બક્ષી સાહેબ ને સાદર શ્રધ્ધાંજલી


 

 

બક્ષીબાબુ જેમણે કલમ પાસેથી બંદુકનું કામ લીધું

બક્ષીબાબુ જેમણે કલમ પાસેથી બંદુકનું કામ લીધું

 

ચંદ્રકાન્ત બક્ષી! બક્ષીબાબુ! બક્ષી ! 

 આ એક એવું નામ છે કે જેના વગર  કેટલાયે દસકો પહેલાથી અને અનંત વર્ષો સુધી ગુજરાતી સાહિત્ય જગત તો ખરું જ પરંતુ  જ્યાં જ્યાં ગુજરાત અને ગુજરાતી શબ્દ વપરાશે એ  પણ અધૂરા લાગશે!

 અવારનવાર બક્ષી સાહેબને અમિતાભ બચ્ચન સાથે સરખાવવાની કોશિશ કરવામાં આવે છે, મારી દ્રષ્ટિએ આવી સરખામણી કરવી એ અજ્ઞાન અને અવળચંડાઈનો અગ્નિ ભડકાવવા જેવી  હીન બાબત છે! બચ્ચન હિન્દી ફિલ્મજગતનું એક આદરપાત્ર અને અનેક ચડતી પડતી જોયા બાદ આસમાનમાં ચમકતો સિતારો છે એની ના નહીં પરંતુ બક્ષી બાબુ તો ગુજરાતી સાહિત્યના ઝળહળતા સૂર્ય  હતા અને હજુયે છે જ . કેમ કે  હિન્દી ફિલ્મજગતમાં આપણે જોઇએ જ છીએ કે ઘણી પ્રતિભા જન્મી છે જ.  જ્યારે ગુજરાતી સાહિત્ય જગતમાં બક્ષી ખુદ કહેતા એમ તેઓ એકો અહમ જ છે  અને અન્ય  કોઇ  ઊભરી ચુક્યુ નથી. ( જો કે દૂધ અને કિડિયારાની માફક ઊભરવું એ અલગ વાત છે ને?)

 મારી  ઉપરોક્ત વાતો અગર અતિશયોક્તિ ભરેલી લાગતી હોય તો મને એનો કોઇ રંજ નથી કેમ કે બક્ષીજી એ  અતિશયોક્તિનો પર્યાય. અને એવો પર્યાય કે જેને એમના દુશ્મનોએ પણ જખ મારીને કબૂલવું પડે અને કહેતા કે એમને ગુરુતાગ્રંથી રાખવાનો પુરો હક્ક છે.

એ હક દેવડાવતી એમની ખાસિયતો, લાક્ષણિકતાઓનાં મારી જાણ મુજબના થોડાક દાખલા પર નજર નાંખીયે તો ….  

* વ્યવસ્થિત ગુજરાતી ન ભણ્યા હોવા છતાં  એમના જેટલો અન્ય પાસે  ગુજરાતી ભાષા પરનો કાબુ કાબિલે તારીફ છે નહીં. તેઓ હંમેશા  કહેતા કે બક્ષીના અલ્પવિરામ , પૂર્ણવિરામને પણ કોઇ ભૂલ કાઢી શકવું જોઇએ નહીં.

 

* ગુજરાતી ભાષા પરના એમના પ્રેમનો અન્ય અને અનન્ય દાખલો કહીયે તો તેઓ એક સમયે એવી જગ્યાએ રહેતા હતા કે જ્યાં ગુજરાતીથી કટ ઑફ થઈ ગયા જેવું હતું એટલે એમણે લખવું શરુ કર્યુ.

 

* મન્ટોની માફક તેઓને પણ એમ કહેતા બિલ્કુલ હિચકિચાહટ થતી નહીં કે એમની વાર્તાઓ વેશ્યા પાસેથી આવે છે, તેઓ વેશ્યાની બાજુમાં રહી શકતા અને એવું નોંધી શકતા કે વેશ્યાને પણ પેટ હોય છે!

