જય જય ગરવી ગુજરાત


ગઈકાલનો ચુંટણી જ્વર અને આજના ગુજરાત સ્થાપના દિન પર વધુ એક પોસ્ટ બનાવતા વિચારી રહ્યો છું કે  પો’ર સાલ અને ઓણ સાલની પોસ્ટમાં શું ફરક છે ? 

2008ની પોસ્ટ બનાવી હતી ત્યારે બ્લોગ જગતમાં નવો હતો , અજ્ઞાની હતો . આજે એક વરસ પછી નવો તો નથી રહ્યો પણ  આ અજ્ઞાની હોવાનું લક્ષણ જાળવી રાખવામાં સફળ રહ્યો છું. 

ગયા વરસે માત્ર જય જય ગરવી ગુજરાત લખીને અટકી ગયો હતો જ્યારે એક વરસના અનુભવ બાદ કૉપિ-પેસ્ટનો ધંધો શીખી શક્યો છું અને એટલે આ વખતે માત્ર જય જય ગરવી ગુજરાત કહીને ન અટકતા, કૉપિ કરીને મૂકી શકાય એ જાણી ગયો!

જય જય ગરવી ગુજરાત !
જય જય ગરવી ગુજરાત,
દીપે અરૂણું પરભાત,
ધ્વજ પ્રકાશશે ઝળળળળ કસુંબી, પ્રેમશૌર્યઅંકીત;
તું ભણવ ભણવ નિજ સંતતિ સઉને, પ્રેમ ભક્તિની રીત –
ઊંચી તુજ સુંદર જાત,
જય જય ગરવી ગુજરાત.
ઉત્તરમાં અંબા માત,
પૂરવમાં કાળી માત,
છે દક્ષિણ દિશમાં કરંત રક્ષા, કુંતેશ્વર મહાદેવ;
ને સોમનાથ ને દ્ધારકેશ એ, પશ્વિમ કેરા દેવ-
છે સહાયમાં સાક્ષાત
જય જય ગરવી ગુજરાત.
નદી તાપી નર્મદા જોય,
મહી ને બીજી પણ જોય.
વળી જોય સુભટના જુદ્ધરમણને, રત્નાકર સાગર;
પર્વત પરથી વીર પૂર્વજો, દે આશિષ જયકર-
સંપે સોયે સઉ જાત,
જય જય ગરવી ગુજરાત.
તે અણહિલવાડના રંગ,
તે સિદ્ધ્રરાજ જયસિંગ.
તે રંગથકી પણ અધિક સરસ રંગ, થશે સત્વરે માત !
શુભ શકુન દીસે મધ્યાહ્ન શોભશે, વીતી ગઈ છે રાત-
જન ઘૂમે નર્મદા સાથ,
જય જય ગરવી ગુજરાત.

-x-x-x-x-x-x-x-x-x-

સામાન્ય રીતે આપણે કોઇપણ બાબતે રાજકારણીઓને ભાંડીને સંતોષનો શ્વાસ લઈ લેતા હોઈએ છીએ પરંતુ  પેલું છે ને કે પહેલા પત્થર વો મારે …. એ અંગે વિચારતા નથી હોતા. બક્ષી સાહેબ કહેતાને, ” લોકશાહીમાં તો જેવી પ્રજા જેવો રાજા “.
મારા હિસાબે રાજકારણીઓ બિચારા એકદમ નિર્દોષ(!) અને ખેલદીલ  ઇન્સાન હોય છે એમને અગર તમે નકટા કહો તો પણ ખોટુ લગાડતા નથી અને  (ચુંટણી વખતે) તમારી પાસે આવી જાય છે .
આત્મા  હોવાના ચાન્સ ઓછા હોય એટલે કમ સે કમ (આપણા જ) દિલ પર  હાથ રાખીને નીચેના સવાલના જવાબ શોધવા પ્રયાસ કરીશું?  અને જાણીશું કે આપણે રોજ બરોજની જીંદગીમાં કેટલાક પ્રમાણીક છીએ? 

 

* બસ, ટ્રેન, સીનેમા વગેરે સ્થળોએ શું આપણા બાળકની ટીકીટ બને એટલા દિવસ ટાળવાના પ્રયાસ નથી કરતા?

