બ્લોગર આચારસંહિતા-II


આ અગાઉ પણ ઉપરોક્ત વિષય અંગે પોસ્ટ લખ્યા પછી આજે લખતા પહેલા એમ થાય છે કે આપણી વિટંબણા કેવી હોય છે? તફડંચીની વાત કરવા માટે પણ શરૂઆત તફડંચીથી  કરવી પડે છે કે ગઈ કાલે ગુ.સ.માં શ્રી ઉર્વિશ કોઠારીના લેખમાં એક વાત હતી એને થોડી ફેરફાર કરીને કહું તો આચાર સંહિતાની વાત કરવી અને વાંચવી એ પણ હવે કંટાળાજનક કામ લાગે છે કેમ કે આ કોપિ-કિટાણુઓ એટલા બધા ફેલાયેલા/પ્રસરેલા છે કે એ વિશે રોજ રોજ પોસ્ટ લખીયે તો પણ બ્લોગમાંથી નવરા ન પડીયે છતાંપણ અમુક વ્યક્તિઓ હોય છે જે આ બાબત જાગ્રત રહીને સહુંને ઢંઢોળતા હોય છે એમાનું એક નામ એટલે શ્રી વિનય ખત્રી .

 

 

કોપિ-કિટાણુ યાને તફડંચીનું તરકટ કરનાર કદાચ પેલી ઉક્તિમાં માનતા હશે કે મૌલિકતા જેવી કોઇ ચીજ નથી હોતી એટલે કોઇને કોઇ વ્યક્તિ, ઘટનાથી જ પ્રેરણા મળતી હોય છે. જે લોકો નકલ કરતા હોય એ લોકોને પ્રેરણા અને ઊઠાતરીમાં ભેદ હોય છે એવી એમના પાસે અક્કલ હોય એ અપેક્ષા રાખવી એ શાયદ આપણી નિર્દોષ મુર્ખતા કહેવાય .

 

શ્રી વિનય ખત્રી ની સતર્કતા સરાહનિત અને અભિનંદનીય છે એ તો સૌ કોઇ જાણે જ છે પરંતુ સાથો સાથ એક વધુ વ્યક્તિને પણ યાદ કરવા ઘટે અને એ છે જે  રવિ હિરાણી, હા આ વ્યક્તિના કારણે જ મને વિનયભાઈની કામગીરી અને ઘણા બધા (કહેવાતા) એકટીવ લોકોની (કોપિ) કલાગીરીથી પણ માહિતગાર થયો. રવિ હિરાણીએ અમને લોકોને ઇ-મેઈલથી પોતાની ભૂલની માફી માંગી. અને ત્યારબાદ મારા આગ્રહને માન આપી એમણે પોતાના અને અમારા બ્લોગ પર પણ જાહેરમાં માફી માંગી! જો કોપિ-તફડંચી-ઊઠાંતરી આ બધા શબ્દો અને અને કાર્ય નિંદનિય છે તો પ્રાયશ્ચિત કરે એને બિરદાવવો જોઇએ. કેમ કે પેલુ કહે છે ને કે સુબહકા ભૂલા .. એની જેમ જ.

કારણકે ભૂલ કબુલ માત્ર અને માત્ર આપણા જેવા જ કરે છે. બાકી સર્જક જગત એવું લપસણું હોય કે એમાં  પ્રેરણા લેતા લેતા કયારે પચાવી પાડે એ ખબર ન પડે. આ સર્જક જગતમાં સંગીતકાર, ફિલ્મકાર, કટાર લેખક વગેરે વગેરે ક્યારેક ને ક્યારેક તો આ ધંધો કરી લેતા હોય છે અને પાછા લાજવાના બદલે ગાજતા હોય છે કે અમે આ કર્યુ છે બોલો ( શું કરી લેશો?!) જ્યારે અહિં રવિએ માફી માંગીને પ્રકરણ પુરુ કર્યુ કહેવાય. અને આમેય કોઇ બ્લોગર આવું કરે ત્યારે એને ખોટી આત્મપ્રશંસા કે મિત્રોની વાહ! વાહ!  સિવાય  કંઇ મેળવતો નથી જ્યારે સર્જક-ગણ તો આ પ્રકારના કોપિ-કાર્યમાંથી નાણા ગણી લેતા હોય છે ! એટલે મારી શ્રી વિનય ખત્રી તેમજ અન્ય મિત્રો કે જેઓને આ પ્રકારની કોઇ શંકા/ખાત્રી થાય તો એમને વિનંતિ છે કે બ્લોગ (તો ખરો જ પણ એ) સિવાયની આવી બાંગ્લાદેશી ટાઇપની ઘૂસણખોરી કરનાર કહેવાતા કોલમિસ્ટ કે (અન્ય) સર્જક વિશે પણ અમારું ધ્યાન દોરો.