 

* તેઓએ દવાઓના બોક્ષ ઉપાડનાર નોકર, કપડા વેચનાર શેઠ , શિક્ષણ આપનાર પ્રોફેસર , કોલેજ ચલાવનાર પ્રિન્સીપાલ જેવા રોલ કચકડે  નહી પરંતુ વાસ્તવિક જીંદગીમાં ભજવ્યા છે તો સાથે પ્રેમાળ પતિ, વાત્સલ્ય વરસાવતા પિતા અને દિલ ફાડીને પ્રેમ કરનાર મિત્ર  તો ઠીક પણ  તેઓ  દુશ્મની પણ  દિલ ફાડીને કરનાર વ્યક્તિ  હતા. તેઓ પોતાનો આક્રોશ ઠાલવવામાં શબ્દોની કદી ચોરી ન કરતાં અને ખુલ્લે આમ પોતાની અત્મકથામાં લખી નાંખ્યુ કે અમૃતલાલ ચિતા પર સુતા છે અને હું એના મોઢામાં પેશાબ કરી રહ્યો છું! ! !

 

* ગુજરાત સરકાર તરફથી મળનાર ઇનામને ઠુકરાવનાર  તો સામે પક્ષે મંબઈનું શેરીફ પદ શોભાવનાર પણ બક્ષી જ હતાં

 

* ગુજરાતને  ગુજરાતી સાહિત્યમાં બદનક્ષીનો કેસ ઝેલનાર પણ બક્ષી જ દેખાયા કેમ કે અન્ય કોઇ મરદ(મર્દ) દેખાવો તો જોઇએને જે બક્ષીબાબુની માફક (એમના શબ્દોમાં કહીયે તો સાયકલ ચોર અને રંડીઓના દલાલની સાથે) ઊભા રહી શકે!

 * આ માણસ આખી જીંદગી  પોતાની શર્તે જીવ્યા અને મૌતને  પણ પોતાની ઇચ્છા મુજબ જ આવવું પડયું કેમ કે તેઓ ને  વેણીભાઈ પુરોહિત કહેતા એ ગમતું કે  એમને ફટકડો થઈને ફૂટી જવું ગમે , નાહકનું સોઇ ભોંકાવીને લાં….બુ જીવવું પસંદ નથી અને એમ જ , અચાનક ગુજરાતી સાહિત્યમાંથી ફ્ટાકડો થઈ ફૂટી ગયા સાથે સાથે ગુજરાતી સાહિત્યના  ફુગ્ગામાંથી જે હવા નીકળી તે નીકળી , હજુ સુધી કોઇ હવા ભરનાર મળ્યો નથી!

 

યાર બાદશાહોના બાદશાહ , સાહિત્યના શહેનશાહ એવા શ્રી બક્ષી સાહેબની આજે 25 માર્ચ ના રોજ ત્રીજી પુણ્યતિથી  છે , પરમ પ્રિય બક્ષી સાહેબને  સલામ .  

બક્ષી બાબુ તરફથી પરોક્ષ એટલું  બધું મળ્યું છે કે  પાનાં ના પાનાં  ભરીયે  કે પોસ્ટની  પોસ્ટ ભરીયે એટલું  ઓછું જ છે.

