English Medium (or) – (કે)ગુજરાતી માધ્યમ?


ઓરકુટ પર મિત્ર બનેલ જાગૃત પોતાના દિકરા માટે મીડીયમ બાબતે કોમ્યુ પર તો બધાને જગાડ્યા હવે મને પણ ઉજાગરા કરાવે છે..હા હા હા.. એણે મેઈલમાં જનરલ વાત કરી, અને આપણને તો કોઇ પુછે એટલે ( ખબર પડે કે ન પડે પણ ) ભાષણ દેવા તૈયાર જ હોય ને? આ રહી એ ભાષણબાજી… 

તમે માધ્યમ પસંદ કરવામાં મુંજાવ એ નેચરલી છે મોટાભાગના ( દરેક કહો તો પણ ચાલે) પેરેન્ટસ મુકતા પહેલા અને પછી મુંઝાતા જ હોય છે, જેમ લગ્નનો લાડું ખાય એ પસ્તાય અને ન ખાય એ પસ્તાય એની જેમ જ પોતાના બાળકને કોઇપણ મીડીયમમાં મૂકો પણ થોડે ઘણે અંશે પસ્તાવાના વિપુલ ઝરણામાં ડુબકી મરાય જ જાય. આપણે ગમે તેટલું માતૃભાષાનું ગૌરવ ધરાવીયે કે ગુણગાન ગાઈએ પરંતુ  અર્જુનને ચકલીની આંખ જ દેખાતી એમ દરેક મા-બાપને માર્કશીટ પર મૂકાયેલા માર્કસ પર થી જ પોતાના અને બીજાના બાળકોનું સ્ટાન્ડર્ડ નક્કી કરતા હોય છે!

માધ્યમ સાથે સાથે અથવા તો એમ કહો કે માધ્યમ કરતા સ્કૂલ પહેલા જોવી અને એના સાથે સાથે પોતાના ખીસ્સાની સ્થિતિ, કેમ કે માત્ર ફી ભરવાથી પતતું નથી, ડીપીએસ વગેરે સ્કૂલની ફી કોઇ એટલી બધી પણ નથી હોતી કે જેને એક બાળક હોય એ તો કમ સે કમ ગમે તેવી સ્થિતિમાં ફી ભરી જ શકે, પરંતુ જેમ લાઇફ ટાઇમનું કાર્ડ 25 રૂપિયામાં ભલે મળતું હોય 1000ની આસપાસમાં જ ભલે મોબાઇલ મળતો હોય પરંતુ બન્ને લીધા પછીની પરિસ્થિતિ શું છે એ દરેકને ખબર જ હોય છે.

 

એટલે ફરીથી એજ મારી સલાહ કે મીડીયમ ચુઝ કરવામાં ખોટી સ્કૂલ ( સ્ટાન્ડર્ડ અને પૈસા બન્ને રીતે) પસંદ ન કરાય જાય એ જોજો..

Advertisements

Leave a comment

Filed under એજ્યુકેશન એન્ડ પેરેન્ટીન્ગ, ગુજરાત_ગુજરાતી, વૃતિ - પ્રવૃતિ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s