 

જો કે મને તો અમુક એવા મહાત્મા વિશે પણ ખબર છે કે જેઓ પોતાની જ કોપિ કરે છે! એ કઈ રીતે? તો અમુક લેખકો પોતાની જ વાર્તા માત્ર શિર્ષક બદલીને અલગ અલગ મેગેઝિનના દિવાળી અંકમાં પધરાવી દે છે, હવે આમાં બન્ને મેગેઝિનના તંત્રીઓ બેવકૂફ બન્યા કે પછી તંત્રીઓ પણ આ વિશે સુબાહિતગાર હતા અને માત્ર પાના ભરવા હતા એટલે ચલાવી લીધુ એ તો એ સર્જક-ગણ જાણે!

Advertisements

20 ટિપ્પણીઓ

Filed under ગુજરાત_ગુજરાતી, વૃતિ - પ્રવૃતિ, સાહિત્ય

20 responses to “બ્લોગર આચારસંહિતા-II

 1. કોપીનું દુષણ તો છે જ પાછું તેને ‘શરતચૂક’ કે ‘ભૂલ’માં ખપાવવાનો આગ્રહ પણ છે!

 2. હમમ. સરસ લેખ, રજનીભાઇ. કોપી-કીટાણું જબરા છે – કોઇક મારક દવા જ અસરકારક નીવડે છે!

 3. રવિ હિરાણી સિવાય બીજા કોઈએ માફી માંગી નથી. પુરાવાઓ સાથે આપણે વાત કરીએ તો પણ ભૂલને સ્વીકારવાની તો વાત જ નહીં. દર વખતે કંઈક ને કંઈક બહાનું રજૂ કરી જ દેતા હોય છે.

 4. વિનયભાઈ કાંતિભાઈ કરશાળાએ તમામ ગુજરાતી બ્લોગ અને સાઈટનું લિસ્ટ તેમની સાઈટ (http://gaytrignanmandir.wordpress.com/) પર મૂક્યું છે. તેમને સાચી હકીકતો જણાવીને તેમના આ લિસ્ટમાંથી કોપી કીટાણુંવાળા બ્લોગ અને સાઈટના નામો દૂર કરવાની વિનંતિ થઈ શકે.

 5. કોપી કીટાણુવાળા બ્લોગને લિસ્ટમાંથી બાકાત કરવા માટે બધાએ ભેગા મળીને તેમને વિનંતી કરવી જોઇએ.

  ‘અનિમેષ’ બ્લોગની હિટ્સ વધારવા માટે આવું કરે છે એવા આક્ષેપો મારા પર થયા છે તેમજ મને પોલિસ/ક્રાઈમ બ્રાંચમાં જોડાવાની તેમજ પોલિટિક્સમાં જવાની વણમાગી સલાહો કોપી માસ્ટર્સ પાસેથી મળી છે!

 6. અને લિસ્ટમાંથી જ શા માટે, વર્ડપ્રેસમાંથી પણ બાકાત કરવા જોઇએ. કોપી-પેસ્ટ કરીને કોપીરાઈટ્સનો ભંગ કરવાના તેમજ એકની એક રચના પચીસ બ્લોગ પર મુકીને રીસોર્સ વેડફનારાઓને કેવી ર્તે રોકી શકાય તેવી ચર્ચા વર્ડપ્રેસ સાથે ચાલુ જ છે.

 7. વિનયભાઈ,

  વાંક તમારો જ છે, તમે મહાન માણસોના મહાન કરતુતમાં શું કામ આડે આવો છો? આવા કોપિ કિટાણુ તો ગુજરાતી ભાષાનો પ્રચાર અને પ્રસાર કરવાનું મહાન કાર્ય કરી રહ્યા છે ત્યારે આવા હવનમાં હાડકા નાંખવાનું તમે કામ કરી રહ્યા છો એન બદલ તમને પોલીસ બનાવવા ન જોઇએ પરંતુ આવા લોકોને “ફરજ પર રૂકાવટ” કરવા બદલ તમને જ હવાલદારને હવાલે કરવા જોઇએ.

  (અને હા યાર, હું તમારી હા માં હા શા માટે મીલાવુ છું , ખબર છે?

