in library.
  For me, personally, it is satisfying to see the book in my home, which I love.
  And Kartik, I have visited Jay few times and I know he has one of the nicest library of his own (how labouriously he has bought them all, is diff story and no need to mention here too…) and just for info, he buys other’s writing more than his own (which he need not bcoz it comes to him automatically…lol!!,right. And, Sorry Jay-I clarified some things without your permission)

 12. jatin

  jay sir malvanu saubhagya mane malyu chhe. emno sangrah pan joyo chhe. chhella 20 varsh daramiyaan publish thayela lagbhag badhay diwali ank me temne tya joya chhe. emni paase ek jodi kapda levana paisa nahota tyare pan teo pustak kharid karta hata. salute to him.
  -jatin

 13. Bharat Darji

  લાઈબ્રેરીમાંથી પુસ્તકો લાવીને વાંચવાનું ફાવતું હોય તો તમે તે રીતે વાંચો. હું પુસ્તકો ખરીદીને વાંચું છું.

 14. Narendra Mistry

  Rajnibhai…Tame hamna kya cho? Morbi cho ke bije? Diwali upar Morbi avvano chu to malva ma anand avshe…apni detail mane mail karsho to jarur malshu. nv_mistry@yahoo.com

 15. ગમતું પુસ્તક ખરીદીને જ વાચવું.

 16. dilip mehta

  badhana suvicharo vachvani maja avi!!tame aam badhane lakhta kari didha e gamyu! tame navtank lakho to ek ton reaction ave chhe!blog ni aaj to maja chhe.bas, avi halviful ramtu j apnane jivant rakhe chhe.abhinandan!vachvu sahelu che, pachavavu aghru chhe, ane jivan ma utarvu vali enathi ye aghru chhe!hriday parivartan mate kabat bharine chopda ni jarur nathi pan ekad nani chopadi kafi che!

 17. મને નથી લાગતું કે આજના સમયમાં નોકરી કરતા લોકો પાસે એટલો સમય હોય કે એકનું એક પુસ્તક એક કરતા વધારે વાર વાંચી શકાય… અને જો નવું નવું પુસ્તક તમે રીવ્યુ વાંચ્યા વગર ખરીદો તો માથે પણ પડી શકાય… અને પુસ્તકાલયમાં તમને ઘણા ઓપ્શન્સ પણ મળી રહે.. જો કોઈ પુસ્તક બહુ ગમી જાય, વારંવાર વાચવાની ઈચ્છા થાય એવું લાગે તો એને ખરીદી લેવું જેથી પુસ્તકાલય પર આધારિત ના રહેવાય.. બાકી મને તો પુસ્તકાલય જ બરાબર લાગે છે…

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s