કાબિલે તારીફ પ્રયાસ


શ્રી ચંદ્રકાન્ત બક્ષી સાહિત્ય વર્તુળ” નામક એક ગૃપ , થોડા બક્ષી પ્રેમીઓએ મુળ લખતર નામના નાના ગામથી શરુ કર્યુ અને અત્યારે રાજકોટ અને સુરેન્દ્રનગરથી સંચાલન કરી રહ્યા છે . તેઓ ગાંઠના ગોદડે ગોપિચંદન કરે છે. એમંડળની અન્ય પ્રવૃતિઓ ફરી ક્યારેક પરંતુ યાર બાદશાહોએ 26-04-2008નાં રોજ એક વામન છતાંપણ આવનાર દિવસોમાં વિરાટ કહેવાશે એવું કદમ મૂક્યુ છે.

બક્ષી બાબુના દેહાંતને બે વરસ થયા, નિમિત્તે મંડળે એક ડીવીડી બનાવી જેમાં નામીઅનામી લોકોએ પોતાના શ્રી બક્ષી સાથેના સંભારણા તાજા કરીને શ્રધ્ધાંજલી આપી છે. વિમોચન વિધિ કે જેમાં રીવા બક્ષી, જય વસાવડા, કાના બાંટવા , નરેશ શાહ વગેરે આવવાના હતા પ્રસંગનો લાભ લેવાનો મને પણ મોકો મળ્યો.

આનંદ થયો જાણીને કે કેવા કેવા બક્ષી પ્રેમીઓ હોય છે. શ્રી હરનેશ સોલંકી, ઇલીયાસ શેખ, વિનોદ આચાર્ય અને અન્ય મિત્રોની મહેનત ખરેખર દાદ માંગી લે તેવી છે. એક તો ટપુડો કહી શકાય એવો છોકરડૉ માત્ર 15 સાલનો પાર્થ દવે જે પણ મહેનતમાં એટલો સહભાગી હતો! આજે હરનેશ ભાઈ સાથે વાત થઈ, તેઓ કહેતા હતા કે નરેશ શાહે પણ પુરી ડીવીડી જોઇને તારીફ કરી હવે પછી ઘણા લોકોની ઇવન બક્ષી સાહેબની પણ ડીવીડી બનશે. ટેકનીકલી કદાચ આનાથી ઉત્તમ હશે પરંતુ તમારા લોકોનું પ્રદાન અનોખું ગણાશે

રિયલી દોસ્તો, લોકોએ પોતાના ગજા બહાર જઈને જે કામ કર્યુ છે એના માટે કોઇ શબ્દ મળે. અને સૌથી આકર્ષક કે મહત્વની વાત હોય તો એની કિંમત! હવે પછી જે કોઇ પણ પ્રકારનો પ્રયાસ કરશે તો કદાચ ધંધાકિય ઇરાદાથી હશે યા તો પ્રથમ પ્રયાસમાં જે ત્રુટીઓ રહી છે એમાંથી શીખીને બનાવશે પરંતુ “શ્રી ચંદ્રકાંત બક્ષી સાહિત્ય વર્તુળ ની નોંધ લેવી પડશે.

વિમોચન વિધિ વખતે હરનેશ ભાઈ પોતાની ટુંકી સ્પીચમાં કહેલી એક વાત દિલને ટચ કરી જાય એવી છે જે શે કરવા ચાહીશ એમણે કહ્યુ, ડીવીડી બનાવતા વખતે અમૂક લોકો સવાલ કરતા કે બક્ષી વિશે તો મોટા ભાગની માહિતી અવેલેબલ છે તો તમે શા માટે બનાવો છો?” હરનેશ સોલંકીનો જવાબ, હોટેલમાં મળતા ફુડ કરતાં માં ના હાથના બનાવેલ રોટલાનો સ્વાદ કંઇક વિશેષ હોય છે? બસ, માટે , અમે બક્ષીને ચાહીયે છીએ , માટે અમારે બનાવવી છે અન્ય પ્રોફેશનલ્સને કામ દઈને નથી કરાવવું કેમ એક એમાં કદાચ લોકો અમારાથી સારું બનાવી શકે કિન્તુ અમે અમારા પ્યારા બક્ષીબાબુને માટે ખુદ મહેનત કરીએ , હેરાન થાઈએ તો અમને આત્મસંતોષ મળશે.

સો સો સલામ એ બક્ષીના યાર બાદશાહો ને !

5 ટિપ્પણીઓ

Filed under ગુજરાત_ગુજરાતી, વૃતિ - પ્રવૃતિ, સાહિત્ય, Baxi Babu - Chandrakant Baxi

5 responses to “કાબિલે તારીફ પ્રયાસ

 1. સો સલામ તમને કે તમે લાંબી મુસાફરી કરી વિમોચનમાં હાજરી આપી અમને ઘર બેઠાં બેઠાં બ્લોગ-ઓરકુટ દ્વારા લ્હાવો આપ્યો. જરા વિસ્તૃત અહેવાલ આપ્યો હોત તો મજા આવત. કંઇ ફોટાઓ છે કે?

 2. Rajni Agravat

  કાર્તિકભાઈ

  વિસ્તૃત અહેવાલતો ન કહી શકીયે પરંતુ વિમોચનની વાતો ઓરકુટ પર કરી છે સરકારી ટાઇપના અહેવાલમાં શાયદ મજા ન આવે એટૃલે હજુ જેમ જેમ કોઇ પ્રસંગ બનશે કે વાતમાંથી વાત નીકળશે એમ કહેતો જઈશ, મારી મુંઝવણ એ છે કે બ્લોગ પર લખુ કે ઓરકુટ પર કે બન્ને જગ્યાયે?

  ફોટા અને સ્પીચ અને એના લગતા છાપામાં છપાયેલ સમાચાર એ બધુ જ પીરસીશ , થાળી તૈયાર થાય અને ભોજન આવે ત્યાં સુધી ભજન કરો અને ચરણામૃત તરીકે બીયર પીવાય તો શું છે કે ભજનમાં ધ્યાન લાગે અથવા સમાધિ લાગે, પણ યાદ રાખજો કે ઓશોનો બહુ ચર્ચિત “વિષય” યાદ નહી કરવાનો! હા હા હા

 3. હા. ઓરકુટ પર યોગ્ય રહેશે. બ્લોગ તમારા અંગત વિચારો માટે વધુ યોગ્ય છે.

  થાળીની રાહ જોઉં છું, ત્યાં સુધી બ્રેકફાસ્ટ અને કોફીથી કામ ચલાઉં છું 😉

 4. nare mistry

  Baxi..a giant personality and giant name too. A pioneer name in column writing with demanding cost at his will.
  Nobody can beat him in writing coz he was writing like he used to say ‘Chhati faadi ne..’ wah!
  So, these lovers of him cant be less and have done something exeplary which no other can do.
  They have set trend just like Baxi babu…kudos friends…I am too a Baxi fan and Jay vasavada and others are true in spirit..thnx for the info.

 5. પિંગબેક: Audio CD and DVD of Baxi Sir « એક ઘા -ને બે કટકા

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s