  કેમકે

  મારે પણ મારા બ્લોગની હિટ્સ વધારવી છે) હું મારો ધંધો કે ક્લાયન્ટ ન વધારું કે તમે પણ તમારૂ કામ ન વધારો એ ચાલે પણ વર મરો કરો કન્યા મરો..પણ (હિટસથી)આપણું (બ્લોગ રૂપી) તરભાણું ભરો! !

  લાસ્ટ બટ નોટ લીસ્ટ ….. જય હો! જય હો! કરતા પહેલા કાર્તિકભાઈંની પોસ્ટને યાદ કરજો એમણે કહેલું છે કે..? ! ? ! રહેવા દો ને યાર .

 8. વર્ડપ્રેસનો આ બાબતે રિસ્પોન્સ સારો છે. તેમના સિનિયર સાથે ઈપત્રથી વાતચીત કરતાં જણાયું કે તેઓ પણ આ મુદ્દે ગંભીરતાથી વિચારી રહ્યા છે અને ટૂંકમાં તેનું નિરાકરણ કરવાના છે.

  તેમણે ફક્ત કોપી-પેસ્ટ કરીને બનાવેલી પોસ્ટની લિન્ક આપવા કહ્યું છે. મારી જાણમાં છે તેટલી લિન્ક મેં લખાવી દીધી છે વધુ લિન્ક માટે આપ સૌનો સહકાર જરુરી છે, આપશો ને?

 9. હમમ. સરસ. વિનયભાઇ આગે બઢો, હમ તુમ્હારે સાથે હૈ 😉

 10. આપને બધાને વિનંતી છે કે જ્યારે પણ જ્યાં પણ કૉપી કીટાણુથી લથબથ બ્લોગ કે પોસ્ટ દેખાય કે તરત તે બ્લોગરને અને વર્ડપ્રેસને તેની જાણ કરો. વર્ડપ્રેસનું ઈમેઈલ આઈડી આ રહ્યું: support@wordpress.com

 11. Please see below link, though i have already sent warning 2 – 3 times, but still no effect.
  copy paste link: http://rajput007.mywebdunia.com/2008/12/13/1229141760000.html

  my original link: http://vyasdharmesh.wordpress.com/2008/10/23/poor-santasinh/

  and

  you know, even he has copied paste including my name even not bother to change single character… ઇન્ટ્રર્વ્યુ લેવા વાળી છોકરી કહેઃ “સાંતાસિંહ, આ ધર્મેશભાઇ એમના બ્લોગ પર બહુ જોક્સ લખે છે, તમે કહી શકો કે એમાથી તમારા ઉપર એમને કેટલા જોક્સ લખ્યા હશે?”…

  🙂 anyways, going to email this to wordpress now as per Vinaybhai’s instruction…
  thanks everyone.

 12. કૉપી માસ્ટરની પોસ્ટ વર્ડપ્રેસ પર નહીં પણ વેબદુનિયા પર છે તેથી ધર્મેશભાઈ તમે વેબદુનિયાને સંપર્ક કરો.

 13. ધર્મેશભાઈ. વેબદુનિયાની તે પોસ્ટ પર “Report Abuse” પર ક્લિક કરીને મારા તરફથી ફરિયાદ નોંધાવી દીધી છે.

 14. manishmistry

  અમારે શાંતિ! કોઈ વાંચે તો Copy કરે ને! 😉

 15. હું તમારી સાથે પૂરે પુરો સહમત છું. તમારો બ્લોગ કોણ કોણ કોપી કરે છે તે જોવા અને જાણવા માટે તમે http://www.copyscape.com ની હેલ્પ લઇ શકો છો.

  ઇંટરનેટ જગત માં કોપી રાઇટ્સ જેવો ઍક નિયમ છે. જે ગમે તેને લાગુ પડી શકે છે અને જેણે કોપી કરી તેનો બ્લોગ સ્પામ અથવા તો અબ્યૂસ પણ થઈ શકે છે.

  પણ જો કોપી રાઇટ્સ ના નિયમ થી બચવુ હોય તો જે બ્લોગ પર થી તમે જે ટેક્સ્ટ કોપી કરો તે ની અંત મા ઍજ બ્લોગ ની લિંક સોર્સ કે પછી રીડ મોર કરી ને તમે ત્યા ઍ બ્લોગ ની લિંક મૂકી સકો છો. જેથી કરી ને બ્લૉંગર ની મેહનત પણ લેખે લાગી શકે…

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s