કહત કથીર ધમાલકો


દિ.ભા.નાં હોળી નિમિત્તે “હાસ્ય સ્પેશ્યલ કળશમાં ધૈવત ત્રિવેદીના લેખમાં … હાસ્યૈતિહાસીક પાત્રો વિશે   વાંચ્યુ કે આપણે ત્યાં આ પ્રકારના બહુ જુજ પાત્રો બન્યા છે અને જે બન્યા છે એ બધા લોકમાનસ અને દિલમાં ઘર કરી ગયા છે. એ વાત પર શ્રી શાહબુદ્દિન રાઠોડની વાત યાદ આવે છે કે જે દેશ બે સદીથી વધુ ગુલામીમાં સબડ્યો હોય એના પાસેથી હાસ્ય ક્યાંથી નિષ્પન્ન થાય?!

શ્રી શાહબુદ્દિન રાઠોડ એમ પણ કહે છે ને ઇતિહાસમાંથી માણસે એ શીખવા જેવું છે કે ઇતિહાસમાંથી માણસ કંઇ શીખ્યો નથી! D.T.એ જો આ જ ઉક્તિના સંદર્ભમાં થોડું સંશોધન કર્યુ હોત તો એને સમજાય જાત કે દરેક પ્રકારના સાહિત્યજગતમાં બક્ષી સહેબ પાસેથી લોકો હું એક જ છું શીખ્યા છે, એમના પાસેથી શીખવા જેવુ ઘણુ હતું એ ચૂકી ગયા, અને વસુકી ગયા એમ તો નહી પરંતુ નશબંધી કરાવી લીધી એના હિસાબે (પાત્ર) સર્જન અટકી ગયું.  

અને

વિનય ખત્રીના ચબરાકિયા લિન્કનું Short Sweet પેજ પર કોપિ-પેસ્ટકરણ કર્યુ  

અને

યોગાનું યોગ આ અરસામાં શ્રી ગુણવંત આચાર્યની હાસ્યનવલ કહતકથીર ધમાલકો વાંચી રહ્યો છું એટલે થયું કે કબીર વાણીની માફક કથીર વાણીને પેજ કરતા પોસ્ટ પર જ ઊતારી નાંખીયે  તો કેવું? તો હવે હું મુંગો મરૂં છું અને એ નવલકથામાંથી તમે માણો કથીરવાણી..

કહત  કથીર  ધમાલ કો

દો   બાતાં   શીખ   લે

કર  પરધાનકી  બંદગી

સાહેબકો      કુછ      દે

-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-

 કહત    કથીર     ધમાલકો

કરલે         મનમેં      લેખ

ચોરી  ભીખ જો  ના જખે

સેવાકા         લે       ભેખ

-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-

કહત  કથીર ધમાલ કો

સુણ     સેવાની   રીત

કરણીથી કહેણી ભલી

એવી   ભલી  ઑફિસ

-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-

કહત    કથીર    ધમાલકો

ઇતના    રખ   લે   ધ્યાન

બાવા કરતાં સેવક ભલા 

ગુણીજન   કરે  ગુણગાન

નેતા  ગાફિલ  કયું  ફીરે?

-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-

કયું     ગરજે        ઘનઘોર?

તેરે   સર   ચૂંટણી   ખડી,

  જ્યું       અંધિયારે     ચોર!

*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-

સેવા  સેવા  બહું  આંતરા.

સાર    સેવા    ચિત્ત    દેય;

જો  સેવાસે  મેવા  મીલે

સો  હી સેવા ગ્રહી લેય.

-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-

ટોપી   પહેર્યામાં   ત્રણ  ગુણ

નહિં    વેરો   નહિ   વેઠ;

સેવક    સેવક   સહું   કરે

ને     સુખે     ભરે      પેટ

એ પુસ્તકમાં ધૈવત ત્રિવેદીના લેખની પૂરક માહીતીનું કામ થાય એવું પણ લખેલ છે કે ગુજરાતી ભાષામાં હાસ્યનવલકથાઓ થોડીક જ છે; પરંતુ જે છે તે ખૂબ જાનદાર છે. વિશ્વસાહિત્યની આપ્રકારની કૃતિઓની તોલે આવી શકે એવી છે. રમણભાઈ નીલકંઠની ભદ્રંભદ્ર, ધનસુખલાલ મહેતા જ્યોતિન્દ્ર દવેની અમે બધા , ચુનીલાલ મડિયાની સઘરા જેસંગનો સાળો , મોહમ્મદ માંકડની અશ્વદોડ એવી કૃતિઓ છે જે પાશ્ચાત્ય ભાષામાં લખાઈ હોત તો વૈશ્વિક નામના પામી હોત.

Advertisements

2 ટિપ્પણીઓ

Filed under ગુજરાત_ગુજરાતી, વાર/તહેવાર/પ્રસંગ/પર્વ, વૃતિ - પ્રવૃતિ, સાહિત્ય

2 responses to “કહત કથીર ધમાલકો

  1. lajja

    kathir vani vanchava ni maja avi.. haju vadhare hoy to post mukjo..

  2. સઘરા જેસંગનો સાળો. હમમ. વાંચવાની બાકી છે. કારણ કે, હવે એમ.જે. લાઇબ્રેરીનો ૨૦૦૦ રૂપિયા ફાઇન ચડી ગયા પછી – કોઇ લાઇબ્રેરીમાં પગ મૂકવાની હિંમત થતી નથી..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s