* શું આપણે જ્યાં  પાન-મસાલા-ધુમ્રપાન ક્યાં કરાય, ક્યાં ન કરાય એનું વિવેકભાન છે?

* શું આપણે કોઇ કામથી આપણા ઘર પાસેનો રોડ તોડીએ છીએ તો ફરીથી રીપેર કરાવવો તો દુર પરંતુ એમાં માટી નાંખીને પુરી દઈએ છીએ? 

* શું આપણે ટુ વ્હીલરમાં હેલ્મેટ અને ફોર વ્હીલરમાં બેલ્ટનો નિયમ પાળીયે છીએ?

* શું ડ્રાઈવીંગ કરતી વખતે મોબાઈલ પર વાત કરીયે છીએ એ યોગ્ય છે? 

* શું આપણે સરકાર કે સમાજને ઉપયોગી થાય એવું તો ઠીક પરંતુ નુકસાન ન થાય એની કાળજી રાખીયે છીએ?

* શું આપણે મકાન/દુકાનમાં અમુક ફૂટ દબાણ ન કરીયે ત્યાં સુધી સંતોષ થાય છે? 

* શું આપણે જ્યાં નોકરી કરીયે છીએ ત્યાંનો ફોન નો દુરોપયોગ ઓછો ન કરી શકીયે?

* શું આપણે આપણા સગાવ્હાલાને લાગવગથી નોકરી/કોન્ટ્રેકટ નથી અપાવ્યા કે લીધા?

* શું આપણે આપણે કચરો પડોશી તરફ કરી દેવાનું રાજકારણ નથી ખેલતા?  

 

આવા અનગિનત પ્રશ્નો હોય જેનો  ઉત્તર આપણે જાણીએ છીએ પરંતુ કૌરવ સભામાં રહેલા સુજ્ઞજનોની જેમ મજબુર છીએ! સ્ખલન સ્ખલન છે એની માત્રા ઓછી-વધુ હોવાથી કંઇ આપણે દૂધે ધોયેલા નથી થઈ જતાં! જે દિવસે આપણે સુધરીશુ એ દિવસે નેતા બગડવાની હિંમત નહી કરે કેમકે એ છે તો આપણામાંનો જ એક ને?

Advertisements

5 ટિપ્પણીઓ

Filed under ગુજરાત_ગુજરાતી, વાર/તહેવાર/પ્રસંગ/પર્વ

5 responses to “જય જય ગરવી ગુજરાત

 1. Chetan Bhatt

  Good article at proper time. Those who praise and appreciate civlization and attiquets of other nations, never care to even follow simple traffic rules or evasion of government duties and taxes. I have seen thousands of people who uses their identity cards to evade tall tax for using bridges and highways.

  These simple things make big impact. You are right in reiterating several points which needs to be practiced and followed in our daily life to claim right of civilized, cultured and well-mannered society and heritage of culture to our next generation. I hope at the beginning of “Swarnim Gujarat Year” everyone of must vow a Sankalp to get rid of our bad habits.

  Jay Jay Garvi Gujarat…….

 2. મારા મતે આપણો પ્રોબ્લેમ એ છે કે આપણે,
  ૧. દબાય તેને દબાવીએ છીએ, એવું સમજીને કે આ માણસ કંઇ બોલતો નથી તો લગાવો એની. નોકરી, ઘર કે ઘર બહાર – આ બધે જ લાગુ પડે છે. અને તેનાથી લોકોને આવું કરવાની પ્રેરણા મળે છે.
  ૨. ખોટું ચલાવી લઇએ છીએ..

  મારો નિયમ એ છે કે જે ખોટું કરે છે તેના કરતાં ખોટું ચલાવે છે તેને પ્રથમ સજા થવી જોઇએ..