 બક્ષી બાબુના અવતરણો :- બક્ષી બાબુ

 • મૌજ કરો. વિરોધીઓને અદેખાઇ થઈ જાય એટલી બધી મૌજ કરો. બસ, વેર લેવાનો એ જ સર્વશ્રેષ્ઠ માર્ગ છે.
 • દોસ્તી  અકારણ બને છે પણ સકારણ ટકે છે.
 • વીસ -બાવીસ વર્ષની ઉંમરે પુરૂષની બાયોલોજી સ્ત્રી માંગતી હોય છે. ત્રીસ વર્ષ પછી પુરૂષની સાયકોલોજી સ્ત્રી માટે ભુખી થાય છે. ઘરના રોટલાની ભુખ અથવા એકાદ પથારીમાં પટકી નાંખે એવી બીમારી પુરૂષને સ્ત્રી માટે તરફડાવી નાંખે છે.
 • બદમાશી કરતાં રહેવું અને શરીફી બતાવતા રહેવું ખરેખર કળા છે. મને એ હજી નથી આવડતું. પણ એ જો કે શીખવા જેવી વસ્તું છે. પણ હું બહું સ્વમાની માણસ છુ, અને હું મારા સિધ્ધાંતોને બહું પ્રામાણિકતાથી વળગી રહું છું એટલે હું બદમાશ થઈ શકતો નથી. બદમાશ થવા માટે પહેલા અપ્રમાણિક થતાં શીખવું પડે છે.
 • બાપની પૈસે ‘ પ્રેમ ’ કરવા જેવી નામર્દાઈ બીજી એકે ય નથી.   સાહિત્યકાર શ્રી બક્ષી સાહેબ
 • સંબંધો સ્વચ્છ વિશ્વાસથી શરૂ થવા જોઈએ અને આંધળા વિશ્વાસ ના શિખર પર પહોંચવા જોઈએ તો એ સંબંધો આજીવન બને છે.
 • ન કમાવુ એટલે શુ? ન કમાવુ માણસ ની ઊંચાઇ ઓછી કરી નાખે છે. કપડા મેલા કરી નાખે છે. ચેહરો કાળો કરી નાંખે છે. બીજાઓ ની સ્ત્રીઓ ને વધારે ખૂબસૂરત બનાવી નાખે છે. માતૂત્વ માં ઓટ લાવી દે છે. અને પૈસા ક્માનાર માણસના કાન ખૂલી જાય છે. એના સ્વરમાં અધિકારી વજન આવી જાય છે.એના માથા ની આસપાસ હવાનુ દબાણ ઓછુ થાય છે. ગુજરાતીઓ માટે પૈસા ક્માવા એ ધર્મથી વિશેષ  છે.
 • ધર્મ મનુષ્યે પેદા કર્યો નથી, મનુષ્યે ધર્મ બનાવ્યો છે . . ધર્મ પર મનુષ્યનો અધિકાર છે, ધર્મનો મનુષ્ય પર અધિકાર નથી.
 • પુરુષસમોવડી જેવા જરીપુરાણા શબ્દપ્રયોગો કરનારા ગુજરાતીઓએ એક વાતનો સંતોષ કે અસંતોષ લેવાનો છે કે ગુજરાતીઓમાં છોકરીઓએ રમતગમતના ક્ષેત્રમાં છોકરાઓ કરતાં એક હજાર ગણી વધારે સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે.   

Advertisements

29 ટિપ્પણીઓ

Filed under ગુજરાત_ગુજરાતી, વૃતિ - પ્રવૃતિ, સંવેદના, સાહિત્ય, Baxi Babu - Chandrakant Baxi

29 responses to “બક્ષી સાહેબ ને સાદર શ્રધ્ધાંજલી

 1. આહ બક્ષી, વાહ બક્ષી! બક્ષી નથી રહ્યા – તેનું દુ:ખ આખી જીંદગી રહેવાનું જ છે. હા, તેમના લખાણો જીવંત રહેવાના જ છે.

  રજનીભાઇ – અરે યાર, હજી પણ તમે બક્ષીબાબુની ડીવીડી ક્યાંથી અને કઇ રીતે મળે તેની સંપૂર્ણ માહિતી નથી આપી! તમે મારા માટે મંગાવી આપો? આપણે હિસાબ કરી લઇશું 😉

 2. rajniagravat

  કાર્તિકભાઈ,

  બક્ષીબાબુ કે ઓશોના ચાહક/યાર બાદશાહો કદી હિસાબ શીખ્યા હોય? મને તમારું એડ્રેસ આપો, મોકલી આપીશ.

 3. ચંદ્રકાંત બક્ષીની તોલે તો કોઈ ના આવી શકે. બક્ષી એક હતા અને એક જ રહેશે. એમના જેવો બીજો ફરી પાકવાનો નથી. ભરપૂર લખ્યું અને ભરપૂર જીવ્યા. અને તે પણ કોઈની સાડીબારી રાખ્યા વગર. બક્ષીની કલમને સલામ છે.

