ચલતે ચલતે – I


છેલ્લા આઠ દસ દિવસમાં ભૂલ ભૂલથી સારા કામ થઈ ગયા, એમાનાં બે નોંધનીય છે.

1- અમારા રહેણાંક વિસ્તારમાં  (બોલે તો અપુન કે એરિયે મે) એક  બાઉન્ડ્રી વાળેલી પણ આમ  ખુલ્લી જગ્યામાં  “સંકલ્પ” નામની સંસ્થાએ વૃક્ષા રોપણનું કામ કર્યું.

આ સંકલ્પ સંસ્થા એટલે બે વરસ પહેલા બે-ચાર જાગૃત નાગરીકને વિચાર આવેલો કે પર્યાવરણને બચાવવા કંઇક કરવું જોઇએ, કમ સે કમ લોકોમાં અવેરનેસ લાવવાનું કામ કરીયે, અને એ લોકો સૌ પ્રથમ પોતાના ઘરથી અમલ શરૂ કર્યો જેમા – પ્લાસ્ટીક બેગનો કમ સે કમ ઉપયોગ, વૃક્ષા રોપણ, ઇલેક્સ્ટ્રીસીટી કે ઇંધણ વગેરેની બાબતોમાં જાગૃતિ….. બસ પછી તો નજદીકના મિત્રો, સગા-સંબંધીઓ પણ જોડાતા ગયા અને એમના “સંકલ્પ”માં હાથ-જોડ કરતા રહ્યા, આજે એ બે-ચાર મેમ્બરમાંથી સદી ફટકારાય ગઈ છે. હું હજુ નવો- નવો જોઇન થયો છું એટલે વધુ વિગત ખબર નથી પણ એ લોકોનું કામ સરાહનીય તો છે જ. અમારા એરિયામાં જ વર્લ્ડ પોપ્યુલેશન ડે અને ગયા રવિવાર 09–08-09ના રોજ મળીને કુલ 164 વૃક્ષ રોપ્યા.

આવજો, ઘણા બધા વ્રુક્ષ વાવજો.આવજો

આવજો, ઘણા બધા વ્રુક્ષ વાવજો.આવજો

ઉપરોક્ત ફોટા પરથી એવું નહી માનવાનું કે અમે બધા “ઢગા” લોકો જ નવરા બેઠા આવા કામ કરીયે છીએ પણ નીચેની તસવીરમાં જુવો નાની નાની ખીસકોલી  જેવી ઢીંગલીઓ પણ હાથ બટાવે છે.

પર્યાવરણ બચાને કા છોટે બચ્ચોકા બડા "સંકલ્પ"

પર્યાવરણ બચાને કા છોટે બચ્ચોકા બડા "સંકલ્પ"

અને મહિલાઓ પણ પતિને પરેશાન કરવાનું સાઇડ પર રાખી પર્યાવરણના જતન-સરંક્ષણ માટે આગળ પડતો ભાગ લ્યે છે.

હમ ભી કુછ કમ નહીં!

હમ ભી કુછ કમ નહીં!

આ તો થઈ એક વાત બીજી વાત માટે આઇ નીડ બ્રેક બડી.. અને વાંચનારનાં મનમાં પણ આ જ ચાલે છે ને ? હા હા હા

Advertisements

8 ટિપ્પણીઓ

Filed under વૃતિ - પ્રવૃતિ

8 responses to “ચલતે ચલતે – I

 1. ખજિત. .

  સંકલ્પ. . આ શબ્દ ઘણી બધી વખત સાંભળ્યો છે, પણ સંકલ્પ આવે એટલે લગભગ પોતાના માટે કઇંક સારુ કરવાની કોશિશ આવી જાય, માત્ર પોતાનુ, એનાથી સમાજને કઇ ફાયદો નથી થવાનો એ આપણે જાણતા જ હોઇએ છીએ. પણ વૃક્ષારોપણ નુ આ કામ તો માત્ર આપણને જ નહીં, પણ આખા સમાજને મદદરૂપ બની રહે છે.
  ખરેખર પ્રશંસનીય કામ. . .

 2. વ્રુક્ષા રોપણ કર્યુ ખુબ સારી વાત છે પણ હુ માનુ છૂં ત્યા સુધી વ્રુક્ષો રોપ્યા પછી તેનુ જતન કરવુ ખુબ મહત્વનુ છે.જો આવુ ન કરવામા આવે તો વ્રુક્ષારોપણ નો કોઈ અર્થ રહેતો નથી…
  હુ તમને પુછવા માગુ છૂ કે રવીવારે આ વુક્ષો રોપ્યા પછી ફોટામા દેખાતા કેટલા લોકો આ રોપેલા વ્રુક્ષની ખબર લેવા ગયા…? કદાચ સક્ય છે તમે રોપેલા વ્રુક્ષો કોઈ ગાય કે બકરી માટે એક દિવસ નો નાસ્તો બની ગયા હોય….!

 3. પિંગબેક: સંકલ્પ_સંશય « એક ઘા -ને બે કટકા

 4. તમારો સંકલ્પ સંશય દુર થયા પછી ગોળથીય ગળ્યો લાગ્યો !

 5. પિંગબેક: “જેવી” તેવી પણ જુગલબંદી « એક ઘા -ને બે કટકા

 6. પિંગબેક: A.C.=Use_Max.Use_Misuse « એક ઘા -ને બે કટકા

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s