 3. રજનીભાઇ,
  બધાં સવાલો ધારદાર છે. દરેક વસ્તુને જડમૂળથી એકદમ તો ના જ બદલી શકાય પણ સાચી સમજણ થકી નાની શરૂઆત તો કરી જ શકાય. સૌ પ્રથમ જરૂર છે થોડી સિવીક સેન્સ ડેવલપ કરવાની. ઉદાહરણ તરીકે કચરો જ્યાં ત્યાં ના ફેંકવો, બને ત્યાં સુધી ટ્રાફિકના નિયમોનું પાલન કરવું, લાઇનમાં ઉભા રહેવું, મતદાન કરવું, વગેરે વગેરે. જો આ નાની વસ્તુઓ સભાનતાપૂર્વક થતી રહેશે તો પછી એ આદત બનતી જશે. આ આદતો તમને વિચારવા મજબૂર કરશે અને નવી સારી આદતોને જન્મ આપશે. બીજા જાય તેલ લેવા મને પહેલા મારુ કરી લેવા દો એવો એટીટ્યૂટ આજે લોકોમાં આવી ગયો છે એને પહેલા સુધારવાની જરૂર છે.
  મેં નીચે મારા બ્લોગ પર પહેલા લખેલા પોસ્ટની લિંક આપી છે. એમાં મારા આ વિશેના વિચારો મૂક્યા છે.

  http://krunalc.wordpress.com/2008/12/04/%E0%AA%B9%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%AC%E0%AB%8B%E0%AA%B2/

  http://krunalc.wordpress.com/2008/11/23/%E0%AA%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A1%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B0%E0%AB%80-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A5%E0%AA%BE%E0%AA%A8/

 4. વિચારતા કરી મૂકે તેવી પોસ્ટ.

  બધા પ્રશ્નો ધારદાર થયા છે.

  કાર્તિકની વાત સાચી છે આપણે જેટલા દબાઈએ એટલા લોકો આપણને વધારે દબાવે છે.

 5. chetan bhatt

  કુંવરબાઇનું મામેરું
  2009

  દીકરી ના આવ્યા હોંશીલા તેડા..

  યુ.એસ.જાવાના કંઇ કર્યા કોડ..
  મનમાં ઉગી મીઠી એક મૂંઝવણ,

  લઇ શું જાવું દીકરી માટે?
  નથી ત્યાં ક્શી યે ખોટ. સાયબી છલકે દોમદોમ……

  ત્યાં કુંવરબાઇ ના મામેરા સમ .
  લિસ્ટ આવ્યું લાંબુલચક…..!!.

  અહીં ઝળહળતા પ્રકાશ ના ધોધ માં,
  આંખ્યુ જાય અંજાય..

  માટી ના કોડિયા ની મીઠી રોશની લાવજો,
  ને વળી તુલસીકયારાની મઘમઘતી મંજરી..

  હ્લ્લો ને હાય માં અટવાતી રહી,
  જેશ્રીક્રુશ્ણ ના નાદ બે-ચાર લાવજો.

  લાવજો છાબ ભરી કોયલના ટહુકા,
  ને ઉષા ના પાલવમાંથી ઉગતા-

  સૂરજ નો રાતોચોળ રંગ……..
  ગોકુળ ની ગલીઓનો ગુલાલ અને,

  રજ વનરાવનની લાવજો…
  ખોવાઇ ગયેલ જાત ને જોઇ શકું,

  આયનો એવો એક લાવજો..
  ગુણાકાર-ભાગાકાર કરી કરી,

  ગણિત થઇ ગયું હવે પાકું,
  ડોલરિયા આ દેશમાં…

  વહાલના સિક્કા બે-ચાર વીણી લાવજો.
  ‘કેમ છો બેટા’?કોઇ ન પૂછતું ભીના કંઠે,

  આંસુ લૂછવાને ટીસ્યુ નહી,પાલવ તારો લાવજો.
  સગવડિયા આ પ્રદેશ માં ..
  લાવજો હાશકારી નવરાશ,

  ને છાંટજૉ કુટુંબમેળા ના કંકુછાંટણા………..
  મસમોટા આ મારા મકાન ને..
  ઘર બનાવવાની રીતો જરુર લાવજો,

  ઉપરથી તો છઇએ લીલાછમ્મ..
  પણ મૂળિયાં તો એની માટી ને તરસે….
  પરફયુમ –ડીઓ નહીં.
  ભીની માટી ની ભીનાશ ભરી લાવજો

  થોડું લખ્યું ,જાજું કરી વાંચજો,
  વેલાવેલા આવી હેતના હલકારાઆલજો..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s