 4. બક્ષી સાહેબ નું એક વાક્ય મને હંમેશા પ્રોત્સાહિત કરતું રહે છે
  “હું આવ્યો તે પહેલાં અને હું જઇશ એ પછી ગુજરાતી સાહિત્યમાં એ ફરક હશે અને એ ફરક મારા લીધે હશે”

 5. arvindadalja

  રજનીભાઈ
  આપની જેમજ હું બક્ષીજીનો ચાહક છું.એ વાત ખરી છે કે બક્ષીજી બક્ષીજી જ હતા તેમની સરખામણી તેમના સિવાય કોઈ સાથે ના થઈ શકે. માત્ર શ્બ્દો વડે જ કોઈની ચામડી ઉતેડી લેવાનું કહો તો એ કરવા માત્ર બક્ષીજી જ સમર્થ હતા. ભાષા ઉપરનું એમનું પ્રભત્વ કાબીલે દાદ હતું અને એમને જે કહેવાનું હોય તે સીધે સીધુ કહી દેવાની અર્થાત એક પણ શબ્દ ચોર્યા વગર કહી દેવાની હિમત પણ માત્ર એક બક્ષીજી જ ધરવતા હતા. ગુજરાતિ સહિત્યને તેમની ક્યારે ય ના પૂરાય તેવી ખોટ પડી છે. આપની જાણ ખાતર મેં બક્ષીજીના તમામ પુસ્તકો માત્ર વાંચ્યાજ નથી પણ મારા અંગત પુસ્તકાલયમાં વસાવેલા પણ છે. અને હજુ પણ વારંવાર વાંચતો રહુ છું. આપને બક્ષીજીની આ પૂણ્ય તિથીએ યાદ કરવા બદલ અભિનંદન. ચાલો ત્યારે ફરી મળીશું.
  સ-સ્નેહ
  અરવિંદ

 6. બક્ષી સાહેબના ચાહકોને જલસો પડી જાય તેવી પોસ્ટ.

  આહ બક્ષી, વાહ બક્ષી!

 7. જોરદાર!
  અન્ય ભલા કદી કદી.. બક્ષી ભલો બારેમાસ!

 8. Nirlep Bhatt

  rare jewel & gem of the person……he was Don Bradman or Mohammed rafi of guj. literature, simply unmatchable & far ahead than his peers..Missing Baxi

 9. dilip mehta

  dear rajnibhai
  kudos for paying a great tribute toour ever the greatest baxiji!ena jevo mard lekhak have door door pan jadto nathi.sachu lakhwani saja me pan bhgvi6 ,dost! 10 varsh lagi hu pan baxiji ane vinod mehta ni mafak adalat ma bootlegaro , veshyao ane badmasho ni jode patli par bethelo chhu!pan anand6 .. satya bolwano.. lakhwano ane patrakaritama 2 vet unche jivi jawano!a badhu baxi pase thi pamyo .. i salute this great soul to day!

 10. “બક્ષી” નામ હી કાફી હૈ. ગુજરાતી સાહિત્યમાં જો વાંચન અંગે સર્વે કરવામાં આવે તો એક બાજુ બક્ષીનું સાહીત્ય અને બીજી બાજુ તમામ સાહીત્ય રાખવા મા આવે તો પણ બક્ષી સ્પષ્ટ બહુમતીથી વિજેતા થાય. આ બાબત પર મને કોઇ અતિસયોક્તિ નથી લાગતી.

 11. પોતાની બહુમુખી પ્રતિભાના દ્વારા વિવિધ સાહિત્ય સ્વરૂપમાં નક્કર પ્રદાન કરનાર અને પોતાના સશક્ત તેજાબી વિચારો – વાતોથી; આપણા સૌને હૈયે અનેરું સ્થાન ધરાવનાર, બક્ષી સાહેબને તેમની પુણ્યતિથિએ;
  તેમના અસંખ્ય ચાહકો પૈકી એક પ્રશસ્ત-સહૃદય ચાહક એવા રજનીભાઈ – તેમની યાદ અહીં તાજી કરાવીને તમે અમને ઉપકૃત કર્યા છે. તમારી જેમ, અમારા હૈયે પણ એમની યાદ ચિર-સ્મરણીય છે/રહેશે. આભાર.

 12. મળી ડીવીડી મને, થેન્કસ ટુ યારબાદશાહ – કુનાલ ધામી!

 13. Dhaivat Trivedi

  બક્ષીબાબુના અનન્ય ચાહક પાસેથી જેવી અપેક્ષા હોય એવાં જ “બક્ષીકર્મ” માટે ધન્યવાદ.
  બક્ષી તો “ન ભૂતો ન ભવિષ્યતિ” હતા.
  એમના પહેલા એમના જેવું કોઈ થયું નથી.
  એમના પછી એમના જેવું કોઈ થશે નહિ.

