“આડી”- “અવળી” વાતો – II


આપણને  અમુક એવી એવી (કડક) સૂચનાઓ વાંચવા મળે કે મનમાં મરકી ને પછી ખડખડાટ હસીને ઢીલા(રીલેક્સ) થઈ જઈએ.

 

* એસ.ટી.માં લખેલ હોય કે ધુમ્રપાનની સખત મનાઈ છે.

=> એ બોર્ડની પાછળ ડ્રાઈવર (કંડકટર ઓછા) અને સામે પેસેન્જર, બધા ઠપકારતા હોય !

 

* બીજી આવી એક વાત પણ એસ.ટી.માં જોવા મળે-  ધારાસભ્યો માટે અનામત!

=> કોઇએ આવો (ગં)ધારા (અ)સભ્યને ક્યારેય એસટીના પગથિયા ચડતો જોયો?

 

* અહિં કચરો ફેંકવો નહી કે અહીં ટોઇલેટ જવું નહી.

=> આવી સૂચનામાં મસ્ત વાત એ હોય કે ગમે એટલો કચરાનો ઢેર હોય કે પાયા સુધ્ધાં ભલે ભીના થઈ ગયા હોય પણ લોકો એવી કાળજી (!) રાખી હોય  કે એ સૂચના તો આપણને વંચાય જ!

 

* કુતરાથી સાવધાન!

=> કહેવાની જરૂર ખરીકે એના ઘરમાં કુતરો જ ન હોય અને બોર્ડ નીચે કે પાસે ભાઈસાહેબ ઊભા હોય (કે રાખવામાં આવ્યા હોય?)

 

* લાઈબ્રેરીમાં – મોબાઇલ ઑફ/ સાયલન્ટ રાખવા.

=> તમે એ વાક્યા પુરુ વાંચો ત્યાં સુધીમાં ત્રણેક રીંગ તો સંભળાય જ જાય (એમાં એક આપણી!)

 

* કામ સિવાય બેસવું નહી

=> આવી જગ્યાયે કમ સે કમ અડધો ડઝ્ન માણસો એવા જોવા મળે જે “નકામના” હોય..

Advertisements

4 ટિપ્પણીઓ

Filed under ગુજરાત_ગુજરાતી, રમૂજ, વૃતિ - પ્રવૃતિ

4 responses to ““આડી”- “અવળી” વાતો – II

 1. જ્યારે પણ ગુજરાત રાજ્ય માર્ગ પરિવહનની બસમાં પ્રવાસ કર્યો છે ત્યારે ધારાસભ્યની બેઠક પર કર્યો છે. હજી સુધી કોઇ (ગં)ધારા સભ્ય આવીને મને ઊઠાડ્યો નથી!

 2. mynewsforall

  હા આપણે મહદ અશે સરખુ લખ્યુ છે,
  પણ મે તમારા માથી કોપી નથી કર્યુ ( તમે મને કહ્યુ કમ્લેન પણ નથી કરી)
  છતા પણ તમને વાધો હોય તો મારા બ્લોગ ઉપરથી હુ તે લેખ ડીલીટ કરીશ

  આભાર

  • rajniagravat

   ના ના મને કોઇ આપત્તિ નથી. અને એક્ચ્યુલી મનેખબર પણ નથી કે આ (mynewsforall )આઇ.ડી અને એ બ્લોગ બન્ને એક જ છે ,નહિંતર ધ્યાન પણ ન દોરત કેમ કે તમે તો ઑલરેડી આ ટૉપિકની મુલાકાત લઈ ચુક્યા છો.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s