“આડી”- “અવળી” વાતો


 • આજે 14મી એપ્રિલ, ડૉ. ભીમરાવ રામજી આંબેડકર જયંતિ”, ઘેરથી નીકળી ઑફિસ આવતા એક સર્કલ પર બાબા આંબેડકરને એમના તથા કથિતઅનુયાયીઓ હેરાન કરી રહ્યા હોય એવું લાગ્યું. એ જોતા એક વિચાર આવ્યો કે આ દેશમાં તમે મહાન બનો એટલે સમજો તમારી પથારી ફરી ગઈ! ડૉ.આંબેડકરની વિચારસરણીને , વિદ્વતા કે ધર્મ સુધ્ધાં ખબર નહી હોય એવા લોકો એ એમની લાયકાત એક જ ગણી રહ્યા છે = દલિત! આથી મોટું અપમાન શાયદ બીજું હોય ન શકે.
 • આપણે ત્યાં રજાનું દૂષણ પણ એટલું બધૂ છે કે લાગે છે કે આપણા જેટલા બેવકૂફ અન્ય કોઇ દેશ સાચવી ન શકે! સરકારી માણસો અને એમાં યે ખાસ કરીને શિક્ષકો તોકેલેન્ડર આવે  ત્યારથી મેનેજમેન્ટ કરવા માંડે કે આ રજાઓમાં  શું કરશું? સરકારી માણસો એક યા બીજા કારણો ધરીને પગાર વધારો કરાવવામાં માહર હોય પરંતુ કામ કરવાની વાત આવે એટલે ટાંટિયા દુ:ખે! પોતાનો ધંધો કરનાર નાનામાં નાનો માણસ પણ ખાસ કારણ વગર રજા નથી રાખતો કે રાખવા દેતો.


 • એક દુ:ખદ સમાચાર =>છપરામાં ચૂંટણી મંચ તૂટી પડ્યો  લાલુ નો બચાવ!   


 • અન્ય સમાચાર- 10માં (સંભવિત)11 થવાની શક્યતા. એટલે કે 2010માં મોબાઇલનં દસ આંકડાના બદલે 11આંકડાના થઈ શકે છે.

 

એક ગરીબ માણસ પાસેના તળાવમાંથી માછલી પકડી લાવ્યો.

એની પત્ની એ માછલી પકવી ન શકી . . . . .

કેમ કે એની પાસે

ગેસ ન હતો,

લાઇટ ન હતી,

તેલ ન હતું

આખરે એ માણસ માછલીને ફરીથી તળાવમાં મૂકી દીધી…..

પાણીમાંથી ડોકું બહાર કાઢી માછલી એ આભારવશ નારો લગાવ્યો 

 કોંગ્રેસ જિંદાબાદ ! 

=> (SMS)  <=

Advertisements

7 ટિપ્પણીઓ

Filed under રમૂજ, વાર/તહેવાર/પ્રસંગ/પર્વ, વૃતિ - પ્રવૃતિ

7 responses to ““આડી”- “અવળી” વાતો

 1. રજાનું દૂષણ પ્રાઇવેટ સેક્ટરમાં પણ હોય છે. એટલે કે મારા જેવા માણસો કેલેન્ડરનો બહુ સારો ઉપયોગ કરે છે!

 2. saksharthakkar

  “એક દુ:ખદ સમાચાર =>છપરામાં ચૂંટણી મંચ તૂટી પડ્યો – લાલુ નો બચાવ! ”

  આમાં દુ:ખદ સમાચાર તમે “લાલુનો બચાવ!” ને ગણ્યા છે?

 3. સાક્ષરભાઇ તમે પણ શું નિરક્ષર જેવી વાતો કરો છો.. 🙂

 4. એક સુખદ સમાચાર – છપરામાં ચૂંટણી મંચ તૂટી પડ્યો, એક દુ:ખદ સમાચાર – લાલુ નો બચાવ!

 5. પિંગબેક: આડા-અવળાં સમચારો « મારા વિચારો, મારી ભાષામાં!

 6. saksharthakkar

  અરે કાર્તિકભાઇ, મારુ નામ સાક્ષર છે… વધારે સારી રીતે કહુ તો લોકો ના શબ્દોમાં હું ખાલી નામનો સાક્ષર છુ. 😉

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s