 14. jaypal thanki

  એવોર્ડ-વિવેચનથી પર , માત્ર વાચકો માટે લખનારા બક્ષીબાબુ ને સાદર શ્રધ્ધાંજલી.

 15. Baxibabune anjali…mare temne malvu hatu..pan have shabd na sathvare…

 16. મારા પણ પ્રીય લેખક ..
  તેમની જીવન ઝાંખી ..

  http://sureshbjani.wordpress.com/2006/10/19/chandrakant-baxi/

 17. saksharthakkar

  સરસ… ઘણુ બધુ જાણવા મળ્યુ બક્ષીદાદા વિશેનું…

 18. Jayesh Patel

  Rajnibhai,

  I read and keep reading Baxibabu till I live that is for sure. He is my ‘Dharma Guru’ I should say. There is only one opertunity I met him when he came to Surat. I’ve had his autograph on his novel ‘Paralysis’. Beleive me it was a great experience I could never forget when I met him. I came to know that you have made a DVD on Baxibabu and I want to know how can I get it. Please let me know.

 19. Dhaivat Trivedi

  સાક્ષર ઠક્કરની કોમેન્ટ વાંચીને બંદુક નિહાળતા બક્ષીબાબુ ફોટામાંથી જીવતા થઈને તેને ભડાકે દઈ દે..!!
  ગુજરાતી સાહિત્યના “દાદા” ગણાતા બક્ષીબાબુને જોકે ઉંમરસુચક “દાદા” સંબોધન સામે તિવ્ર અણગમો હતો. આખરી દિવસોમાં આગળના દાંત પડાવી નાંખેલા અને ચોકઠુ હજુ બન્યું ન હતું એ સમયે પણ બક્ષીને પોતાના બોખા મોંથી ભારે સંકોચ થતો હતો. (બક્ષીના દેહાવસાન પ્રસંગે દિવ્ય ભાસ્કરમાં પ્રગટ થયેલ શ્રધ્ધાંજલિ વિશેષ પાના પર ભાસ્કરના તત્કાલિન ગ્રુપ એડિટર આકાર પટેલે આ બાબતનો ઉલ્લેખ પણ કર્યો હતો.)

 20. rajniagravat

  રાઇટ ધૈવત !

  મને પણ એ કોમેન્ટ વાંચીને યાદ આવ્યું હતું કે બક્ષીબાબુએ કંઇક એવા પ્રકારનું લખ્યું છે, ” મને કોઇ વડિલ કહે તો હું કોઇ ચો પગું પ્રાણી હોવ એવો અહેસાસ થાય! “

 21. Nitin

  Rajanibhai,
  Many thinks for writing beautiful few lines about bakshiji. I few the post quite small I feel you will write more.

  Personal comment: I find you have “tazagi” in your writing, besides it is always straight from heart. If I would have been Editor of Chitralekha I would have replaced Suresh Dalal and Gunwant Shah with you, because they are taking the valuable page space and just blabbering, (Chari khai che temna naam par!)

 22. બક્ષીબાબુના આ ફોટાઓ પહેલી વખત જોયા.આભાર
  બાપની પૈસે ‘ પ્રેમ ’ કરવા જેવી નામર્દાઈ બીજી એકે ય નથી.વાહ !
  હજી તો મે બક્ષીનામાના ૫૦ પાના જ વાંચ્યા છે.જેમ આગળ વાંચુ છું તેમ ‘લગે રહો મુન્નાભાઈ’ જેવું થતુ જાય છે. 😉

 23. jignesh rathod

  જીવન ની ધક્કામુક્કી માં ઢીલા થઈ ગયા હોય ને જો બક્ષીબાબુ નું લખેલું એક પાનું જ વાંચવા મળી જાય તો ફરી તરોતાજા થઈ જવાય ..કદાચ નોળવેલ જેવું! પેટ અને હાથ-પગ ની ફિકર કર્યા વિના સત્ય ના પક્ષ માં કેમ લખવું એ તો કોઈ બક્ષીબાબુ પર થી સીખે…

 24. Kunal

  I also want DVD of Chandrkant Bakshi, I want to Gift it to my pappa he is one of the big fan of C. Bakshi !

 25. dipamzaveri

  Online ek blog pan che Bakshi babu no

  Jo made to reply karjo

  net par shodhyo pan madto nathi

  ane blogspot.com par j che

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s