Customer Care = Who Cares?


મનસુખ  મારફાડિયો = અગર કોઇ એમ માનતું હોય કે આપણો કેસ,  ફાઇલ યા આખેઆખો માણસ ( “ઓફિસ-ઓફિસ” ની જેમ ) સરકારી કચેરીમાં જ ખોવાય જાય તો એ પામર મનુષ્ય દયા/અનુકંપાને પાત્ર છે.

જેન્તી ઝનુની = તારી આ જ તકલીફ છે, કોઇ (‘શોલે’ જેવા) સિક્કાની સારી બાજુ જોતો જ નથી અને જામી પડવા માટે તૈયાર જ હો, તું વિચાર કે સરકારી સ્ટાફની જેમ એ લોકો તમારા સાથે વર્તે છે? કેવી સરસ સરસ રીતે સુંદર કન્યાઓ આપણા સાથે ફોનમાં અને રૂબરૂમાં હસીને વાત કરે?  આવી કદી કોઇએ કરી છે?

મનસુખ મારફાડિયો = હા યાર જેન્તીયા તારી ઈ વાત તો હાચી, એવું અત્યારની વાત તો જવાદે પણ તારી ભાભીને જોવા ગયો તો ને ત્યારે ય એણે મારી સામે હસવાનું કે દાંત કાઢવાની બદલે દાંતિયા જ કર્યા હતા. એ મને હજુયે યાદ છે અને મને એ પણ યાદ છે કે આપણે વાત બીજી કરતા હતા એટલે તું વાત ને આડેપાટે  ન ચડાવ.

જેન્તી ઝનુની = હા બોલ ને ભાઈ તું તો વાંધા-વચકા વિમા કંપનીનો એજન્ટ છો ને?  એટલે તને બધું આવુ જ દેખાશે મને એ કહે કે તને સરકારીની સાથે સાથે ખાંડ-ઘી કંપની સાથે ક્યાં વાંકુ પડ્યુ?

મનસુખ મારફાડિયો = પ્રાયવેટીકરણ (મસ્ત શબ્દ છે ને?) ના વાયરા વખતે સૌ ને એવો જ ભ્રમ હતો જેવો 1947 પહેલાના નાગરીકો ને હતો – કે આઝાદી આવવાથી શું નું શું  થશે ( અને શું નું શું થયુ? !)

જેન્તી ઝનુની = જો મનુડા વાત ને તું આડે પાટે ચડાવમાં,  મારી પાસે ટાઇમ નથી!

મનસુખ મારફાડિયો = હા, ચાલ ને કહું છું. સરકારીયા કર્મચારી  જે રીતે તોછડાઈ,ઉધ્ધતાઈ અને બેદરકારીથી ગોટે ચડાવતા એ ટ્રેન્ડ હવે બદલાયો છે. ફોન કે રૂબરૂ આપણે જઈએ એટલે સર, સર કહે અને આપણા જેવાને કોઇ સર તો કહેતું ન હોય એટલે ભૂલી જાય કે શેના માટે આવ્યા હયા કે ફોન કર્યો હતો?  !

જેન્તી ઝનુની = હં.

મનસુખ મારફાડિયો = જો એક-બે દાખલા આપું તો તમે ડી.ટી.એચ.,ટેલીફોન,ઇન્ટરનેટ, બ્રોડબેન્ડ લ્યો ત્યારે લોકલ પ્રતિનિધિ કે ડિલર તમને સરસ રીતે ગાઇડ કરે પણ એ લીધા પછી જો એમાં વાંધો પડે (એટલે કે પડે જ ) તો એ ગાઇડ જ તમને મીસગાઈડ કરે કે અહિં ફોન કરો ને ત્યાં કરો… અને બને પાછું એવું કે કમ્પલેઈન  રજીસ્ટર કરાવા એમની અ’વાદ, મુંબઈ કે દિલ્હી  સ્થિત ઓફિસમાં જ કૉલ કરવો પડે અને જ્યારે તમને “પ્યાર”થી કમ્પલેઈન નોંધાવાનું કહે ત્યાં સુધીમાં તો દરેક જ્ગ્યાયે તમારી કરમ કહાણી કહી કહીને અભિમન્યુના સાત કોઠાઓ જેવી “કસ્ટમર કેર” ની માયાઝાળ વીંધીને એવો ડુચો થઈ ગયા હો કે તમે ખુદ એ કમ્પલેઈન ભૂલી જાવ અને લોચા વાળવા માંડો.

