આજ કી બાત


કરો યોગ.... રહો નિરોગ

કરો યોગ.... રહો નિરોગ

 

 

અમારા ગાંધીધામમાં બાબા રામદેવની યોગ શીબીર ચાલી રહી છે, લોકો એ યોગ કરવો જ જોઇએ, યોગ કરતા યોગા શબ્દ વધુ પ્રચલિત થઈ રહ્યો છે અને એમાં કશું ખોટુ નથી, શબ્દ સે ક્યા મતલબ?  ઉલ્ટાનું યોગા શબ્દથી યંગ જનરેશન પણ એ તરફ વળી રહી છે સારી વાત છે.

 

હવે મૂળ વાત કે અમુક વખતથી એક વાત મનમાં અને દોસ્તો સાથે ચર્ચામાં રહેતી કે હિન્દુઓનું કોણ? આપણી સંસ્કૃતિ હતી અને છે એને જાળવી રાખવા માટે કોણ અને શું કાર્ય કરે છે? ખાલી કોઇની છોકરીઓને અન્ય જ્ઞાતિ / કોમના છોકરા સાથે લગ્ન ન કરી જાય એ ધ્યાન રાખવા વાળી સંસ્થા, સેના પરિષદ કે દળ આપણુ અને આપણી સંસ્કૃતિનું જતન રક્ષણ કરશે? કે પછી એવા સાધુ બ્રહ્મચારીઓ કે જે સ્ત્રી સામે જોવામાં પાપ સમજે છે પરંતુ કોલગર્લ કે બાળકો માટે વિકૃતિ ધરાવે છે?

 

પરંતુ આ બધીનો નેગેટીવ વાતો થઈ, શું આપણા પાસે પોઝીટીવ કંઇ છે જ નહી? અને જો બધુ નેગેટીવ હોય તો પછી ગર્વ સે કૈસે કહેંગે હમ હિન્દુ હૈ?! પણ હા છતાંપણ મને ગર્વ છે , રીસ્પેક્ટ છે હિન્દુ પ્રત્યે, હિન્દુ સંસ્કૃતિ પ્રત્યે, ભારત અને ભારતીય પ્રત્યે. કેમ કે આ એ સંસ્કૃતિ/ધર્મ/કોમ છે જ્યાં તમને ઉપર કહ્યા એવા બધા (અર્ધ સત્ય હોવા છતાં) લાંછન લગાવવાની આઝાદી છે. જ્યા તમે ભગવાનને પણ ગાળ દઈ શકો એ  સ્વછંદતા છે તો સામે પક્ષે એ સહન કરવાની સહનશક્તિ પણ છે અને વધુ હોશિયારી કરીયે તો પરચો દેખાડવાની શક્તિ પણ છે. સ્ખલન ક્યાં નથી? કોના ધર્મ, કોમ દેશમાં નથી? એનો મતલબ એવો પણ હરગીઝ નથી કે એવા સ્ખલનોને ચલાવી લેવાની ગુસ્તાખી કે કાયરતાને નિભાવી લેવી. પરંતુ જેઓને આવું દેખાય છે એમણે જરા આ માત્ર પાંચ નામ પર પણ નજર નાંખવી જોઇએ . સિર્ફ નામ હી કાફી હૈ ના ધોરણે એમના વિશે વધુ કંઇ લખવાનો પ્રયાસ કરતો નથી અને આ લીસ્ટ સંપૂર્ણ નથી માત્ર ઝલક જ છે.

 

પુજ્ય મોરારીબાપુ

પુજ્ય બાબા રામદેવ

પુજ્ય સ્વામી સચ્ચીદાનંદ

પુજ્ય પ્રમુખ સ્વામી

પુજ્ય રમેશભાઈ ઓઝા

 

 

 

 

 

Advertisements

3 ટિપ્પણીઓ

Filed under વૃતિ - પ્રવૃતિ

3 responses to “આજ કી બાત

  1. રતિકાકાનાં ઘરેથી ચર્ચગેટ જતી વખતે આજે મને એક નવા બાબાનું પોસ્ટર જોવા મળ્યું – ટલ્લી બાબા 😉

  2. સુંદર ચિંતન છે…સંસ્કૃતી સંરક્ષણ માટે સંસ્કૃતમાં અએક સૂત્ર યાદ આવ્યું,…બાહ્યાભ્યાન્તર શુચી અર્થાત બહાર અને અંદર બંન્ને તરફ સ્વચ્છતા ગુરુ તો ઐસા ચાહીયે માં કબીર તે જ વાત કરે છે…તમે કરેલું લીસ્ટ બરાબર છે..વિદેશોનો સિક્કો વાગ્યા પછી આપણને પોતાનો માલ વાપરવો ગમે તેવી વાત..યોગા !!! શબ્દ કહે તેમ લાગે છે !!!!

  3. કડવો,કડક પણ કોમળ કાઠીયાવાડી …. અને , પરિણામે ? મીઠો ! નહિ ? પ્રમાણ આપુ ?
    યદ્તદગ્રેવિષમિવ પરિણામે અમૃતોપમમ…. લ્યો તઈ આપ્યું બાપલા..રામ રામ ત્યારે…

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s