કસ્ટમર કેર !


 

આમ તો દરેક ઓફિસ બિલ્ડિંગ/કોમ્પ્લેક્સમાં શૂ-પૉલીશ માટે છોકરાઓ આવતા રહેતા હોય છે, અમારા બિલ્ડિંગમાં આવતા આવા છોકરાઓમાંથી એક શૂ-પૉલીશ વાળાનો હું ‘રેગ્યુલર ક્લાયન્ટ’ છું પરંતુ મારે ફિલ્ડવર્કના કારણે ઘણીવાર એવું થાય કે અમારા બન્નેનો ટાઇમ મેચ ન થાય , આજે એણે મને કહ્યુ કે સાહેબ એક કામ કરો મારો મોબાઇલ નં નોંધી લો, તમે જ્યારે ઓફિસમાં હો અને પૉલીશ કરાવવાના હો ત્યારે  મીસ્ડ કોલ આપી દેજો હું આવી જઈશ! મને તાજ્જુબ એ વાતનું ન થયુ કે એના પાસે મોબાઇલ છે પરંતુ તાજ્જુબી સાથે એની સોચ પર માન થયું કે કહેવાતા શિક્ષિત લોકો મંદી મંદીનું ગાણુ ગાયા રાખે અને કંઇ વિચાર ન કરે જ્યારે આ છોકરાએ એનો સાચો રસ્તો શોધી કાઢ્યો કહેવાય.

 આનાથી વધુ એક ફાયદો એ પણ થયો કે વરસોથી આવતો હોવા છતાં આજ દિવસ સુધી એના નામથી અજાણ હતો, આજે એનું નામ પણ પુછ્યુ અને સેવ કર્યુ કે પ્રવીણ પૉલીશ વાળો

Advertisements

5 ટિપ્પણીઓ

Filed under ગુજરાત_ગુજરાતી, વૃતિ - પ્રવૃતિ, સંવેદના

5 responses to “કસ્ટમર કેર !

 1. well done. really well written. (I know, again I am giving chance somebody to say it “mutual admiration”!!!)

 2. હમમ. મારા મોબાઇલની યાદીઓ:
  મુકેશ કામવાળો
  હરેશ શાકવાળો
  મનુ ગેસનાં બાટલાવાળો (વીર ગેસબાટલા વાળો – કારણકે તે અમને બ્લેકમાં આપે છે! જય ગુજરાત!)
  😉

 3. rajniagravat

  કાર્તિક ભાઈ

  મને તો મારી વાઇફ એમ કહે કે ચાલો આંગણુ વાળો (એટલે કે સફાઈ ઝુંબેશ..હા હા હા )

 4. તો તો વીર સાફસફાઇ વાળો કહેવાય 😉

 5. મારી સાથે બસમાં અપડાઉન કરનારા ઘણાં બસના ડ્રાઈવરના અને કન્ડકટરના મોબાઈલ નંબર રાખે છે. રોજના સમયે બસ આવી નહીં હોય તો તરત ફોન કરે અને જાણી લે કે આજે બસ આવવાની છે કે નહીં. કેવું મજાનું.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s