જેન્તી ઝનુની = તો બરાબર તો છે ને? એમ કંઇ મફતમાં “સેવા” મળે?

મનસુખ મારફાડિયો = તું મને દાઝ  ન દેવડાવ.

જેન્તી ઝનુની = નહિં તો તું શું કરી લેવાનો? પેલા કસ્ટમર કેર નું કંઇ ઉખાળી શક્યો?

મનસુખ મારફાડિયો = અરે યાર એમ નહીં.

જેન્તી ઝનુની = તો?

મનસુખ મારફાડિયો = મારું કહેવાનું છે કે એ લોકો એવા સીલી સવાલ કરે કે એવા સીલી સવાલ તો યાર પત્નીએ નથી કરતી.

જેન્તી ઝનુની = જોયું? પહેલીવાર ભાભી(ની બુધ્ધી) પર માન થયું ને ?

મનસુખ મારફાડિયો = સાંભળ તો ખરો..

જેન્તી ઝનુની = હા સંભળાવ.

મનસુખ મારફાડિયો = બધા દાખલા આપીશ તો શરમ શરમમાં આ પોસ્ટ વાંચે છે એ લોકોની સહન શક્તિની હદ આવી જશે એટલે  તાજો જ દાખલો કહું  –  ડી.ટી.એચ. રીસીવર બંધ થઈ જાય અને તમે કમ્પલેઈન માટે  લોકલ ડિલર થી માંડીને કંપની સુધી પહોંચો તો ડિટ્ટો નીચે આપેલ ક્રમમાં  જ સવાલ પુછે, જો કે હું તો એ ય 50% લખીશ….. (બ્લોગ રિડર – થેંક ગોડ !)

હેલ્લો..

બોલો સાહેબ..

અરે યાર  ટી.વી.માં કંઇ આવતું નથી, “નો સિગ્નલ”  બતાવે છે.

કંઇ વાંધો નહી (!) એ કહો કે એડોપ્ટરમાં લાલ લાઇટ જલે છે?

હા..

અચ્છા રીસીવરમાં પાવરની લાઇટ?

હા

ટી.વી. કેબલ બરાબર ભરાવેલ છે?

અરે હા યાર, આ બધું હોય તો જ ટી.વી. પર  “નો સિગ્નલ”  આવે ને?

અચ્છા કંઇ વાંધો નહીં (ફરી?) માઇનર પ્રોબ્લેમ છે, વરસાદના હિસાબે થયું હશે, વૉરન્ટીમાં છે એટલે નથીંગ ટુ વરી, તમે કસ્ટમર કે’રમાં કૉલ કરી દો  એટલે તમારો પ્રોબ્લેમ સોલ્વ!

જેન્તી ઝનુની = પછી?

મનસુખ મારફાડિયો = પછી શું મેં અગાઉ કહ્યું એમ ફરી 3-4 જણા અને જણીઓને કૉલ કર્યા એમણે આવા જ બધા તીકડમ-સવાલો કર્યા, મેં સમજાવાની ટ્રાય કરી કે  આ બધી કસરત તો કરી ચુંક્યો છું પણ પત્નીની જેમ એ લોકો પણ આપણા સવાલ ઑપ્શનમાં કાઢીને , (આપણા) કૉલ ચાર્જીસની પરવા કર્યા વગર બધી કસરત કરાવીને જંપ્યા.

જેન્તી ઝનુની = પણ 24 કલાકમાં તો  તારું ટી.વી. એટલે કે ડી.ટી.એચ. ચાલુ કરી દીધુ ને?

મનસુખ મારફાડિયો = હા, પણ એ 24 કલાક પહેલાનાં કેટલા કલાક અને રૂપિયા બગડ્યા એનું શું?

જેન્તી ઝનુની = તું બી ના?  સાવ પચપચિયો જ છો. એવું બધું નહી જોવાનું ફાઇનલ કમ્પલેઈન નોંધાયા પછીના 24 કલાકમાં તને “ફ્રિ”  સર્વિસ મળી એની તો કદર જ નથી!

મનસુખ મારફાડિયો = હેં? !

1 ટીકા

Filed under રમૂજ, વૃતિ - પ્રવૃતિ

One response to “Customer Care = Who Cares?

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s