વિખરાયેલા મોતી


(ક્યારેક વાંચેલા, સાંભળેલા, મૌલિક નથી પરંતુ પોતીકા લાગેલા મોતી….. દરેક સ્ત્રોત હાથ વગો નથી )

.

.

.

સાથે  રમતા,  સાથે   ફરતા,  સાથે  નાવલડીમાં  તરતા

એક દરિયાનું  મોજું  આવ્યું,  વાર ન લાગી તુજને સરતા

આજ લગી તારી વાટ જોઉ છું, તારો કોઇ સંદેશો ના આવે

મને તારી યાદ સતાવે….

તારા  વિના   જીવન સાથી,  જીવન  સુનું સુનું  ભાસે

પાંખો  પામી  ઊડી  ગયો,  તું  જઈ  બેઠો  ઊંચે  આકાશે

કેમ  કરી  હું  તારી  પાસે,  મને  કોઇ  નવ માર્ગ બતાવે

મને તારી યાદ સતાવે….

ઓ નીલ ગગનના પંખેરુ,  તું કાં નવ પાછો આવે ?

મને તારી યાદ સતાવે …

 

 

નથી મળવાની ખુશી સંપત્તિમાં

આ મોજાંઓ રડીને કહે છે જગતને

ભીતર માંહે મોતી ભર્યા છે છતાંયે

સમંદરનાં ખારાં જીવન થઈ ગયા છે. = બરકત વિરાણી, બેફામ

 

 

એના રે વિનાની મારી કાયા છે પાંગળી અને આંખ્યુ છતાયે મારી આંખ્યુ છે આંધળી

મારા રે સરવરિયાનો હંસલો રીસાયો રે, સરોવરોમાં તરતો કોઇએ ભાળ્યો હોય તો કેજો

 

 

તનડુ રુંધાણુ મારું, મનડું રુંધાણુ અને તાર તુટ્યોને અધવચ ભજન નંદવાણુ

કપરી આંધીમાં મારો દિવડો જડપાયો,  હે આછો સળગતો જોયો હોય તો કેજો

 

 

મળશે કોક દિ માનવી

દેશવિદેશ ગિયા

ઇ માનવી ફરી નહિ મળે,

જે ધરતીઢંક થિયા.

 

 

આખા  જન્મારાને  ઝંખનાનું  નામ, અમે  આપીને  પલ-પલ  વિતાવશું,

અંતર ચીરીને સાવ નીકળી ગયુંતું કોઇ, એનો ઘાવ નવ કોઇને બતાવશું,

સ્મૃતિઓના  ચંદનની  ચિતા  ખડકીને,  હવે  આખો જન્મારો અમે બળશું.

 

 

દારુણ દુ:ખ ભર્યુ છે દિલમાં,

તોય મોઢું હસતું,

આંતરડી કકળે છે તોયે,

મુખથી અમૃત ઝરતું.

માર્ગ બદલાતો ગયોને સાથીઓ વળતાં ગયાં

એક પાછળ એક એમ સઘળાં શૂન્યમાં ભળતા ગયાં

સાથે બેસી જિંદગીનિ જામ પિનારા સૌ

મોતના ઘેરા નશામાં ચૂર થઈ ઢળતાં ગયાં.

 


કુદરતને આ માટીની

ભીનાશ કઇ ઓછી

પડતી હશે... !

એટલે જ આ મારી

આખોમાં ભીનાશ

મુકી જાય છે... !

 

 

દીકરો મારો લાડકવાયો દેવ નો દીધેલ છે,

વાયરાઓ જરા ધીમે વાજો નીંદ માં પોઢેલ છે

 હાલક ડોલક થાય છે પાંપણ મરક્યા કરે હોઠ

શમણે આવી વાત કરે છે રાજ્કુમારી કો

રમતાં રમતાં હમણાં એણે આંખડી મીંચેલ છે

Advertisements

Leave a comment

Filed under સંવેદના

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s