સંકલ્પ_સંશય


ગઈકાલે વૃક્ષા રોપણ અંગે એક પોસ્ટ કરી હતી જેના પ્રતિભાવમાં મિત્ર વિવેક દોશીએ સરસ અને વ્યાજબી સવાલ ઉઠાવ્યા જેના જવાબ એમને મેઈલ પર કે જુની પોસ્ટની કોમેન્ટમાં આપવાના બદલે નવી પોસ્ટ-રોપણ કરવાનું મન થયું…

વિવેક દોશીની કોમેન્ટ

વ્રુક્ષા રોપણ કર્યુ ખુબ સારી વાત છે પણ હુ માનુ છૂં ત્યા સુધી વ્રુક્ષો રોપ્યા પછી તેનુ જતન કરવુ ખુબ મહત્વનુ છે.જો આવુ ન કરવામા આવે તો વ્રુક્ષારોપણ નો કોઈ અર્થ રહેતો નથી…
હુ તમને પુછવા માગુ છૂ કે રવીવારે આ વુક્ષો રોપ્યા પછી ફોટામા દેખાતા કેટલા લોકો આ રોપેલા વ્રુક્ષની ખબર લેવા ગયા…? કદાચ સક્ય છે તમે રોપેલા વ્રુક્ષો કોઈ ગાય કે બકરી માટે એક દિવસ નો નાસ્તો બની ગયા હોય….!

એકદમ સાચી વાત છે કે જનરલી બધા ફોટા પડાવીને જ (આત્મ) સંતોષ માનીને ઘર ભેગા થતા હોય છે અને જો જતન ન કરવું હોય તો વૃક્ષારોપણ બેમતલબ જ નહી પરંતુ એક ગુન્હો જ ગણાવો જોઇએ. જનરલી આપણે જોઇએ છીએ કે છાપામાં વૃક્ષા રોપણના આંકડા હજારોમાં હોય છે જ્યારે અહિં 2-3 આંકડામાં છે, શું કામ? એટલા માટે જ કે અમને એમ લાગે કે આપણી આટલી પહોંચ છે તો એટલુ જ કરીયે.

હવે વાત કરીયે ફોટામાં દેખાતા કેટલા લોકો ત્યાં ગયા?

તો, દોસ્ત, એ માટે દસ મેમ્બરની એક કમીટી બનાવી છે તેઓનું કામ જ ફરવાનું છે કે આ રોપાઓને કોઇ ચરી ન જાય. અને ડેઈલી, આઇ રીપીટ  ડેઈલી આ લોકો ત્યાં જુવે અને ચેક કરે કે કામ બરાબર થાય છે કે નહી. તેઓ શેનું મોનીટરીંગ કરે ? તો એક ચોકીદાર છે જેનું કામ પાણી પીવડાવાનું છે,  એ પાણી બરાબર પાય છે કે નહી, એને પાણી મેળવવામાં કોઇ ધીક્કત તો નથી પડતી વગેરે. એ સિવાય મેં ઉપર લખ્યું તેમ આ ખુલ્લી પરંતુ બાઉન્ડ્રી વાળેલી જગ્યા છે, અને અહિં અમારે S.R.C. કે જેઓએ ગાંધીધામ વસાવ્યું છે તેમની પરમિશન લઈને કામ કરેલ  છે અને એ લોકો એ   ગેટ લગાવી દીધો છે જે નીચેના ફોટામાં જોઇ શકો છો.

Gate of Swami Lilashah Health Centre

Gate of Swami Lilashah Health Centre

તદુપરાંત અઠવાડિયે એકવાર માળી આવી દરેક રોપાની તબિયત પુછી જાય અને જરૂરી ખાતર પાણી અને અમુક કેસમાં રોપાનું રિપ્લેસમેન્ટ પણ થાય.

આ પ્રકારની માવજત-જતન કમ સે કમ દોઢેક  વર્ષ સુધી કરવાના છીએ, અને  જો હું  જીવતો હોઇશ તો દોઢેક વર્ષ પછી આ જ બ્લોગ પર આ જ જગ્યાના ફોટા મૂકીશ એ કેમ રહે?

Gate of SRC Proposed Park_7B Gandhidham

Gate of SRC Proposed Park_7B Gandhidham

છેલ્લે છેલ્લે એક વધુ વાત કે આ સંસ્થા કોઇ સરકારી કે સરકારી લોકોની બનેલી નથી, જેને (કામ કરવા માટે) હાથમાં ચળ આવતી હોય અને ખીસ્સામાં ભરવા માટે નહી પરંતુ ખીસ્સામાંથી ઠાલવવાની ચળ હોય એ જ આવી ચળવળમાં જોડાય છે. અને અમારી લીમીટેશન્સનું પુરતું ભાન રાખીને આ સિવાયના પણ પ્રોજેક્ટ આગળ વધારીયે છીએ જેવા કે  પ્લાસ્ટીક થેલીના બદલે પેપર બેગ અને કપડાની થેલીના  ઉપયોગ અંગે  લોકોમાં જાગૃતિ લાવવી, સ્કૂલ્સમાં નિબંધ સ્પર્ધા કે વૃકતૃત્વ સ્પર્ધાનું આયોજન વગેરે  જેવા કાર્યક્રમ પણ હાથ ધરે છે.

ઘણું થઈ ગયું  ને?

જય હિન્દ

8 ટિપ્પણીઓ

Filed under વૃતિ - પ્રવૃતિ

8 responses to “સંકલ્પ_સંશય

 1. સરસ..જાણી આનંદ થયો કે વ્રુક્ષો રોપ્યા પછી તેનુ જતન કરવાનુ પણ તમારી સંસ્થા ભુલતી નથી,કદાચ મે તમારી સસ્થા વિશે જાણ્યા જોયા વિના લખી નાખ્યુ કે પ્રસ્ન કરી દીધો કદાચ ઉતાવળ થી થઈ ગયુ હશે…ક્યાક વ્રુક્ષારોપણ થાય એટલે મારા મગજ મા તેની જતન નિજ વાત ઉઠે છે ….

  • rajniagravat

   ના ના, તમારો સંશય સ્થાને જ હતો, તમે સવાલ કર્યો તો મને એક પોસ્ટ બનાવવાનો “મૌકો” મળી ગયો ને યાર. તમે કર્યા એવા સંશય મેં પણ એ લોકોને કર્યા જ હતા અને હજુયે ક્રોસ ચેક કરતા રહેવાની આદત છે, આંખ બંધ કરીને ભગવાનને ય નથી માનતો.. હા હા હા

 2. પિંગબેક: વૃક્ષારોપણ સાથે વૃક્ષોનુ જતન જરુરી… « આપણું ઉમરેઠ

 3. જબરી પોસ્ટને જબરુ કામ!

 4. પિંગબેક: “જેવી” તેવી પણ જુગલબંદી « એક ઘા -ને બે કટકા

 5. ખુબ જ સરસ કાર્ય કરી રહ્યા છો. અમારી શુભેચ્છાઓ તમારી સાથે છે…

 6. પિંગબેક: A.C.=Use_Max.Use_Misuse « એક ઘા -ને બે કટકા

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s