“લીલા” ના સર્જકની જીવનલીલા સંકેલાઈ


જલ્દીમાં છું પરંતુ નેટ પર ખાંખા ખોળા કરતા એક વાતની નોંધ થઈ એ વાત પોસ્ટ કરવાનું રોકી શકતો નથી.

 

અસીમ રાંદેરીની જુવાનિયાને ઓળખ આપવાની ન હોય એ લોકોના મોઢે હોય મનહર ઉધાસની ગઝલ ( જુવો લીલા કોલેજમાં જઈ રહી છે કે કંકોતરી વગેરે) 

 ફેબ્રુઆરી પાંચ 2009, ગુરૂવાર સાંજે તેઓ જન્નતશીન થયા એ નોંધ  કોણે કોણે લીધી? !? 

આજે તો ઘરે ગુજરાત સમાચાર આવ્યુ નથી કિ ન્તુ કાલનાં એડીશનમાં તો ન હતું !! શુક્રવાર રાત્રે ઇ ટીવી – ગુજરાતી પર ન્યુઝ ટ્રેક માં એમના વિશે આખો પ્રોગ્રામ ઘણાએ જોયો હશે. 

ગઈ કાલનાં દિવ્યભાસ્કર માં હતું એ આજે જોયુ. 

સંદેશ અખબાર કે એની સાઇટ નથી જોઇ પરંતુ એની “ડેઈલી હેડલાઇન્સ” ની ફેસીલીટી સબક્રાઈબ કરાવી છે એમાં તો ક્યાય જોયુ ન હતું.

જનાબ આસીમ રાંદેરીને ઓરકુટ કે કોઇના અંગત બ્લોગ  પર પણ  શાયદ કોઇએ યાદ કર્યા નથી યા તો (મારી) જાણ બહાર હોય એવું પણ બની શકે. પરંતુ જેઓ ઓરકુટ પર સાહિત્યની કે કાવ્ય રચનાની કોમ્યુનીટી ચલાવતા હોય તેઓ અગર ભૂલી ગયા હોય તો અક્ષમ્ય ગણાય. 

Advertisements

3 ટિપ્પણીઓ

Filed under ગુજરાત_ગુજરાતી, વૃતિ - પ્રવૃતિ, સાહિત્ય

3 responses to ““લીલા” ના સર્જકની જીવનલીલા સંકેલાઈ

 1. Rajnibhai, sav sachi vaat chhe..marathi to na rahevayu temna avsanna samachrthi mara blog per guruvaare ja aapi didhu…pan guj. sama. sandesh ke ghana badha thi jovaay na to..muslim hata ne mansai ne nahi jovani temni kalane nahi jovani ? mane tamaro balak jevo khullo bhav gamyo..Asim anjali hajo..
  aakhi sadi annam rahi Aasim jivi gayaa..marathi sadi thay nahi to hu ken an irsha karu ?? arararar…bichara samyeeko..

  • rajniagravat

   દિલીપભાઈ

   કાલે એક વાત કહેવાની રહી ગઈ હતી કે તમારી એ વાત સાથે સહમત નથી જેમાં કહ્યુ હતું કે આસીમ રાંદેરી મુસ્લીમ હોવાના કારણે કદાચ છાપામાં નોંધ નહી લેવાઈ હોય… ગુજરાત અને ભારતની બહારના રહેનાર માટે આવી સોચ સ્વાભાવીક છે કેમ કે ઇલેકટ્રોનીક મીડીયા આ પ્રકારની ગેર સમજ ફેલાવાની “સેવા” કરવા હંમેશા તત્પર હોય છે. અહીં એવું કંઈ છે જ નહી યાર.

   ચાલો આવજો ગુડ ડે સર.

 2. rajniagravat

  દિલીપભાઈ

  આસીમ સાહેબ સમયથી પાર (100 વર્ષથી વધુ ) આપણી વચ્ચે રહ્યા અને ગુજરાતી પદ્યને (ગઝલોના) અસીમ આભુષણોથી શણગારીને ગુજરાતી ભાષાને અનહદ પ્યાર કર્યો એ અખબારો ભલે ભૂલી ગયા હોય પરંતુ તમારા-મારા જેવા અસંખ્ય/અનેક ચાહકોના અંતરમાં અનન્ય સ્થાન પામ્યા છે અને છાપાઓ નકામું છાપવામાંથી ઊંચા આવે તો કામનું છાપે ને? પણ આસીમ સાહેબ જેવા ઉત્કૃષ્ટ કલાકાર જીવ આવા મીડીયાના મોહતાજ ન જ હોય એટલે તમે આટલે દુર હોવા છતાં નોંધ લીધી.

  આમીન.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s